Main Menu

Tuesday, October 8th, 2019

 

અમરેલી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના ભવ્ય કેમ્પસનું લોકાર્પણ કરાયું

અમરેલી,કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સના ભવ્ય કેમ્પસનો લોકાર્પણ સમારોહ સંપન્ન થયો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે સમગ્ર અમરેલી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ખુબ જ સુવિધા યુક્ત કહી શકાય તેવા સ્કૂલ ઓફ સાયન્સના નવા બિલ્ડીંગનું મળ્યું છે. જુના સંસ્મરણો વાગોળતા મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે જુના જમાનામાં શિક્ષણનો એટલો વ્યાપ ન હતો ત્યારે પણ અમરેલી જિલ્લામાં શિક્ષણની જાગૃતિ હતી. શૈક્ષણિક સંસ્થાઓના યોગદાન બાબતે એમણે જણાવ્યું હતું કે આજે બાળકોને યોગ દિશા ચીંધવાનું કામ આ સંસ્થાઓ કરી રહી છે. માત્ર શિક્ષણ જ નહિ પરંતુ સંસ્કારોનું સિંચન પણ આ સંસ્થાઓ કરે છે. શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં હાજર રહેલા તમામ શિક્ષકોને સંબોધતા શિક્ષણ મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે આવનારી પેઢીને શિક્ષણની સાથે સાથે સંસ્કારો આપવાનું કાર્ય એક શિક્ષકનું છે. આપણો ભારત દેશ આજે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે દેશનો એકે-એક યુવાન ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારના પ્રયત્નો રહ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતની અને ભારતીય સંસ્કૃતિની સ્વીકૃતિ અપાવી છે. પહેલા યોગ એ ફક્ત ભારતીય સંકૃતિનો એક ભાગ હતું અને આજે એ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યું છે.આ કાર્યક્રમમાં નાફસ્કોબના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, એચ.એલ.પટેલ, પંકજ કાનાબાર, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, મનીષભાઈ સંઘાણી સહિતના આગેવાનો તેમજ સંસ્થાના અધિકારીઓ-કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.


રાજુલામાં ત્રણ બંધ મકાનોમાંથી તસ્કરો રોકડ રકમ સોના-ચાંદીનાં ઘરેણા, રાણી સિકકા ચોરી ગયાં

રાજુલા,રાજુલા શહેર માં દર નવરાત્રી માં ચોરી ની ટોળકી ક્યાંક ને ક્યાંક નિશાન બનાવે છે આ નવરાત્રી માં છતડીયા રોડ તસ્કરો એ પસંદ કર્યો છે અને દાગીના ની ખુબ મોટી ચોરી થતા પોલીસ તંત્ર માં દોડધામ વધી ગઈ છે અને તપાસ નો ધમધમાટ શરૂ થયો છે છતડીયા રોડ પર આવેલ તુલસીશ્યામ સોસાયટી માં રહેતા ઉમેશભાઈ મંગલુભાઈ વરૂ ના રહેણાંક મકાન બંધ હોવાને કારણે પાછળ ના ભાગે થી અંદર દીવાલ ઢેંકી અંદર ઘુસી રૂમ નો દરવાજો તોડી અંદર સોના ચાંદી રાણી સિકા 2 તથા રોકડ રકમ મળી કુલ 94 હજાર ના મુદામાલ સાથે ની ચોરી થયા ની રાજુલા પોલીસ સ્ટેશન માં ઉમેશભાઈ વરુ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે સાથે અહીં આજ વિસ્તાર માં શિવચાયા વિસ્તાર માં રહેતા હેમુભાઈ સવજીભાઈ રાઠોડ એડવોકેટ ના ઘરે તાળું તોડી 10,000 જેટલી રોકડ રકમ ઉઠાવી ગયા છે અને અન્ય જયેશભાઇ પ્રભુદાસ પારેખ ના ઘરે ચોરી નો પ્રયાસ કર્યો હતો આમ રાજુલા શહેર ના અલગ અલગ સોસાયટી વિસ્તાર માં 3 સ્થળો પર તસ્કરો ત્રાટક્યા હતા અને ઘરે થી પરિવાર સાથે લોકો બહાર ગામ હતા તેવા સમયે તસ્કરો એ લાભ લીધો હતો જયારે આ ઘટના ની જાણ થતા પરિવાર ઘરે આવી પોલીસ ને જાણ કરતા રાજુલા પોલીસ દોડી આવી અને જુદી જુદી દિશા માં તપાસ હાથ ધરી છે સાથે સાથે અહીં ના ઉમેશભાઈ વરુ એ રાજુલા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે અને તપાસ ઇન્ચાર્જ પી.આઈ.એપી ડોડીયા ચલાવી રહ્યા છે અને રાત્રી ના સમયે દર નવરાત્રી દરમ્યાન તસ્કરો કોઈ ને કોઈ વિસ્તાર માં ત્રાટકે છે તે નિશ્ચિત છે બીજી તરફ આ પ્રકાર ની ચોરી થતા પોલીસ તંત્ર માં દોડાદોડી વધી ગઈ છે અને નાઈટ પેટ્રોલિંગ કડક કરી વધારી દેવાયું છે સાથે સાથે પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા વિસ્તાર અને રહેણાંક મકાનો માં રાખવા જોઈએ તેવી પણ અપીલ કરવા માં આવી છે


નવી હળીયાદમાં 66 કેવી સામે ઉપવાસ આંદોલન કરતા પાંચ ગામના ખેડુતો

બગસરા,બગસરા તાલુકાના નવી હળીયાદ ગામે આવેલ 66 કેવી સબસ્ટેશન ઉપર આજ રોજ પાંચ ગામના ખેડુતોને પાંચેય ગામના સરપંચો તેમજ મહિલાઓ સહિત 66 કેવી સબસ્ટેશન ઉપર ઉપવાસ ઉપર બેસી ગયા હતા. ઘણા સમયથી આ ગામડાઓની ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામમાં વિજ ધાંધીયાના કારણે વિજ પુરવઠો બંધ રહેતા અવાર નવાર સબડીવીઝનમાં લેખીત અને મૌખીક રજુઆત કરવા છતા પ્રશ્ર્નનો નીરાકરણ ન થતા તેમજ આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના ત્રાસથી પાંચ ગામના ખેડુતો ઉપવાસ પર બેસી ગયા હતા. સબડીવીઝનના જવાબદાર અધિકારી તથા જેટકોના જવાબદાર અધિકારી, અમરેલી સર્કલ ઓફીસના અધિકારીઓ તેમજ બગસરા પોલીસ જાણ થતા દોડી આવી હતી. આ ગામડાઓના પ્રશ્ર્નના ઉકેલ માટે લેખીતમાં તા.31/10 સુધીમાં ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામનું મેન્ટેન્સ કરી આપવામાં આવશે. તેમજ આ ગામડાઓને દિવસનો પાવર આપવા માટે ઉપલા લેવલ સુધી સરકાર સુધી રજુઆત કરવામાં આવશે. આ આંદોલન નવી- જુની હળીયાદ, ઘંટીયાણ, નવા પીપરીયા, ડેરી પીપરીયા, મોટા મુંજીયાસર ગામના સરપંચોની આગેવાની હેઠળ આંદોલન કરવામાં આવ્યુ હતુ.


error: Content is protected !!