Main Menu

Thursday, September 5th, 2019

 

બાબરા નાગરીક બેંકની ચૂંટણીમાં બે ઉમેદવારીપત્રો રદ

બાબરા,બાબરા નાગરિક સહકારી બેંક ના જનરલ બોર્ડ ની આગામી તા. 15 ના રોજ યોજાનાર ચુંટણી સંદર્ભે બે ઉમેદવારી પત્રો ગત તા. 26 ના ચકાસણી બાદ રદ થતા ચુંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો એ ચુંટણી પ્રક્રિયા ના પેટા નિયમો થી નારાજ થઇ અને બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ માં દાવો દાખલ કરવા માં આવતા સ્થાનિક સહકારી સંસ્થામાં ચુંટણી માહોલ માં ગરમાવો આવ્યો છે. વિગત મુજબ જનરલ બોર્ડ ના અગિયાર સભ્યો સહિત નવા ચાર ઉમેદવારો એ આગામી ચુંટણી માં જુકાવ્યુ છે. અને એક શ્રીમાંત ખેડૂત બિનહરીફ જાહેર થયા છે. બાદ નવી બોડી ની રચના પછી બે પ્રોફેશનલ ડીરેકટર ની નિમણુક પણ આપવા નવા નિયમો ના આધીન કામગીરી થનાર છે. ત્યારે ઉમેદવારો ના ફોર્મ ચકાસણી ના દિવસે વિનુભાઇ લક્ષ્મણભાઇ કરકર તેમજ રહીમભાઇ ઇસુફભાઇ અજમેરી નામક બે ઉમેદવારો ના ફોર્મ બેંક વ્યવસ્થા સમિતિ ચુંટણી પેટા કાયદા પૈકી કલમ અંતર્ગત રદ થવા પામેલા જે બાબતે નારાજ થયેલા ઉમેદવારો દ્વારા તા.3 ના બોર્ડઓફનોમીનીઝ કોર્ટ ભાવનગર વિભાગ ના કેમ્પ વડોદરા ખાતે પોતાના હકકો અને વિજ્ઞાપન માટે તાકીદ ની દાદ મેળવવા અને પોતે બિન વિવાદી ઉમેદવાર સભાસદ હોવાનું ઠરાવવા કોર્ટ સમક્ષ દાવો રજુ કરી દાદ માંગતા કોર્ટ દ્વારા કામચલાઉ મનાઇ હુકમ કેમ ન ફરમાવવો તે અંગે બાબરા નાગરિક સહકારી બેંક ના મેનેજર, પ્રમુખ, સહિત ચુંટણી અધિકારી ને સમન્સ જારી કરવા સાથે આગામી તા. 7 ના સંયુકત રજીસ્ટાર અને સભ્યશ્રી, બોર્ડઓફ નોમીનીફ અમદાવાદ ખાતે સવારે 11:30 કલાકે હાજર થવા કાયદાકીય ફરમાન જાહેર કરવા માં આવ્યા છે. સાથોસાથ ઉકત લોકો હાજર રહેવામાં કસુર કરશે તો ગેરહાજરીમાં હુકમ અને દાવા ની સુનાવણી હાથધરવવા માં આવનાર હોવાનું સ્પષ્ટ જણાવવા માં આવ્યું છે. બાબરા નાગરિક બેંક ના ચુંટણી ફોર્મ વ્ય.સમિતિની ચુંટણી ના પેટા કાયદા થી વખતો વખત ઉમેદવારોમાં રોષ જોવા મળે છે. ચુટણી સમયે પ્રથમ વખત રદ ઉમેદવારે પોતાા હકક માટે કોર્ટનું શરણ લેતા હાલ ફોર્મ રદ થવા નો કિસ્સો અને કોર્ટપ્રક્રિયા નો 2370 મતદાતા માં ચર્ચા નો વિષય બન્યો છે. ઉમેદવારી ફોર્મ રદ થવા થી કાયદાકીય રાહે ગયેલા બંને ન્યાય પ્રણાલી માં વિશ્ર્વાસ હોવાની સાથે 7 મી તારીખે યોગ્ય થવા આશાવાદી બન્યા છે. બાબરા નાગરિક બેંક છેલ્લા કેટલાક વર્ષો થી સામાન્ય કદ ની લોન ધિરાણ આપવા નું બંધ અને નવા સભાસદો સ્વીકારવા નું બંધ કરી દેવામાં આવ્યું છે. માત્ર ગોલ્ડ ધિરાણ અને મિલકત મોર્ગેજ ધિરાણ આપવામાં આવતું હોવાથી એકંદરે સભાસદ મતદારો માં ચાલુ બોર્ડ કમિટી સામે નારાજગી હોવાનું પણ ચર્ચા માં છે. ત્યારે એક તરફ રદ થયેલા બે ઉમેદવારો માટે 7 મી તારીખે કોર્ટ નિર્ણય અને ચાર ચુંટણી લડતા નવા ઉમેદવારો મતદારો ને રિજવી શકશે કે કેમ આવનારો સમય બતાવશે તેવું વ્યાપક ચર્ચા માં આવ્યું છે.


અમરેલીમાં વરસાદને વધાવતા ઇફકોના વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંઘાણી

અમરેલી, અમરેલી તેમજ ગ્રામ્ય વિસ્તારોની બજારમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ હતો.ત્યારે આ વર્ષે વરૂણદેવ અમરેલી શહેર તેમજ સમગ્ર જીલ્લા પર રિજ્યા હોય તેવી રીતે સતત વરસી રહયા છે.આ વર્ષે ખેડુતો તેમજ દરેક નાના મોટા વેપારીઓના મોઢા ઉપર ચમક આવી ગઇ છે.ચાલુ વર્ષે કપાસનું,શીંગનું વાવેતર વધારે થયુ હોવાથી અમરેલી શહેર તેમજ જીલ્લાની બજારમાં પણ રોનક જોવા મળશે.અમરેલીનું ચાલુ વર્ષે ચિત્ર બદલાતુ જોવા મળી રહયુ છે.ત્યારે ઇફકોના વાઇસ ચેરમેન અને પુર્વ કેબીનેટ મંત્રી દિલીપભાઇ સંઘાણીએ અમરેલી શહેર તેમજ જીલ્લામાં શ્રીકાર વરસાદ વરસાવવા માટે વરૂણદેવને ખુબ મીઠો આવકાર આપેલ છે.અને વધામણા કર્યા છે. આ મીઠો આવકાર આપવામાં એડવોકેટ પિયુષ શુકલ,પત્રકાર શૈલેષ પરમાર, યુવા આઇકોન મનીષ સંઘાણી, ચંદુ રામાણી, ભાવેશ રામાણી, દિલાભાઇ, ચિરાગ ચાવડા, ૠજુલ ગોંડલીયા તેમજ રવિ છોડવાડિયાએ પણ વરૂણદેવને આવકાર્યા હતા.


ખાખરીયા ગામે વિજળી પડતા બળદનું મોત

બાબરા,બાબરા પંથકમા છેલ્લા ચાર દિવસથી બપોર બાદ વરસાદ પડી રહયો છે.આજે બપોરે ચાર વાગ્યા બાદ તાલુકાના મોટા ભાગના ગામોમાં એકથી બે ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો.બાબરા તાલુકાના ખાખરીયા ગામની સીમમાં જગદીશભાઇ બાબુભાઇ ભોરાણીયાની વાડીમાં વડલા નીચે બાંધ્ોલ બે બળદ ઉપર વિજળી પડતા એક બળદનું ઘટના સ્થળે મોત થયુ હતુ.જ્યારે ગળકોટડી સીમમાં બાબુભાઇ પુંજાભાઇ ડાંગરના ખેતરમાં વિજળી પડતા કપાસના પાકને નુકશાન થયુ છે.


અમરેલીમાં ભર ભાદરવે અષાઢી સવારી : ધોધમાર ત્રણ ઇંચ વરસાદ

અમરેલી,અમરેલી શહેર અને જીલ્લામાં સવારથી બપોર સુધીમાં અસહય ઉકળાટ બાદ શહેર અને જીલ્લામાં વિજળીના કડાકા ભડાકા સાથે ભાદરવે અષાઢી માહોલ સર્જાયો હતો.જીલ્લા ભરમાં હળવા ભારે ઝાપટાથી ધોધમારત્રણ ઇંચ જોવો વરસાદ પડી જતા પાણી પાણી થઇ ગયુ હતુ.અમરેલી શહેરમાં આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.સાંજના સમયે રાત્રી જેવો માહોલ સર્જાયો હતો.અને વિજળીના કડાકા ભડાકા સાથે શહેરમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડી જવાના કારણે શહેરના નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.વાહન ચાલકોએ ઇન્ડીકેટર અને લાઇટો ચાલુ રાખીને ધીમે ધીમે પસાર થવુ પડયુ હતુ.એકાએક ભારે વરસાદ પડતા બજારો પણ સુમસામ ભાસતી હતી.લાઠી શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.અને ધોધમાર દોઢથી બે ઇંચ જેવો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે.લાઠી અકાળામાં એકાદ ઇંચ જેવો વરસાદ પડી જતા ખેતી પાકને ફાયદો થશે.ધારી શહેરમાં ધીમીધારે એક ઇંચ વરસાદ પડયો હતો.જ્યારે ગીરકાઠાનાં દલખાણીયા અડધાથી પોણો ઇંચ જેવો વરસાદ પડયો છે.ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ખેતીપાક ઉપર કાચુ સોનુ વરસ્યુ છે.જ્યારે જંગલ વિસ્તારમાં પણ સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે.ડેડાણ અને રાયડીમાં આજે બપોરના ધોધમાર બે ઇંચ વરસાદ પડવાના કારણે અચુક અને રાયડી નદીમાં ઘોડાપુર આવ્યા હતા.સારા વરસાદના કારણે ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી છે.લીલીયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર એકથી બે ઇંચ જેવો વરસાદ પડયો છે.બાબરા શહેર અને પંથકમાં એકથી બે ઇંચ ધોધમાર વરસાદ જ્યારે ખાંભા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડયો છે.રાજુલા શહેર અને આસપાસના નવી જુની માંડરડી,નવા આગરીયા,ભેરાઇ,પીપાવાવ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં એક ઇંચ જેવો વરસાદ પડયો છે.સાવરકુંડલા,બગસરા,કુંકાવાવમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડતા બજારોમાં પાણી ફરી વળ્યા હતા.દામનગરમાં અડધાથી પોણો ઇંચ જેવો વરસાદ પડયો છે.અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે સારો વરસાદ પડયાના વાવડ મળી રહયા છે.સારા વરસાદના કારણે ખેતીપાક અને પાણીનું ચિત્ર ઉજળુ બન્યુ છે.


error: Content is protected !!