Main Menu

Friday, October 4th, 2019

 

અમરેલીનાં રાષ્ટ્રપ્રેમી ડી.જી.મહેતાએ સૈનિક ફંડમાં રૂ.5 હજારનો ચેક અર્પણ કર્યો

અમરેલી,ભારતના વીર સપુત શહીદ ભગવતસિંહએ દેશ માટે સહાદત ઓરી ફાંસીના માચડે ચડી ગયેલ. આવા વીર નરબંકાની ભારતભરમાં જન્મજયંતી અને શહિદ દિન માનભેર ઉજવાય છે. અમરેલીનાં જાણીતા પેઇન્ટર, ફોટો ગ્રાફર સેવાભાવી અને રાષ્ટ્રપ્રેમી ડી.જી.મહેતાએ વીર ભગતસિંહની 112મી જન્મજયંતી નિમિતે એ.બી.પાંડોર નિવાસી અધિક કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને સૈનિક ફંડમાં રૂ.5000 નો ચેક અર્પણ કરી એક રાષ્ટ્ર ભાવનાનું સુંદર ઉદાહરણ પુરૂ પાડી અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.


અમરેલીમાં સિધ્ધી વિનાયક નુતન મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવનો પ્રારંભ

અમરેલી,અમરેલી નાગનાથ મહાદેવ મંદિરે સિધ્ધી વિનાયક નુતન મંદિરનો ત્રીદિવસીય પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવનો પ્રારંભ તા.3-10 ગુરુવારે સવારના 8:00 થી સાંજના 5:00 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા યજ્ઞકર્મ અને પ્રતિષ્ઠાના આચાર્ય શાસ્ત્રી ચંદ્રેશભાઈ કે. જોષી તથા વિદ્યવાન બ્રાહ્મનો દ્વારા વૈદિક વિધી-વિધાન સંપન્ન થશે.આજના પ્રથમ દિવસે સિધ્ધી વિનાયક મંદિરે બ્રાહ્મણો દ્વારા હેમાદ્રી-મુર્તીનું ચાલન કર્મ, જલયાત્રા સવારે 9:00 કલાકે, શોભાયાત્રા બપોરના 2:30 કલાકે સિધ્ધી વિનાયક મંદિરથી નાગનાથ મહાદેવ સુધી સ્પેશ્યલ બેન્ડની સુરાવલીઓ સાથે નાગનાથ પરિસરમાં પહોંચેલ. જ્યાં મંડપ પ્રવેશ, મંડપ દેવતા પુજન, ગણપતી પુજન, ગ્રહશાંતી, ધાન્યાધિવાસ, સાંય પુજન, આરતી, રાત્રીસુક્ત પાઠ જેવા કાર્યક્રમોનો પ્રારંભ થયો છે.


રાજુલામાં ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન કરતા શ્રી રૂપાણી

રાજુલા, મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના રાજૂલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સંચાલિત મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું ભૂમિપૂજન સંપન્ન કર્યુ હતું.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, પ્રખર રામાયણી સંત શ્રી મોરારીબાપૂ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણી આ અવસરના સાક્ષી બન્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય સંસ્થાઓને અપાતા લાભ વિશે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો ભાર ઘટાડવાનું કામ ટ્રસ્ટની હોસ્પિટલો કરી રહી છે. આવી નિ:શૂલ્ક સારવાર કરનારી સંસ્થાઓ સરકારની હોસ્પિટલો-આરોગ્ય સેવાઓને પૂરક બની છે. સરકાર આવી સંસ્થાઓનો રીકરીંગ ખર્ચ આપે છે. સવા કરોડનો આવો ખર્ચ આપી વિવિધ આરોગ્ય સંસ્થાઓને સહકાર આપ્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.રાજ્ય સરકાર છેવાડાના વિસ્તારોમાં પણ મેડિકલ કોલેજો બનાવીને અદ્યતન આરોગ્ય સેવાઓ ગ્રામીણ વિસ્તારોમાં પહોચાડવા પ્રતિબધ્ધ છે એમ તેમણે કહ્યું હતું. ભારત સરકારે રાજકોટને એઇમ્સ આપી છે તેનો જેનો લાભ સૌરાષ્ટ્રના દર્દીઓને પ્રાપ્ત થશે. એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે દર્દીનારાયણોની સેવા માટે બનનાર આરોગ્ય મંદિર માટે દાતા, આયોજકો અને ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નવી હોસ્પિટલથી રાજુલા-સાવરકુંડલાના દર્દીઓને ભવિષ્યમાં ઘર આંગણે જ સગવડ પ્રાપ્ત થશે. રાજયની જનતા સ્વસ્થ અને નિરોગી રહે તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી આરોગ્ય સેવાકાર્ય કરી રહી છે ગુજરાતમાં હોસ્પિટલો માટે દાન આપનાર દાતાઓની સરાહના પણ નાયબ મુખ્યમંત્રીશ્રી એ કરી હતી.સંત પૂજ્ય મોરારીબાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિની આપણે સૌએ ઉજવણી તા. 2 જી ઓક્ટોબરના રોજ કરી છે. જ્યારે 3 જી ઓક્ટોબરે ગાંધીજીના વિચારોને કાર્યાન્વિત કરવાનું કામ રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના નિર્માણ થકી થઈ રહ્યું છે. માનવીને સ્વસ્થ તંદુરસ્ત કરવા સંસ્થા દ્વારા સુંદર કાર્ય થઈ રહ્યું છે તે અભિનંદનીય છે.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેરે મહાનુભવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. હરેશભાઇ મહેતાએ કાર્યક્રમની રૂપરેખા બાંધી હતી. અનિલભાઈ મહેતા, અજયભાઈ મહેતા અને પૂર્વ મુખ્ય સચિવશ્રી પી. કે. લહેરીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. નિલાબેન સંઘવીના પુસ્તક “સંબંધોનું વિશ્વ’નું પરમ પૂજ્ય મોરારી બાપુએ વિમોચન કર્યું હતું. સૌરાષ્ટ્રભરની ખ્યાતનામ જગ્યાઓના મહંતો ઉપસ્થિત રહ્યાં હતા.આ ભગીરથ કાર્યમાં દાતાશ્રી અંબરીશ ડેર, લોક સાહિત્યકાર માયાભાઇ આહીર, અજય અનીલકુમાર મહેતા, હરેશભાઇ મહેતાએ મોટી રકમની સખાવત કરી સંસ્થા ઉભી કરવામાં ખુબ મોટું યોગદાન આપેલ છે.પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, સાંસદશ્રી પૂનમબેન માડમ, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુ વાઘાણી, સુરત ઉદ્યોગપતિ શ્રી લવજી બાદશા, ઉના ધારાસભ્ય પુંજાભાઈ વંશ,ધારી ધારાસભ્ય જે.વી.કાકડીયા, લોકસાહિત્યકાર માયાભાઈ આહીર,મોરારીબાપુ ના સેવક લવકુભાઈ વાળા,ભરતભાઇ ડેર, બીપીનભાઈ લહેરી, અમદાવાદ જગનાથ મહંત દિલીપદાસ મહારાજ, ઇન્દ્રભારતીબાપુ, શેરનાથબાપુ, ધનસુખગીરીબાપુ, શેષનાથગીરીબાપુ, સિહોર મોંઘીબા ની જગ્યા ના મહંત,પાળીયાદ જગ્યા ના મહંત નિર્મળાબા,પ્રતિનિધિ ભયલુભાઈ વરૂ, સહિત સૌરાષ્ટ્ર ની દેહાણ જગ્યા ના સાધુ સંતો મહંતો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત, પૂર્વ અધ્યક્ષશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, હીરાભાઈ સોલંકી, સર્વ આગેવાનશ્રીઓ હિરેન હિરપરા, કમલેશ કાનાણી, રવુભાઇ ખુમાણ તથા વિવિધ સંસ્થાઓના સંતો, મહંતો સહિતના મહાનુભાવો તથા બહોળી સંખ્યામાં નાગરિકો-આમંત્રીતો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.


error: Content is protected !!