Main Menu

Friday, August 30th, 2019

 

અમરેલીમાં ભવ્ય લોકમેળા સાથે કૃષ્ણ જન્મોેત્સવ ઉજવાયા

લોક કલ્યાણની અનેકવિધ સેવા પ્રવૃતિ કરી સંસ્થા સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા શહેરના મધ્યભાગમાં જન્માષ્ટમીના ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ જેનો જીલ્લાની જનતાએ બહોળી સંખ્યામાં લાભ લઇને તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી. ભાતીગળ મેળામાં આઠમની મધ્ય રાત્રીયે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વાસુદેવ મનીષ સંઘાણી અને કાનુડો પુત્ર અદ્વેત બન્યા હતા જેમણે મેળામાં ભારે આકર્ષણ જમાવેલ હતું. સારહી યુથ કલબ ઓફ અમરેલી દ્વારા આયોજીત ભવ્ય લોકમેળો સંસ્થા પ્રમુખ મુકેશ સંઘાણીના માર્ગદર્શન તળે કાર્યકારી પ્રમુખ સુરેશ શેખવા સહીતની સમગ્ર સારહી ટીમ દ્વારા સુંદર આયોજન સાથે પાર પાડવામાં આવ્યો હતો તેમ યાદીમાં જણાવાયેલ છે.


સાવરકુંડલાના બગીચામાં બાળકોના હિંચકા સહીત રમત-ગમતના અનેક સાધનો તુટી ગયા

સાવરકુંડલા શહેરી વિસ્તારમાં મહુવારોડ ઉપર આવેલ પંડીત દિનદયાળ ઉપવન માં સને.2013/14 માં રાજ્ય સરકારે રૂા.1 કરોડ 10 લાખની ગ્રાન્ટ ફાળવેલ અને જે તે સમયે બગીચાનુ રીનોવેશન કરેલ ત્યારે જીલ્લાના પ્રભારીમંત્રી આર.સી.ફળદુના હસ્તે સાવરકુંડલાના શહેરીજનો તેમજ નાનાબાળકોને ફરવા માટે એક સુવિધા મળે તે હેતુથી ખુલ્લો મુકવામાં આવેલ હાલની પરિસ્થીતી જોતા આ બગીચાને ખંડેર જેવી હાલત સર્જાય છે. બગીચામાં બાળકો માટેના હિચકાઓ સહિત રમતગમતના સાધનો પણ તુટી ગયેલ છે. આખાયે બગીચામાં ઘાસ ઉગેલ છે. બગીચામાં લાઇટીેંગ 10 થી12 લેમ્પ બંધ છે. ફુવારો બંધ છે. ટોઇલેટ સાફ થતા નથી. હાલમાં ખડેરજેવી હાલત થઇ છે. તેમજ બગીચામાં સફાઇ પણ કરવામાં આવતી નથી. બગીચામાં પ્લાસ્ટીક કાગળ ચારેયબાજુ જોવા મળે છે. વધ્ાુમાં પાલીકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણ જણાવ્યુ છે.કે સાવરકુંડલાના શહેરીજનો પોતાનુ સ્વાસ્થય સુધારવા વોકીગ કરવા 60 થી 70 લોકો આવતા હોય તથા બાળકોને ફરવામાટેનુ એકમાત્ર સ્થળ હતુ. જે નગરપાલીકાના સતાધીશો અને તંત્રની મેલી-મુરાદને કારણે બગીચાની હાલત ખંડેર જેવી થઇ છે. આ સ્થીતી જોતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે. ભવિષ્યમાં ભુયકાળની જેમ ગેરકાયદેસર પ્રવૃતિનો અડો ન બન્ને તે અત્યારની હાલત જેતા તે સમય દુર નથી. તેની કાળજી રાખવા અને આ બગીચાની હાલત સુધારી સાવરકુંડલાના શહેરીજનો તેમજ મહીલાઓ માટે, બાળકો માટે જરૂરી સુવિધા, બગીચામાં ઉગેલા ઘાસનુ સામ્રાજય કઢાવી, બાળકો માટે તુટી ગયેલા હિચકા તેમજ રમત-ગમત ના સાધનો રીપેર કરાવી બગીચાની હાલત સુધારી સાવરકુંડલાના શહેરીજનો માટે જરૂરી સુવિધાઓ સાથે બગીચો કાર્યરત કરવા પાલીકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતા અને ધર્મેન્દ્ર ચૌહાણેએ માંગ કરી છે.


લીલીયામાં અમૃતબા વિદ્યાલય દ્વારા મહિલા સશકિતકરણ પખવાડીયાની ઉજવણી કરાઇ

લીલીયા અમૃતબા હાઇસ્કુલ દ્વારા તા. 1/8/19 થી તા.14/8/19 સુધી મહિલા સશકિતકરણ પખવાડીયા ની ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ, બેટી બચાવો, બેટી પઢાવો, સ્વાવલંબન દિવસ, નેતૃત્વ દિવસ, મહિલા આયોગ દિન, મહિલા કૃષિ દિવસ, શિક્ષણ દિવસ,મહિલા સ્વચ્છતા દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કાનુની જાગૃતિ દિવસ, મહિલા પોષણ દિવસ, શ્રમજીવી મહિલા દિવસ અને મહિલા શારીરીક ર્સોષ્ઠવ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીનીઓ દ્વારા બેટી હૈૈ તો કલ હૈ અને બેટી બચાવો બેટી પઢાવો ના નારા સાથે લીલીયા શહેરમાં રેલી યોજી લોક જાગૃતિ કરવામાં આવી હતી. અને રેલી દરમીયાન પોલીેસ સ્ટેશનની મુલાકાત યોજવામાં આવી હતી. જ્યાં મહિલા કોસ્ટેબલ સેંજલબેન જોષી દ્વારા પોલીસ દ્વારા મહિલા સુરક્ષાની થઇ રહેલ કાર્યવાહીની સમજણ આપવામાં આવી હતી. તેમજ સ્વાવલંબન દિવસ નિમિતે સખી વન સ્ટોપ કેન્દ્ર અમરેલી માંથી આવેલ લાજવંતીબેન દ્વારા મહિલા ઓના માનસીક રીતે સશકત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.તેમજ આઇ.સી.ડી.એસ અમરેલી તથા સરકારી હોસ્પિટલ અમરેલીથી આવેલ પ્રભાબેન તથા જાગૃતિબેન અને એડવોકેટ રેખાબેન ગાયજન દ્વારા સખી મંડળ શારીેરિક સૌષ્ઠવ, મહિલા કાનુની માર્ગદર્શન તથા મહિલા કલ્યાણ કેન્દ્રના જયેશભાઇ જોષી દ્વારા 181 હેલ્પ લાઇન વિશે સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા સ્કુલના શિક્ષિકા બહેનો શ્રીમતી મનીષાબેન વોરા, પ્રફુલ્લાબેન ત્રિવેદી, વંદનાબેન ભટ્ટ, નિષ્માબેન ત્રિવેદી, કિરણબેન ભલાણી, પ્રવિણાબેન મયાત્રા દ્વારા માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ આચાર્ય હસમુખભાઇ કરડે સહુને અભિનંદન પાઠવ્યા હતા.


રાજુલામાં જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઊભરાણી

ગુજરાત ના સૌરાષ્ટ્ર ભર ના જિલ્લા મા રોગચાળા થી હાહાકાર મચી ગયો છે તેવા સમયે રાજુલા ની જનરલ હોસ્પિટલ તાજેતર મા ગયા વર્ષે રાજય સરકાર ના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ હોસ્પિટલ બીલડીગ નુ લોકાર્પણ કર્યું હતુ તે હોસ્પિટલ ની હાલત અત્યંત બિસમાર બની હોય તેવા દ્રશ્યો અને દર્દી ના ચોંકાવનારા આંકડા થી ખળભળાટ મચી ગયો છે અહીં જનરલ હોસ્પિટલ માત્ર 1 રાજુલા જાફરાબાદ પીપાવાવ પોર્ટ સહિત ઉધોગો માંથી પરપ્રાંતી માણસો સહિત ના દર્દી ઓ સેંકડો ની સંખ્યા મા દરોજ આવી રહ્યા છે સેવા આપવા માટે માત્ર હાલ મા એકજ ડોકટર હોવાને કારણે હોસ્પિટલ મા અફડા તફડી નો માહોલ ઉભો થયો છે દર્દી ઓ ની ઓપીડી કેસ દરોજ ના 500 ઉપરાંત કેસો રેકડ પર નોંધાય રહ્યા છે મોટો રોગચાળો ફાટી નીકળવા ની દહેશત ઉભી થય છે દર્દી ઓ સવાર થી લાઇન મા ઉભા રહે છે ત્યારે બપોરે વારો આવે છે અહીં બાળકો થી લઈ ને મહિલા ઓ યુવતી ઓ વૃધો સુધી ના દર્દી ઓ આવી રહ્યા છે સૌવ થી વધુ શરદી,તાવ,ઉધરચ,તાયફોડ,મેલરીયા ની અસરો વધુ પડતા ને જોવા મળે છે મોટાભાગ ના સારવાર લઈ ને અન્ય ખાનગી હોસ્પિટલ મા પણ ઉમટી પડી રહ્યા છે તો હોસ્પિટલ રાખેલા બેડ પણ પેક થયા છે આખી હોસ્પિટલ દર્દી થી ઉભરાય આવ્યુ છે અને ઠેર ઠેર તાવ શરદી જાડા ઉલટી ના વાયરા ના કહેર થી લોકો ફફડી રહ્યા છે તેવા સમયે સ્વચ્છતા માટે રાજુલા નગરપાલિકા દ્વારા પોસ્ટરો લગાડ્યા છે પરંતુ આ પોસ્ટરો માત્ર કહેવા પૂરતા જ સામે આવ્યા છે અહીં ડશપીન પણ આમ થી તેમ રાખડી રહી છે અને કચરા નો મોટો અડિંગો ઢગલો ઉભો કર્યો છે કોણ કરે છે કચરો જવાબદાર કોણ..? સહિત સવાલો ઉઠી રહ્યા છે સાથે જ અહીં ડોકટર વધુ એક નિમણૂક કરવા માંગ ઉઠી છે સરકાર મસમોટા વાયદા અને દાવા કરી રહી છે સ્વચ્છતા માટે ના મોટા મોટા અભિયાન દેશ ભર મા ચાલી રહ્યા છે પરંતુ તે અભિયાન ના અહીં લીરે લિરા ઉડાડી નાખ્યા છે સાથે હોસ્પિટલ ઘણી ધોરી વગર ની હોય તેમ આખી હોસ્પિટલ મા જવાબદાર ડોકટરો પણ હાજર રહેતા નથી તેને લઈ ને લોકો મા ભમુકતો રોષ ફાટી નીકળ્યો છે સાથે જ હાલ મા સૌરાષ્ટ્ર ના ભાવનગર સુરેન્દ્રનગર જેવા જિલ્લા મા ભેદી કોંગો જેવા ભયાનક રોગચાળા ફાટી નીકળ્યા છે તેવા સમયે સ્વચ્છતા ની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે અહીં રોગચાળો ફાટી નીકળવા ની મોટી દહેશત ઉભી થય છે તેને રોકવા ને બદલે અહીં રોગચાળા ને જાહેર આમંત્રણ આપવા મા આવી રહ્યું હોય તેમ કચરા ના ઢગલા કરવા મા આવ્યા છે સાથે દર્દી ઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે માત્ર 1 ડોકટર અને સામે દરોજ ના સેંકડો ડોકટરો સારવાર માટે આવી રહ્યા છે તેની માટે રાજ્ય સરકાર અને જિલ્લા ના ઉચ્ચ અધિકારી ઓ દ્વારા તાત્કાલિક યોગ્ય કરવા માંગ ઉઠી છે હોસ્પિટલ ના મુખ્યગેટ નજીક પાણી ઉભરાય રહ્યા છે અંડર ગ્રાઉન્ડ ગટર ન હોવાને કારણે ગંદકી ઉભી થવા પામી છે


ધારીમાં ટીફીન મીટીંગમાં બે બે કેન્દ્રીય મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશ

ધારી ખાતે તા. 31ના યોજાનારી ટીફીન મીટીંગમાં ભારત સરકારના બે બે મંત્રીશ્રીઓ શ્રી રૂપાલા તથા શ્રી માંડવીયા ઉપસ્થિત રહેનાર છે. કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાના અમરેલી જીલ્લાનો પ્રવાસ કાર્યક્રમ જાહેર થયો છે તે મુજબ તા.30/8/19 શુક્રવારે 6 વાગ્યે સરધારથી નીકળી 10 વાગ્યે વૃક્ષારોપણ બાદ 12:30 કલાકે ચિતલ અને 14 કલાકે શ્રીરામકૃપા નદી ચિતલ ખાતે જુગલભાઇ કુબાવતના પરિવારને સાંત્વના આપી સરંભડા દુધાત પરિવારને શાંતવના પાઠવ્યા બાદ સાવરકુંડલાના આંબરડીમાં કાર્યક્રમમાં શ્રી રૂપાલા સાથે શ્રી માંડવીયા અને ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંઘાણી સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા ઉપસ્થિત રહેશે.
શ્રી રૂપાલા રાત્રે 8 વાગ્યે ઇશ્ર્વરીયા આવી રાત્રી રોકાણ કરશે અને તા.31 શનિવારે 8:30 કલાકે ચલાલામાં બગસરા નાગરીક સહકારી મંડળીના કાર્યક્રમ બાદ ધારી ખાતે ટીફીન મીટીંગ પુરી કરી બપોરે 14:30 કલાકે રાજકોટ જશે.અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયાએ ટીફીન મીટીંગના અનુસંધાને જણાવેલ છે કે, મીટીંગમાં રજુઆત કરનારે પ્રશ્ર્ન કાગળમાં લખીને અને એક કાગળમાં એક જ પ્રશ્ર્ન લાવવો તેમ જણાવ્યુ છે તેમ અમરેલી મદદ કાયાર્લયના શ્રી મનોજ વાળા અને શ્રી હિરેન વાળાની યાદીમાં જણાવાયું છે.


અમ2ેલીમાં લીલીયા બાયપાસ ચોકડી નજીક આવેલ શિવમ ગોૈશાળા પાસેનો 2ોડ બનાવવા ગ્રાંન્ટ ફાળવતા શ્રીધાનાણી

અમ2ેલી શહે2માં લીલીયા બાયપાસ ચોકડી પાસે, શિવમ ગોૈશાળા આવેલ છે, જયાં ગાયોની ખુબ સા2ી સેવા થાય છે, આ જગ્યા ચોમાસા દ2મ્યાન ખુબ જ કાદવ,કીચડ થાય છે, ગોૈભક્તોને ગાયોની સેવા ક2વામાં ખુબ જ વિલંબ થતો હતો અને આ 2ોડ બનાવવો અત્યંત જરૂ2ી હતો આ વિસ્તા2ના 2હીશો તથા અમ2ેલી શહે2ના ગોૈભક્તો દ્રા2ા અમ2ેલીના ધા2ાસભ્ય અને વિ2ોધપક્ષના નેતા પ2ેશભાઈ ધાનાણીને 2જુઆત ક2તા તેમણે પોતાની ગ્રાંન્ટ માંથી 2સ્તો બનાવવા માટે નાણાંની ફાળવણી ક2તા આ વિસ્તા2ના 2હીશો તેમજ અમ2ેલી શહે2ના ગોૈભક્તોમાં આનંદની લાગણી પ્રસ2ી ગઈ હતી, આમ આ 2સ્તો બનાવવાનું કામ ટુંક સમયમાં હાથ ધ2વામાં આવશે, પ2ેશભાઈ ધાનાણીનો અમ2ેલીના ગોૈભક્તો તથા શિવમ ગોૈશાળામાં સેવા આપતા ધમેન્દ્રગી2ી લાલગી2ી ગોૈસ્વામી, મનોજભાઈ વાલજીભાઈ કાનાણી,માધાભાઈ અ2જણભાઈ જોષી, 2ાજેશગી2ી ગોપાલગી2ી ગોૈસ્વામી,ની2ેનગી2ી બચુગી2ી ગોસાઈ, જતીનગી2ી ની2ેનગી2ી ગોૈસ્વામીએ ખુબ ખુબ આભા2 માન્યો હતો.


અમરેલી બીએસએનએલમાં ડીડબલ્યુસીની બેઠક યોજાઇ

અમરેલી બી.એસ.એન.એલમાં આગામી યુનિયનની ચુંટણી 8 મી મેમ્બરશીપ વેરીફીકેશન તા.16/9/19 ના રોજ યોજાનાર છે. આ અન્વયે તમામ સ્ટાફને બી.એસ.એન.એલના ભાવી અંગેની જાણકારી માટે ગુજરાત સર્કલમાંથી યુનિયન સર્કલ સેકે્રટરી ડી.કે.બાકુત્રાની આગેવાનીમાં બી.એસ.એન.એલ ખાતે ડી.ડબલ્યુ.સી ની મીંટીગ યોજાયેલ હતી. સ્ટાફ ના તમામ પ્રશ્ર્નોના હલ અને ભવિષ્યની ચર્ચા કરી હતી. આ મીટીંગમાં ગુજરાત સર્કલ સેકે્રટરી ડી.કે.બાકુત્રા, શ્રી ખાંભલા,શ્રી જોષી, શ્રી રાવળ જુનાગઢથી આવેલ હતા. અમરેલી બી.એસ.એન.એલ 5 ઇ યુનિયનના ડિસ્ટ્રીક સેકે્રટરી ડી.આર. રામાણી, ખેરાણીભાઇ, કોમલસીંગ અને સર્કલ ઓ.એસ આશાબેન દવે તેમજ અમરેલી બી.એસ.એન.એલનો સ્ટાફ મોટા પ્રમાણમાં હાજર રહયો હતો. અને મીટીંગને સફળ બનાવી હતી.


અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બનશે ?:કાર્યકરોમાં અટકળો તેજ

હાલના જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હીરપરાનો કાર્ય કાળ પુર્ણ થતો હોય અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કોણ બનશે ? તેની કાર્યકરોમાં અટકળો તેજ બની છે. કારણ કે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખપદે પટેલ અને બિનપટેલ પ્રમુખો સેવા આપી ચૂકયા છે ત્યારે ભાજપનું મોવડી મંડળ કોની ઉપર કળશ ઢોળે છે તેની ઉપર સૌની નજર છે.
ગઇ લોકસભાની ચૂંટણીમાં એક બનીને લડેલા ભાજપના સીનીયર આગેવાનોના નામની ચર્ચા ચાલી રહી છે કારણ કે આગામી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય સીટ ઉપર ફરી ભગવો લહેરાવી શકે તેવા સક્ષમ આગેવાનની શોધખોળ કરાઇ રહી છે અત્રે એ ઉલ્લેખનીય છે કે, એક સમયે ભાજપના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં મોટાભાગની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ તથા પાંચે પાંચ વિધાનસભા કોંગ્રેસને મળી હતી.
અમરેલી જિલ્લા ભાજપમાં પ્રમુખપદ માટે ભાજપના સીનીયર આગેવાનો શ્રી અશ્ર્વીન સાવલીયા,શ્રી ભુપેન્દ્ર બસૈયા, શ્રી મનસુખભાઇ ભુવા, ડૉ. ભરતભાઇ કાનાબાર તથા શ્રી હીરેન હિરપરા અને શ્રી કૌશિક વેકરીયા સહિતના નામો ચર્ચામાં છે.


અમરેલીની ભુગર્ભ ગટરનો પ્રારંભ : હાઉસ કનેકશનો શરૂ થયા

જેના નિર્માણ માટે અમરેલી શહેર એક વર્ષ સુધી યુધ્ધગ્રસ્ત શહેર જેવુ બની ગયું હતુ અને હજુ પણ આવી જ હાલતમાં છે તેવી અમરેલીની ભુગર્ભ ગટરનો આખરે પ્રારંભ થઇ ગયો છે અને હાઉસ કનેકશનો શરૂ થયા છે.
અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી જયંતીભાઇ રાણવા તથા ચીફ ઓફીસર શ્રી હુણ દ્વારા શહેરીજનોને પોતાના ઘર પાસેથી નિકળતી ભુગર્ભ ગટરમાં પોતાના ઘરનું જોડાણ પોતાની રીતે કરાવી લેવાનો અનુરોધ કરાયો છે.
અમરેલી શહેરમાં છેલ્લા દોઢ માસથી ભુગર્ભ ગટર ચાલુ થઇ ગઇ છે અને તમામ નગરજનોને આ ગટરમાં પોતાના ઘરની ગટરનું જોડાણ કરવા જણાવીને જે કનેકશન ચાલુ નહી કરાવે તેની સામે પગલા લેવાની પાલિકાના ચીફઓફીસર દ્વારા જાહેરાત કરાઇ છે.
જો અમરેલીના તમામ કનેકશનો ચાલુ થઇ જાય તો રોગચાળો અટકે અને ગટરની કાર્યક્ષમતા કેવી છે તેની પણ ખબર પડી જશે.


error: Content is protected !!