Main Menu

Monday, October 7th, 2019

 

રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના વિવિધ પ્રશ્ર્ને ડીસીપી શ્રી જાડેજાને રજુઆત કરતા દશરથભાઇ વાળા

રાજકોટ,રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના વિવિધ પ્રશ્ર્ને ડીસીપી મનોહરસિંહ જાડેજાને રજુઆત કરવામાં આવેલ. ટ્રાવેલ્સ એસોસીએશનના પ્રશ્ર્નો જેવા કે આર.ટી.ઓ.ની કનડગત, એસ.ટી. ડીવીઝન, ટ્રાફીક પોલીસના જુદા જુદા પ્રશ્ર્નો જેવા કે, પાર્કીગ, પેસેન્જર્સ બાબાતે તેમાં ટ્રાફીકના નિયમોનું પાલન વિગેરે બાબતે ચર્ચા કરતા તમામ સભ્યોના પ્રશ્ર્નો સાંભળી તેનુ નિરાકરણ લાવવામાં આવ્યુ હતુ. અને ડિપાર્ટમેન્ટ તરફથી હવે પછી કોઇપણ જાતની ખોટી હેરાનગતી નહી થાય તેવી ખાતરી આપી સહયોગ આપ્યો હતો. રાજકોટ બસ ઓપરેટરોના જે પ્રશ્ર્નો હતા. તેનુ નિરાકરણ લાવી આપવા માટે ડી.સી.પી. શ્રી જાડેજાનું સન્માન કરી આભાર વ્યકત કર્યો હતો. આ તકે રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ બસ એસોસીએશનના પ્રમુખ દશરથભાઇ જે. વાળા ઉપાસના ટ્રાવેલ્સ, ઉપપ્રમુખ હારૂનભાઇ મેતર ગુજરાત ટ્રાવેલ્સ, મંત્રી દિવ્યેશભાઇ ચોલેરા(મુન્નાભાઇ) અભિષેક ટ્રાવેલ્સ, મહામંત્રી સિધ્ધરાજસિંહ ચૌહાણ નિતા ટ્રાવેલ્સ, અજાનચી ભાવેશભાઇ કનેરીયા સહિત બસ ઓપરેટરો ઉપસ્થિત રહયા હતા.


અમરેલી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે ભવ્ય શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાશે

અમરેલી,તારીખ 02/10/2019 ના રોજ માણેકપરા સત્યનારાયણ મંદિર ખાતે રાજપૂત સમાજ ની મીટીંગ મળી આ મિટિંગમાં વિજયાદશમી પર્વ નિમિત્તે પારંપારિક શાસ્ત્ર અને શસ્ત્ર પૂજન નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં આ મિટિંગમાં હાજર રહેલ કારોબારી અગ્રણીશ્રી ઓ હકુભા ચૌહાણ જયમલજી ચુડાસમા સુરુભા ચૌહાણ હઠીસિંહ પરમાર પંકજસિંહ ગોહિલ ઉદયસિંહ રાજપુત કિશોરસિંહ બારૈયા પ્રવીણસિંહ રાઠોડ અશોકસિંહ ઝાલા જયરાજસિંહ રાઠોડ અમરેલી જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા દર વર્ષ શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે પણ કારોબારી બેઠકમાં કાર્યક્રમ ભવ્ય રીતે કરવાનો નિર્ધાર કર્યા કાર્યક્રમ તારીખ 08/10/2019 ને મંગળવાર ના રોજ સમય સવારના 10 થી 12 ફોરવર્ડ સ્કૂલના પટાંગણમાં સમી ના ઝાડ નીચે યોજાશે જેમાં પૂર્ણ ગણવેશ માં સાફા અને શસ્ત્ર સાથે આવવું તો આ પૂજન માં ભાગ લેવા અમરેલી જિલ્લામાં વસતા તમામ રાજપૂત સમાજને આવવા આ તકે સર્વે ક્ષત્રિય રાજપુત સમાજના ભાઈઓને પૂજનમાં ભાગ લેવા ક્ષત્રિય રાજપૂત સમાજ હાર્દિક આમંત્રણ પાઠવે છે આ કાર્યક્રમમાં આશીર્વચન આપવા સ્વામી નિત્યસુદધાનંદ સરસ્વતીજી હાજર રહેશે જય માતાજી સંપર્ક કાર્યકારી અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડ મોબાઈલ નંબર 97734 00357 કાર્યકારી મંત્રી દિલીપસિંહ ઠાકોર મોબાઈલ નંબર 94262 43034 નો સંપર્ક કરવા જણાવ્યું છે.


અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક મળી

અમરેલી,અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ની મહત્વ ની કારોબારી મિટિંગ નું આયોજન કરવા માં આવીયુ હતુ તેમા જિલ્લા ના તમામ હોદ્દેદાર મિત્રો વિધાનસભા પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી તેમજ યુથ કોંગ્રેસ ના તમામ કાર્યકર્તા ને ઉપસ્થિત રહિયા હતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અમરેલીખાતે આ મિટિંગ નુ આયોજન કરવામા આવેલ હતુ જેમા ઉપસ્થિતિ અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી રવજીભાઈ વાઘેલા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી પરેશભાઈ ભુવા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના ચેરમેન શ્રી પ્રદીપભાઈ કોટડીયા અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ દેવરાજ બાબરીયા અમરેલી જિલ્લા ૈં.્ સેલના પ્રમુખ શરદભાઈ અનવીર આહિર મોનીલ ગોડલીયા ગોલણ ડેર વીશાલ તેમ મોટી સંખ્યા મા યુવાઓ ઉપસ્થિતિ રહિયા હતા.


અમરેલીમાં ભારત તીબેટ સહયોગ મંચની બેઠક મળી

અમરેલી,અમરેલીમાં ભારત તીબેટ સહયોગ મંચની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ આગેવાનોએ માર્ગદર્શન આપ્યુ હતું. અમરેલીમાં ભારત તીબેટ સહયોગ મંચની બેઠક મળી હતી. જેમાં પ્રદેશનાં આગેવાનો શ્રી ગજેન્દ્રભાઇ, શ્રી વિપીનભાઇ તથા મહેન્દ્રભાઇ સહિતની ઉપસ્થિતીમાં અને સહકારી આગેવાન શ્રી દિલિપભાઇ સંઘાણીના અધ્યક્ષ પદે મળેલી બેઠકમાં ભારતનો જ હિસ્સો ગણાતા તીબેટનો કબ્જો અમુક વિસ્તારનો ભાગ ચીન પાસે છે. તેને આઝાદી તેમજ કૈલાશ માનસરોવરની મુકતી અપાવવા અને ભારતની સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાંઆવ્યુ હતું અને સહયોગ મંચનાં આગેવાનોએ સંકલ્પ પત્રો ભરાવ્યા હતા અને જણાવ્યુ હતુ કે આ સંકલ્પ પત્રો સાથેની રજુઆતો યુનો સુધી મોકલવા સંકલ્પ લેવાયો હતો. આ બેઠકમાં ભારત તીબેટ સહયોગ મંચના અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી ધિરૂભાઇ વાળા, મહિલા પ્રમુખ મધ્ાુબેન જોષી સહિત જયંતીભાઇ પાનસુરીયા, બી.એલ.હિરપરા, અશ્ર્વીનભાઇ સાવલીયા, નેરન્દ્રભાઇ પરવાડીયા, હિનાબેન રાવળ, ભગીરથભાઇ તથા મંચના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતાં અને પોતાના સંકલ્પ પત્રો ભર્યા હતાં.


બાબરા પાલિકાના કામ કરતા પ્રમુખ શ્રી વનરાજ વાળા અવધ ટાઇમ્સના બ્યુરો કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે

બાબરા, બાબરા શહેરમાં વિકાસના અનેક કામો કરનાર અને લોકો માટે 24 કલાક અવેલેબલ રહી બાબરાની જનતાના લાડલા એવા નગરપાલિકાના પ્રમુખ શ્રી વનરાજ વાળાએ બાબરા ખાતે સૌથી વધારે વંચાતા દક્ષીણ સૌરાષ્ટ્રના નંબર વન દૈનિક અવધ ટાઇમ્સના બ્યુરો કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને બાબરા પંથકના પ્રશ્ર્નો તથા વિકાસના કામો વખતે સતત જનતાની સાથે રહેનાર અવધ ટાઇમ્સથી પ્રભાવિત થઇ અને અવધ ટાઇમ્સને શુભકામનાઓ પાઠવી હતી તથા એક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બાબરામાં જેમ પાણીમાં લોકોને હેરાન થવા નથી દીધા તેમ શહેરનાં રસ્તાઓનું કામ તાકિદે કરાશે, બિસ્માર માર્ગોની મરામત અને નવીનીકરણ કરાશે તથા બાબરાના નગરજનો માટે હું 24 કલાક તત્પર રહું છું. લોકો ગમે ત્યારે ફોન ઉપર મારો સંપર્ક કરી અને શહેરના વિવિધ કામો કરવામાં મને માધ્યમ બનાવે છે તેનો મને આનંદ છે. શ્રી વાળાની મુલાકાત વેળાની તસવીરમાં શ્રી વનરાજ વાળાનું સ્વાગત કરતા શ્રી દિપક સેદાણી તથા અમરેલી અવધ ટાઇમ્સના શ્રી રોમીલ ચૌહાણ, વૈભવ ચૌહાણ નજરે પડે છે.


અમરેલી જિલ્લાનાં માથાભારે શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું

અમરેલી ,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્તા રાય દ્વારા અમરેલી જીલ્લાનમાં લુંટ, બળજબરીથી કઢાવી લેવું, ગે.કા. રીતે ઉંચા વ્યાજે નાણા વસુલ કરવા, મારા મારી કરવી વિ. શરીર-સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હામઓ કરવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકો ઉપર દાદાગીરી કરવી, ધાક ધમકી આપી, ઇજાઓ કરી, જાહેર વ્યવસ્થાા ખોરવતા અને ભયનું સામ્રાજ્ય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને ગુન્હેતગારોને કાયદાનું ભાન થાય તેમજ જીલ્લાવમાં કાયદો અને વ્યવસ્થાક સુદઢ બને તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વ યે અમરેલી એલ.સી.બી ઈન્ચાર્જ પો.ઇન્સક. શ્રી.ડી.કે.વાઘેલા દ્વારા અમરેલી જીલ્લા ના નીચે જણાવેલ શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુન્હારના આરોપીઓ વિરૂધ્ધમ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તા તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લા્ મેજીસ્ટ્રે ટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. જેમાં નિરૂ ભાભલુભાઇ ધાખડા, રહે.કેરીયા ચાડ, અલ્પેભશ ઘોહાભાઇ ધાખડા, રહે.વડ, તા.રાજુલા, નરેશ જીલુભાઇ ધાખડા, રહે.રાજુલા, મન મંદિર-1, વગેરે આવા ભયજનક વ્યક્તિઓની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં અમરેલી જીલ્લાજ મેજીસ્ટ્રેતટશ્રી આયુષ ઓક નાઓએ ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરૂધ્ધ પાસાના વોરંટ ઇસ્યુ કરતાં પોલીસ અધિક્ષકશ્રીની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાયર્જ પો.ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમે ત્રણેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી, નિરૂ ભાભલુભાઇ ધાખડાને પાલનપુર જીલ્લા્ જેલ, અલ્પેમશ ઘોહાભાઇ ધાખડાને લાજપોર મધ્યસ્થર જેલ, સુરત તથા નરેશ જીલુભાઇ ધાખડાને વડોદરા મધ્યસ્થ્ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.


error: Content is protected !!