Main Menu

September, 2019

 

અમરેલીમાં પોલીસ તંત્ર દ્વારા શહીદ સ્મારકનું લોકાર્પણ

અમરેલી,અમરેલી નગરપાલીકા દ્વારા ડો. જીવરાજ મહેતા ચોકમાં ફાળવવામાં આવેલ જગ્યામાં જીલ્લા પોલીસ દ્વારા નિર્મિત કરાયેલ શહીદ સ્મારકનું શહેરના નાગરીકોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, સાંસદ નારણભાઇ કાછડીયા, બોટાદના એસ.પી. હર્ષદભાઇ મહેતા, એ.એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિત જીલ્લાના પોલીસ અધિકારીઓ, સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા કલેકટર આયુષકુમાર ઓક, વન વિસ્તરણના ડિ.એફ.ઓ. પ્રિયંકા ગેહલોત,ધારાસભ્યો પ્રતાપભાઇ દુધાત, જે.વી. કાકડીયા, શરદભાઇ ધાનાણી, કૌશિકભાઇ વેકરીયા, પી.પી. સોજીત્રા, હિરેનભાઇ હીરપરા, ડો. ભરતભાઇ કાનાબાર, અલ્કાબેન ગોંડલીયા, સ્વાતંત્ર્ય સેનાની બેચરભાઇ પોકળ, ઉમંગભાઇ છાંટબાર, તેમજ હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો અને નગરજનો બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે મંચસ્થ મહાનુભાવો પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, સાંસદ સહિતે શહીદોને સલામી આપી હતી.
આ અંગેની વિગતો મુજબ અમરેલીમાં કેન્દ્ર સરકારની યોજના મુજબ જીલ્લા પોલીસ દ્વારા ડો. જીવરાજ મહેતા ચોકમાં શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવેલ. આ સમારંભને અનુલક્ષીને બે કલાક માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ. અમરેલીના એ.એસ.પી. પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે દેશભક્તિના ગીતો વગાડી શહીદોને ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ.
ત્યાર બાદ અધિકારી, પદાધિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાની અને આગેવાનો દ્વારા શહીદોને સલામી આપી હતી. ત્યાર બાદ આઇ.જી. અશોકકુમાર યાદવે જણાવેલ કે અમરેલી જીલ્લા પોલીસના પંકજભાઇ અમરેલીયા સહિતના પોલીસ કર્મીઓ તેમજ અન્ય વ્યકિતઓ જેઓ શહીદ થયેલ છે. તેમના માટેનું આ સ્મારક છે. જેથી તેમને સાચી શ્રધ્ધાંજલી પાઠવી હતી. એસ.પી. નીર્લીપ્ત રાયે જણાવેલ કે આ શહીદ સ્મારકનું માન સન્માન જળવાય તેની જવાબદારી અમરેલીની આમ જનતાની છે. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે કેન્દ્ર સરકારની યોજના મુજબ અમરેલીના આંગણે શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવેલ છે.
તે ગૌરવની બાબત છે. વધ્ાુમાં તેમણે જણાવેલ કે સ્વચ્છતા અભિયાનમાં લોકો પોતાના આંગણાથી શેરી સુધી પોતે જ શરૂઆત કરી શકે. તેમજ જળ હશે તો જીવન હશે જે માટે પાણીની અગત્યતા સમજાવી હતી. આ પ્રસંગે શહીદોના પરિવારજનોનું શાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવેલ.
તેમજ ઉપસ્થિત સ્વાતંત્ર્ય સેનાનીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ. અમરેલીના ઇર્ન્ચાજ સીટી પીઆઇ શ્રી મહેશ મોરી સહિતની પોલીસ ટીમે ઝડપી અને સુંદર આયોજન કર્યુ હતુ.


દામનગર : સગીરા પર બળાત્કાર કરનારને 20 વર્ષની સખ્ત કેદ

અમરેલી,(ક્રાઇમ રીપોર્ટર) દામનગરના સમઢીયાળા ગામે સગીરા રસોઇ બનાવવા બળતણ લેવા જતા એકલતાનો લાભ લઇ ઓરડીમાં ધારીયુ બતાવી તા.18/6/18ના ધાક ધમકી આપી વિસાવદર તાલુકાના રાજપરા ગામના હરેશ ધનજી ડાભીએ બળાત્કાર ગુજારેલ. ઉપરોક્ત કેસ અમરેલી સ્પેશીયલ પોકસો કોર્ટમાં મેજીસ્ટ્રેટ આર.આર.દવે સમક્ષ ચાલી જતા આરોપીને કસુરવાર ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.2000નો દંડ ફટકારેલ છે.


અમરેલીની સગીરા ઉપર ગેંગરેપ : પિતરાઇ ભાઇ સહિત છ સામે ગુનો

અમરેલી,અમરેલી બ્રહ્મણ સોસાયટીમાં રહેતી સગીરા અમદાવાદમાં માસીના દિકરા ભાઇ આરોપી પીયુષ લાલજી જાદવ સાથે રહેતી હોય. તે પરિચિતપણા થતા એકલતાનો લાભ લઇ તેના ઘરે ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ માસીના દિકરા ભાઇ પીયુષએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવી બળાત્કાર ગુજાર્યો હતો અને જુનાગઢ તાલુકાના સરસઇ ગામનો આરોપી મહાવીર વાળા ફ્રેન્ડ હોય. જેથી આરોપીના પરિચયમાં હોય આરોપીએ ભોગ બનનાર સાથે સંભોગ કરવાના ઇરાદે પોતાના હવાલા વાળી ફોરચ્યુનર કાર જી.જે.6 ઇડી 4545 માં ફરવા જવાના બહાને અપહરણ કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી ગાળો બોલી માર મારી બળાત્કાર ગુજારી મારી નાખવા ધમકી આપી હતી.
આ ઉપરાંત અન્ય આરોપી મહાવીર વાળા, રવીરાજ ઉર્ફે રાજા કાઠી રહે. અમરેલી માણેકપરા વાળાએ ભોગ બનનારનો પીછો કરી અને પરાણે પોતાના હવાલાવાળા મારૂતી સ્વીફટ કારમાં ભોગ બનનારને બેસાડી ગેરકાયદેસર અટકાયત કરી બીભત્સ માંગણી કરી મહાવીર વાળાએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી જાતીય સતામણી કરી બળજબરી પુર્વક બળાત્કાર ગુજારી રવીરાજ ઉર્ફે રાજા કાઠીએ અમરેલીમાં એક સફેદ કલરની કારમાં અમરેલીના સંકુલ રોડે બળાત્કાર ગુજારી ધમકી આપેલ. આ બનાવમાં ભોગ બનનાર સગીરાએ પીયુષ લાલજી જાદવ રહે. અમદાવાદ, મહાવીર વાળા રહે. સરસઇ તા. જુનાગઢ, મહાવીર ઉર્ફે રાજા કાઠી અમરેલી કુલદીપ કાઠી રહે. ટીંબા, લાલો ધાખડા, તેજસ જેબલીયા રહે. અમરેલી વાળાઓ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ લાઠીના પીએસઆઇ શ્રી યશવંતસિંહ ગોહીલને સોંપવામાં આવી છે.
જાણવા મળતી માહીતી અનુસાર ગયા નવરાત્રીના બીજા નોરતાથી આ સગીરા ઉપર અધમ કૃત્ય કરવાની શરૂઆત તેના માસીયાઇ ભાઇએ કરી હતી અને ત્યાથી આખા વર્ષભર અવારનવાર આ સગીરાને ઉપર આપેલ નામ વાળા હવસખોરો પીંખતા રહયા હતા અને આ ગરીબ પરિવારની દિકરી ભોગ બનતી રહી હતી આખતે તેણીના માતા પિતાને આ બાબતની જાણ થતા તે સગીરાને લઇને પોલીસ સ્ટેશને આવ્યા હતા જયા પોલીસે આ બનાવની પ્રાથમિક તપાસ કરતા આ સગીરા ઉપર અવાર નવાર બળાત્કાર થયો હોવાનુ અને કયારેક તો એક સાથી ત્રણબ ત્રણ હવસખોર શેતાનોએ પોતાની હવસ સંતોષી હોવાનું પણ બહાર આવતા પોલીસે ગેંગરેપનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


અમરેલી જિલ્લાની ગંગા ગણાતી શેત્રુજી નદી સજીવન બની

બાબાપુર,ભાદરવાના ઉતરા નક્ષત્રમાં સતત મેઘમહેરથી સર્વત્ર આનંદ છે અને છેલ્લા ત્રણ દિ’થી સૌરાષ્ટ્રના સૌથી ઉંડા ખોડીયાર ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો છે જેના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લાની જીવાદોરી જેવી અને ગંગા ગણાતા સૌરાષ્ટ્રની બીજા ક્રમની નદી શેત્રુજી વહેતી થતા આજે ધારીના ખોડિયાર ડેમનું પાણી અમરેલી જીલ્લાનાં સરંભડા ગામ સુધી પહોચી ગયેલ છે.
આ પાણી આવી પહોંચતા આજુ બાજુ ગામના લોકો શેત્રુજી નદી જોવા ઊમટી પડયા હતા આ નદી પવિત્ર અને ગંગાતુલ્ય માનવામાં આવે છે શુક્રવારે સરંભડાના હાલરિયા જવાના રોડ ઉપર પુલની ઉપર શેત્રુજીના પાણી વહયા હતા. ગીરમાં ચાંચઇના ડુંગરેથી નિકળતી શેત્રુજી નદી 142 કીલોમીટર લાંબી છે અમરેલી-ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓ શેત્રુજીના કાંઠે વિકસ્યા છે.જેના ઉપર ખોડીયાર અને શેત્રુજી જેવા મહાકાય બંધ આવેલ છે.


ત્રીજીએ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત

રાજુલા,રાજુલા શહેર માં શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રષ્ટી આયોજિત મહાત્મા ગાંધી નિ:શુલ્ક હોસ્પિટલ ના ખાતે મૂર્ત વિધિ તારીખ 3 ઓકટોમ્બર ગુરૂવાર સવારે 10 કલાકે ખાતે મૂર્ત વિધિ ભવ્ય થી ભવ્ય કરવા માટે તડામાર તૈયારી ઓ ચાલી રહી છે જેમાં આયોજકો નગરશેઠ અને બે કરોડના દાતાશ્રી અનીલકુમાર નંદલાલ મહેતા, શ્રી પ્રવીણભાઈ લહેરી,શ્રી અજયભાઇ મહેતા,ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી હરેશભાઇ મહેતા, માયાભાઇ આહીર, બિપીનભાઈ લહેરી આ તમામ ટ્રષ્ટી દ્વારા ભવ્ય હોસ્પિટલ નું બિલ્ડીંગ બનાવવા માં આવી રહ્યું છે જયારે આ કાર્યક્મ મા ખાતે મૂર્ત પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ,મુખ્ય મંત્રી વિજય રૂપાણી ,અને મુખ્ય મહેમાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,કેન્દ્રીય મંત્રી પુરષોતમભાઇ રૂપાલા,નાસ્કોબ ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવયા,પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,મત્સ્યઉધોગ મંત્રી જવાહરભાઇ ચાવડા,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા,વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ,પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા ,સિદ્ધાર્થભાઇ પટેલ,રાજ્ય કક્ષા ના મંત્રી વાસણભાઇ આહીર,રાજય કક્ષા ના મંત્રી અને અમરેલી ના પ્રભારી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સ્થાનિક સાંસદ નારણભાઇ કાછડીયા ,જામનગર સાંસદ પૂનમબેન માડમ, વડોદરા પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, રાજ્ય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, લાઠી ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર,ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયા ,સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,ખંભાળિયા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ,ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશ,તાલાળા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા સહીત અને ભાજપ કોંગ્રેસ ના વરિષ્ઠ અને દિગ્જ્જો સામાજિક અગ્રણી ઓ અહીં ઉપસ્થિત રહેવા ના છે. ત્યારે આયોજકો દ્વારા તડામાર તૈયારી ઓ શરૂ છે કાર્યક્મ ભવ્ય રીતે યોજાય તેને લઇ ને તડામાર તૈયારી બીજી તરફ કાર્યક્મ માં સાધુ સંતો પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા ના છે જેમાં અમદાવાદ જગનાથ મંદિર ના મહંત દિલીપદાસજી મહારાજ,ચલાલા દાન મહારાજ ની જગ્યા ના મહંત વલકુબાપુ,જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ના મહંત ઇન્દ્રભારતીબાપુ,પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા ના નિર્મળા બા,સતાધાર આપાગીગા ની જગ્યા ના મહંત વિજયબાપુ, જૂનાગઢ ગોરક્ષનાથ આશ્રમ ના મહંત શેરનાથબાપુ,દુધરેજ વડવાળા દેવ ની જગ્યા ના મહંત કણીરામબાપુ,સિહોર મોંઘીબા ની જગ્યા ના મહંત જીણારામ બાપુ, રામેશ્વર આપાગીગા સતાધાર ના મહંત ગોવિંદબાપુ,બાવળિયાળી નગલખાના ઠાકર ના મહંત રામબાપુ,અખેગઢ મહંત વસંતબાપુ,મહાકળી ઠવી આશ્રમ મહંત ધનસુખનાથજી બાપુ, હોડાવાળી ખોડિયાર મોરંગી મહંત શેષનાથગિરિબાપુ,સાવરકુંડલા ના પીર એ તરીકર દાદાબાપુ કાદરી,બાઢડા સનાતન આશ્રમ ના જ્યોતીમયા માં સહીત અનેક સૌરાષ્ટ્ર ભર ના સાધુ સંતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા ના છે હોસ્પિટલ ખાતે મૂર્ત કાર્યક્મ ભવ્ય રીતે યોજાશે.2ાજુલા ખાતે શ્રી 2ામકૃષ્ણ આ2ોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આ2ોગ્ય મંદિ2 ( નિ:શુલ્ક હોસ્પિટલ) દર્દીના2ાયણની સેવાનુ મુલ્ય સમાજ સેવામા મુઠી ઉચેરૂ 2હયુ છે આવી સેવાનો લાભ વંદનિય સંત પૂ. મો2ા2ીબાપુના આર્શિવાદ સાથે તા.03-ઓકટોબ2ના 2ોજ સવા2ના 10-00 કલાકે માર્કેટ યાર્ડ 2ાજુલા ખાતે ખાત મૂહર્ત યોજાશે હોસ્પિટલ2ાજુલા-મહુવા-જાફ2ાબાદના સમુ વિસ્તા2 ઉપ2ાંત અન્ય વિસ્તા2 અને સમાજને મળી 2હે તેમ હોઈ, આ માનવસેવા કાર્યમા લોક્સાહિત્યકા2 માયાભાઈ આહિ2 ત2ફથી ભૂમિદાન ક2વામા આવેલ છે જેને આવકા2તા અમ2ેલી જીલ્લા બેંકના એમ઼ડી. અને માયાભાઈના પ2મ મીત્ર ચંદુભાઈ સંઘાણી એ જણાવેલ છે. અમ2ેલી જીલ્લામા એક એવી હોસ્પિટલ નિર્માણથવા જઈ 2હી છે જેમા કોઈ પણ જ્ઞાતી-જાતી-પ્રાંત-પ્રદેશ-ભાષા ના દર્દીના2ાયણ સા2વા2 અને સેવાનો લાભ લઈ શકશે. ખાસ ક2ીને ગ્રામીણ પ્રજા માટે તો આ એક સેવાયજ્ઞ બની 2હેશે. સમાજનો સામાન્ય માનવી જયા2ે ગંભી2 બિમા2ીઓમા અહિ-તહિ ભટકે છે અને માનવ જીંદગી બચાવવા પૈસાને પાણીની જેમ વેડફે છે તેવા સમયે તેમનો હાથ જાલના2 કોઈ હોતુ નથી મોટી હોસ્પિટલો પ્રથમ પૈસા ભ2ો પછી જ સા2વા2 ક2તી હોય, દર્દીના પિ2વા2ની આર્થીક સ્થિતી સામુ કોઈ જોતુ નથી તેવા સમયે માયાભાઈ આહિ2 ત2ફથી ભૂમીદાન આપીને એક ઉમદા સેવા કાર્ય ક2વાનો તેઓએ શ્રેય પ્રાપ્ત ર્ક્યો છે.


અર્થતંત્ર મજબૂત બનાવવા સરકારનાં ઐતિહાસિક પગલા : શ્રી રૂપાલા

નડીયાદ,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ઐતિહાસિક નિર્ણયો લઈ દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીવિકાસદર પાંચ ટકાને સ્પર્શી ગયો છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા માટે ત્વરિત પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેથી આવનારા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર વધતો જોવા મળશે. એવું નડીયાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું કે 2014માં ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ રેટ ધરાવતો દેશ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સ ઓછો કરીને 22 ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવી સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 15 ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી હવે ભારત સૌથી વધુ ટેક્સ ધરાવતા દેશોને બદલે સૌથી ઓછો ટેક્સ ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. દરમાં ઘટાડો કરવાથી કંપનીઓ પાસે વધુ ભંડોળ બચશે – કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ રોકાણ કરવા માટે કરશે – જેને કારણે અર્થવ્યવસ્થામાં વધુ રોજગારીનું સર્જન થશે અને પરિણામે ઊંચો વિકાસદર તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ અને આવકમાં વધારો થશે.ચીન અને અમેરિકાની રસાકસી બાદ વિશ્વ મુઝવણમાં છે ત્યારે આ ટેક્સ સંબધી નિર્ણયને કારણે ભારત રોકાણ માટે ઉત્તમ સ્થાન બની જશે. આ નિર્ણયો લેતા પહેલા સાર્વજનિક ક્ષેત્રની 10 બેંકોનું વિલીનીકરણ કરી 4 બેંક બનાવી. આમ કરવાથી દેશમાં બેંકોની સંખ્યા જે વર્ષ 2017માં 27 હતી તે હવે 12 થઇ છે. સરકાર બજારમાં પાંચ લાખ કરોડ રૂપિયાના લિક્વિડિટી ફંડ જાહેર કરવાના હેતુથી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 70,000 કરોડ રૂપિયા જમા કરશે, જેનાથી સ્જીસ્ઈ તથા નાના વેપારીઓને પણ લાભ થશે.હાઉસિંગ સેક્ટરને પૂશ કરવા લેવાયેલા નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવેલ 45 લાખ રૂપિયા સુધીના ઘર માટે લોનના વ્યાજમાં 1.5 લાખ સુધી છૂટ મળશે. અટકેલા એફોર્ડેબલ અને મધ્યમ વર્ગના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એક સ્પેશિયલ વિન્ડોથી મદદ કરવામાં આવશે, તેના માટે અલગ ભંડોળની વ્યવસ્થા થશે, જેમાં સરકાર 10,000 કરોડ રૂપિયાનું યોગદાન આપશે.
કાંદાના વધેલા ભાવ અંગે તેમણે જણાવ્યું કે સંગ્રહ ખોરોને તેનો લાભ નથી મળતો તે અંગેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેમણે ઉમેર્યું હતું કે સારા વરસાદથી આગામી સમયમાં કૃષિ ક્ષેત્ર પણ દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા અસરકારક ફાળો આપશે. ખેડૂતોને પાક વિમા યોજના અને કિસાન પેન્શન યોજનાના લાભ આપવાની વાત પણ શ્રી રૂપાલાએ કરી હતી. આ પ્રસંગે ખેડા લોકસભાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નયનાબેન પટેલ, ખેડાના પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ સહિત પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


રાજુલાના છતડીયામાં નવારાત્રી મહોત્સવ યોજાશે

રાજુલા,રાજુલા તાલુકાના છતડીયા ગામે આનંદયોગ આશ્રમ ખાતે આસો સુદ-1 રવીવાર તા.29/9/19 થી આસો સુદ-9 સોમવાર તા.7/10 સુધી નવરાત્રી મહોત્સવ યોજાશે. જેમાં નવ દિવસ યજ્ઞનું આયોજન કરાયુ છે.તથા રાત્રે માતાજીના ગરબા ગવાશે.હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું અનોખુ મહત્વ રહેલુ છે.હિન્દુ સંસ્કૃતિમાં વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે.મહા, ચૈત્ર, અષાઢ, તથા આસો માસમાં નવરાત્રી પર્વ આવે છે.જેમાં આસો નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જ્યારે ચૈત્ર માસની નવરાત્રી માતાજીના ઉપાસકો, સાધ્ાુ સંતો, તેમજ આધ્યાત્મિક લોકો, અનુષ્ઠાન તથા યજ્ઞ કરતા હોય છે.વિવિધ જ્ઞાતીના કુટુંબીજનો દ્વારા પોતાના કુળદેવીના મઢે પણ યજ્ઞ પ્રસાદ સહિતના કાર્યક્રમો રાખતા હોય છે.પરંતુ આનંદયોગ આશ્રમના મહંત ઓમાનંદગીરી બાપુ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે.જેમાં નવા દિવસ સુધી યજ્ઞ, અનુષ્ઠાન, પ્રસાદ, રાસ ગરબા રાખેલ છે.સાથો સાથ રાજુલા શહેર સહિત તાલુકાભરની શાળાઓમાં તા.28/9/19 શનીવારના રોજ બેટી બચાવો બેટી પઢાઓ સરકારનીશ્રીની યોજના અંતર્ગત રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે.જેને જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંજુરી પણ આપવામાં આવેલ છે.ખરેખર માતાજીના ઉપાસનાના દિવસો દરમ્યાન દુર્ગા માતાજીને કુમારીકા પણ કહેવામાં આ્વ્યા છે.આ કુમારીકાઓનું પુજન પણ કરવુ જરૂરી છે.જેથી આ આશ્રમ તરફથી છતડીયા બાથમીક શાળાઓની 111 કુમારીકાઓને ફળાહારની પણ વ્યવસ્થા ચૈત્રસુદ-8 ના દિવસે કરવામાં આવી છે.જેમાં કન્યાઓનું પુજન, આરતી, સંપુર્ણ શણગાર સહિત ફળાહાર કરાવવામાં આવશે.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમના યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રીશ્રી વિજયભાઇ જાની, સેવક સોમનાથ સંસ્કૃત વિદ્યાપીઠ ગુજરાત તથા પંડીત અજયભાઇ શાસ્ત્રી સેવકશ્રી જવાલાસિધ્ધપીઠ હિમાચલપ્રદેશ વાળા રહેશે. યજ્ઞ અનુષ્ઠાનમાં બેસવા ઇચ્છતા યજમાનો આશ્રમના મહંત ઓમાનંદગીરી બાપુનો સંપર્ક સાધવા જણાવ્યુ છે.તથા રાત્રીના રાસ ગરબામાં કોઇપણ પાસ કે ફી વિના જોડાવા સમસ્ત રાજુલા શહેરની તથા આજુબાજુના ગામોના ભક્તો-ખેલૈયાઓને જોડાવા શ્રીશ્રી 1008 મહામંડલેશ્ર્વર સ્વામીશ્રી ઇશ્ર્વરાનંદગીરીબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે તેમ ભિખુભાઇ બોરીસાગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.


અમરેલીમાં કંસારા બજારથી ફુલારા ચોક સુધી રોડ ખોદી નાખતા વેપારીઓ રોષિત

અમરેલી,અમરેલી ટાવર નજીક આવેલ કંસારા બજારથી જય હિન્દ ટોકીઝ ફુલારા ચોક સુધી પાલીકા દ્વારા રોડ ખોદી નાખીને.
છેલ્લા દસ દિવસથી રોડનું કામ શરૂ કરવામાં નહિ આવતા વેપારીઓને ધંધા રોજગારમાં મુશ્કેેલીઓ પડી રહી હતી. રોડ પ્રશ્ર્ને રોષ વ્યકત કરી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રોડને વધ્ાુ પહોળો બનાવવા પ્રશ્ર્ને અમરેલી શહેર વિકાસ સમિતિનાં પી.પી.સોજીત્રા સમક્ષ કંસારા બજારના વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવતા રોડનું કામ શરૂ કરાવવા વેપારીઓને ખાત્રી આપવામાં આવતા રોડ પ્રશ્ર્ને સુખદ સમાધાન થઇ જતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. દિલિપભાઇ પરીખ, ગીરીશભાઇ જીંજુવાડીયા, હારૂનભાઇ બીલખીયા, યાસીનભાઇ નુરી, ભરતભાઇ પાંધી સહિતના વેપારીઓએ રજુઆત કરી હતી.


સાવરકુંડલા-લીલીયા તાલુકાનાં રસ્તા, પુલો બનાવો : ધારાસભ્ય શ્રી દુધાત

સાવરકુંડલા,સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર નાં સાવરકુંડલા તથા લીલીયા તાલુકાના ગામોમાં રોડ રસ્તાઓ ઘણા સમય થી ખરાબ હાલતમાં હોય તેમજ હયાત નાના પુલ- કો-ઝવે જે પણ ખરાબ હાલત નાં કારણે રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહેલ હોય તેવી રજૂઆત ગામના લોકો દ્વારા વારંવાર મળતી હોય જેમને ધ્યાને લઈને સાવરકુંડલા-લીલીયા તાલુકા નાં ગામોમાં આ પ્રશ્ને આ રોડ રસ્તાઓ રીસરફેસિંગ (1) વીજપડી-ચીખલી રોડ (2) પીઠવડી-ભેકરા રોડ રીસરફેસિંગ (3) બગોયા-ગીણીયા રોડ (4) સાવરકુંડલા-જીકિયાળી રોડ (5) ભેકરા-લીખાળા રોડ (6) ભેકરા-નાની વડાલ -ભોકરવા (7) ધજડી-સાકરપરા-મીતીયાળા રોડ (8) અભરામપરા એપ્રોચ રોડ (9)દાધીયાં -વણોટ રોડ ગાઘકડા-સ્ટેટ લુવારા રોડ (10)મોલડી-ધાર રોડ (11)અમૃતવેલ-કેરાળા રોડ રીસરફેસિંગ (12)મેવાસા એપ્રોચ રોડ (13)મેવાસા-નાનીવડાલ રોડ (14)સીમરણ એપ્રોચ રોડ (15)જીરા સીમરણ રોડ (16)જીરા નાના ભમોદ્રા રોડ (17)સલડી-પુતળીયા રોડ (18) ક્રાકંચ-બાવાડી-બવાડા-ઈંગોરાળા રોડ (19) ખારા-ઢાંગલા-કુતાણા એપ્રોચ રોડ (20)ખારા-ઢાંગલા-કુતાણા એપ્રોચ રોડ (21)લીલીયા વાઘણીયા ટીંબડી-ભોરીંગડા રોડ (22) હાથીગઢ-ભેસાણ રોડ (23)ભેસાણ એપ્રોચ રોડ (24)બોડીયા એપ્રોચ રોડ (25) પાંચ તલાવડા-શાખપુર રોડ રીસરફેસિંગ કરવા તેમજ હયાત કો-ઝવે-નાના પુલ થી સ્લેબ ડ્રેઈન તથા મોટા પુલ બનાવવાના નીચે મુજબના ગામોમાં (1) હિપાવડલી-થી પીયાવા (2) મોલડી -વિઠ્ઠલપુર રોડ નું સ્લેબ ડ્રેઈન (3)જુનાસાવર-થી કેરાળા વચ્ચે આવેલ સ્લેબ ડ્રેઈન (4 ) પીયાવા-ધાર રોડ સ્લેબ ડ્રેઈન (5) દોલતી-ગોરડકા રોડ સ્લેબ ડ્રેઈન (6 )આંબરડી થી નવી આંબરડી જવાના રસ્તે સ્લેબ ડ્રેઈન (7 ) લીલીયા થી પુંજાપાદર સુધીના રસ્તે (8 )અંટાળીયા થી સાંજણટીંબા (9) પુતળીયા એપ્રોચ રોડ સ્લેબ ડ્રેઈન (10 )ભોરીંગડા એપ્રોચ થી લીલીયા રોડ વચ્ચે પીપળવા ગામમાં સ્લેબ ડ્રેઈન (11 ) ભોરીંગડા -ખારા રોડ નું સ્લેબ ડ્રેઈન આમ સાવરકુંડલા લીલીયાતાલુકાના ગામોમાં લોકોની સુખાકારી તેમજ રાહદારીઓને કોઈ તકલીફ ન પડે તેમની તકેદારી નાં રૂપે સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં રોડ રસ્તાઓ તેમજ હયાત કો-ઝવે-નાના પુલ થી સ્લેબ ડ્રેઈન તથા મોટા પુલ બનાવવાના માટે રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત


સાવરકુંડલાના હાડીડામાં વૃધ્ધાની હત્યા કરી લુંટ ચલાવાઇ એસપી શ્રી નિર્લિપ્ત રાય સહિત પોલીસ કાફલો સ્થળ ઉપર

સાવરકુંડલા,અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે લુંટ વીથ મર્ડરની ઘટના સામે આવી છે.સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા ના સાગા ભાભી જાનબેન નરસીભાઈ ઘોડાદરા ઉ.વ. 70 ની હાડીડા ગામે તેમના ઘરમાં સવારના કડીયા સમાજના પ્રમુખ શ્રી ભરત ટાંક દ્વારા રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવને રજુઆત કરવામાં આવી છે તથા ભરતભાઇ ટાંટ અને શ્રીમતી ઉર્વીબહેન ટાંકે ઘોડાદરા પરિવારને સાંત્વના પાઠવી હતી તથા આ બનાવની જાણ તથા દોડી ગયેલા નંદલાલભાઇ પાંડવ તથા ભુપતભાઇ કળસરીયા સહિત આગેવાનો સાથે ચર્ચા કરી હતી ભરતભાઇ ટાંકે જણાવેલ કે આજે હાડીડા ખાતે જાનબેનની આંતિયયાત્રા રાખવામાં આવી છે.


error: Content is protected !!