Main Menu

Saturday, October 5th, 2019

 

અમરેલીમાં ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ ગુન્હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય, જે મુજબ અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.ડી. કે. વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં 76/2019, ઈ.પી.કો. ક.380, 457, 114 તથા બાબરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 87/2019, ઇ.પી.કો. કલમ 401, 120 (બી) મુજબના ગુન્હામાં નાસતા ફરતાં આરોપી ને અમરેલી ઠેબી ડેમ પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.પકડાયેલ આરોપી રમણિક ધીરૂભાઇ પરમાર, ઉં.વ.20, રહે.મોણપુર, તા.જી.અમરેલી વાળાને આજરોજ તા.04/10/2019 ના કલાક 1ર/00 વાગ્યે પકડી પાડી આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી. ડી. કે. વાઘેલા અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


અમરેલી જિલ્લામાં એકસાથે ચારની પાસા હેઠળ ધરપકડ

અમરેલી,પોલીસ વિભાગની દરખાસ્તના આધારે અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વ્રારા જિલ્લામાં લૂંટફાટ, ધાક ધમકી, હિંસક હુમલાઓ, ગેરકાયદે નાણા ધીરધાર કરનાર તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી શકે તેવા રીઢા ગુનેગારો સામે પાસા હેઠળ ચાર વોરંટ ઈસ્યુ કરી રાજયની પાલનપુર, વડોદરા, ગોધરા તથા સુરત ખાતેની જેલોમાં પાસા એકટ હેઠળ મોકલવામાં આવ્યા. તેમના વિરૂદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા વોરંટ ઈસ્યુ કરવામાં આવતા પોલીસ અધિક્ષકશ્રી,અમરેલી દ્વ્રારા ધરપકડ કરી તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.સમગ્ર જિલ્લામાં આ વર્ષ દરમ્યાન અત્યાર સુધીમાં જુદા જુદાં ગુન્હાઓમાં સંકળાયેલ આવા કુલ-19 રીઢા ગુનેગારો સામે પાસા કાયદા હેઠળ અટકાયતી કાર્યવાહી કરી જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ કરવામાં સફળતા મેળવેલ છે.


અમરેલી જિલ્લામાં નાસતા ફરતા ચાર આરોપીને ભાગેડુ જાહેર કરાયાં

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા પોલીસ દ્વારા અમરેલી જીલ્લાના નીચે દર્શાવ્યા મુજબના ચાર નાસતા ફરતાં આરોપીઓના નામ.કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટ મેળવવામાં આવેલ હતાં. સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 18/2018, ઇ.પી.કો. કલમ 307, 120(બી), આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ચંપુ બાબુભાઇ વિંછીયા, રહે.નાના લીલીયા, તા.લીલીયા, જી.અમરેલી લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 30/2018, ઇ.પી.કો. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અશ્વિન અરવિંદભાઇ વેકરીયા, રહે.ભેંસાણ, તા.લીલીયા, જી.અમરેલી બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 38/2019, ઇ.પી.કો. કલમ 326, 324, 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નવશાદ યુનુસભાઇ ખોખર, રહે.નટવરનગર, બગસરા 4 બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. 17/2019, ઇ.પી.કો. કલમ 366, 376, 506(ર), 114 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભાવેશ ઉર્ફે ભયકુ જયંતિભાઇ સોલંકી, રહે.પિઠડીયા, તા.બગસરા પ્રઉપરોક્ત ચારેય આરોપીઓ સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટની બજવણી ન થાય તે હેતુથી અને પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય નામ. કોર્ટ તરફથી ચારેય આરોપીઓને ભાગેડુ જાહેર કરી દિન 30 માં હાજર થવા ફરમાવતા સી.આર.પી.સી. કલમ 82 મુજબના જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે અને અમરેલી જીલ્લા પોલીસ દ્વારા આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


જિલ્લાના શહેરોનાં રસ્તાઓ માટે તાકિદની બેઠક બોલાવતા કલેક્ટર

અમરેલી,અમરેલી શહેરમાં આ વર્ષે અતિ વરસાદથી રોડ-રસ્તાઓને અત્યંત નુકસાન થયું છે. જેનાથી શહેરની પ્રજાને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી છે. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રાદેશિક નગરપાલિકા નિયામક ભાવનગરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના તમામ તાલુકાઓના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે રોડ-રસ્તા-ગટર-સિંચાઇના પ્રશ્નો બાબતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકએ ઉપસ્થિત તમામ તાલુકાઓની નગરપાલિકાના અધિકારીશ્રીઓ સાથે રોડ-રસ્તા-ગટર-સિંચાઇ બાબતના પડતર પ્રશ્નોની જીણવટભરી તપાસ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વર્ષે ચોમાસા દરમિયાન રોડ-રસ્તાને થયેલા નુકસાનની સમીક્ષા કરીને તાત્કાલિક ધોરણે રીપેરીંગ કાર્ય શરુ કરવા તમામ નગરપાલિકાઓ તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી. નગરપાલિકા દ્વારા 81 જેટલા રસ્તાઓ ખરાબ થયા હોવાનું કલેક્ટર સમક્ષ રજૂઆત થઇ હતી. આ બાબતે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી કે આ તમામ ખરાબ રસ્તાઓની પ્રાયોરિટી નક્કી કરી 1 માસની અંદર સમારકામો પૂર્ણ કરવા અને આ કામો સંપૂર્ણ પણે ગુણવત્તાસભર બને તેમજ તમામ નગરપાલિકાઓ પોતાના અધિકારીઓને રેન્ડમલી ચકાસણી કરવા પણ કાર્યવાહી હાથ ધરવા કલેક્ટરશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું. નગરપાલિકાઓની ટેન્ડર કમીટીઓએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા સહીત નિયમોનુસારની ટેન્ડર પ્રક્રિયા પરત્વે પણ પૂરતી કાળજી લેવાની રહેશે. અતિ બિસ્માર એવા શહેરના કેરીયા રોડના સમારકામ માટે માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ)ને પણ તાત્કાલિક કામ હાથ ધરવા સૂચના આપી હતી. શહેરનો અમરેલી બાયપાસ પણ સંપૂર્ણપણે કાર્યરત થઇ ગયો છે. દિવસ દરમિયાન હેવી વાહનો ઉપર પ્રતિબંધ મુકવા કલેક્ટરશ્રી દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જેનાથી શહેરમાં રસ્તા અને ટ્રાફિકની સમસ્યાઓનો અંત આવશે. આ બેઠકમાં ઈ. ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી. એમ. ડોબરીયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી એ.બી. પાંડોર, તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ, અર્બન ડેવલોપમેન્ટના અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, સિંચાઈ વિભાગના અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.


error: Content is protected !!