Main Menu

Friday, October 11th, 2019

 

અમરેલીમાં પોલીસની ટ્રાફીક ડ્રાઇવ : ગાડીઓ ડીટેઇન

અમરેલી,આજરોજ અમરેલી રાજકમલ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી તથા ફોરવીલ ટુવીલ અને ઉભી રાખવામાં આવી તેના કાગળિયા ચેક કરવામાં આવ્યા બ્લેક ફિલ્મ પટ્ટી ઉતારવામાં આવ્યા લાયસન્સ ચેક કરવામાં આવ્યા એક ગાડી ડીટેન કરવામાં આવી તથા બે હજાર રૂપીયા જેવો દંડ ઉઘરાવવામાં આવ્યો આ ટ્રીફિક ડ્રાઇવમાં હાજર અધિકારીએ એસપી પ્રેમસુખ ડેલું સિટી પીઆઇ એમ એ મોરી જીલ્લા ટ્રાફિકના પીએસઆઇ કડછા તથા અન્ય પોલીસ કર્મીઓ સાથે રાખીને ડ્રાઇવ યોજનામાં આવી.


બાબરામાં જિલ્લા પંચાયત આપણા દ્વારે કાર્યક્રમ યોજાયો

બાબરા,અમરેલી જિલ્લા પંચાયતના ઉત્સાહી અને જાગૃત પ્રમુખ રવજીભાઈ વાઘેલા દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં જિલ્લા પંચાયત આપણે દ્વારે કાર્યક્રમ યોજી જિલ્લા પંચાયતના હસ્તકના કાર્યો અને પ્રશ્નોનો સ્થળ પર સાંભળી યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે જિલ્લા પંચાયત આપણે દ્વારે ને અમરેલી જિલ્લામાં સારોએવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે કારણે તાલુકા મથકે લોક પ્રતિનિધી કે કોઈ અરજદાર ના કામો તેમજ વિકાસના કાર્યો ને વેગ મળી રહ્યો ઝડપી કાર્ય થતા લોકોને જિલ્લા પંચાયત સુધુ રજુઆત કરવા જવું પડતું નથી ત્યારે બાબરામાં પણ જિલ્લા પંચાયત આપણે દ્વારે કાર્યક્રમ અહીં બીઆરસી ભવનની કચેરીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ હાર્દિકભાઈ કાનાણી, સિંચાય સમિતિના ચેરમેન ભરતભાઇ ગીડા,શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાળ,આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદીપભાઈ કોટડીયા,તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી,ઉપ પ્રમુખ ,અશ્વિનભાઈ સાકરીયા,કુલદીપભાઈ બસિયા જગદીશભાઈ કાચેલા,,પ્રભાતભાઈ કોઠીવાળ,સહિતના ગ્રામ્ય વિસ્તારોના અગ્રણીઓ અરજદારો અને દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બાબરામાં જિલ્લા પંચાયત આપણે દ્વારે કાર્યક્રમો ઉપસ્થિત તમામ અધિકારી અને પદાધિકારીઓનું સ્થાનિક કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અહીં જિલ્લા અને તાલુકા પંચાયતના દરેક વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તાલુકાના જિલ્લા પંચાયતના હસ્તકના મહત્વના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી તાલુકાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે તેમજ આખી જિલ્લા પંચાયત તાલુકા મથકે પહોચે છે જેમાં તમામ ચેરમેન અને વિભાગના અધિકારીઓ જોડાઈ ને વિવિધ પ્રશો અને રજુઆત ને ધ્યાનમાં રાખી યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન તાલુકા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા કરવામાં આવ્યું હતું


વિકટર પોર્ટને મળેલ પર્યાવરણની મંજુરીથી સમગ્ર પંથકમાં આનંદ

રાજુલા,આજ રોજ વિકટર પોર્ટ ખાતે વિકટર પોર્ટ આધારીત વિકાસ માટે વિકટર પોર્ટ ના ચેરમેન અશ્વિનભાઈ બેન્કરની અધ્યક્ષતામાં મીટિંગ મળી હતી, જેમાં વિકટર પોર્ટની આજુબાજુના વિસ્તારની વિકાસ ની ચર્ચા કરવામાં આવેલ હતી.જેમા સમગ્ર વિકાસ માટે એક સમીતી ની રચના કરવામાં આવી જેમા સર્વાનુમતે ચાચ ગામના સરપંચ શ્રી કાનજીભાઈ ચોહાણ ને અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવ્યા.આ મીટિંગ માં ઉપસ્થિત સો આગેવાનો એ વિકટર પોટે અને તેની આજુબાજુ ના દસ કિમી ના વિસ્તારમાં ખૂબ મોટા પાયે ઉધોગ ધંધા વિક્સાવવા માટે પયોવરણ ને સાચવીને મોટા ઉધોગો ને આવકારવા તથા સરકાર શ્રી ની મદદથી આ વિસ્તાર માં મોટી રોજગારી ની તકો ઉભી થાય તેવા આયોજન માટે વિચાર કરવામા આવ્યો.અને આ માટે આવનારા તમામ ઉધોગો ને સંપૂર્ણ સહયોગ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ મીટીંગમા વિકટર ગામ ના ઉપસરપંચ શ્રી રમેશભાઇ, પ્રિન્સિપાલ શ્રી સાકરીયા, કથીવદર ના સરપંચ,આતાભાઇ આહીર,ભેરાઈના શ્રી ટપુભાઈ આહીર,ખેરાના સરપંચ,રહિમભાઈ,કોશીકભાઈ વિપુલ ભાઈ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.સો પ્રથમ વિકટર પોર્ટ ઓમ સાંઈ નેવિગેશનના ચેરમેનશ્રીએ વિકટર પોર્ટને મળેલ પર્યાવરણની મંજુરી સરકારશ્રી તરફ થી આપવામાં આવેલ છે તેની જાણકારી આપી તેમણે સરકાર શ્રી અને આજુબાજુના સૌ સરપંચ શ્રી તથા આગેવાનો અને વિસ્તારના લોકો નો આભાર માન્યો હતો.


સાવરકુંડલાના લુવારામાં વાડીમાંથી એકસ્પ્લોઝીવનો જથ્થો મળ્યો

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર તથા અસામાજીક પ્રવૃતિને સ્ત-નાબુદ કરવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવેલ અનેજે અનુસંધાને તા.09/10/2019 નાઅમરેલી એસ.ઓ.જી. ટીમ સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિકત મળેલ કે લુવારા ગામમાં અશોક જયતા બોરીચાએ તેની વાડીમાં ગેરકાયદેસર એકસ્પ્લોઝીવ જથ્થો રાખેલ છે એવી બાતમી મળતા પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબના માર્ગદર્શન અને સુચના હેઠળ એસ.ઓ.જી પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા લુવારા ગામની સીમમાં ગાધકડા ગામે જતા ગાડા માર્ગ પર આવેલ સીમમાં અશોક જયતા બોરીચાની વાડીએ તપાસણી કરતા મોટા પ્રમાણમાં એકસ્પ્લોઝીવનો જથ્થો મળી આવેલ જેમાં નાગપુર બનાવટના 213-નંગ જીવતા જીલેટીન સ્ટીક તથા 174-નંગ જીવતા ઇલેક્ટ્રોનિક ડીટોનેટર તેમજ આર્મ્સ હથીયાર પિસ્તોલના બે ખાલી મેગ્ઝીન મળી આવતા કુલ કિ.રૂા.3,329/- નો મુદ્દામાલ કબ્જે કરેલ તેમજચેકિંગ દરમ્યાન અશોક જયતા બોરીચા હાજર મળી આવેલ નહી જે આરોપી અન્ય ગુન્હામોમાં પણા નાસતો ફરતો હોવાનું જાણવા મળેલછે. ઉપરોક્ત પકડાયેલ મુદ્દામાલ સાવરકુંડલા તાલુકા પો.સ્ટે.માં સોંપી આરોપી અશોક જયતા બોરીચા વિરુધ્ધમાં ધોરણસર ફરીયાદ રજી.કરાવેલ અને આરોપીએ આવો મોટા પ્રમાણમાં માનવા જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી પોતાની વાડીના મકાનમાં છુપાવેલ દારૂ ગોળાનો જથ્થો ગેરકાયદેસર રીતે ક્યાંથી લાવેલ? કોને આપવાનો હતો? તથાતેનો શું ઉપયોગમાં લેવાનો હતો? વિગેરે મુદ્દાઓ બાબતે સાવરકુંડલા રૂરલ પી.એસ.આઇ.શ્રીએ જીણવટભરી રીતે આગળની તપાસ હાથ ધરેલ છે. આમ,અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.ના પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા તેમની ટીમને મહત્વનાએકસ્પ્લોઝીવ દારૂ ગોળના જથ્થો તથા હથીયારના પાર્ટને શોધી કાઢવામાં સફળતા મળેલ છે.


જાફરાબાદના 5 ગામોમાં અનરાધાર વરસાદ : રાજુલામાં ઝાંપટુ પડયું

રાજુલા,જાફરાબાદ તાલુકા મા આજે ભર બપોરે વરસાદ 1 કલાક સુધુ તૂટી પડ્યો હતો અહીં જાફરાબાદ ના સરોવડા,બારપટોળી,કંથારીયા, ભટવદર, સહિત કેટલાક ગામો માં ભારે વરસાદ ખાબક્યો હતો અહીં સરોવડા સહિત આસપાસ ના ગામો મા વરસાદ 1 કલાક સુધી ધોધમાર અંરાધાર પડતા ખેડૂતો ના કપાસ સહિત અન્ય પાકો ને નુકસાન ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે જોકે વરસાદ અંતિમ તબક્કામા ભારે પડતા ખેડૂતો નારાજ થયા હતા જોકે રાજુલા શહેર મા વરસાદી ઝાપટુ પડ્યુ હતુ જેના કારણે લોકો એ ગરમી માંથી છુટકારો મેળવ્યો હતો બીજી તરફ જાફરાબાદ તાલુકા ના આ 4 થી 5 ગામો મા ભર બપોરે મેઘરાજા તૂટી પડ્યા હતા ભારે પવન અને વીજળી ના કડાકા ભડાકા સાથે મેઘસવારી આવી પોહચી હતી જેને લઈ ને ધરતી પુત્રો ને ભારે નુકસાન જવા ની સતત ભીતિ ના કારણે ધરતી પુત્રો ભારે નારાજ થયા હતા જોકે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનુ ખેડૂતો નુ અનુમાન છે


error: Content is protected !!