Main Menu

Saturday, September 28th, 2019

 

દામનગર : સગીરા પર બળાત્કાર કરનારને 20 વર્ષની સખ્ત કેદ

અમરેલી,(ક્રાઇમ રીપોર્ટર) દામનગરના સમઢીયાળા ગામે સગીરા રસોઇ બનાવવા બળતણ લેવા જતા એકલતાનો લાભ લઇ ઓરડીમાં ધારીયુ બતાવી તા.18/6/18ના ધાક ધમકી આપી વિસાવદર તાલુકાના રાજપરા ગામના હરેશ ધનજી ડાભીએ બળાત્કાર ગુજારેલ. ઉપરોક્ત કેસ અમરેલી સ્પેશીયલ પોકસો કોર્ટમાં મેજીસ્ટ્રેટ આર.આર.દવે સમક્ષ ચાલી જતા આરોપીને કસુરવાર ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.2000નો દંડ ફટકારેલ છે.


અમરેલીની સગીરા ઉપર ગેંગરેપ : પિતરાઇ ભાઇ સહિત છ સામે ગુનો

અમરેલી,અમરેલી બ્રહ્મણ સોસાયટીમાં રહેતી સગીરા અમદાવાદમાં માસીના દિકરા ભાઇ આરોપી પીયુષ લાલજી જાદવ સાથે રહેતી હોય. તે પરિચિતપણા થતા એકલતાનો લાભ લઇ તેના ઘરે ભોગ બનનારની ઇચ્છા વિરૂધ્ધ માસીના દિકરા ભાઇ પીયુષએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવી બળાત્કાર ગુજાર્યો હતો અને જુનાગઢ તાલુકાના સરસઇ ગામનો આરોપી મહાવીર વાળા ફ્રેન્ડ હોય. જેથી આરોપીના પરિચયમાં હોય આરોપીએ ભોગ બનનાર સાથે સંભોગ કરવાના ઇરાદે પોતાના હવાલા વાળી ફોરચ્યુનર કાર જી.જે.6 ઇડી 4545 માં ફરવા જવાના બહાને અપહરણ કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી ગાળો બોલી માર મારી બળાત્કાર ગુજારી મારી નાખવા ધમકી આપી હતી.
આ ઉપરાંત અન્ય આરોપી મહાવીર વાળા, રવીરાજ ઉર્ફે રાજા કાઠી રહે. અમરેલી માણેકપરા વાળાએ ભોગ બનનારનો પીછો કરી અને પરાણે પોતાના હવાલાવાળા મારૂતી સ્વીફટ કારમાં ભોગ બનનારને બેસાડી ગેરકાયદેસર અટકાયત કરી બીભત્સ માંગણી કરી મહાવીર વાળાએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરી જાતીય સતામણી કરી બળજબરી પુર્વક બળાત્કાર ગુજારી રવીરાજ ઉર્ફે રાજા કાઠીએ અમરેલીમાં એક સફેદ કલરની કારમાં અમરેલીના સંકુલ રોડે બળાત્કાર ગુજારી ધમકી આપેલ. આ બનાવમાં ભોગ બનનાર સગીરાએ પીયુષ લાલજી જાદવ રહે. અમદાવાદ, મહાવીર વાળા રહે. સરસઇ તા. જુનાગઢ, મહાવીર ઉર્ફે રાજા કાઠી અમરેલી કુલદીપ કાઠી રહે. ટીંબા, લાલો ધાખડા, તેજસ જેબલીયા રહે. અમરેલી વાળાઓ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ લાઠીના પીએસઆઇ શ્રી યશવંતસિંહ ગોહીલને સોંપવામાં આવી છે.
જાણવા મળતી માહીતી અનુસાર ગયા નવરાત્રીના બીજા નોરતાથી આ સગીરા ઉપર અધમ કૃત્ય કરવાની શરૂઆત તેના માસીયાઇ ભાઇએ કરી હતી અને ત્યાથી આખા વર્ષભર અવારનવાર આ સગીરાને ઉપર આપેલ નામ વાળા હવસખોરો પીંખતા રહયા હતા અને આ ગરીબ પરિવારની દિકરી ભોગ બનતી રહી હતી આખતે તેણીના માતા પિતાને આ બાબતની જાણ થતા તે સગીરાને લઇને પોલીસ સ્ટેશને આવ્યા હતા જયા પોલીસે આ બનાવની પ્રાથમિક તપાસ કરતા આ સગીરા ઉપર અવાર નવાર બળાત્કાર થયો હોવાનુ અને કયારેક તો એક સાથી ત્રણબ ત્રણ હવસખોર શેતાનોએ પોતાની હવસ સંતોષી હોવાનું પણ બહાર આવતા પોલીસે ગેંગરેપનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


અમરેલી જિલ્લાની ગંગા ગણાતી શેત્રુજી નદી સજીવન બની

બાબાપુર,ભાદરવાના ઉતરા નક્ષત્રમાં સતત મેઘમહેરથી સર્વત્ર આનંદ છે અને છેલ્લા ત્રણ દિ’થી સૌરાષ્ટ્રના સૌથી ઉંડા ખોડીયાર ડેમનો એક દરવાજો ત્રણ ઇંચ ખોલાયો છે જેના કારણે અમરેલી અને ભાવનગર જિલ્લાની જીવાદોરી જેવી અને ગંગા ગણાતા સૌરાષ્ટ્રની બીજા ક્રમની નદી શેત્રુજી વહેતી થતા આજે ધારીના ખોડિયાર ડેમનું પાણી અમરેલી જીલ્લાનાં સરંભડા ગામ સુધી પહોચી ગયેલ છે.
આ પાણી આવી પહોંચતા આજુ બાજુ ગામના લોકો શેત્રુજી નદી જોવા ઊમટી પડયા હતા આ નદી પવિત્ર અને ગંગાતુલ્ય માનવામાં આવે છે શુક્રવારે સરંભડાના હાલરિયા જવાના રોડ ઉપર પુલની ઉપર શેત્રુજીના પાણી વહયા હતા. ગીરમાં ચાંચઇના ડુંગરેથી નિકળતી શેત્રુજી નદી 142 કીલોમીટર લાંબી છે અમરેલી-ભાવનગર જિલ્લાના અનેક ગામડાઓ શેત્રુજીના કાંઠે વિકસ્યા છે.જેના ઉપર ખોડીયાર અને શેત્રુજી જેવા મહાકાય બંધ આવેલ છે.


error: Content is protected !!