Main Menu

Wednesday, October 9th, 2019

 

10-10-2019


અમરેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

અમરેલી,અમરેલી એમ.વી. પટેલ કન્યા છાત્રાલયના મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, દિનેશભાઇ પોપટ, પતુભાઇ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજા રોહણ, સંઘની પરેડ યોજાઇ હતી. ત્યાર બાદ આજે દશેરા હોવાથી શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો હતો.


અમરેલી તાલુકા પોલીસ મથકમાં શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો

અમરેલી,અમરેલીમાં તાલુકા પોલીસ મથકમાં શસ્ત્ર પુજન કાર્યક્રમ યોજાયો હતો. વિજયા દશમી નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે તાલુકા પોલીસ મથકમાં રહેલ શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યુ હતુ. તાલુકા પોલીસ મથકના પીએસઆઇ શ્રી મોરી સહિત સ્ટાફ દ્વારા શસ્ત્ર પુજન સાથે પરંપરા યથાવત રાખી હતી. આ રીતે દશેરા વિજયા દશમી પર્વની આસ્થાભેર ઉજવણી કરી હતી. આ શસ્ત્ર પુજન કાર્યક્રમ સફળ બનાવવા સ્ટાફ સહિતે જહેમત ઉઠાવી હતી.


રાજુલા અલ્ટ્રાટેક કોલોનીમાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અલ્ટ્રા કંપની કોલોનીમા રાવણ દહનનો કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાવણને નિહાળવા અલ્ટ્રાટેક કંપનીના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લામાં એક માત્ર રાવણ દહન કાર્યક્રમ દર વર્ષે અલ્ટ્રાટેક કોલોની યોજાય છે તેને જોવા માટે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


રાજુલામાં છ મકાનોના તાળા તોડનાર ચોરને પકડવા માગણી કરતાં ભગુભાઇ લાખણોત્રા

રાજુલા,રાજુલામાં છતડીયા રોડ પર સોના ચાંદીના દાગીના અને રોકડની મોટી ચોરી થતા પોલીસ તંત્રમાં દોડધામ વધી ગઇ છે. અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. તુલસી શ્યામ સોસાયટીમાં ઉમેશભાઇ વરૂ, મનગળુભાઇ વરૂના મકાનમાં દિવાલ ઠેકી અંદર બવેશી સોના ચાંદીના દાગીના અને બે રાણી સિક્કા તથા રોકડ રકમની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમજ હેમુભાઇ સવજીભાઇ રાઠોડ એડવોકેટના મકાનના તાળા તોડી રોકડ અને દાગીનાની ચોરી થયેલ. જ્યારે જયેશભાઇ પ્રભુદાસ પારેખ, પુજાબેન ભટ્ટ, કોમલબેન દવે, કોમલબેન ભટ્ટ, સતીષભાઇ કાકડીયા, સહિતના મકાનોમાં તસ્કરોએ તાળા તોડી ચોરીનો પ્રયાસ કરી રાજુલામાં તરખાટ મચાવ્યો હતો. આ ચોરીના મુદામાલમાં ચાંદીનો કંદોરો, રાણી સિક્કા મળી રૂા.11 હજાર ચાંદી કિલો ગ્લાસ નંગ 12, ચાંદીની 1 કંકાવટી, 1 પાનદાની, જુડા, છડા, ચાંદીની માળા 3 , ચાંદીની જાંજરી જાડી રૂા. 50 હજાર, સોનાની બુટી 1, સોનાનો ચેઇન 9 ગ્રામ, સોનાની બુટી 4 નંગ, ચાંદીના રાણી સિક્કા 2 મળી કુલ રૂા.1 લાખ ઉપરાંતની ચોરીની ફરિયાદ થતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજુલામાં એકીસાથે તસ્કરોએ તરખાટ મચાવતા આગેવાન ભગુભાઇ અરજણભાઇ લાખણોત્રાએ ચોરીના ગુન્હેગારોને પકડી પાડવા માંગ કરી છે.


error: Content is protected !!