Main Menu

Thursday, October 10th, 2019

 

વડીયા નજીક મોરવાડા ગામનાં સરપંચ પતિની વાડીમાંથી 12 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાઇ ગયો

વડીયા,વડીયા નજીક આવેલ મોરવાડા ગામેથી હરસુખ વલ્લભ બુહાની વાડીએથી 12 બોટલ ઇંગ્લીશ દારૂ મળી આવતા નાના એવા ગામમાં ચકચાર મચી હતી. કારણ આરોપી દારૂ વેચનાર હોવાનુ મનાઇ રહયું છે. તત્કાલીન એસ.પી. જગદીશ પટેલનાં વખતમાં એસ.પી.ના મીત્ર તરીકે ઓળખ ઉભી કરી. ઘણો માલ કટીંગ પણ ત્યાં થતો હતો. એવી ચર્ચાઓએ જોર પકડયું છે.આ બનાવની વીગત અનુસાર વડીયાના રહેવાસી ધર્મરાજ જીવકુ ડાંગર ઉર્ફે ધમલો વડીયામાં વિદેશી દારૂનો વેપાર કરતો હતો. તે દારૂ લઇને મોરવાડાના પાટીયા પાસે ઉભો હતો. ત્યારે પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂ સાથે તેને દબોચી લેતા બીજો દારૂ મોરવાડાનાં હરસુખ વલ્લભ બુહાને આપ્યો હોવાની કેફીયત આપતા. પોલીસ તુરંત જ હરસુખ બુહાની વાડીએ પહોંચી હતી. અને હરસુખ બુહાએ પોતાની વાડીએ સંતાડેલ 11 બોટલ કાઢી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગામ લોકોની ચર્ચા મુજબ ત્યાથી પાંચ પેટી દારૂ પકડાયો હોવાની બારોબાર માલ ઉપડી ગયેલ હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. ધર્મરાજ ઉર્ફે ધમલો અગાઉ પણ દારૂ વહેંચવાના ગુન્હામાં ઝડપાયો હતો. અમરેલી એલસીબી પોલીસે બંને આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. દારૂ જેતપુર રહેતા નજુ લાલુ પાસેથી મંગાવ્યો હોવાનો ધમલાએ કબુલ કર્યુ હતું. જેથી પોલીસે નજુ વાળાની ધરપકડ કરવા ચકરો ગતીમાન કર્યા છે. ગાંધીના ગુજરાતમાં ઘરે-ઘરે દારૂ પીવાય છે. તેવા ગેહલોતનાં નિવેદન સામે ગામડામાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ બ્રેઝા ગાડીમાં પાંચ પેટી દારૂ ભરાયો હતો. બાકીનો દારૂ ગુમ ? એસ.પી.નિર્લિપ્ત રાય દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો ખાખી વર્દીની જાદુગરી બહાર આવે એવી શકયતા છે.


13 ઓક્ટોબરના રોજ યોજાનાર જીપીએસસીની પરીક્ષાના આયોજન અંગે ખાસ બેઠક યોજાઇ

અમરેલી, ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) તરફથી ગુજરાત વહિવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલકી સેવા વર્ગ-1 અને 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 ની પ્રિલિમિનરી પરીક્ષા આગામી તા.13/10/2019 ના રોજ યોજાનાર છે. જેના અનુસંધાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પરીક્ષાના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા નિમણુંક હુકમ આપવામાં આવ્યા હતા. ઝોનલ અધિકારીશ્રીઓ, આયોગના પ્રતિનિધીઓ તથા તકેદારી અધિકારીઓ ઉપરાંત કેન્દ્ર સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતા. જેઓને પરીક્ષા સંબંધે કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં કુલ 9 પરીક્ષા કેન્દ્રો પર 92 બ્લોકમાં કુલ 2198 ઉમેદવારો આ પરીક્ષા આપશે.આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી એ. બી. પાંડોર, પ્રાંત અધિકારીશ્રી સતાણી, પ્રાંત અધિકારીશ્રી ઓઝા, ઁય્ફભન્, જી.્ નિગમ, જિલ્લા તિજોરી કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. તમામ સંબંધિત અધિકારીઓને કરવાની થતી કામગીરી અંગે ક્લેક્ટરશ્રીએ જરુરી સુચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


કુંકાવાવ તાલુકા પંચાયત ખાતે લોક પ્રશ્ર્નોનો સ્થળ ઉપર નિકાલ કરાયો

કુકાવાવ,કુકાવાવ તાલુકા પંચાયત ખાતે અમરેલી જિલ્લા પંચાયત દ્વારા લોકોના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરવા માટે નું આયોજન કરેલ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા ઉપપ્રમુખ હાર્દિકભાઈ કાનાણી ,સિંચાઇ સમિતિના ચેરમેન ભરતભાઈ ગીડા પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી પાનસુરીયા ,ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ દામોદરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા, તાલુકા પંચાયત પ્રમુખ ભાનુબેન વસાણી, ઉપપ્રમુખ દેવદાન ભાઈ ખાટરીયા જયંતીભાઈ ચાવડા, કારોબારી ચેરમેન નાગજીભાઈ વેકરીયા , તેમજ જિલ્લા તાલુકા પંચાયતના સદસ્ય અને અધિકારી ટી.ડી.ઓ. મિલનભાઈ રાવ તેમજ અધિકારીઓ દ્વારા સ્થળ પર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યાં.


અમરેલીમાં શીતલ સફારી પ્લાન્ટમાં ત્રણ મહિના પહેલા થયેલ ચોરીનાં આરોપીને ચોરીનાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્તી રાય એ જીલ્લાઅમાં મિલ્કરત સબંધી જે ગુન્હા ઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હા ઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હોઓનાં ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્ચાાર્જ પો.ઇન્સી. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે.ગઇ તા.26/07/2019 ની રાત્રીનાં અમરેલી બાયપાસ રોડ ઉપર આવેલ શીતલ સફારી પ્લા.ન્ટ માં કામ કરતા મજુરોનાં મોબાઇલ ફોન નંગ – 5 કિં.રૂ.19,000/- તથા રોકડા રૂ.5200 મળી કુલ રૂ.24,200/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ. આ અંગે અમરેલી તાલુકા પો.સ્ટે . ફ.ગુ.ર.નં.128/2019, ઇ.પી.કો. કલમ 380, 457, 380 મુજબનો ગુન્હોથ રજી. થયેલ. આ ગુન્હામાં અજુ ઉર્ફે અજીત ઉર્ફે અજય ધીરૂભાઇ પરમાર, ઉ.વ.25, ધંધો – મજુરી રહે.અમરેલી, રોકડીયા પરા, બાયપાસ રોડ તા.જી.અમરેલી હાલ રહે. મુળ ગામ ગરમલી (ચરખા) તા.ધારી જી.અમરેલી વાળાને ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન નંગ – 4 કિં.રૂ.16,000/- સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી અમરેલી તાલુકા પો.સ્ટેે.માં સોંપી આપેલ છે. આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી. અમરેલીની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સઓ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવે છે.


અમરેલી શહેર – ગ્રામ્ય પંથકમાં વકરી રહેલા ડેંગ્યુને કાબુમાં લેવા તાકિદ

અમરેલી,અમરેલી શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં ચોમાસાની ૠતુમાં વકરી રહેલા ડેન્ગ્યુ જેવા રોગોને કાબુમાં લેવા. અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા જીલ્લા આરોગ્ય તંત્ર તેમજ પાલીકાની આરોગ્ય શાખાના અધિકારીઓની બેઠક બોલાવી.ચોમાસાની ૠતુમાં વકરી રહેલા ડેંગ્યુને કાબુમાં લેવા તાકીદ કરવામાં આવી હતી. આરોગ્ય તંત્ર દ્વારા ઇમરજન્સી ચાલીસ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી : પાલીકા દ્વારા ટીમ બનાવી ટાયર ભંગારના ડેલાવાળાને નોટીસ આપી ટાયર ટયુબ દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલમાં ચોમાસાની ૠતુમાં હવામાન ગોરંભાયેલુ રહેવાથી આકાશમાં સતત વાદળો છવાયેલા રહેતા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકેલ છે. પાણીજન્ય રોગચાળા સામે ડેન્ગ્યુનો રોગ વકરતા કલેકટર આયુષ ઓક દ્વારા તાકીદની બેઠક બોલાવી રોગને કાબુમાં લેવા કડક તાકીદ કરવામાં આવેલ હતી. સાથો સાથ ડે-ટુ-ડે કામગીરીનું પણ મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે. કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આરોગ્યલક્ષી રીવ્યુ મીટીંગમાં જીલ્લા આરોગ્ય અધિકારી, પાલીકાના આરોગ્ય અધિકારી, તેમજ એસટી તંત્રની ઉપસ્થિતિમાં ડેન્ગ્યુને કડક હાથે ડામી દેવા પગલા ભરવા કડક સુચના આપવામાં આવેલ હતી. કલેકટરશ્રીની સુચના મુજબ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આરોગ્યની ટીમો બનાવી શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં ઘરે-ઘરે સર્વે હાથ ધરવામાં આવેલ છે. અને ડોર-ટુ-ડોર પોરાનાશક કામગીરી હાથ ધરાાવેલ છે. અમરેલી પાલીકાની ટીમ બનાવી શહેરમાં ભંગારના ટાયર તેમજ ભંગારના ડેલાવાળાઓને ટાયર હટાવી વરસાદી પાણી ન ભરાય તે અંગે નોટીસો આપવામાં આવેલ હતી. નોટીસો આપવા છતા પણ ટાયરનો યોગ્ય નિકાલ નહી કરનારા સામે કાયદેસરની કાર્યવાહીહાથ ધરાશે. સોસાયટીઓ રહીશોએ ઘર આંગણે તેમજ અગાસીમાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવી. તેમજ ખુલ્લી ટાંકી, વાસણોમાં વરસાદી પાણી ભરી ન રાખવા જાહેર અપીલ કરી ઘરે ઘરે સુચન કરવામાં આવેલ.


error: Content is protected !!