Main Menu

Monday, September 2nd, 2019

 

અમરેલીમાં શોકસભા યોજીને કેન્દ્રીય પુર્વ નાણામંત્રી શ્રી જેટલીને શ્રધ્ધાસુમન અર્પણ

અમરેલી ચાંદની ચોકમાં સદભાવના ગૃપના અજીજભાઇ ગોરી દ્વારા પુર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું અવસાન થતા તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરવા સાજીદખાન પઠાણ,તુષારભાઇ જોશી,તેમજ ભાજપના કાર્યકરોની ઉપસ્થિતિમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.


ચલાલામાં બગસરા મંડળીનાં નવા બીલ્ડીંગનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

ચલાલા મહાદેવપરામાં બગસરા નાગરીક શરાફી સહકારી મંડળી લી.ચલાલા શાખાના અદ્યતન નવનિર્મિત બીલ્ડીંગ, લોકર સુવિધા સહિતનું ઉદઘાટન ભારત સરકારના કૃષિરાજ્ય મંત્રી શ્રીપરશોતમભાઇ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન શ્રીદિલીપભાઇ સંઘાણી તેમજ સાંસદશ્રી નારણભાઇ કાછડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મંડળીના સ્થાપક તેમજ સતત 35 વર્ષથી મંડળીના ચેરમેન તરીકે સેવા આપતા શ્રી રશ્ર્વિનભાઇ ડોડીઆ દ્વારા મંડળીની ઉતરોતર પ્રગતિ કરેલ છે.જેમાં મંડળીને પ્રથમથી જ ઓડીટ વર્ગ અ મળેલ છે.અને ગતવર્ષનો મંડળીનો નફો 2.3 કરોડ થયેલ છે.મંડળીની હેડ ઓફીસ સહિત કુલ 7 શાખા કાર્યરત છે.જેમાં અમદાવાદ, રાજકોટ, બગસરા, અમરેલી, ધારી, મોટા લીલીયા, ચલાલાનો સમાવેશ થાય છે. તે પૈકી બગસરા, ધારી, લીલીયા મોટા,ચલાલા શાખાના માલીકીના અદ્યતન બીલ્ડીંગો છે. તેમ જણાવ્યું હતુ આ ઉદ્ઘાટન સમારોહમાં જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હીરપરા, મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા સહિત ભાજપના આગેવાનો, સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બગસરા નાગરીક શરાફી સહકારી મંડળીની મંડળીની 35 મી વાર્ષિક સાધારણ સભા ધારી મુકામે ગુજકો માસોલના ચેરમેન અને સહકાર શિરોમણી શ્રીદિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાશે. તેમ આયોજકો વતી જણાવ્યું છે.


સાચા સંત અને સાચુ મંદિર એટલે સાવરકુંડલાનું માનવ મંદિર

રામકથા કરવા જાય સારી આવક થાય અને કારમાં ફરી વ્યાસપીઠ અને ગાલીચા બહાર પગ ન મુકનાર ને આ સાહયબી છોડવી અઘરી હોય છે પણ એક બનાવમાં એક જ ક્ષણમાં વ્યાસપીઠ છોડી પોતાનો પરિવારને પડતો મુકી મનોરોગીઓને સાચવવાની કામગીરી કરનારા વીરલાની વાત આજે અહી પેઇઝ થ્રીમાં કરશુ.
અમરેલી જિલ્લો સંત અને શુરાની ભુમી કહેવાય છે પણ તેમા સાચા સંત અને સાચુંં મંદિર જોવુ હોય તો સાવરકુંડલાનું માનવ મંદિર જોવુ જોઇએ.
આજથી બે દાયકા પહેલા જેનો પડયો બોલ જીલાતો,સૌ મસ્તક નમાવતા અને દોમદોમ સાહયબી વચ્ચે પોણા ત્રણસો રામકથાઓ કરનાર પુ. ભકિતરામબાપુ એક સ્થળે કથા કરી રહયા હતા અને તેની સામે જ વીઆઇપી બેઠક ઉપર એક પાગલ આવ્યો તે શાંત ચીતે કથાનું શ્રવણ કરી રહયો હતો અને એ જ અરસામાં આયોજકોએ તેને ત્યાથી ઉઠાડી મુકયો આ દ્રશ્યએ પુ. ભકિતરામબાપુના જીવનનો યુ ટર્ન આવ્યો હતો અને આ ઘટનાએ અનેક મનોરોગીઓ માટે પુન: સમાજમાં સ્થાપન થવાની આશાના દ્વાર ઉઘાડી દીધા હતા.
આ બનાવ પછી પુ. ભકિતરામબાપુએ કથા બંધ કરતી અને સમાજમાં આવા મનોરોગીઓ માટે શુ કરી શકાય તેની ચીંતા શરૂ કરી પોતાનો પરિવાર હતો પણ મોટો આશ્રમ કરવોપ હોય તો નાણા ન હતા એટલે તેમણે ઓછા ભાવે જમીન મળે તેની શોધ કરી અનેક જગ્યાએ જમીન જોવા ગયા પણ કયાય ચીત ઠરતુ ન હતુ સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર એક ટેકરા ઉપર પુ. ભકિતરામબાપુ ગયા ત્યા તેણે એક હરણીને તેનું બચ્ચુ ધાવતુ હતુ તે જોયુ તે નજીક ગયા છતા હરણી ત્યાથી ગઇ નહી અને આ જગ્યામા તેનો જીવ ઠર્યો અને સાવરકુંડલાના ભામાશા કહેવાતા શ્રી ઘનશ્યામભાઇ ડોબરીયાની કુંડલાના હાથસણી રોડ ઉપર આવેલી આ જમીન સાવ ઓછા ભાવે આપવાનું શ્રી ડોબરીયાએ વચન આપ્યુ.
કામ કરતો જા હાક મારતો જા મદદ તૈયાર છે એ ન્યાયે પુ. ભકિતરામબાપુના આ ભગીરથ કાયર્ને સહકાર મળ્યો મુળ કાત્રોડીના વતની પુ. ભકિતરામબાપુએ મિત્રો સેવકો અને દાતાઓ સાથે ચર્ચા કરી તેમના સહયોગથી અહી 10 વીઘા જમીનમાં આશ્રમ બનાવ્યો . તા. 28-8-2011ના ભુમીપુજન કરાયું. જાણીતા લોકસાહિત્યકાર શ્રી મનસુખભાઇ વસોયા તથા સાવરકુંડલાના સેવાભાવી પીઢ પત્રકાર શ્રી સુર્યકાંત ચૌહાણ જેવા સેવાભાવીઓનો સાથ મળ્યો અને મનોરોગીઓ માટે શરૂ કરેલ માનવમંદિર આશ્રમમાં સૌ પહેલી મનોરોગી દિકરી આવી તે ગાયનેક ડોકટર હતી પણ સંજોગોએ તેની માનસિક હાલત બગાડી નાખી હતી આ જગ્યામાં તે દિકરી સાજી થઇ ગઇ આજ પ્રમાણે માનવમંદિરમાં આજ સુધીમાં કુલ 68 મનોરોગીઓને સ્વસ્થ કરાયા છે અને સમાજમાં તેનું પુન:સ્થાપન કરવામાં આવ્યુ છે.
આમા સાજી થયેલી પાંચ દિકરીઓને તો પરણાવીને સાસરે મોકલાઇ હતી અહી કોઇ કોમના ભેદભાવ નથી પાંચ લગ્ન કરાયા અને એક નિકાહ પણ કરાયા આ આશ્રમમાં માત્ર માનવીનીે જ સેવા થાય છે. પુ. ભકિતરામબાપુએ આશ્રમ શરૂ કર્યો ત્યારથી આજ સુધી આઠ વર્ષથી કોઇ પાસે એક પણ રૂપિયાનો ફાળો ન થી માંગયો લોકો ત્યા આવે અને આ પ્રવૃતિ જોઇને સામેથી મદદ કરે અત્યારે પણ દર મહીને ચારેક લાખની આસપાસ ખર્ચો થઇ જતો હોય છે પણ સારા કામને કોઇની રાહ નથી હોતી એસવાયબીએ સુધી અભ્યાસ કરેલ પુ. ભકિતરામબાપુના માનવમંદિરને ઇશ્ર્વર ચલાવી રહયા છે તેને કોઇને કોઇ મદદ પહોંચી જાય છે. આજે પણ પુ. ભકિતરામબાપુ 48 મનોરોગી દિકરીઓને સાચવીને તેની સારવાર પણ કરાવી રહયા છે અમરેલીથી જાણીતા સાઇકયાટ્રીક વિવેક જોષી વિનામુલ્યે સેવા આપવા જાય છે અને દુરદશર્નના સેવાભાવી શ્રી ચંદ્રેશભાઇ બાબરીયા પોતાની કારમાં ડોકટરને ત્યા લઇ જાય છે. તો કાવેરી ગોળવાળા નાસીર ટાંક આશ્રમને કયારેય ગોળ ખાંડની તાણ નથી પડવા દીધી સમાજની તરછોડાયેલી અને અત્યાચારનો ભોગ બની સાજ ગુમાવી દેનાર દિકરીઓની અહીયા સગા માવતરની જેમ સંભાળ લેવાય છે.અને સાચા અથર્માં માનવ માટેનું આ મંદિર છે.


અમરેલીમાં જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીના2-નેશનલ રૂ2લ આઈટીક્વિઝ યોજાશ

ગુજ2ાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગર્વમેન્ટ ઓફ ગુજ2ાત ગાંધીનગ2 પુ2સ્કૃત ડીસ્ટ્રીકટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટ2, ચિલ્ડ્રન્સ મ્યુઝીયમ અને બાલભવન, અમ2ેલી ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીના2, તથા રૂ2લ આઈ.ટી.ક્વિઝ તા. 04- સપ્ટેમ્બ2- 2019, બુધવા2 ના 2ોજ સવા2ના 8-30 કલાકથી પ્રા2ંભ થશે. નેશનલ સાયન્સ સેમીના2 (1) સાયન્સ સેમીના2નો મુખ્ય વિષય :- 2ાસાયણીક તત્વોની આવર્ત સા2ણી : માનવ સુખાકા2ી પ2 અસ2 જર્ઁીિૈગૈબ ્ચમની કર્ ભરીસૈબચન ઈનીસીહાજ થ ૈંસચબા હર્ લ્લેસચહ ઉીનકચિી)પ2 આધા2ીત વિષય વસ્તુને આવ2ી લઈ વિદ્યાર્થીઓ 6 મીનીટનું પ્રેજન્ટેશન 2જાુ ક2શે. તેમજ નેશનલ રૂ2લ આઈ.ટી.ક્વીઝ(2) રૂ2લ આઈ.ટી.ક્વિઝમાં ઓબજેકટીવ પ્રશ્ર્નો પ2 ટીક માર્ક ધ્વા2ા વિદ્યાર્થી ને 1પ પ્રશ્ર્નો આપવામાં આવશે. સાયન્સ સેમીના2, તથા રૂ2લ આઈ.ટી.ક્વિઝ માં બે-વિદ્યાર્થીની એક ટીમ સહભાગી થઈ શકશે. શાળાઓના મહત્તમ વિદ્યાર્થીઓ ઉપ2ોક્ત બન્ને કાર્યક્રમોમાં સહભાગી બને તેવો અનુ2ોધ ક2ાયો છે. જે શાળાઓએ એન્ટ્રી ક2ાવી શકેલ નથી તેવી શાળાઓ સેમીના2, તથા આઈ.ટી. ક્વિઝ ના દિવસે એન્ટ્રી ક2ાવી, વિદ્યાર્થીઓ સહભાગી થઈ શકશે.
વધુ વિગત માટે શ્રી નિલેશ કે.પાઠક, ડાય2ેકટ2, મોબાઈલ નંબ2 : 992પ0 84733 પ2 સંપર્ક ક2ી શકાશે.


રાજુલા હોસ્પિટલમા આખરે સફાઇ કામગીરી શરૂ

અવધ ટાઈમ્સ જ્યાર થી શરૂ થયુ છે ત્યાર થી રાજુલા શહેર ના વિકાસ ના કામો અને પડતર પ્રશ્નને અહેવાલો પ્રસિદ્ધ કરવા મા પાછી પાની કરી નથી ત્યારે સરકાર એ કરોડો ના ખર્ચ કરી હોસ્પિટલ આધુનીક ઉભુ કરાયુ હતુ તેમા સ્વચ્છતા રાખવી તે આપણી સૌવ ની અને હોસ્પિટલ ના સત્તાધીશો ની જવાબદારી થાય છે ત્યારે અહીં પી.એમ.રૂમ પાસે કચરા નો ઢગલો અને ગંદકી ધ્યાન ઉપર આવતા અવધ ટાઈમ્સ એ વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરતા સમગ્ર શહેર મા અવધ ટાઈમ્સ ની કામગીરી બિરદાવી હતી સાથે સાથે બીજા જ દિવસે હોસ્પિટલ ના સત્તાધીશો હરકત મા આવી તાત્કાલિક કચરા નો ઢગલો ઉપાડી સફાય ઝૂંબેશ નિયમિત કરી દેતા અવધ ટાઈમ્સ ના અહેવાલ ખરા અર્થ મા સાર્ધક થયો અને વેપારી સહિત આમ નાગરિકો એ અવધ ટાઈમ્સ ની પ્રશંશા કરી છે અને લોક હીત મા ખરા અર્થ મા અવધ ટાઈમ્સ એ અહેવાલ પ્રસિદ્ધ કરતા વધુ રોગચાળો અને ગંદકી ફેલાતા અટકી છે બીજી તરફ હોસ્પિટલ ના સત્તાધીશો સતર્ક થયા છે.


બાબરામાં ભાદરવી અમાસ નિમિતે એકલાખ કરતા વધુ લોકોએ લોકમેળાનો આનંદ લીધા

બાબરા બ્રહ્મકુંડ નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં પરંપરાગત યોજાયેલ ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળા મા ભાદરવી અમાસના દિવસે એક લાખથી વધુ લોકોએ મેળા નો લાભ લીધો હતો અને પુરાણીક બ્રહ્મકુંડ અને નીલકંઠ મહાદેવના દર્શનનો ના લાભલય લોકો ધન્યતા અનુભવે છે
ભાદરવી અમાસના પાંચ દિવસના મેળામાં મોટી સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લેશે અમાસના દિવસે મેળા નું ગ્રાઉન્ડ ટૂંકું પડ્યું હતું તંત્ર દ્વારા કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો લોકો આ મેળાનો લાભ સોમવાર લગી લેશે નીલકંઠ યુવક મંડળ આયોજિત આ લોકમેળામાં સાંસદ સભ્ય નારણભાઈ કાછડીયા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ માજી ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયા તાલુકા ભાજપના મહામંત્રી મહેશ ભાયાણી સહિત આગેવાનોએ આ મેળામાં પૂરતો સહયોગ આપ્યો હતો તમામ આગેવાનો નીલકંઠ યોગ મંડળ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.


આંબરડી ખાતે ખેડૂત શિબિરમાં હાજરી આપતા મંત્રીશ્રી રૂપાલા

સાવરકુંડલા તાલુકાના આંબરડી ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા અને નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીની ખાસ ઉપસ્થિતિમાં ખેડૂત શિબિર તથા અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમામ કાર્યકરોને સંબોધતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે કૃષિ માત્ર વ્યવસાય જ નહિ પણ દેશની એક વિરાસત પણ છે અને આપણે એ વિરાસતની જાળવણી ધ્યાન આપીને કરવી જોઈએ. સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ આજે ઘરે ઘરે પહોંચી છે અને એકેએક ખેડૂત સમૃદ્ધ બન્યો છે. આમ આજના ખેડૂત મિત્રોનું દેશના આર્થિક વિકાસમાં ખુબ જ મહત્વનું યોગદાન છે. આપણો ખેડૂત સમગ્ર દુનિયાભરમાં સૌથી વધુ મહેનતુ છે. રાજ્ય તેમજ કેન્દ્રની સરકાર દ્વારા સમુહખેતી માટે ઘણી યોજના કાર્યરત છે તો તમામ ખેડૂતોને આ યોજનાઓનો લાભ લઈને સમુહખેતી કરવા અનુરોધ કર્યો હતો. આજના જમાનામાં ઓર્ગેનિક ફૂડની માંગ દિવસે ને દિવસે વધી રહી છે એવામાં જો આજનો ખેડૂત ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરાશે તો એ ખરા અર્થમાં પ્રગતિ કરી શકે છે.અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ખેતીની અવનવી આધુનિક પદ્ધતિઓ, ઉચ્ચતર બિયારણો, સફળ ખેતીના નવા સંશોધનો અને જુદા જુદા પ્રકારના ખેતીલક્ષી પ્રયોગોની માહિતી જિલ્લા અને તાલુકાના એકેએક ખેડૂત સુધી પહોંચે છે અને તેના થકી આપણા ખેડૂત મિત્રો સમૃદ્ધ બન્યા છે. સફળ ખેડૂત મિત્રોને આવી પદ્ધતિઓને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા એમણે તાકીદ કરી હતી. સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે આજે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા પર્યાવરણ અને પાણીના પ્રશ્ન માટે ખુબ જ ચિંતિત છે. મંત્રીશ્રીએ તમામ કાર્યકરોને વધુમાં વધુ સંખ્યામાં વૃક્ષો વાવવા તેમજ તેની પૂરતી માવજત કરવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં ગાંધીજીની 150મી જન્મજયંતિ ઉજવાશે ત્યારે એમના સ્વચ્છ ભારતના સ્વપ્નને આપણે સૌ સાથે મળીને સાકાર કરવાની દિશામાં કાર્ય કરવા અનુરોધ કર્યો હતો. આમ મંત્રીશ્રીએ પાણી, પર્યાવરણ, શિક્ષણ અને સ્વચ્છતા વિષે વિસ્તારમાં વાત કરી હતી.નાફસ્કોબના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો અને પશુપાલકો માટે ખુબ સારી સારી યોજનાઓ અમલી બનાવી છે. આ દરેકનો લાભ આપણા અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો સુધી પહોંચાડવા તમામ કાર્યકરોને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય આર. સી. મકવાણા, મહેશભાઈ કસવાળા, પૂર્વ ધારાસભ્યશ્રી સર્વશ્રીઓ બાવકુભાઇ ઉંધાડ, વી. વી. વઘાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, અગ્રણી સર્વશ્રી કમલેશ કાનાણી, મનીષભાઈ સંઘાણી તેમજ જિલ્લા/ તાલુકાઓના વિવિધ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જયસુખભાઈ કસવાળાએ મંત્રીશ્રીના હસ્તે માનધન કાર્ડ સ્વીકાર્યું હતું.


ધારીની ટીફીન મીટીંગમાં કોંગ્રેસના અનેક આગેવાનોએ કેસરીયા કયા

ધારીમાં યોજાયેલી ટીફીન મીટીંગમાં કાર્યકર્તા દ્વારા અનેક પ્રશ્ર્નો રજુ કરવામાં આવ્યા ધારીની આ ટીફીન મીટીંગમાં ધારી કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભાજપમાં જોડાયા હતા.
ધારી ચેમ્બર, બજરંગ ગૃપ જેવી અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ શ્રી પરેશ પટ્ટણી પોતાના સાથીદારો ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ પરેશભા્ઇ બી. પટણી, એડવોકેટ એન્ડ નોટરી દુર્ગેશભાઇ બી. ઢોલરીયા, વી.પી.જી.ગર્લ્સ સ્કુલ ના પ્રિન્સીપાલ અને તાલુકા કોંગ્રેસ ના મંત્રી હરીયાણીભાઇ, તાલુકા કોંગ્રેસ મંત્રી અને ઠાકોર સેના પ્રમુખ રમેશભાઇ ભારોલા, અમરેલી જીલ્લા કોંગ્રેસ અગ્રણી અશોકભાઇ બી.પટણી, ધારી ગ્રામપંચાયતના સદસ્ય સંજયભાઇ ચૈાધરી, ધારી ગ્રામપંચાયતના સદસ્ય લાખાભાઇ સોલંકી, ધારી ગ્રામપંચાયતના સદસ્ય ભાનુબેન ઢોલરીયા, ધારી ગ્રામપંચાયતના સદસ્ય સંજયભાઇ નાજાભાઇ, કોળી સમાજના આગેવાન અરૂણભાઇ પાટડીયા, બ્રહ્મ સમાજ આગેવાન અનિલભાઇ પુરોહીત, ધારી બ્લડ બેંક પ્રમુખ ભરતભાઇ મકવાણા, બ્રહ્મ સમાજ આગેવાન ધર્મેન્દ્રભાઇ લહેરૂ, પટેલ સમાજના આગેવાન દિનેશભાઇ લુણાગરીયા, બ્રહ્મ સમાજ આગેવાન તેજસભાઇ ભટ્ટ, પાટીદાર આગેવાન વિજયભાઇ મનસુખભાઇ સાવલીયા, સામાજીક આગેવાન જયુભાઇ જેઠવા, પૂર્વ મહામંત્રી અરવિદભાઇ દવે, ઠાકોર સેના આગેવાન ડી.બી. ભારોલા, વેપારી અગ્રણી જયેશથાઇ નાંઢા, યુવક કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ ઇટોલીયા, વાટલીયા પ્રજાપતી સમાજના વિનુભાઇ પ્રજાપતી, ભરવાડ સમાજના અગ્રણી કાનાભાઇ રાઠોડ, નીલેશભાઇ કાળુભાઇ-વાઘાપરા, પટેલ સમાજના ધનજીભાઇ બોરડ, સોની સમાજના મહેશભાઇ ધકાણ, મુસ્લીમ સમાજના યુનુસભાઇ સંઘાર, ભીખુભાઇ સાખલપરા હીેમખીમડી, પ્રીયંકભાઇ દેસાઇ વણીક સમાજ, બ્રહ્મ સમાજ આગેવાન રંજનીભાઇ ભટ્ટ,મુસ્લીમ સમાજના આગેવાન અમીનભાઇ સોઢા, નિવૃત પી.આઇ શ્રી બ્લોચ, અપંગ માનવ મંડળના પ્રમુખ રાજેશભાઇ વાઘવાણી, હરીપરા ગ્રામપંચાયતના સભ્ય હિમ્મતભાઇ ભીમજીભાઇ આધ્ોરા , હરીપરા ગ્રામપંચાયતના ઉપ સરપંચત મનોજભાઇ રાજુભાઇ સોલંકી, ભરવાડ સમાજના અગ્રણી આલાભાઇ ભરવાડ, મગનભાઇ શીંગાળા, મહેશભાઇ દેસાઇ, હરીપરા ગ્રામપંચાયતના સભ્ય ભાવીનભાઇ બાલાભાઇ ડાભી, કિશોરભાઇ ભીમજીભાઇ બજાણીયા, દલખાણીયા શહેર યુવા કોંગ્રેસના સંજયભાઇ બાલાભાઇ ડેડાણીયા, ડાંગાવદર શહેર યુવા કોંગ્રેસ અશોકભાઇ હરદાસભાઇ કોરાટ, પ્રેમપરા કોળી સમાજ અગ્રણી અરદિભાઇ અરજણભાઇ ડાભી,બ્રહ્મ સમાજ આગેવાન અશ્ર્વિનભાઇ ઠાકર (જીકાભાઇ), મુસ્લીમ સમાજ અગ્રણી હરીપરા હનિફભાઇ કાદરભાઇ બ્લોચ, મીડીયા સેલ અગ્રણી, મુકેશભાઇ યુ. જોષી, મીઠાપુર પંચાયતના સભ્યો મધ્ાુભાઇ ગેલાભાઇ રાઠોડ, રામજીભાઇ જસાભાઇ રાઠોડ, મનીષભાઇ બટુકભાઇ રાઠોડ, રમાબેન વિઠ્ઠલભાઇ મકવાણા, કનુભાઇ મોહનભાઇ મકવાણા, ધારી કોંગ્રેસના કાર્યકર ભરતગીરી શભુગીરી ગોસ્વામી, મુસ્લીમ સમાજના અગ્રણી ઇરફાન ખાન સાથે ભાજપમાં જોડાઇ ગયા હતા અવ સમયે જુના સાથીદાર સ્વ. જયંતભાઇ પટ્ટણીને યાદ કરી કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ તથા આગેવાનોએ તેમને આવકાર્યા હતા. આ મીટીંગમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ પ્રશ્ર્નો રજુ કરવામાં આવ્યા હતા અને આગેવાનો દ્વારા તેના ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.
પુર્વ મંત્રીશ્રી બાવકુભાઇ ઉંધાડ, અમર ડેરીના ચેરમેન અને ટીફીન મીટીંગના માર્ગદશર્ક શ્રી અશ્ર્વીન સાવલીયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેન હીરપરા,પુર્વ મંત્રીશ્રી વીવી વઘાસિયા, પુર્વ ધારાસભ્ય શ્રી બાલુબાપા તંતી, ચલાલા પાલિકાના પ્રમુખ શ્રી હિમતલાલ દોંગા, શ્રી મનજીબાપા તળાવિયા, શ્રી દિપક માલાણી, શ્રી મયુર હિરપરા, શ્રી જીતુભાઇ ડેર, શ્રી કાંતીભાઇ સતાસીયા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી મનીષ સંઘાણી, શ્રી કૌશિક વેકરીયા, શ્રી રવુભાઇ ખુમાણ, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી કમલેશ કાનાણી, શ્રી અરૂણ પટેલ, શ્રી ભાવનાબહેન ગોંડલીયા, શ્રીમતી રેખાબેન માવદીયા, શ્રીમતી અલ્કાબહેન ગોંડલીયા,શ્રીમતી રંજનબહેન ડાભી, શ્રી રશ્ર્વીનભાઇ ડોડીયા, અમરેલી જિલ્લાભરમાંથી ભાજપના આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા.ધારીથી પુર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઇ ભુવા, સહકારી આગેવાન શ્રી રમણીકભાઇ સોજીત્રા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભુપતભાઇ વાળા, ધારીના સરપંચ શ્રી જીતયુભાઇ જોષી, શ્રી ધીરૂભાઇ વાળા, શ્રી અતુલ કાનાણી, શ્રી તુષાર જોષી વગેરેએ મીટીંગ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.


સુરતમાં પુ.શ્રી જિવરાજબાપુને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ

પરમ પૂજ્ય સંત શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શ્યામજીબાપુ ની શ્રદ્ધાંજલિ સભા નિમિતે વિવેકાનંદ સોસાયટી ની વાડી, અર્ચના સ્કુલની બાજુમાં એલ. એચ. રોડ, સુરત ખાતે સુરતનાં સુપ્રસિદ્ધ ધૂન મંડળ શ્રી કામધેનુ ધૂન સેવા સંત્સંગ મંડળ-સુરત તથા શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કરાયેલા આયોજનમાં સૌ જ્ઞાતિજનો ધૂન અને કીર્તન માં પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં એક મુલાકાતમાં બાપુ અઢારેય આલમના હતા તેના જીવનમાંથી સૌએ પ્રેરણા લેવી જોઇએ તેમ અમરેલી ગુર્જર ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંકે જણાવ્યું હતુ તથા નીતી નીયમ અને શ્રધ્ધાથી પુ. બાપુના જીવનને આપણી અંદર ઉતારી લઇએ પુજય બાપુ પ્રત્યક્ષ રીતે સાથે નથી પણ પરોક્ષ રીતે આપણી અંદર જ છે તેમ અમરેલી ગુર્જર ક્ષત્રિય સમાજ મહીલા પાંખના પ્રમુખ શ્રીમતી ઉર્વીર્બહેન ટાંકે જણાવ્યું હતુ.આ કાર્યક્રમમાં સમાજ ના યુવાનો વડીલો તથા સમાજ ના આગેવાનો હાજરી આપી અને પ.પૂ શ્રી જીવરાજ બાપુ ને શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં 600થી 800 ની સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને અમરેલી ગુર્જર ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી ભરતભાઇ ટાંક અને મહીલા પ્રમુખ શ્રી મતી ઉર્વિબેન ભરતભાઇ ટાંક અને સંતો મહંતશ્રી ઓની ખાસ ઉપસ્થિતિમાં કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.


error: Content is protected !!