Main Menu

Tuesday, September 17th, 2019

 

મનીષ સંઘાણી દ્વારા ૨૭૦૮૬ સભ્યો નોંધાયા

અમરેલી,સંગઠન અને સહકા૨ કામગી૨ી વચ્ચે ભાજપ સભ્ય નોંધણી ઝુંબેશમા સક્રિયતા સાથે કામ ક૨ીને યુવા અગ્રણી મનીષ સંઘાણી એ ૨૭૦૮૬ થી પણ વધુ સભ્યો નોંધીને સમગ્ર ૨ાજયમા સૌથી વધુ સભ્યો બનાવવાનો શ્રેય પ્રાપ્ત ર્ક્યો છે. આ સભ્યોની યાદી અનુક્રમે વિવિધ મહાનુભાવોને અપર્ણ ક૨વામા આવી ૨હી છે જેમા આજ૨ોજ ૨ાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપ મુખ્ય મંત્રી નીતીનભાઈ પટેલને અપર્ણ ક૨વામા આવી હતી, બન્ને મહાનુભાવોએ મનીષ સંઘાણીના કામની કાબેલીયતને બિ૨દાવી અતી. મનીષ સંઘાણી ા૨ા નોંધાયેલ સભ્યોની યાદી રૂપાણી, પટેલ ને અર્પણ ક૨વામા આવતા તેઓએ કામગી૨ીને બિ૨દાવવા સાથે સમાજને હવે યુવાનોની જરૂ૨ છે અને યુવાધન દેશનુ ભવિષ્ય હોવાનુ જણાવેલ સાથોસાથ નિષ્ઠાપૂર્વક કામને પૂર્ણ ક૨વા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સભ્ય નોંધણીમા મોટી સંખ્યામા યુવાનો સામેલ થયા હોય તે બાબત નોંધનીય બની છે.


ડેડાણમાં માધ્યમિક શાળા છે કે ગૌશાળા?

ડેડાણ,ડેડાણ માધ્યમિક શાળા બહારથી જોતા એવુ લાગે કે આ ગૌશાળા છે.આ શાળા ઉપર કોઇપણ જાતનું બોર્ડ કે પેઇન્ટીંગથી લખવામાં આવેલ નથી.આ માધ્યમિક શાળા ૧૦૦ ટકા ગ્રાન્ટેડ છે.શાળામાં અંદાજે ૨૫૦ આસપાસ વિદ્યાર્થીઓ ધો.૯ થી ૧૨ માં અભ્યાસ કરી રહયા છે.ડેડાણ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પગપાળા તેમજ સાયકલ લઇને વિદ્યાર્થીઓ આવે છે.શાળામાં ફકત એકજ શિક્ષક છે.તેમજ બે પટ્ટાવાળા છે જેથી એક શિક્ષક બધા વિદ્યાર્થીઓને કઇ રીતે ભણાવી શકે તે મોટો સવાલ ઉભો થાય છે.આ માધ્યમિક શાળા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરી રહયા છે.આ શાળાના વાલી વર્ગમાં ફરિયાદ ઉઠવા પામી છે કે શાળામાં કોઇપણ જાતની સુવિધા નથી.શૌચાલય કે પાણીની વ્યવસ્થા નથી.ચોમાસામાં રૂમોમાં વરસાદનું પાણી પડે છે.આ શાળાની કોઇ નેતાએ મુલકાત પણ લીધી નથી.


સાવરકુંડલા બ્રાહ્મણ વૃદ્ધે અંતિમ શ્ર્વાસ મુસ્લિમ મિત્રના ઘરે લીધા

સાવરકુંડલા,સાવરકુંડલા ના નાવલી કાંઠા ની તાસીર જ કઈ જુદી છે અહી મિત્રતા ભાઈબંધી જુગલ બંધિ નો કોમી એકતા નો ઉચ્ચ કીસો સામે આવ્યા છે.પચાસ વર્ષ થી મુસ્લિમ મિત્ર અને બ્રાહ્મણ મિત્ર ની મિત્રતા આ સમય માં કાબીલેદાદ છે.અહી ભીખા ભાઈ કુરેશી અને ભાનુ શંકર પંડ્યા ગાઢ મિત્રો અને બને મજુરી સાથે કરી અને બને મિત્રો એ એકાદ વર્ષ માં અનંત ની વાટ પકડી. બને મિત્રો જીવ્યા સાથે સાથે આ બ્રાહ્મણ ભાનુશંકર પણ આ મુસ્લિમ પરિવાર સાથે રહેતા. અને ઘરના સદસ્ય હતા જે નું ગઈ કાલે અચાનક નિધન થતા મુસ્લિમ પરિવારે હિંદુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે તેમની ક્રિયા જનોઈ ધારણ કરી. કાંધ આપી પછી અગ્નિ દાહ મુસ્લિમ પુત્ર આપી ભાનુ શંકર દાદા ને પંચમહાભૂત માં વિલીન કર્યા. ભાનુશંકર ના ચાર માંનેલા મુસ્લીમ દીકરાઓએ કાંધ આપી અને બ્રાહ્મણો એ જણાવ્યું તે મુજબ જનોઈ ધારણ કરી હિંદુ મિત્રો ની મદદ વડે તેમના અંતિમ સંસ્કાર મુસ્લિમ પુત્રો એ કર્યાં. ત્યારે એકજ વર્ષ માં હિંદુ અને મુસ્લિમ બને મિત્રો અનંત ની વાટે જતા રહેતા તેમના પુત્રો નોધારા બન્યા છે. ત્યારે પચાસ વર્ષ થી ભાનુશંકર ભીખાલાલ અને તેના મુસ્લિમ મિત્ર એક ઓરડા માં રહેતા. અને સાથે ખાતા પિતા મુસ્લિમ પુત્ર વધુ ઓ વાર તહેવારે ભાનુ શંકર દાદા ને પગે લાગે અને દાદા રાજી થઇ. ઈદ હોય તો ઈદીની મુબારકબાદી આપે ત્યારે કાયમ મુસ્લિમ પરિવાર સાથે રહેતા. બ્રાહ્મણ વડીલ જીવ્યા મુસ્લિમ પરિવાર સાથે અને મૃત્યુ પણ મુસ્લિમ પરિવાર ના આંગણે ગંગા જળ પિતા પિતા મૃત પામ્યા ભાનુ શંકર દાદા આજ પરિવાર હતો.અને મુસ્લિમ મિત્ર ના પુત્રો જ તેમના પુત્રો માનતા જેથી ભાનુશંકર દાદા નું અચાનક નિધન થતા અબુ કુરેશી નાશીર કુરેશી જુબેર સહિત ના તેમના દીકરા અને જમાઈ હનીફ ચોહાણ સાથે મળી તેમના હિંદુ મિત્રો ને બોલાવવી ભૂદેવ સંદીપ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક વિધિ મુજબ તેમના મુસ્લિમ દીકરાઓ અગ્નિ દાહ આપે છે. બને મિત્રો હિંદુ મુસ્લિમ મિત્રો ગાથા જોઈ એ તો પચાસ વર્ષ પહેલા ની બને ની ભાઈ બંધિ છે. ભીખાભાઈ કુરેશી ટીફીન લાવે અને બને મિત્રો હરખ થી ખાઈ પાછા મજુરી એ લાગે. ત્યારે અચાનક મજુરી વેળા ભાનુ શંકર પંડ્યા નો પગ ભાંગે ત્યારે ભાનુ શંકર ને કોઈ પરિવાર ન હોવાથી તેમના મિત્ર ભીખા ભાઈ કુરેશી તેમને ઘરે લાવે છે. અને પછી આજીવન આ બ્રાહ્મણ યુવક વૃધા અવસ્થા અને મૃત્યુ કાળ સુધી આ મુસ્લિમ પરિવાર ને પોતાનો પરિવાર માની તેમની સાથેરહે છે. ધર્મ ની કોઈ આડશ નથી સવારે ભાનુ શંકર પૂજા પાઠ કરે અને મુસ્લિમ પુત્ર વધુ ઓ નાસ્તો આપે તે આરોગી મજુરી એ યાર્ડ માં જતા રહે. બાદ માં સાંજે આ પરિવાર માં નાના નાના પોત્ર પોત્રી ઓ ને આંટો મરાવે અને બાળકો સાથે જીવન સુખમય રીતે જીવન જીવી રહ્યા હતા. ત્યારે તેમના તેમના મિત્ર ભીખુભાઈ કુરેશી જન્નત નસીન થતા આ બ્રાહ્મણ મિત્ર પર આભ તૂટી પડ્યું હતું .અને મિત્ર ના જન્નત નશીન થયા ને એક વર્ષ માં તેમણે પર અનંત ની વાટ મુસ્લિમ પરીવાર ના ઘર માંથી પકડી હતી જેથી મુસ્લિમ પરિવાર પણ હાલ અતિ ગમગીન છે. ત્યારે ભાનુભાઈ ના પરિવાર માં કોઈ ન હોવાથી આ મુસ્લિમ પુત્રો જ તેમનો પરિવાર હતો. જેથી બ્રાહ્મણો ને મુસ્લિમ પુત્રો બોલાવી તેમની વિધિ હિંદુ શાસ્ત્રો પ્રમાણે કરાવે છે. જયારે કાંધ આપવામાં આવે ત્યારે બ્રહ્મ સમાજ માં રીવાજ છે કે જનોઈ ધારણ કરવી પડે ત્યારે આ મુસ્લિમ પુત્રો ભાનુશંકર ને બાપ જ માની જનોઈ ધારણ કરે છે. અને કાંધ આપી તેમને મુસ્લિમ પુત્રો જ અગ્નિ દાહ આપે છે. ત્યારે પચાસ વર્ષ સુધીમુસ્લીમ પરિવાર સાથે બ્રાહ્મણ રહે છે. અને મૃત્યુ પણ ત્યાં જ પામે છે જે આજ ના સમય માં નોંધનીય છે કોમી એકતા ની મિસાલ આથી વધુ હોઈ જ ના શકે. આ કિસ્સો સાવરકુંડલા માં કોમવાદ અને વય મનસ્ય ફેલાવનારા માટે સબક રૂપી છે. માટે બ્રહ્મસમાજ ના અમરેલી જિલ્લા ના અગ્રણી પરાગભાઈ ત્રિવેદી . ચિરાગભાઈ આચાર્ય ,અતુલ પંડ્યા, સંદીપ ભટ્ટ, નીલેશ મહેતા લાલો, સંજય ખાંટ, સેવાભાવિ હિતેશ સરૈયા સહીત ના અગ્રણીઓ આ મુસ્લિમ પરિવાર ને સાંત્વના પાઠવા પહોચ્યા હતા. અને સાંત્વના પાઠવી હતી ત્યારે આસપાસ ના ભીખુભાઈના પાડોશી પરશોતમભાઈ, સાગર પ્રફૂલભાઈ માળવી રમેશ પાંડવ મગનદાદા ગઢિયા, વાળા ધીરુભાઈ,ધૂળધોયા નરેશ દેવમુરારી સહીત ના પાડોશીઓ પણ તેમની અંતિમ ક્રિયામાં પહોચી સદગતની આત્મા ની શાંતિ માટે પ્રાથના કરી હતી.


બાબરા નાગરીક બેંકની રસાકસીભરી ચુંટણી યોજાઈ

બાબરા,રવિવારના રોજ બાબરા નાગરિક સહકારી બેંક અને બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી ૧૧ બેઠકો માટે ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા આ રસાકસી ભરી ચૂંટણી નો રવિવારે મોડી રાત્રે ચુકાદો આવ્યો હતો વર્તમાન ૧૧ ડિરેક્ટરોની પેનલના ઉમેદવારમાંથી પ્રમોદભાઈ રૂપારેલીયા ની હાર થય હતી જેમની સામે નવા ઉમેદવાર ભરતભાઈ ભારદીયા ની જીત થય હતી જૂની બોડીના અન્ય દશ ઉમેદવારો વિજયી થયા હતા સાથે કોગ્રેસ ના અગ્રણી બાબુભાઇ કારેટીયા નો પણ પરાજય થયો હતો છેલ્લા એક મહિનાથી ચકડોળે ચડેલી નાગરિક સહકારી બેંક ની ચૂંટણીનો અંત આવ્યો હતો રવિવારે બેંકના ૨૩૭૦ હજાર સભાસદો માંથી ૧૨૬૮ લોકોએ મતદાન કર્યું હતું જેમાં ૧૧ ઉમેદવારોના ભાવિ નક્કી થયા હતા (૧),કંદપઁ એચ ચોહાણ,(૨) કાકુભાઇ ચાવ,(૩) સીસી રાજપોપટ,(૪) નરૂદાદા ત્રિવેદી, (૫)બટુકભાઈ જસાણી,(૬) મનુભાઇ સેલીયા,(૭) મનોજભાઇ જોગી (૮)વસંતભાઇ તેરૈયા (પલો) (૯)હીતેષભાઇ દેસાઇ, (૧૦)ભરતભાઈ ભારદીયા (૧૧)દીપકભાઇ પોપટ , નો વિજય થયો હતો
અને કલ્પેશ ખખ્ખર,પ્રકાશ મકવાણા, પ્રમોદભાઇ રૂપારેલીયા વર્તમાન ડિરેક્ટર ,તેમજ બાબુભાઇ કારેટીયા નો પરાજય થયો હતો રવિવારના રોજ ચૂંટણી શાંતિપૂર્વક યોજાઇ હતી આગામી દિવસોમાં બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક યોજાશે ત્યારબાદ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે


પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ધાણકનાં પરિવારને સાંત્વના પાઠવતાં શ્રી રૂપાલા, શ્રી સંઘાણી

બગસરા,બગસરાના મોભી પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ધાણક ૮૫ વર્ષની ઉમરે ટુકી બિમારીથી નિધન થતા ભારત સરકારના કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલાએ તેમના પરિવાર તેમના પુત્ર અનિલભાઇ,સંજયભાઇ,મનીષભાઇને સાત્વરતા પાઠવી હતી. તે દિવસ ગામે બંધ પાળ્યુ હતુ. શંકરસિંહ વાધ્ોલા આવી ધાણક પરિવાર સાત્વરતા પાઠવી હતી. દિલીપભાઇ સંધાણી,પૂર્વ કૃષિમંત્રી, સાસદ નારણભાઇ કાછડીયા, બાવકુભાઇ ઉધાડ, વિરજીભાઇ ઠુંમ્મર, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હીરપરા, ડો.કાનાબાર સહીતના રાજકીય આગેવાનો હાજર રહી શ્રધ્ધાજંંલી અર્પણ કરી હતી.


સોમવારે અમરેલી શહેરના રાજમાર્ગો સુના સુના-ગલીઓ ખાંચાઓમાં ફુલ ટ્રાફિક

અમરેલી,સવારથી અનેક લોકો હેલ્મેટ પહેરીને તો અનેક હેલ્મેટ વગર નિકળ્યા અને સોમવારે અમરેલીના રાજમાર્ગો સુના સુના લાગ્યા હતા
શહેરની ગલી ખાંચાઓમાં ફુલ ટ્રાફીક જોવા મળ્યો હતો તો રોજ ગામડેથી બાઇક ઉપર અમરેલી શહેરમાં કામે આવતા બે હજાર જેટલા રત્નકલાકારો કામે આવ્યા ન હતા કારણ કે તેની પાસે હેલ્મેટ ન હતી અને એક હજાર રૂપિયાની કાળાબજારમાં મળતી હેલ્મેટ લેવાના રૂપિયા ન હતા.
બીજી તરફ શહેરમાં અનેક લોકો ડરતા ડરતા નિકળ્યા હતા અને સોશ્યલ મીડીયામાં હેલ્મેટ અને તેની કોમેન્ટો છવાઇ હતી.


અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયને ઝેરી સર્પે દંશ દીધો : ચમત્કારીક બચાવ

અમરેલી, ગુજરાત પોલીસનું ગૌરવ અને અભુતપુર્વ લોકચાહના ધરાવતા અમરેલીના નિષ્ઠાવાન એસપીશ્રી નિર્લિપ્ત રાયનો સર્પદંશ થવા છતા ચમત્કારીક બચાવ થયો હતો. જાણવા મળતી માહીતી અનુસાર રવીવારે એસપીશ્રી નિર્લિપ્ત રાયને તેમના નિવાસ્થાને જ અત્યંત ઝેરી ગણાતા વાઇપર પ્રજાતીના સર્પે દંશ દીધો હતો અને તેમના રકતમાં સાપનું ઝેર ભળી જતા ઝેરી અસર સાથે તેમને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી, આજે સોમવારે તેમને સારવાર બાદ રાજકોટ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હાલમાં તેઓ સંપુર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે.


અમરેલીમાં પોલીસની અનોખી પહેલ : હેલ્મેટધારકોનું સન્માન

અમરેલી, રાજયભરમાં પોલીસતંત્ર દ્વારા ટ્રાફીકના નવા નિયમોનું પાલન કરવાનો પ્રારંભ કરાયો છે પણ અમરેલીમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયે અનોખી પહેલ કરાવી છે. જેણે સરકારનો નવા નિયમ માટેનો ઉદેશ સમજી અને તેનું પાલન કર્યુ તેવા હેલમેટ પહેરીને નિકળેલા વાહનધારકોનું આઇપીએસ અધિકારી શ્રી પ્રેમસુખ ડેલુએ ગુલાબનું ફુલ આપી સન્માન કર્યુ હતુ. જેના કારણે નિયમનું પાલન કરનારા વાહનચાલકોને સુખદ આશ્ર્ચર્ય થયું હતુ.
એસપી શ્રી નિર્લિપ્ત રાયની કાયદા પ્રત્યેની કડક પાલનની કાર્યશૈલીને કારણે સોમવારે અમરેલી જિલ્લામાં હજારો લોકો દંડની બીકે બહાર નિકળ્યા હતા પણ રોજના ત્રણસો કમાવાવાળા પાંચસોનો દંડ કેવી રીતે ભરી શકશે ? તે સારી રીતે જાણતા એસપી શ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસે નીયમની અમલવારી તો શરૂ કરાવી પણ હળવાશથી કરાવી છે અને સૌને પોલીસ એ સમજાવી રહી છે કે, આ સમજાવટ અને દંડ તેમનોજ જીવ બચાવવા માટે છે.જો કે, સૌએ પોતાની જીંદગી બચાવવા નવા નિયમનું પાલન તો કરવાનું જ છે અને આજે અમરેલી જિલ્લાના તાલુકા મથકોએ એકસો એનસી નોંધી અને ૪૧૫૦૦નો દંડ કરાયો હતો અને છ અન્ય કેસો કરાયા હતા.
અમરેલીના રાજકમલ ચોકમાં એએસપીશ્રી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપીશ્રી ઓઝા,ટ્રાફીકના શ્રી સાકરીયા તથા અમરેલી સીટીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી મહેશ મોરી સહિતના પોલીસ સ્ટાફે પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે નિયમોનુંપાલન કરી નિકળનારા વાહન ચાલકોનું ગુલાબના ફુલ આપીે સન્માન કર્યુ હતુ.
જયારે શ્રી મહેશ મોરીએ એકત્ર થયેલા લોકોને આ નિયમોનું પાલન થવાની તેમનો જ જીવ બચવાની હોવાની સમજ આપી હતી.


error: Content is protected !!