Main Menu

October, 2019

 

ડેંગ્યુના કેસની ગણતરીમાં ફકત સીવીલના ટેસ્ટ એલીઝાને જ માન્ય ગણવામાં આવે છે : ડો. ગજેરા

અમરેલી,અમરેલી આઇએમએ ના પ્રમુખ ડો.જી.જે. ગજેરાએ કલેકટરને પત્ર પાઠવી જણાવ્યુ છે કે અત્યારે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડેંગુનો રોગચાળો પુષ્કળ પ્રમાણમાં છે. અમરેલી જીલ્લામાં પણ આ રોગચાળો છે જ પરંતુ આગોતરા પગલાથી ડેંગુ રોગ કંટ્રોલમાં રહેલ છે. જીલ્લામાં સમગ્ર આરોગ્ય વિભાગ રોગચાળો અટકાવવાની કામગીરીમાં લાગી ગયુ છે. આ માટે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પટેલને આઇ.એમ.એ. અમરેલી વતી અભિનંદન પાઠવુ છુ. હજુ આ કામગીરી પુરજોષમાં ચાલુ રહે અને તેમાં ઢીલાસ ન આવે તે માટેે વિનંતી છે. ગઇ તા.22/10 મંગળવાર સંચારી રોગની મીટીંગમાં ધ્યાન ઉપર મુકેલ કે ડેંગુના કેસની ગણતરી ફકત સીવીલ હોસ્પિટલમાં તેના ચોક્કસ ટેસ્ટ એલીઝાને જ માન્ય ગણવામાં આવે છે. જેટલા ડેંગુના કેસ ચોક્કસ અને શંકાસ્પદ સીવીલમાં આવે છે તેના કરતાં કેટલાયે વધારે કેસ પ્રાઇવેટ હોસ્પિટલો અને કલીનીકમાં આવતા હોય છે. પરંતુ અમરેલીમાં પ્રાઇવેટમાં એલીઝા ટેસ્ટની વ્યવસ્થા નથી એટલે ચોક્કસ કેસની સંખ્યા નક્કી થઇ શકતી નથી. અને આથી સમગ્ર જીલ્લામાં ખરેખર કેટલા કેસ દરરોજ જોવા મળે છે. એ નક્કી નથી થઇ શકતું તો આઇ.એમ.એ. તરફથી વિનંતી છે કે પ્રાઇવેટના જે શંકાસ્પદ ટેસ્ટ હોય તેના એલીઝા ટેસ્ટ ગર્વનમેન્ટ હોસ્પિટલમાં કરાવવાની વ્યવસ્થા થઇ શકે તો ખરેખર રોગચાળો કેટલો છે તે ખ્યાલ આવે અને તેના ઉપરથી સાવચેતીનાં પગલા લઇ શકાય. મીટીંગમાં આ માટે હકારાત્મક અભિગમ રહયો હતો. તો આનો અમલ જેમ બને તેમ જલ્દી કરવામાં આવે તેમ ઇન્ડિયન મેડીકલ એસોના પ્રમુખ ડો.જી.જે ગજેરાએ જણાવ્યુ છે.


પીપાવાવના અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી, અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાઓર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અપહરણનો ગુન્હો કરી આઠ વર્ષથી નાસતા ફરતાં આરોપીને રાજુલા રેલ્વે સ્ટેધશન સામેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે. મરીન પીપાવાવ પો.સ્ટેટ. ફ.ગુ.ર.નં. 19/2011, ઇ.પી.કો. કલમ 363, 366 મુજબના ગુન્હા ના કામે ફરિયાદીએ પોતાની સગીર વયની દિકરીને આ કામનો આરોપી માધા સામતભાઇ, રહે.કથીવદર, તા.રાજુલા વાળો તા.22/03/2011 ના રોજ પોતાના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયેલ હોવાની ફરિયાદ આપેલ હતી. જે ગુન્હાોનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા ભોગ બનનારની સાથે નાસતો ફરતો માધા સામતભાઇ પરમાર, ઉં.વ.34, ધંધો.મજુરી, રહે.મુળ કથીરવદર, તા.રાજુલા, હાલ-ઉટીયા, તા.રાજુલા, જી.અમરેલી વાળાને આજરોજ તા.24/10/2019 ના કલાક 17/00 વાગ્યે પકડી પાડેલ છે. અને આગળની કાર્યવાહી થવા રાજુલા પોલીસ સ્ટેતશનમાં સોંપી આપેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષક સા.શ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાીર્જ પોલીસ ઇન્સ. શ્રી. ડી. કે. વાઘેલા અને એલ.સી.બી.ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


જાફરાબાદમાં એસબીઆઇનું એટીએમ શોભાના ગાંઠીયા સમાન

રાજુલા,જાફરાબાદ શહેરમાં એકમાત્ર એસ.બી.આઇ.નું એ.ટી.એમ શોભાના ગાંઠીયા સમાન બંધ હાલતમાં છે. તે તેમની ઇચ્છા મુજબ ચાલે છે. અને તેમની ઇચ્છા મુજબ બંધ રહે છે. ત્યારે હાલ દિવાળીના તહેવારો નિમિતે લોકોને પૈસાની જરૂર હોય છે. ત્યારે જાફરાબાદ એસ.બી.આઇ.ની દાદાગીરીથી આંખ આડા કાન કરી દિવાળીના સમયે હેરાન કરવામાં આવે છે. ત્યારે એ.ટી.એમ તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવે. જાફરાબાદ એસ.બી.આઇ.બેંકમાં છેલ્લા 15 દિવસથી નવા ખાતા ખોલવા ફોર્મ પણ હાજર ન હોય. તેમજ છેલ્લા 10 દિવસથી પાસબુકનું એન્ટ્રી મશીન પણ બંધ હાલતમાં જોવા મળે છે. જેથી દરેક સુવિધા તાત્કાલીક શરૂ કરવા ડો. ગૌરાંગ બાંભણીયાએ બ્રાન્ચ મેનેજરને લેખીત રજુઆત કરી છે. જેની નકલ એ.જી.એમ. બ્રાન્ચ ભાવનગર અને સી.જી.એમ. બ્રાન્ચ અમદાવાદને મોકલી આપેલ છે.


બગસરાના મોટા મુંજીયાસરની સીમમાં સિંહે ગાયનું મારણ કર્યું

બગસરા,બગસરા તાલુકા ના મોટા મુંજયાસર ગામ ની સીમ માં સિંહે ગાય નું મારણ કર્યું આ વિસ્તાર માં હમણાં છેલ્લા ઘણા સમય થી સિંહ અને દીપડાઓ દ્વારા પશુઓ ના મારણ કરાય રહ્યા છે જ્યારે થોડા સમય પૂર્વે જ દીપડા દ્વારા એક મનુષ્ય ને મારી નાખવા માં આવ્યો હતો આ ઘટના ને કારણે ગ્રામ્ય વિસ્તાર માં હાલ માં ખેતી ની સિઝન હોઈ તો ખેડૂતો અને મજૂરો ખેતરો માં કામ કરી રહ્યા હોય છે આ ઘટના થી ભય નું વાતાવરણ સપષ્ટ જોવા મળી રહ્યું છે તો આ અંગે વેન વિભાગ દ્વારા જરૂરી પગલાં લઇ વન્ય પ્રાણીઓ ને પકડી જંગલ માં મૂકી આવે તેવો લોકો દ્વારા ચર્ચાય રહ્યું છે.


ધારીનાં શ્રી સોજીત્રા પરિવારને સાંત્વના પાઠવતા આગેવાનો

ધારી, ધારી વિવિધ કાર્યકારી મંડળીના ચેરમેન અને ધારી પંથકના સહકારી આગેવાન શ્રી રમણીકભાઇ સોજીત્રાના મોટાભાઇ તથા શ્રી કાળુભાઇ સોજીત્રા અને અને શ્રી ગોવિંદભાઇ સોજીત્રાના પિતાશ્રી શ્રી મોહનભાઇ ગોબરભાઇ સોજીત્રાનું નિધન થતા ધારી પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. અને શ્રી સોજીત્રા પરિવારને સાંત્વના પાઠવવા માટે આજે અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ, શ્રી ધીરૂભાઇ જગડા તથા તેમના સ્નેહીમિત્રો તથા સહકારી આગેવાનો અને વિવિધ ક્ષેત્રના આગેવાનોએ તેમના નિવાસ્થાને જઇ અને સાંત્વના પાઠવી અને સદગતને શ્રધ્ધાજલી પાઠવી હતી.


અમરેલી જિલ્લામાં કાયદાનો ભંગ કરવા બદલ દર અર્ધો કલાકે એકની ધરપકડ

અમરેલી,સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો કાઠીયાવાડતરીકે પ્રસિધ્ધ છે અને અહી સૌથી વધારે રાજ સુશિક્ષીત એવા ગાયકવાડ સ્ટેટનું હતું અનેક બહારવટીયા અને અનેક પાવન સંતો તથા રાજયના પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડૉ. જિવરાજ મહેતા જેવા રાજકીય આગેવાનોની ભુમી અમરેલી હવે કંઇક કરવટ બદલી રહી હોય તેમ લાગી રહયું છે કારણ કે રખાવટ અને સબંધો અને સંતોની આ પાવક ભુમીમાં મારામારી અને કાયદાનો ભંગ કરવા જેવા બનાવોમાં સંડોવાઇને સરેરાશ 37 મીનીટે જિલ્લાનો એક નાગરિક પોલીસના લોકઅપનો મહેમાન બની રહયો છે જેથી હવે એ સવાલ ઉઠી રહયો છે કે આપણે કોણ હતા અને હવે કયાં જઇ રહયા છીએ…આખા ભારત વર્ષમાં એક પરિવારની જેમ રહેવામાં ગુજરાત અને તેમાય સૌરાષ્ટ્રનો નંબર આવે અને તેમાય કોક માટે માથું મુકી દેવાની બાબતમાં તો અને મહેમાનગતીમાં કાઠીયાવાડ એટલે કે અમરેલી જિલ્લો પંકાય છે અનેક સંતોની પ્રાગટય ભુમી અને રાજકીય આગેવાનો જન્મ અને કર્મભુમી એવા અમરેલી જિલ્લામાં આ લખનારે ભુતકાળમાં જયારે અમરેલી જિલ્લામાં બનતી અપરાધની ઘટનાઓ ઉપર સંશોધન અને સર્વે કર્યો હતો પંદરેક વર્ષ પહેલા 24 કલાકમાં 19 લોકોની કોઇને કોઇ ગુનામાં ધરપકડ થતી હતી જયારે આજના આ જ આંકડા ચિંતાજનક રીતે વધી ગયેલા સામે આવ્યા છે આજે 24 કલાકમાં 38 જેટલા લોકો કોઇને કોઇ ગુનામાં પોલીસના એરેસ્ટ રજીસ્ટરમાં ચડી રહયા છે. એટલે કે બમણી સંખ્યા થઇ ગઇ છે. અને તેમાય ચિંતાજનક બાબત એ છે કે, આ તો પકડાયેલા આરોપીની સંખ્યા છે પણ ગુનો કરી ભાગી ગયેલા આરોપીની સંખ્યા તો અલગ જ છે.જોકે હમણા હમણા પોલીસ ઉપર આવેલા એસપીના પ્રેસરને કારણે પોલીસ સાતમા પાતાળેથી પણ આરોપીને શોધી લાવે છે તે પણ હકીકત છે. અમરેલી જિલ્લામાં કુલ 21 પોલીસ સ્ટેશન આવેલા છે જેમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ 70 જેટલા ગામ આવે છે અને ત્યા આઠ માસમાં એટલે કે 240 દિવસમાં 783 લોકોની ધરપકડ થઇ હતી તો અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં 684 લોકોની ધરપકડ થઇ હતી.આજ રીતે જિલ્લાના ખાંભા,ચલાલા, જાફરાબાદ, જાફરાબાદ મરીન, ડુંગર, દામનગર, ધારી, નાગેશ્રી, પીપાવાવ, બગસરા, બાબરા, રાજુલા, લાઠી, લીલીયા, વડીયા, વંડા, સાવરકુંડલા શહેર, સાવરકુંડલા ગ્રામ્ય એમ 21 પોલીસ સ્ટેશન આવેલા છે તે તમામમાં આઠ માસ એટલે કે 240 દિવસમાં કુલ નવ હજાર બસોને એક લોકોની ખુન થી માંડી મારામારી કે પછી દારૂબંધી જેવા ગુનાઓમાં પોલીસના ચોપડે એરેસ્ટ કરાયા છે.આજે પણ અમરેલી જિલ્લાના ગામડાઓમાં આખુ ગામ પરિવારની જેમ રહે છે જયાં જયાં જુથ હોય ત્યા ત્યા બે બે જુથ સંપીને રહેતા હોય છે પણ ઉધમી એવા આ જિલ્લામાં આજે એ હાલત છે કે ગામડાના મુળ વતની ખેડુતો મોટા સીટીમાં સુરત અને અમદાવાદ કે પછી જિલ્લા કે તાલુકા કક્ષાના શહેરમાં જઇ રહયા છે અને ગામડાઓ ખાલી થઇ રહયા છે આ એક સામાજીક સમસ્યા છે પણ આ સમસ્યા વચ્ચે પણ એ ચિંતા સામે આવી છે કે, કાનુનનો ભંગ કરવાના સૌથી વધારે બનાવો સામે આવી રહયા છે.આ સીલસીલો કદાચ સામે એ માટે આવ્યો છે કે, પહેલાના સમયમાં બનાવો તો બનતા હશે પણ પોલીસ ચોપડે નોંધાવાની સંખ્યા ઓછી હશે જેને કારણે આ આંકડો વધીને સામે આવ્યો છે જોકે અમરેલીમાં એસપી શ્રી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો ત્યાર બાદ છેલ્લા એક વર્ષમાં દારૂબંધીના કાયદાનું કડક પાલન થઇ રહયું છે અને તેના કારણે ઘણા લોકો ફરજીયાત રીતે નશાની લતથી બચી રહયા છે છે અને ઘણા દારૂના વેપારીઓ બહાર ગામ જતા રહયા છે તો ઘણાએ ધંધા પણ બદલી નાખ્યા છે પણ આમ છતા દારૂબંધીના ભંગના સૌથી વધારે ગુનાઓ દાખલ થઇ રહયા છે ધરપકડની વધારે સંખ્યાનું એક કારણ આ પણ હોય શકે છે. કારણ કે પહેલા મહીના દિવસે એકાદ વખત વિશેષ ઝુંબેશ હોય પણ હાલમાં તો પોલીસ તંત્ર દ્વારા રોજે રોજ દારૂની સામે ઝુંબેશ ચાલી રહી છે. જોકે આજ સુધી દારૂનું સેવન અને વેંચાણ સાવ બંધ નથી રહયું પણ હાલમાં જે કાર્ય ચાલી રહયું છે તેને કારણે તેનું પ્રણાન સાવ ઓછુ કરવામાં એસપી શ્રી નિર્લિપ્ત રાયને અચુક સફળતા મળવાની છે પહેલા જે કેસો નહોતા થતા તે હવે થઇ રહયા છે.અમરેલી જિલ્લામાં અસામાજીકોની સામે હીમતભેર લડાઇ અને તેને તેના સ્થાન જેલમાં મોકલવાની ઝુંબેશ અવિરત ચાલુ છે તેને તેમા કલેકટરશ્રી આયુષકુમાર ઓકનો સહયોગ મળ્યો છે જેના કારણે જેના આઝાદીથી આજ સુધી નામ નહોતા લેવાતા તેવા અમુક ગામડાઓના દાદાઓની દાદાગીરીનો અંત આવ્યો છે.ખનીજચોરી હોય કે વ્યાજખોરી હોય એક પછી એક એમ સતત અલગ અલગ ક્ષેત્રના પેધી ગયેલા લોકોને તેનું સ્થાન દેખાડયું છે.કાયદો કોને કહેવાય તેનો અહેસાસ કરાવ્યો છે. આ સાફસુફીને કારણે પણ લોકોની ધરપકડની સંખ્યા વધી હોય અમરેલી જિલ્લાની વસતીનો એક ટકો લોકો આ 2019ના વર્ષમાં હવાલાત જોઇ આવ્યા છે તેમ કહી શકાય.


તા. 25થી 29 સુધી શ્રી પરસોતમભાઇ રૂપાલા અમરેલી જિલ્લામાં

અમરેલી,ભારત સરકારના કૃષિ,ખેડુત કલ્યાણ વિભાગના મંત્રીશ્રી તહેવારોમાં વતનની મૂલાકાતે આવી રહયા છે આજે તા. 25થી 29 સુધી શ્રી પરસોતમભાઇ રૂપાલા અમરેલી જિલ્લામાં સતત પાંચ દિવસ સુધી રોકાણ કરનાર હોવાનું જાણવા મળેલ છે. શ્રી રૂપાલાના આગમનના સમાચારને લઇને અમરેલી ખાતે શ્રી રૂપાલાના મદદ કાર્યાલયે સતત ધમધમાટ છે દિવાળી અને પડવાના સમયે વતનમાં રહેનારા શ્રી પરસોતમભાઇ રૂપાલા તા.26મીએ અમરેલીના ઇશ્ર્વરીયામાં મોટાબાની વાડી ખાતે આયુષમાન ભારત કાર્ડર્ના લાભાર્થીઓની સાથે સીધો સવાંદ કરશે.


કુંકાવાવના ભાયાવદર ગામે 107 વર્ષ ની વયે પણ સાજા નરવા શ્રી કાશીબા ગજેરાની ચિરવિદાય

કુંકાવાવ, કુંકાવાવના ભાયાવદર ગામના શ્રી દાસભાઇ ગજેરાના માતુશ્રી કાશીબાનું 107 વર્ષ ની વયે નિધન થયું હતુ. આધ્યાત્મીક રીતે કહેવાય છે કે જીવન અને મૃત્યુ ઇશ્ર્વરને આધીન છે પણ સાદી રીતે જોઇએ તો ગામડાનું સાદુ અને સ્વચ્છ હવાવાળું તાણરહીેત જીવન લાંબુ અને તંદુરસ્ત જીવન આપે છે તેની પ્રતિતિ 107 વર્ષના કુંકાવાવના ભાયાવદર ગામના ગજેરા પરિવારના મોભી શ્રી કાશીબા ગજેરાએ કરાવી હતી. કુંકાવાવ પંથકના રાજકીય આગેવાન શ્રી વલ્લભભાઇ રણછોડભાઇ ગજેરા ના માતુશ્રી કાશીબા 107 વર્ષની વય સુધી સંપુર્ણ રીતે સ્વસ્થ હતા ઘરનું કામકાજ અને આંગણે આવેલાને જયશ્રીકૃષ્ણ કહી હેતાળવો આવકારો અપનારા શ્રી કાશીબાને એકમાત્ર કાનમાં સહેજ ઓછુ સંભળાવાની તકલીફ હતી આ સીવાય સંપુર્ણ રીતે સાજાનરવા કાશીબાને માત્ર બે જ દિવસનો તાવ આવ્યો હતો અને માત્ર બે જ દિવસની બીમારીને કારણે તેમનું નિધન થયું હતું વિશાળ સ્નેહી વર્તુળ ધરાવતા શ્રી ગજેરા પરિવારે મોભી ગુમાવ્યા હતા.


શ્રી સંઘાણી પરિવારને સાંત્વના પાઠવતા રાષ્ટ્રનાં સહકારી આગેવાનો

સંઘાણી પરિવારનાં મોભી શ્રી નનુબાપાનું નિધન થતાં શ્રી દિલીપ સંઘાણી પરિવારને સાંત્વના આપવા માટે દિલ્હીથી નાફેડના ચેરમેન ડો બીજેન્દ્રસિંહ અને કૃભકો એનએસયુઆઇના ચેરમેન શ્રી ડોક્ટર ચંદ્ર પાલ સિંહ યાદવ પેડ સહકારી આગેવાન ગ્રુપ કૃભકો ના પૂર્વ ચેરમેન વાઘજીભાઈ બોડા અમદાવાદના ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયા રાજુલા જાફરાબાદના યુવા ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેર સહિતના આગેવાનોએ આજરોજ શ્રી દિલીપ સંઘાણીને સાંત્વના પાઠવી હતી તે તસવીરમાં નજરે પડે છે.


અમરેલી જીલ્લામાં નાયબ મામલતદાર સંવર્ગના 21 કર્મચારીઓની ફેરબદલી

અમરેલી,અમરેલી જીલ્લામાં વહીવટી સરળતા ખાતર જાહેર હિતાર્થે નાયબ મામલતદાર સંવર્ગના 21 કર્મચારીઓની બદલી કરી છે. જેમાં રાજુલાના સીરસ્તેદાર એમ.ડી. પરમારને ઇધરામાં અને રાજુલા ઇધરાના એચ.એમ.કાછડને પ્રાંત કચેરી રાજુલા તથા સાવરકુંડલા નાયબ મામલતદાર એચ.એમ.તલાટીને ધારી ધારીના જે.પી.ટાંકને સાવરકુંડલા બાબરાના ડી.ટી. વોરાને વડીયા અને વડીયાના એ.એચ.આર મકાણીને પ્રાંત કચેરી અમરેલી અને વડીયા એમ.બી.પટોળીયાને બાબરા અને રાજુલાના એચ.એ.કાતરીયાને જાફરાબાદ તથા જાફરાબાદના આર.એલ. ગોહીલને રાજુલા, વડીયાના શ્રીમતી કે.જે. બોઘરાને બગસરા, જ્યારે બગસરાના પી.એ.ભીંડીને બગસરા ઇધરા અને બગસરાના કુ.એ.બી. ગોહીલને વડીયા, અમરેલીના પી.એન. ચોટલીયાને સાવરકુંડલા, સાવરકુંડલાના ડી.એમ.જાલાવાડીયાને અમરેલી, તથા અમરેલીના પી.આર.પાઠકને અમરેલી તથા સુશ્રી એસ.બી. ગોસ્વામીને અછત શાખા અમરેલી, કુ.બી.જી. દવે અમરેલીને ખાસ વસુલાત અધિકાારી તરીકે અને અમરેલીના એચ.એ.કાલાવાડીયાને અમરેલી પુરવઠા તથા અમરેલીના એમ.એ. ગગલીયાને સર્કલ ઓફીસર લાઠી લાઠીના કે.પી. ચાવડાને લાઠીથી વડીયા અને જીલ્લા આયોજનના ડી.એન.કાવઠીયાને 20 મુદામાં નાયબ મામલતદાર તરીકે મુકેલ છે.


error: Content is protected !!