Main Menu

Thursday, September 26th, 2019

 

ત્રીજીએ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત

રાજુલા,રાજુલા શહેર માં શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રષ્ટી આયોજિત મહાત્મા ગાંધી નિ:શુલ્ક હોસ્પિટલ ના ખાતે મૂર્ત વિધિ તારીખ 3 ઓકટોમ્બર ગુરૂવાર સવારે 10 કલાકે ખાતે મૂર્ત વિધિ ભવ્ય થી ભવ્ય કરવા માટે તડામાર તૈયારી ઓ ચાલી રહી છે જેમાં આયોજકો નગરશેઠ અને બે કરોડના દાતાશ્રી અનીલકુમાર નંદલાલ મહેતા, શ્રી પ્રવીણભાઈ લહેરી,શ્રી અજયભાઇ મહેતા,ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર, શ્રી હરેશભાઇ મહેતા, માયાભાઇ આહીર, બિપીનભાઈ લહેરી આ તમામ ટ્રષ્ટી દ્વારા ભવ્ય હોસ્પિટલ નું બિલ્ડીંગ બનાવવા માં આવી રહ્યું છે જયારે આ કાર્યક્મ મા ખાતે મૂર્ત પ્રસંગે પૂજ્ય મોરારીબાપુ,મુખ્ય મંત્રી વિજય રૂપાણી ,અને મુખ્ય મહેમાનો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,કેન્દ્રીય મંત્રી પુરષોતમભાઇ રૂપાલા,નાસ્કોબ ચેરમેન દિલીપભાઈ સંઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવયા,પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,મત્સ્યઉધોગ મંત્રી જવાહરભાઇ ચાવડા,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડા,વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ,પ્રદેશ કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા ,સિદ્ધાર્થભાઇ પટેલ,રાજ્ય કક્ષા ના મંત્રી વાસણભાઇ આહીર,રાજય કક્ષા ના મંત્રી અને અમરેલી ના પ્રભારી ધર્મેન્દ્ર સિંહ જાડેજા, સ્થાનિક સાંસદ નારણભાઇ કાછડીયા ,જામનગર સાંસદ પૂનમબેન માડમ, વડોદરા પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, રાજ્ય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, લાઠી ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમર,ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયા ,સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત,ખંભાળિયા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ,ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશ,તાલાળા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરીયા સહીત અને ભાજપ કોંગ્રેસ ના વરિષ્ઠ અને દિગ્જ્જો સામાજિક અગ્રણી ઓ અહીં ઉપસ્થિત રહેવા ના છે. ત્યારે આયોજકો દ્વારા તડામાર તૈયારી ઓ શરૂ છે કાર્યક્મ ભવ્ય રીતે યોજાય તેને લઇ ને તડામાર તૈયારી બીજી તરફ કાર્યક્મ માં સાધુ સંતો પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા ના છે જેમાં અમદાવાદ જગનાથ મંદિર ના મહંત દિલીપદાસજી મહારાજ,ચલાલા દાન મહારાજ ની જગ્યા ના મહંત વલકુબાપુ,જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ના મહંત ઇન્દ્રભારતીબાપુ,પાળીયાદ વિસામણબાપુ ની જગ્યા ના નિર્મળા બા,સતાધાર આપાગીગા ની જગ્યા ના મહંત વિજયબાપુ, જૂનાગઢ ગોરક્ષનાથ આશ્રમ ના મહંત શેરનાથબાપુ,દુધરેજ વડવાળા દેવ ની જગ્યા ના મહંત કણીરામબાપુ,સિહોર મોંઘીબા ની જગ્યા ના મહંત જીણારામ બાપુ, રામેશ્વર આપાગીગા સતાધાર ના મહંત ગોવિંદબાપુ,બાવળિયાળી નગલખાના ઠાકર ના મહંત રામબાપુ,અખેગઢ મહંત વસંતબાપુ,મહાકળી ઠવી આશ્રમ મહંત ધનસુખનાથજી બાપુ, હોડાવાળી ખોડિયાર મોરંગી મહંત શેષનાથગિરિબાપુ,સાવરકુંડલા ના પીર એ તરીકર દાદાબાપુ કાદરી,બાઢડા સનાતન આશ્રમ ના જ્યોતીમયા માં સહીત અનેક સૌરાષ્ટ્ર ભર ના સાધુ સંતો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા ના છે હોસ્પિટલ ખાતે મૂર્ત કાર્યક્મ ભવ્ય રીતે યોજાશે.2ાજુલા ખાતે શ્રી 2ામકૃષ્ણ આ2ોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આ2ોગ્ય મંદિ2 ( નિ:શુલ્ક હોસ્પિટલ) દર્દીના2ાયણની સેવાનુ મુલ્ય સમાજ સેવામા મુઠી ઉચેરૂ 2હયુ છે આવી સેવાનો લાભ વંદનિય સંત પૂ. મો2ા2ીબાપુના આર્શિવાદ સાથે તા.03-ઓકટોબ2ના 2ોજ સવા2ના 10-00 કલાકે માર્કેટ યાર્ડ 2ાજુલા ખાતે ખાત મૂહર્ત યોજાશે હોસ્પિટલ2ાજુલા-મહુવા-જાફ2ાબાદના સમુ વિસ્તા2 ઉપ2ાંત અન્ય વિસ્તા2 અને સમાજને મળી 2હે તેમ હોઈ, આ માનવસેવા કાર્યમા લોક્સાહિત્યકા2 માયાભાઈ આહિ2 ત2ફથી ભૂમિદાન ક2વામા આવેલ છે જેને આવકા2તા અમ2ેલી જીલ્લા બેંકના એમ઼ડી. અને માયાભાઈના પ2મ મીત્ર ચંદુભાઈ સંઘાણી એ જણાવેલ છે. અમ2ેલી જીલ્લામા એક એવી હોસ્પિટલ નિર્માણથવા જઈ 2હી છે જેમા કોઈ પણ જ્ઞાતી-જાતી-પ્રાંત-પ્રદેશ-ભાષા ના દર્દીના2ાયણ સા2વા2 અને સેવાનો લાભ લઈ શકશે. ખાસ ક2ીને ગ્રામીણ પ્રજા માટે તો આ એક સેવાયજ્ઞ બની 2હેશે. સમાજનો સામાન્ય માનવી જયા2ે ગંભી2 બિમા2ીઓમા અહિ-તહિ ભટકે છે અને માનવ જીંદગી બચાવવા પૈસાને પાણીની જેમ વેડફે છે તેવા સમયે તેમનો હાથ જાલના2 કોઈ હોતુ નથી મોટી હોસ્પિટલો પ્રથમ પૈસા ભ2ો પછી જ સા2વા2 ક2તી હોય, દર્દીના પિ2વા2ની આર્થીક સ્થિતી સામુ કોઈ જોતુ નથી તેવા સમયે માયાભાઈ આહિ2 ત2ફથી ભૂમીદાન આપીને એક ઉમદા સેવા કાર્ય ક2વાનો તેઓએ શ્રેય પ્રાપ્ત ર્ક્યો છે.


અર્થતંત્ર મજબૂત બનાવવા સરકારનાં ઐતિહાસિક પગલા : શ્રી રૂપાલા

નડીયાદ,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે ઐતિહાસિક નિર્ણયો લઈ દેશના અર્થતંત્રને પ્રોત્સાહન આપ્યું છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીવિકાસદર પાંચ ટકાને સ્પર્શી ગયો છે. કેન્દ્ર સરકારે અર્થતંત્રને પાટે ચડાવવા માટે ત્વરિત પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. જેથી આવનારા ત્રિમાસિક ગાળામાં જીડીપી વિકાસદર વધતો જોવા મળશે. એવું નડીયાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કેન્દ્રીય કૃષી અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી રૂપાલાએ વધુમાં જણાવ્યું કે 2014માં ભારત દુનિયામાં સૌથી વધુ ટેક્સ રેટ ધરાવતો દેશ હતો પરંતુ હવે કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સ ઓછો કરીને 22 ટકા કરી દીધો છે. આ ઉપરાંત નવી સ્થાનિક ઉત્પાદન કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 15 ટકા કરી દેવામાં આવ્યો છે. જેનાથી હવે ભારત સૌથી વધુ ટેક્સ ધરાવતા દેશોને બદલે સૌથી ઓછો ટેક્સ ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. દરમાં ઘટાડો કરવાથી કંપનીઓ પાસે વધુ ભંડોળ બચશે – કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ રોકાણ કરવા માટે કરશે – જેને કારણે અર્થવ્યવસ્થામાં વધુ રોજગારીનું સર્જન થશે અને પરિણામે ઊંચો વિકાસદર તેમજ ઉત્પાદકતામાં વૃદ્ધિ અને આવકમાં વધારો થશે.ચીન અને અમેરિકાની રસાકસી બાદ વિશ્વ મુઝવણમાં છે ત્યારે આ ટેક્સ સંબધી નિર્ણયને કારણે ભારત રોકાણ માટે ઉત્તમ સ્થાન બની જશે. આ નિર્ણયો લેતા પહેલા સાર્વજનિક ક્ષેત્રની 10 બેંકોનું વિલીનીકરણ કરી 4 બેંક બનાવી. આમ કરવાથી દેશમાં બેંકોની સંખ્યા જે વર્ષ 2017માં 27 હતી તે હવે 12 થઇ છે. સરકાર બજારમાં પાંચ લાખ કરોડ રૂપિયાના લિક્વિડિટી ફંડ જાહેર કરવાના હેતુથી સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં 70,000 કરોડ રૂપિયા જમા કરશે, જેનાથી સ્જીસ્ઈ તથા નાના વેપારીઓને પણ લાભ થશે.હાઉસિંગ સેક્ટરને પૂશ કરવા લેવાયેલા નિર્ણય અંગે તેમણે જણાવ્યું કે 31 માર્ચ 2020 સુધી ખરીદવામાં આવેલ 45 લાખ રૂપિયા સુધીના ઘર માટે લોનના વ્યાજમાં 1.5 લાખ સુધી છૂટ મળશે. અટકેલા એફોર્ડેબલ અને મધ્યમ વર્ગના હાઉસિંગ પ્રોજેક્ટને પૂર્ણ કરવા એક સ્પેશિયલ વિન્ડોથી મદદ કરવામાં આવશે, તેના માટે અલગ ભંડોળની વ્યવસ્થા થશે, જેમાં સરકાર 10,000 કરોડ રૂપિયાનું યોગદાન આપશે.
કાંદાના વધેલા ભાવ અંગે તેમણે જણાવ્યું કે સંગ્રહ ખોરોને તેનો લાભ નથી મળતો તે અંગેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તેમણે ઉમેર્યું હતું કે સારા વરસાદથી આગામી સમયમાં કૃષિ ક્ષેત્ર પણ દેશની અર્થ વ્યવસ્થાને મજબૂત કરવા અસરકારક ફાળો આપશે. ખેડૂતોને પાક વિમા યોજના અને કિસાન પેન્શન યોજનાના લાભ આપવાની વાત પણ શ્રી રૂપાલાએ કરી હતી. આ પ્રસંગે ખેડા લોકસભાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી નયનાબેન પટેલ, ખેડાના પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ સહિત પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


error: Content is protected !!