Main Menu

Thursday, October 3rd, 2019

 

અમરેલી જિલ્લામાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી

અમરેલી, જિલ્લા વહીવટી તંત્ર તથા અમરેલી નગરપાલિકાના સયુંકત ઉપક્રમે અમરેલી શહેરના સિનિયર સીટીઝન પાર્ક ખાતે 2 જી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે વિપુલ પ્રમાણમાં પ્રયત્નો થયા છે. તંત્ર તરફથી થયેલા પ્રયત્નોની સાથે સાથે દરેક નાગરિક જો સ્વચ્છતા બાબતે પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને કાર્ય કરશે તો પૂજ્ય ગાંધી બાપુને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી શકાશે. આ વર્ષે 15 મી ઓગસ્ટે ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર નિયંત્રણ લાવવા અનુરોધ કર્યો છે ત્યારે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈએ અને પૂજ્ય બાપુના સ્વપ્નનો દેશ બનાવવા પ્રયત્નો કરીએ. વધુમાં કલેક્ટરશ્રીએ ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા બાબતે થયેલા બદલાવોને બિરદાવતા જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોટા શહેરો સહીત નાના નાના ગામોમાં પણ ગ્રામજનોએ અંગત જવાબદારી સમજીને સ્વચ્છતા કાર્યને વેગ આપ્યો છે. બહોળી સંખ્યામાં લોકોની સાથે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ વહીવટી તંત્ર સાથે જોડાઈને સ્વચ્છતા બાબતે ઘણું યોગદાન આપે છે.સ્વચ્છતાની સાથે સાથે વૃક્ષારોપણ પણ આવનારી પેઢી માટે ખુબ જ અગત્યનો વિષય છે. સમગ્ર અમરેલી જિલ્લામાં આપણે 1.5 થી 2 લાખ જેટલા નવા વૃક્ષો વાવવામાં સફળ રહ્યા છીએ. દરેક વ્યક્તિ જો પાંચ વૃક્ષો વાવશે તો એ ખરા અર્થમાં સૌથી મોટું દેશભક્તિનું કાર્ય કહી શકાશે. વધુમાં વધુ લોકોને સ્વચ્છતા, વૃક્ષારોપણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગના નિયંત્રણ જેવા ભગીરથ કર્યો માં સહભાગી બનવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી જયંતિભાઈ રાણવાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની સમગ્ર દેશમાં જયારે ઉજવણી થઇ રહી છે ત્યારે આપણે સૌ નાગરિકોએ એમના જીવનમાંથી આદર્શો, વિચારો અને મૂલ્યો સમજીને પ્રેરણા લેવી જોઈએ. એમણે બાપુના સંસ્મરણો તાજા કરી તેમના વિચારો વર્તમાન સમયે પણ યર્થાથ હોવાની વાત વણી લીધી હતી. પ્રમુખશ્રીએ વધુમાં વધુ લોકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક તથા મહાનુભાવોએ ચિત્ર અને નિબંધ જેવી સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. તેમણે લીલી ઝંડી ફરકાવીને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતુ. સ્વચ્છતાના સૂત્રો અને ગાંધીજીની સ્મૃત્તિઓ સાથે રેલી ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનો દ્વારા સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મૈં ભી ગાંધી નામનું પોર્ટલ કલેક્ટરશ્રીના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એમ.ડોબરીયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એ.બી.પાંડોર, પ્રાંત અધિકારીશ્રી ડી. એન. સતાણી, પ્રાંત અધિકારીશ્રી ઓઝા, લાયન્સ ક્લબના સભ્યશ્રીઓ સહિતના જિલ્લા વહિવટી તંત્ર અને નગરપાલીકાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.


રાજુલાનાં સ્મશાનમા વીજળી પડતા ભારે નુકસાન : શહેરની વિવિધ સંસ્થાઓ દોડી

રાજુલા,રાજુલા શહેર ગત રાતે મુશળધાર વરસાદ પડ્યો હતો 7 ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા અફડા તફડી સર્જાય હતી અહીં રાજુલા બાયપાસ માં આવેલ શમશાન માં વીજળી પડતા ભારે ભાગદોડ મચી હતી અને ભારે નુકસાન વ્યાપક ગયુ હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે અહીં અંતિમ સંસ્કાર કરવા માં આવે છે તેના ઉપર જ વીજળી ખાબકતા ભારે નુકસાન ગયુ હતુ અને જેના સમાચાર મળતા રાજુલા ના ધારાસભ્ય અંબરીશ ડેર,રવુભાઈ ખુમાણ,મારુતિ ગ્રુપ ના મેહુલભાઈ,હકુભાઈ કોટીલા,પ્રફુલભાઈ પટેલ,રોહીતભાઈ વાઘેલા,કૌશિકભાઈ સહિત શહેર ના અનેક આગેવાનો વિવિધ સંસ્થા સાથે જોડાયેલા લોકો.દોડી આવ્યા હતા આજે ખૂબ મોટા પ્રમાણ માં નુકસાન ગયા ના સમાચાર મળી રહ્યા છે


અમરેલી ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સનાં નવા બિલ્ડીંગનો લોકાર્પણ સમારોહ યોજાશે

અમરેલી,અમરેલી કેરીયારોડ ઉપર ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સ નવા બિલ્ડીંગનો લોકાર્પણ સમારોહ તા.6/10 રવિવારના સવારના 9 થી 12 યોજાશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા ઉદઘાટક શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતીમાં યોજાશે. આ પ્રસંગે આશીર્વચન સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ- ગુરૂવર્ય એચ.એલ.પટેલ આપશે. મુખ્ય મહેમાનશ્રીઓમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, નાફસ્કોબ અને ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલિપભાઇ સંઘાણી, વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય બાબુભાઇ જે.પટેલ દશક્રોય, ખોડલધામ કાગવડના ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા, અગ્રણી ઉદ્યોગપતિ ઠાકરશીભાઇ મેતલીયા, ધનશ્યામભાઇ ઢોલરીયા, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખ ડો.કાનાબાર, ઉમિયા મંદિર સીદસરના ટ્રસ્ટી વજુભાઇ પટેલ, અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા, નગર પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન જે.પી.સોજીત્રા, સારસ્વતો તથા શિક્ષણવિદોના શુભાશિષ ડી.એસ.પટેલ સચિવ ગુ.મા.શિ.બોર્ડ, અમ.જી.પ્રજાપતિ જીલ્લા શિક્ષણાધિકારી અમરેલી, સી.એમ.જાદવ જિલ્લા પ્રા.શિ. અમરેલી, અશરફભાઇ કુરેશી જિલ્લા રમતગમત અધિકારી, મીનાબેન રાઠોડ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી, મનસુખભાઇ સુખડીયા પુર્વ આચાર્ય, કેતનભાઇ કાનપરીયા પ્રિન્સિપાલ, સરકારી કોલેજ લીલીયા, મનુભાઇ ગોંડલીયા કેળવણીકાર, મોટીવેશનલ સ્પીકર, ગોરધનભાઇ સુરાણી નિવૃત કે.નિ. લેફ.એન.એન.દોંગા કમાણી સાયન્સ કોલેજ અમરેલી, જી.એમ.સોલંકી શિક્ષણ નિરિક્ષક જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, આર.આઇ.પંડીત શિક્ષક નુતન હાઇસ્કુલ અમરેલી આ શાળાનાં વિદ્યાર્થીઓ ધો.10,12ના બોર્ડમાં ટોપ 10માં આવેલ છે. વિદ્યાર્થીઓને ઉચ્ચતમ જ્ઞાન સાથે સર્વોચ્ચ પ્રશિક્ષણ આપતા શિક્ષક ત્રીમુર્તિ મયુરભાઇ ગજેરા, નીલેષભાઇ ગજેરા, પ્રહલાદભાઇ વામજા તથા તેમની ટીમના અર્થાક પ્રયત્નોથી ઓકસફર્ડ સ્કુલ ઓફ સાયન્સના નવા પરીસરનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં સ્કુલ બિલ્ડીંગ, કન્યાછાત્રાલય, વિવિધ લેબોરેટરીઓ અને ઓડીટોરીયમનું હવે મંગલ લોકાર્પણ થઇ રહયું છે.


સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી કોમ્બીગ ઓપરેશનમાં હથીયારોનો જથ્થો પકડતી એલસીબી

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્તન રાયે જીલ્લાના નાગરીકો ભયમુક્ત રીતે જીવન જીવી શકે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિીતી જળવાઇ રહે તે માટે ભયજનક અને માથાભારે ઇસમો અંગે કોમ્બીગ કરી કાર્યવાહી કરવા સુચના આપતા અમરેલી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન તળે અમરેલી એલ.સી.બી. ટીમ, એસ.ઓ.જી. ટીમ, સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી સાવરકુંડલા શહેર તથા તાલુકા વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરતાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા તાલુકાના વંડા પો.સ્ટે . વિસ્તોરના સેંજળ ગામેથી નરેન્દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ તથા ગૌતમ નરેન્દ્રભાઇ ખુમાણના રહેણાંક મકાનમાંથી ત્રણ પીસ્ટલ, જીવતા કાર્ટીસો, બંદુક 2, ખંજર, તલવારો,કુહાડાઓ જેવા પ્રાણઘાતક હથિયારો શોધી કાઢેલ છે. પોલીસની રેડ દરમિયાન પિતાપુત્ર નાસી ગયા હતા આ મકાન માલિક બાપ-દિકરા સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયારધારા તળે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલ બંને ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.


error: Content is protected !!