Main Menu

Tuesday, October 1st, 2019

 

હાડીડામાં ખુની સિરીયલ કિલર નિકળ્યો : પાંચ ખુન કર્યા હતા

અમરેલી,ભાવનગરના રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવની સુચનાથી અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી પો.સબ ઇન્સ.આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમે સાવરકુંડલા તાલુકાના હાડીડા ગામે અઠવાડીયા અગાઉ બનવા પામેલ વૃધ્ધાની હત્યા કરી, લુંટ કરવાના વણશોધાયેલ ગુન્હાના આરોપીને ઝડપી લીધેલ છે. બનાવની વિગત- ગઇ તા.24/09/2019 નાં રોજ જાનબાઇબેન નરશીભાઇ કાનજીભાઇ ઘોડાદ્રા, ઉં.વ.આશરે 70 ના ઘરે એકલા હતાં ત્યારે કોઇ અજાણ્યા ઇસમે જાનબાઇબેનને દોરી વડે ગળે ટુંપો દઇ મોત નિપજાવી, તેમણે પહેરેલ સોના દાગીના મળી કુલ કિં.રૂ. 62,800/- ની કિંમતના દાગીનાની લુંટ કરી, નાસી ગયેલ અજાણ્યા આરોપીને પકડી પાડવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયએઅમરેલીસ્પેશ્યલ ઓપરેશન ગૃપના પો.સબ ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમને જરૂરી સુચનાં આપેલ હતી. પકડાયેલ આરોપી મિલન ભકાભાઇ રાઠોડ (રાવળદેવ), ઉં.વ.32, ધંધો.કપાસની દલાલીનો, રહે.સેદરડા, બસ સ્ટેશન સામે, જોગી શેરી, તા.મહુવા, જી.ભાવનગર વાળાએ સાવરકુંડલાના હાડીડામાં વૃધ્ધાની હત્યા અને લુંટ, મહુવાના લોયંગામાં વૃધ્ધાનું ગળા ટુંપો આપી મોત નીપજાવી લુંટ કરેલ. મહુવાના દેવગડામાં લીલુબેન નામની આધ્ોડ મહિલાનું ગળુ દબાવી મોત નીપજાવી લુંટ ચાલવેલ, મહુવાના સેંદરડામાં શાંતુબેન નાનજીભાઇ રાઠોડનું ગળુ દબાવી હત્યા કરી રોકડની લુંટ ચાલવેલ. તેમજ આરોપી બે ચોરીેના ગુન્હાઓમાં પણ સંડોવાયેલ હોવાનું કબુલ કરેલ છે.આમ, પકડાયેલ સિરીયલ કિલરે ભાવનગર તથા અમરેલી જીલ્લાના વિસ્તારમાં પોતાને મર્ડર કરીને માનસિક સંતોષ લેવા માટે અને નિશાની રૂપે ભોગ બનનારની વસ્તુ લઇ ગયેલ તે પૈકી ઘણી વસ્તુઓ આર્થિક ફાયદો મેળવવા માટે સોનીને વેચાણ કરેલ છે.આરોપીની એમ.ઓ. (ગુન્હો કરવાની રીત) આ કામનો આરોપી દેખીતી રીતે કપાસની દલાલીનો ધંધો કરે છે. અને કપાસની દલાલી કરવા ગામો-ગામ ફરી, એકલ-દોકલ રહેતા વૃધ્ધ લોકોની રેકી કરી, તેઓની એકલતાનો લાભ લઇ, પાણી પીવાના બહાને ઘરમાં જઇ, હાથેથી અથવા સુતરની દોરી વડે ગળાટુંપો આપી, મોત નિપજાવી, મરણ જનારના શરીર પરથી ઘરેણા તથા રોકડ રકમની લુંટ કરતો હતો. અને ભોગ બનનારને એવી રીતે મારતો હતો અને લાશને એવી રીતે ગોઠવીનો જતો કે જેનાથી પ્રથમ દ્રષ્ટીએ ખુન થયેલાની શંકા ન જાય. અને લુંટમાં મેળવેલ મુદ્દામાલ પૈકી કોઇ એક વસ્તુ આ લુંટની નિશાની (ટ્રોફી) તરીકે પોતાની પાસે રાખતો હતો. અને તેને જોઇ જોઇને માનસિક આનંદ મેળવતો હતો. આરોપી પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના રૂા.13,700, રોકડ રૂા. 58,000, બાઇક રૂા.40,000 ની કિંમતનું તેમજ એક સાદો મોબાઇલ કબ્જે કરેલ છે. આરોપીએ સોના ચાંદીનો મુદામાલ વેચેલ આરોપી સોની પ્રણવ વિનોદરાય મહેતા રહે. મહુવા, મીહીર નયન મહેતા રહે. મહુવા વાળાઓ પાસેથી કુલ 1,03,600 નો મુદામાલ પોલીસે રીકવર કરેલ છે.પકડાયેલ સિરીયલ કિલરની પુછપરછ દરમ્યાન હજુ પણ વધુ વણશોધાયેલ ખુનના ગુન્હાઓની હકીકત ખુલવા પામે તેવી શક્યતા રહેલ છે. આરોપીએ કબુલાત આપેલ તે પૈકી જે ગુન્હાઓ નોંધાયેલ નથી, તેવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી, ગુન્હાઓ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ, અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયનાઓની સુચના અને માર્ગદર્શન તળે અમરેલી એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ. આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા છેલ્લા ત્રણ માસ દરમ્યાન લાઠીદડ વાળી ગેંગ તથા સિરીયલ કિલર સહિતના આરોપીઓ પકડી પાડી વણશોધાયેલ ખુનના 12 (બાર) ગુન્હાઓ ડીટેક્ટ કરવામાં સફળતા મેળવેલ છે. ઉપરોક્ત કામગીરી અમરેલી સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ના પોલીસ સબ ઈન્સ. આર.કે.કરમટા તથા પ્રકાશભાઇ જોષી તથા હેતલબેન કોવાડીયા તથા હેડ કોન્સ. રાહુલભાઇ ચાવડા તથા ભાસ્કરભાઇ નાંદવા, જયસુખભાઇ આસલીયા, સંજયભાઇ પરમાર તથા ભગવાનભાઇ ભીલ તથા કિશનભાઇ હાડગરડા, તથા જયરાજભાઇ વાળા,ગીરીરાજસિંહ જાડેજા, વરજાંગભાઇ મુળીયાસીયા, ગોકળભાઇ કળોતરા, દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાચાણી, જેશીંગભાઇ કોચરા, દેવેન્દ્રસિંહ ગોહિલ, કેતનભાઇ ગરણીયા સહિત પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.


error: Content is protected !!