Main Menu

Wednesday, September 25th, 2019

 

રાજુલાના છતડીયામાં નવારાત્રી મહોત્સવ યોજાશે

રાજુલા,રાજુલા તાલુકાના છતડીયા ગામે આનંદયોગ આશ્રમ ખાતે આસો સુદ-1 રવીવાર તા.29/9/19 થી આસો સુદ-9 સોમવાર તા.7/10 સુધી નવરાત્રી મહોત્સવ યોજાશે. જેમાં નવ દિવસ યજ્ઞનું આયોજન કરાયુ છે.તથા રાત્રે માતાજીના ગરબા ગવાશે.હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રીનું અનોખુ મહત્વ રહેલુ છે.હિન્દુ સંસ્કૃતિમાં વર્ષમાં કુલ ચાર નવરાત્રી આવે છે.મહા, ચૈત્ર, અષાઢ, તથા આસો માસમાં નવરાત્રી પર્વ આવે છે.જેમાં આસો નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જ્યારે ચૈત્ર માસની નવરાત્રી માતાજીના ઉપાસકો, સાધ્ાુ સંતો, તેમજ આધ્યાત્મિક લોકો, અનુષ્ઠાન તથા યજ્ઞ કરતા હોય છે.વિવિધ જ્ઞાતીના કુટુંબીજનો દ્વારા પોતાના કુળદેવીના મઢે પણ યજ્ઞ પ્રસાદ સહિતના કાર્યક્રમો રાખતા હોય છે.પરંતુ આનંદયોગ આશ્રમના મહંત ઓમાનંદગીરી બાપુ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી રહેલ છે.જેમાં નવા દિવસ સુધી યજ્ઞ, અનુષ્ઠાન, પ્રસાદ, રાસ ગરબા રાખેલ છે.સાથો સાથ રાજુલા શહેર સહિત તાલુકાભરની શાળાઓમાં તા.28/9/19 શનીવારના રોજ બેટી બચાવો બેટી પઢાઓ સરકારનીશ્રીની યોજના અંતર્ગત રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે.જેને જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા મંજુરી પણ આપવામાં આવેલ છે.ખરેખર માતાજીના ઉપાસનાના દિવસો દરમ્યાન દુર્ગા માતાજીને કુમારીકા પણ કહેવામાં આ્વ્યા છે.આ કુમારીકાઓનું પુજન પણ કરવુ જરૂરી છે.જેથી આ આશ્રમ તરફથી છતડીયા બાથમીક શાળાઓની 111 કુમારીકાઓને ફળાહારની પણ વ્યવસ્થા ચૈત્રસુદ-8 ના દિવસે કરવામાં આવી છે.જેમાં કન્યાઓનું પુજન, આરતી, સંપુર્ણ શણગાર સહિત ફળાહાર કરાવવામાં આવશે.આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમના યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રીશ્રી વિજયભાઇ જાની, સેવક સોમનાથ સંસ્કૃત વિદ્યાપીઠ ગુજરાત તથા પંડીત અજયભાઇ શાસ્ત્રી સેવકશ્રી જવાલાસિધ્ધપીઠ હિમાચલપ્રદેશ વાળા રહેશે. યજ્ઞ અનુષ્ઠાનમાં બેસવા ઇચ્છતા યજમાનો આશ્રમના મહંત ઓમાનંદગીરી બાપુનો સંપર્ક સાધવા જણાવ્યુ છે.તથા રાત્રીના રાસ ગરબામાં કોઇપણ પાસ કે ફી વિના જોડાવા સમસ્ત રાજુલા શહેરની તથા આજુબાજુના ગામોના ભક્તો-ખેલૈયાઓને જોડાવા શ્રીશ્રી 1008 મહામંડલેશ્ર્વર સ્વામીશ્રી ઇશ્ર્વરાનંદગીરીબાપુ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે તેમ ભિખુભાઇ બોરીસાગરની અખબારી યાદીમાં જણાવાયુ છે.


અમરેલીમાં કંસારા બજારથી ફુલારા ચોક સુધી રોડ ખોદી નાખતા વેપારીઓ રોષિત

અમરેલી,અમરેલી ટાવર નજીક આવેલ કંસારા બજારથી જય હિન્દ ટોકીઝ ફુલારા ચોક સુધી પાલીકા દ્વારા રોડ ખોદી નાખીને.
છેલ્લા દસ દિવસથી રોડનું કામ શરૂ કરવામાં નહિ આવતા વેપારીઓને ધંધા રોજગારમાં મુશ્કેેલીઓ પડી રહી હતી. રોડ પ્રશ્ર્ને રોષ વ્યકત કરી વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી રોડને વધ્ાુ પહોળો બનાવવા પ્રશ્ર્ને અમરેલી શહેર વિકાસ સમિતિનાં પી.પી.સોજીત્રા સમક્ષ કંસારા બજારના વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવતા રોડનું કામ શરૂ કરાવવા વેપારીઓને ખાત્રી આપવામાં આવતા રોડ પ્રશ્ર્ને સુખદ સમાધાન થઇ જતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. દિલિપભાઇ પરીખ, ગીરીશભાઇ જીંજુવાડીયા, હારૂનભાઇ બીલખીયા, યાસીનભાઇ નુરી, ભરતભાઇ પાંધી સહિતના વેપારીઓએ રજુઆત કરી હતી.


સાવરકુંડલા-લીલીયા તાલુકાનાં રસ્તા, પુલો બનાવો : ધારાસભ્ય શ્રી દુધાત

સાવરકુંડલા,સાવરકુંડલા-લીલીયા વિધાનસભા મતવિસ્તાર નાં સાવરકુંડલા તથા લીલીયા તાલુકાના ગામોમાં રોડ રસ્તાઓ ઘણા સમય થી ખરાબ હાલતમાં હોય તેમજ હયાત નાના પુલ- કો-ઝવે જે પણ ખરાબ હાલત નાં કારણે રાહદારીઓને મુશ્કેલીઓ પડી રહેલ હોય તેવી રજૂઆત ગામના લોકો દ્વારા વારંવાર મળતી હોય જેમને ધ્યાને લઈને સાવરકુંડલા-લીલીયા તાલુકા નાં ગામોમાં આ પ્રશ્ને આ રોડ રસ્તાઓ રીસરફેસિંગ (1) વીજપડી-ચીખલી રોડ (2) પીઠવડી-ભેકરા રોડ રીસરફેસિંગ (3) બગોયા-ગીણીયા રોડ (4) સાવરકુંડલા-જીકિયાળી રોડ (5) ભેકરા-લીખાળા રોડ (6) ભેકરા-નાની વડાલ -ભોકરવા (7) ધજડી-સાકરપરા-મીતીયાળા રોડ (8) અભરામપરા એપ્રોચ રોડ (9)દાધીયાં -વણોટ રોડ ગાઘકડા-સ્ટેટ લુવારા રોડ (10)મોલડી-ધાર રોડ (11)અમૃતવેલ-કેરાળા રોડ રીસરફેસિંગ (12)મેવાસા એપ્રોચ રોડ (13)મેવાસા-નાનીવડાલ રોડ (14)સીમરણ એપ્રોચ રોડ (15)જીરા સીમરણ રોડ (16)જીરા નાના ભમોદ્રા રોડ (17)સલડી-પુતળીયા રોડ (18) ક્રાકંચ-બાવાડી-બવાડા-ઈંગોરાળા રોડ (19) ખારા-ઢાંગલા-કુતાણા એપ્રોચ રોડ (20)ખારા-ઢાંગલા-કુતાણા એપ્રોચ રોડ (21)લીલીયા વાઘણીયા ટીંબડી-ભોરીંગડા રોડ (22) હાથીગઢ-ભેસાણ રોડ (23)ભેસાણ એપ્રોચ રોડ (24)બોડીયા એપ્રોચ રોડ (25) પાંચ તલાવડા-શાખપુર રોડ રીસરફેસિંગ કરવા તેમજ હયાત કો-ઝવે-નાના પુલ થી સ્લેબ ડ્રેઈન તથા મોટા પુલ બનાવવાના નીચે મુજબના ગામોમાં (1) હિપાવડલી-થી પીયાવા (2) મોલડી -વિઠ્ઠલપુર રોડ નું સ્લેબ ડ્રેઈન (3)જુનાસાવર-થી કેરાળા વચ્ચે આવેલ સ્લેબ ડ્રેઈન (4 ) પીયાવા-ધાર રોડ સ્લેબ ડ્રેઈન (5) દોલતી-ગોરડકા રોડ સ્લેબ ડ્રેઈન (6 )આંબરડી થી નવી આંબરડી જવાના રસ્તે સ્લેબ ડ્રેઈન (7 ) લીલીયા થી પુંજાપાદર સુધીના રસ્તે (8 )અંટાળીયા થી સાંજણટીંબા (9) પુતળીયા એપ્રોચ રોડ સ્લેબ ડ્રેઈન (10 )ભોરીંગડા એપ્રોચ થી લીલીયા રોડ વચ્ચે પીપળવા ગામમાં સ્લેબ ડ્રેઈન (11 ) ભોરીંગડા -ખારા રોડ નું સ્લેબ ડ્રેઈન આમ સાવરકુંડલા લીલીયાતાલુકાના ગામોમાં લોકોની સુખાકારી તેમજ રાહદારીઓને કોઈ તકલીફ ન પડે તેમની તકેદારી નાં રૂપે સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં રોડ રસ્તાઓ તેમજ હયાત કો-ઝવે-નાના પુલ થી સ્લેબ ડ્રેઈન તથા મોટા પુલ બનાવવાના માટે રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત


સાવરકુંડલાના હાડીડામાં વૃધ્ધાની હત્યા કરી લુંટ ચલાવાઇ એસપી શ્રી નિર્લિપ્ત રાય સહિત પોલીસ કાફલો સ્થળ ઉપર

સાવરકુંડલા,અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે લુંટ વીથ મર્ડરની ઘટના સામે આવી છે.સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજના અગ્રણી લાલજીભાઈ કાનજીભાઈ ઘોડાદરા ના સાગા ભાભી જાનબેન નરસીભાઈ ઘોડાદરા ઉ.વ. 70 ની હાડીડા ગામે તેમના ઘરમાં સવારના કડીયા સમાજના પ્રમુખ શ્રી ભરત ટાંક દ્વારા રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવને રજુઆત કરવામાં આવી છે તથા ભરતભાઇ ટાંટ અને શ્રીમતી ઉર્વીબહેન ટાંકે ઘોડાદરા પરિવારને સાંત્વના પાઠવી હતી તથા આ બનાવની જાણ તથા દોડી ગયેલા નંદલાલભાઇ પાંડવ તથા ભુપતભાઇ કળસરીયા સહિત આગેવાનો સાથે ચર્ચા કરી હતી ભરતભાઇ ટાંકે જણાવેલ કે આજે હાડીડા ખાતે જાનબેનની આંતિયયાત્રા રાખવામાં આવી છે.


લાઠીના કેરાળા બસ સ્ટેન્ડ નજીક થયેલ ધાડના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલીની એલસીબી ટીમ

અમરેલી,(ક્રાઇમ રીપોર્ટર) લાઠી તાલુકાના કેરાળા ગામના રહેવાસી ગોવિંદભાઇ નરશીભાઇ માલવીયા, ઉં.વ.70 વાળા ગઇ તા.11/09/19 ના રોજ પોતાની દુકાનની બાજુમાં બનાવેલ ઝુંપડીએ સુતા હતા તે વખતે પાંચ અજાણ્યા ઇસમોએ તેમને લોખંડના સળીયા, રીંગપાના વડે તેમજ ઢીકા-પાટુનો માર મારી, ગંભીર ઇજાઓ કરી, તેમની પાસેથી રોકડા રૂ.8,000/- તથા મોબાઇલ ફોન, કિં.રૂ.2000/- મળી કુલ કિં.રૂ.10,000/- ની લુંટ કરી, અવાજ કરીશ તો જાનથી મારી નાંખીશ10થી12 ના સમયમાં લૂંટ અને હત્યા નો બનાવ બનવા પામ્યો છે ,જાનબેન અને તેમના પતિ હાડીડા ગામે નિવૃત જીવન જીવતા હતા .અને ખેતીવાડી નું ધ્યાન રાખતા હતા આજ રોજ સવારે જાનબેન ના પતિ નરસીભાઈ કોઈ કામ અર્થે વિજપડી ગામે ગયા હતા .ત્યારે જાનબેન ઘરમાં એકલા હોય તે સમયે કોઈક અજાણ્યાઓ ઘરમાં ઘુસી ને જાનબેનની હત્યા કરી તેમના સોના ચાંદીના દાગીના, રોકડ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સાડા અગિયાર આજુબાજુ જાનબેન ના પતિ નરસીભાઈ આવતા જાનબેન ને ગળે દોરી બાંધેલી હાલમાં મૃત મળ્યા હતા .અને તેમના કાન ગળામાંથી દાગીના ગાયબ હતા. 70 વર્ષના અને ગામડામાં નિવૃત જીવન જીવતા એવા વાટલીયા પ્રજાપતિ સમાજ ના મહિલાની હત્યા અને લૂંટ થતા સમાજમાં અરેરાટી ફેલાય ગઈ છે. ઘટનાની જાણ હતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય તેમજ ડીવાયએસપી ચૌધરી એસ.ઓ.જી એલસીબી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા .હત્યારાઓ ને તાત્કાલિક ધોરણે પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજની લાગણી અને મંગણી છે.


રાજુલાના ચકચારી રેશનિંગ કૌભાંડમાં વધુ એક દુકાનદારની ધરપકડ

રાજુલા,રાજુલાના ચકચારી રેશનિગ કાંડનો મામલો નાયબ મામલતદારની અટકાયત બાદ તપાસનીસ ટીમો તપાસ આગળ વધારી રહી છે ત્યારે રેશનિંગ કૌભાંડના તાર અનેક જગ્યાએ સંકળાયેલા હોવાને કારણે અટકાયતનો દોર ફરીવાર શરૂ થયો છે બીજી તરફ આજે પાટી માણસાના રેશનિંગના દુકાનદાર હિંમત જોગદીયાની ધરપકડ કરાય છે. તપાસ કરતી ટીમ દ્વારા આરોપી હિંમત જોગદીયાને રાજુલા કોર્ટમાં રજૂ કરતા 2 દિવસ માં રીમાન્ડ આપ્યા છે અને પોલીસ દ્વારા પૂછ પરછ કરી તપાસ નો ધમધમાટ શરૂ થયો છે અને રેશનિંગ ધારકો મા ફરી ફફડાટ વ્યાપી ગયો છે પાટી માણસા ના ઈસમ ની આજે પૂછ પરછ શરૂ કરાય છે અને તપાસ કરતી ટીમ હવે વધુ એક સરકારી ઓફિસર ની ધરપકડ કરવા ની ફિરાક મા જોવા મળી રહી છે સૂત્રો પાસે થી જાણવા મળતી વિગતો મુજબ તપાસ કરતી પોલીસ ટીમો દ્વારા રેવન્યુ વિભાગ નો ખુબ મોટો અભ્યાસ કર્યો છે અને ત્યાર બાદ તપાસ નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે.


અમરેલી પાલિકાના 220 કર્મચારીઓને છુટા કરાશે : કાર્યવાહી શરૂ

અમરેલી,નવરાત્રીના તહેવારોમાં સફાઇ કામદારો સહિતના કર્મચારીઓને ઝટકો લાગ્યો છે પ્રાદેશિક નગરપાલિકા કમીશનર ભાવનગર દ્વારા અપાયેલા આદેશને પગલે પગલે અમરેલી પાલિકાના 220 કર્મચારીઓને છુટા કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી નગરપાલિકાના 220 જેટલા કર્મચારીઓને છુટા કરવાની કાર્યવાહી ઘણા સમયથી ચાલતી હતી અને હવે તે કાર્યવાહી શરૂ કરાઇ છે.
પ્રાદેશિક કમીશનર નગરપાલિકા દ્વારા અમરેલી પાલિકાના જુના ઠરાવો રદ કરાતા પાલિકામાં ફરજ બજાવતા સવા બસો જેટલા કર્મચારીઓ હવે ઘેરભેગા થઇ જશે છુટા થનારા કર્મચારીઓમાં પોણા બસો જેટલા સફાઇ કામદારોનો સમાવેશ છે હાલમાં સવાત્રણસો જેટલા સફાઇ કામદારો કામ કરી રહયા છે તેમાથી પોણાબસોને છુટા કરી દેવામાં આવનાર છે અને ફીકસ પગારના 40 જેટલા અન્ય મળી કુલ 220 કમર્ચારીઓને છુટા કરવાનો પ્રાદેશિક નગરપાલિકા કમીશનરે અમરેલી પાલિકાના પ્રમુખ શ્રી જયંતીભાઇ રાણવાને હુકમ મોકલી આપતા પ્રમુખે ચીફ ઓફીસરને પત્ર મોકલી આપ્યો અને આજે કે કાલે હુકમ થાય તેવી શકયતાઓ છે.


error: Content is protected !!