Main Menu

Saturday, September 21st, 2019

 

બાબરામાં દોઢ ઈંચ, બગસરા, વડીયા 1 ઈંચ, ખોડિયાર, સ્ાૂરવો ડેમ છલકાયાઅમરેલી

અમરેલી જિલ્લામાં મેઘરાજાનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે અન્ો ગાજવીજ સાથે બાબરા, બગસરા, વડીયા, ધારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા સહિતના વિસ્તારોમાં અડધાથી દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ અન્ો વડીયાનો સ્ાૂરવો ડેમ છલકાઈ જતાં ખુશી વ્યાપી ગઈ છે.
અમરેલી જિલ્લામાં આજે સાંજથી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અન્ો ધીમીધારે વરસાદ શરુ થયો હતો. સૌથી વધુ બાબરા અન્ો આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઈંચ, બગસરામાં ધોધમાર 1 ઈંચ, વડીયામાં 1 ઈંચ, લીલીયામાં પોણો ઈંચ, ખાંભા, ધારી અન્ો સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
મોડી રાત્રે શેત્રુંજી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદૃના કારણે અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ 7પ ફૂટે આખો ભરાઈ ગયો છે અન્ો પાણી ઓવરલો થઈન્ો વહેતાં ગમે ત્યારે દરવાજા ખોલવા પડે ત્ોવી સ્થિતિ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં લોકોન્ો એલર્ટ કરવામાં આવ્યઠાં છે અન્ો નદીના પટમાં ન જવા સ્ાૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત વડીયાનો સ્ાૂરવો ડેમ પણ 16.પ6 ફૂટે આખો ભરાઈ જતાં ગમે ત્યારે છલકાય ત્ોવી સ્થિતિ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અન્ો લોકોએ નદીના પટમાં ન જવાની સ્ાૂચના આપવામાં આવી હતી.
લીલીયાના ભેંસાણ ગામે બપોરના સમયે પ્રાથમિક શાળાના મેદાનમાં વીજળી ત્રાટકતા ખળભળાટ મચી ગયો હતો. તમામ વીજ ઉપકરણો બળી ગયા હતાં. જો કે કોઈ જાનહાની થઈ નથી. ધારી તાલુકાના સરસીયા ગામની નદીના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પ્ાૂર આવ્યું હતું.


લીલીયાના ભેંસાણની શાળાના મેદાનમાં વિજળી ત્રાટકી

લીલીયા,લીલીયાના ભેંસાણમાં વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ડીસ એન્ટેના દ્વારા શાળાના મેદાનમાં વિજળી પડતા શાળાનાં વિજ ઉપકરણોને નુકશાન થયેલ છે.જ્યારે શાળાના બાળકો અને શિક્ષકોનો આબાદ બચાવ થયો હતો. વિજળીના ચમકારાથી બાળકોમાં ભય ઉભો થયો હતો.અને બાળકો રડવા લાગ્યા હતા.ચાલુ વરસાદે દરેક બાળકોને ઘર સુધી પોતાના વાલીને સોંપવામાં હતાં. આ બનાવ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને ટેલીફોનથી તેમજ મામલતદાર લીલીયા, પીજીવીસીએલ વિભાગને જાણ કરેલ છે. હાલ લાઇટ શરૂ કરેલ નથી તેમ જણાવ્યું છે.


અમરેલી જિલ્લામાંથી સુરતમાં બે હજાર કરોડ ઠલવાશે

અમરેલી,મંદીમાં અકળાતા સૌના માટે રાહત અને આશા દેખાઇ છે અમરેલી જિલ્લામાં સારા વરસાદને કારણે સારો પાક થવાના એંધાણ છે ઓણ સાલના અમરેલી જિલ્લાના ખરીફ પાકની આવકમાંથી ઓછામાં ઓછા બે હજાર કરોડ સુરત જશે અને માર્કેટમાં તેની ચમક દેખાવાની છે.
હાલમાં એક શબ્દ કોમન છે મંદી. આ મંદી આજકાલની નથી તેણે ઘણી વખત લોકોને હેરાન કર્યા છે 1970ના દાયકાથી એટલે કે પચાસ વર્ષથી સુરત અને અમરેલી એકબીજાની સાથે સંકળાયેલા છે.અમરેલી જિલ્લામાં દુષ્કાળના વર્ષમાં સુરતથી નાણા અમરેલી જિલ્લામાં આવતા રહયા છે અને સારા વરસે અમરેલી જિમાંથી નાણા સુરતમાં ઠલવાતા રહયા છે. જેનાથી ત્યા ખરીદશકિત વધતી હતી.
આ વખતે સુરતમાં કાપડ અને હીરાનો ઉદ્યોગ મંદીના ભરડામાં છે અને અધ્ાુરામાં પુરુ જમીનનો ધંધોપણ મંદીમાં હોય જેના કારણે ભારે મુશ્કેલી લોકો અનુભવી રહયા છે. પણ હવે આ મુશ્કેલી એકાદ માસ પછી હળવી થશે કારણ કે, સુરતમાં સૌથી વધારે અમરેલી અને ભાવનગર છે અને જે જે લોકો સુરત છે તેમાથી મોટાભાગના લોકોના વાડીખેતરો વતન અમરેલી જિલ્લામાં આવ્યા છે અને ઓણ ઉત્પાદન સારુ થવાની શકયતા છે અઅમરેલી જિલ્લામાં મુખ્ય પાક કપાસ અને શીંગ છે.જાણકારોના મતે એક હેકટરે કપાસનો નફો 40 હજાર ગણાય અને અમરેલી જિલ્લામાં સાડા પાંચ લાખ હેકટર ઉપરાંતની ખેતીની જમીન છે એટલે એક અંદાજ પ્રમાણે ઓછામાં ઓછુ પાંચ હજાર કરોડનું કુલ ઉત્પાદન થશે જેમા ખેતી નો ખર્ચ દવા, બીયારણ, મજુરી, સાધનો અને પરચુરણ વસ્તુ મળી બેથી અઢી હજાર કરોડ થાય તે બાદ કરતા ખેતીમાં ચોખ્ખી આવક બેથી અઢી હજાર કરોડની થશે જેમાથી મોટાભાગની આવક સ્વભાવિક જ સુરત જશે અને અર્ધી ખર્ચ ખાતેની આવક છે તે અમરેલી જિલ્લાની બજારોમાં ફરશે.આનો એક જ દાખલો સાવરકુંડલાના વંડા ગામનો લઇએ તો વંડામાં આઠ હજાર વીઘા જમીન છે અને વીઘે 15 મણ કપાસ થાય જેથી 12 કરોડનો કપાસ થશે જેમા છ કરોડ ખચર્ના બાદ થશે એમા ત્રણ કરોડ ખચર્ના અને ત્રણ કરોડ ભાગીયાના ગણીએ તો પણ છ કરોડ ચોખ્ખા વધશે અને તે સુરત જ જશે.આવા અનેક ગામો સીધા સુરતની સાથે સંકળાયેલા છે જેથી દીવાળી પછી અમરેલી અને સુરત બન્ને જગ્યાએ લોકોની ખરીદ શકિત વધશે અને મંદીનું ચિત્ર સુધરશે તેમા કોઇ શંકા નથી.


error: Content is protected !!