Main Menu

Saturday, October 12th, 2019

 

અમરેલીમાંથી આઠ મહિના પહેલા થયેલ મોટર સાયકલ ચોરીનો આરોપી ઝડપાયો

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ જીલ્લામાં મિલ્કત સબંધી જે ગુન્હાઓ બનેલ હોય અને અમરેલી જીલ્લાના નાગરિકોની મિલકત ચોરાયેલ હોય તેવા વણશોધાયેલ ગુન્હા ઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા અને આવા વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હાઓનાં ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સા. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા ચોક્કસ બાતમી મેળવી અમરેલી, સીવીલ હોસ્પીઇટલ પાસેથી ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવેલ છે.અમરેલી શહેરમાં મધ્યમસ્થા સહકારી બેન્કની સામે આવેલ, ખોડીયાર સેલ્સ એજન્સીઓ નામની દુકાન નીચે પાર્કીંગમાંથી વેપારી સતિષભાઇ રમેશભાઇ ગજેરાનું હીરો સ્પ્લેંડર પ્લસ મોટર સાયકલ જેનો રજી નં.જી.જે-23-એજે-0272 કિં.રૂ.15,000/- નું કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરીને લઇ ગયેલ. આ અંગે અમરેલી શહેર પો.સ્ટેસ. ફ.ગુ.ર.નં. 89/2019, ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્હો રજી. થયેલ. જેમાં પકડાયેલ આરોપી જેન્તીલ છગનભાઇ સરવૈયા, ઉ.વ.56 રહે. મોટા આંકડીયા તા.જી.અમરેલી વાળાને ચોરીના હીરો સ્પ્લેંડર પ્લસ મોટર સાયકલ રજી નં.જીજે-23-એજે-0272 કિં.રૂ.15,000/- સાથે મળી આવતાં ધોરણસર કાર્યવાહી કરી અમરેલી શહેર પો.સ્ટેય્.માં સોંપી આપેલ છે.આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી. અમરેલીની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સઓ. શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


રાજુલામાં ગાંધી સંકલ્પ યાત્રામા કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયા જોડાયાં

રાજુલા,રાજુલા શહેર માં આજે સવારે માર્કેટીંગ યાર્ડ ખાતે થી અમરેલી ના સાંસદ નારણભાઇ કાચડીયા દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા નો પ્રારંભ કરાયો હતો જેમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવયા સહિત દિગજો જોડાયા હતા રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે થી શહેર ના હવેલી ચોક અને આગરીયા જકાત નાકા સુધી ખુદ કેન્દ્રીય મંત્રી જોડાયા હતા અને ત્યાર બાદ સાંસદ નારણભાઇ કાચડીયા સહિત કાફલો જાપોદર,જૂની માંડરડી,ધારેશ્વર ધારનાથ મંદિર સુધી 12 કિમિ સુધી કરવા મા આવી હતી યાત્રા જેમા આ યાત્રા મા ઉપસ્થિત કેન્દ્રી મંત્રી, સાંસદ નારણભાઇ કાચડીયા,પૂર્વ પ્રમુખ ડો.કાનાબાર, જીલા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા,પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ વઘાસીયા, મહામંત્રી કૌશિકભાઈ વેકરીયા,રવુભાઈ ખુમાણ,કમલેશભાઈ કાનાણી,જીજ્ઞેશભાઈ પટેલ, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલભાઈ વોરા, પીઠાભાઈ નકુમ, મહેન્દ્રભાઈ ધાખડા,દિલીપભાઈ જોશી,પરેશભાઈ લાડુમોર,જેન્તીભાઈ જાની, મનોજભાઈ સંઘવી,સંજયભાઈ ધાખડા,વનરાજભાઈ વરૂ,આનંદભાઈ ભટ્ટ, પ્રતાપભાઈ કારોબારી ચેરમેન, વિરભદ્રભાઈ ડાભીયા, વલકુભાઈબોસ, મનુભાઈ ધાખડા,હિમતભાઈ જીજાળા, શુક્લભાઈ બલદાણીયા, કનુભાઈ ધાખડા (વાવેરા), અરજણભાઈ વાઘ, અરજણભાઈ લાખણોત્રા,દાદભાઈ વરૂ,સાગર સરવૈયા, ભરતભાઇ જાની, સમીર કનોજીયા, રામભાઈ સોલંકી, નરસીભાઈ સહીત શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ગંધિયાત્રા માં જોડાયા હતા.


લીલીયામાં જીલ્લા પંચાયત આપને દ્વારે કાર્યક્રમ યોજાયો

લીલીયા,લીલીયા બી.આર.સી.ભવન ખાતે જીલ્લા પંચાયત ના પ્રમુખ રવજીભાઇ વાધ્ોલાના અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત આપને દ્વારે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતું. પ્રથમ લીલીયા તાલુકા પંચાયત નાં જીવરાજભાઇ પરમાર દ્વારા શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ તાલુકા પંચાયત અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાધ્ોલા, હાર્દિકભાઇ કાનાણી, ભરતભાઇ ગીડા, કેહુરભાઇ ભેડાનું તથા સાવરકુંડલા તાલુકા કોગ્રેસ ના પ્રમુખ મનુભાઇ ડાયરા નું લીલીયા તાલુકા પંચાયત નાં જીવરાજભાઇ પરમાર ચોથાભાઇ કસોટીયા, બહાદુરભાઇ બેરા તથા અધિકારી ગણ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તાલુકાના પ્રશ્ર્નો બાબતે કાર્યવાહી હાથ ધરતા લીલીયાના ઉપસરપંચ બાબુભાઇ ધામત, લીલીયાના અગ્રણી વેપારી રસિકભાઇ વંડા , દિલીપભાઇ શેખલીયા સહિત ઉપસ્થિત પચાસેક વેપારી ભાઇઓ દ્વારા લીલીયાની ભુગર્ભ ગટર ને કારણે લીલીયાની આરોગ્ય અને બઝાર માં ઉભરાયેલ ગટર ને કારણે લીલીયા ના વેપાર થઇ રહેલ નુકશાન અંગે હલ્લાબોલ કરી રજુઆત કરવામાં આવેલ. તેમજ લીલીયા તાલુકા ભરમાંથી કાર્યક્રમમાં હાજર રહેવા સરપંચો દ્વારા ગામડા ઓના મંજુર થયેલ વિકાસનાં કામો રેતી નાં કારણે થઇ ન શકતા હોય આ અંગે સત્વરે ઉકેલ લાવવા જણાવેલ. તેમજ લીલીયા તાલુકા માં તલાટીની ઘટ હોય એક – એક તલાટી પાસે ત્રણ ત્રણ ગામના ચાર્જ હોવાથી લોકોની કામગીરી ન થતી હોવાથી ફરીયાદ કરવામાં આવેલ. તેમજ ગામડાની નાની શાળા ઓને મર્જ થવાની પ્રક્રિયા થી ગામડા ના બાળકો ને શિક્ષણમાં ઉભી થયેલ પરિસ્થિતી નો પ્રશ્ર્ન રજુ થયેલ. તેમજ આવાસ યોજના અને આરોગ્ય લક્ષી પ્રશ્ર્નો પોલીસી લેવલ ના હોય ઉકેલ લાવવા જીલ્લા પંચાયત તરફથી સરકારશ્રીને રજુઆત કરવાનું જી.પં. પ્રમુખ થી દ્વારા જણાવવામાં આવેલ. સરવાળે કાર્યક્રમમાં આલીયાની ટોપી માલીયા માથે નો ઘાટ ઘડાયા જેવુ થયુ હતું.


અમરેલીમાં એસપીના નામે કાર રીપેર કરાવી લીધી : તાલુકા પોલીસમાં ફરિયાદ

અમરેલી,અમરેલીમાં લાઠી રોડ ઉપર રાજેશ મોટર નામનું ગેરેજ ચલાવી ફોરવ્હીલ રીપેરીંગનું કામ કરતાં રાજેશભાઇ ઉર્ફ રાજુભાઇ મનસુખભાઇ ગોંડલીયા રહે.અમરેલી, બ્રાહ્મણ સોસાયટી વાળાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપેલ છે કે, એકાદ માસ પહેલા અમરેલી એસ.પી.ની ગાડીના ડ્રાઇવર મહેન્દ્રભાઇ એક બ્લેક કલરની હોન્ડા સીવીક કાર રજી.નંબર જી.જે.01.એચ.એન.1440 ની લઇને પોતાના ગેરેજ પર આવેલ અને પોતાને કહેલ કે, આ એસ.પી.ની કાર છે અને રીપેર કરવાની છે તેવું કહેતાં પોતે આ કારનું રીપેરીંગ કરી આપેલ અને આ કારના રીપેરીંગના રૂ.6,000/- થતાં હોય, પરંતુ મહેન્દ્રભાઇએ આ કાર એસ.પી.ની હોવાનું જણાવતાં પોતાને એસ.પી. પ્રત્યે આદર હોય, જેથી પોતે કાર રીપેરીંગના રૂ.4500/- જ લીધેલાં. પરંતુ બાદમાં પોતાને જાણવા મળેલ કે આ કાર ખરેખર એસ.પી.ની હતી નહીં. અમરેલી એસ.પી.ના ડ્રાઇવર મહેન્દ્રભાઇ એસ.પી.ની કાર હોવાનું જણાવી, કાર રીપેરીંગ કરાવી ગયેલ હોય, અને એસ.પી.ની કાર હોવાના લીધે પોતે રીપેરીંગનો ચાર્જ ઓછો લીધેલ હોય, આ અંગે યોગ્ય તપાસ થવા જાહેર કરતાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નંબર 46/2019, તા.11/10/ર019 થી રજી. થયેલ છે અને આ બનાવમાં કોઇ ગુનાહિત કૃ્ત્ય બનેલ છે કે કેમ ? તે અંગેની તપાસ પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી, અમરેલી તાલુકા પો.સ્ટે. નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.છેલ્લા દોઢ વર્ષથી પોતાની કામગીરીને લીધે અમરેલી જીલ્લાની જનતામાં અનેરી લોક ચાહના ધરાવતા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયના નામે પોતાનો અંગત આર્થિક ફાયદો મેળવવા ઉપરોક્ત કાર એસ.પી.ની છે તેવું જણાવવામાં આવેલ હોય, આ કારનો ઉપયોગ ક્યારેય કોઇ ગુનાહિત કૃત્ય કરવા માટે થયેલ હોય અથવા તે અંગે અમરેલી જીલ્લાની જાહેર જનતા પાસે કોઇ પણ માહિતી હોય, તો અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયને રૂબરૂ અથવા ટેલીફોનના માધ્યમથી માહિતી આપવા અપીલ કરવામાં આવે છે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.


રાજુલા પંથકમા તોફાની વરસાદનું ઝાપટુ : શહેરમાં વિજપોલ પર વીજળી પડતા વીજ વાયરો તુટી પડ્યાં

રાજુલા,રાજુલા શહેર મા અને ગ્રામ્ય વિસ્તાર માં વીજળી ના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ નુ પવન સાથે જાપટુ આવતા થોડીવાર અફડા તફડી સર્જાય હતી અને શહેર મા આવેલ ધારનાથ સોસાયટી અને બાવળિયાવાડી વિસ્તાર વચ્ચે આવેલ વિજપોલ ઉપર વીજળી પડતા કેટલાક વીજ વાયરો તૂટી ગયા હતા અને રાજુલા વિજપડી રોડ પર 5 થી વધુ વૃક્ષો ધરાશય થયા હતા અને તંત્ર નહિ પોહચતા સ્થાનિક ખેડૂતો દ્વારા વૃક્ષો હટાવી માર્ગ વ્યહાર તાત્કાલિક શરૂ કરાયો હતો. પરંતુ થોડીવાર આવેલ વરસાદી ઝાપટા ના કારણે અફડા તફડી સર્જાય હતી.


અમરેલી માર્કેટયાર્ડમાં ખેત જણસો છલકાઇ : વાહનોના થપ્પા

અમરેલી,દિવાળીના દિવસો નજીક આવતા જ ખેડૂતો પોતાની ખેત જણસો લઈને એપીએમસીમાં આવી રહ્યા છે પણ નવરાત્રી બાદ અમરેલીના એપીએમસી ખાતે 350 ઉપરાંતના વાહનોના ખડકલા કપાસ લઈને ખેડૂતો ઉમટ્યા પણ કપાસના પોષણક્ષમ ભાવો મળતા નથી ને રાત્રીના આવેલા ખેડૂતોને કપાસ વેચવા પગે પાણી ઉતરે છે નવરાત્રી પુરી થતા જ ખેડૂતો કપાસના વાહનોના ભરી ભરી ને એપીએમસીમાં આવી ગયા છે પણ કપાસ વેચવા ખેડૂતોને વાહનોની લાઈનો કરવી પડી છે. કપાસ વેચવા રાત્રીના જ ખેડૂતો પોતાના વાહનો એપીએમસીમાં ગોઠવી રાખે છે પણ હાલ અવિરત વરસાદ પડયા બાદ કપાસના પ્રકારો ફેરફાર જોવા મળે છે ભીનો કપાસ તો વીણાટ કપાસ એમ એક ખેડૂત પાસે ચાર પાંચ પ્રકારના કપાસ હોવાથી વહેલી સવારથી સાંજ સુધી ખેડૂતોના કપાસની હરરાજીમાં વિલંબ થતો હોવાથી ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છેખેડૂતોએ વાહનોના ખડકલા કરી દીધા છે ને હાલ કપાસ વેચવા ખેડૂતો મજબૂર થયા છે કેમ કે દિવાળી માથે આવી છે ને કપાસ વેચ્યા બાદ થોડી ઘણી પૈસાની આવક થાય તો તહેવારો ઉજવાઈ તેવી સ્થિતિ છે પણ મોડી રાત્રિથી આવ્યા બાદ પણ સાંજ સુધી ખેડૂતોને એપીએમસીમાં કપાસ વેચાવનો વારો નથી આવતો ને ખેડૂતો હેરાન પરેશાન છે હાલ 600 થી 800 સુધીના ભાવો કપાસના ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે એપીએમસી દ્વારા અવિરત વરસાદ બાદ 350 વાહનો આવ્યા છે 225 કપાસનાં પોટલાઓ આવ્યા છે. એજ રીતે સરકાર દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ નથી થઇ છતાં પણ ના છુટકે ખેડુતો મગફળી વેચવા મજબુર બન્યાં છે. સરકાર ટેકાના ભાવે ખરીદીનું રજીસ્ટ્રેશન કરે છે પણ દિવાળી બાદ ખરીદી થાય તેવી શક્યતાઓ હોવાથી હાલ ખેડુતો 700 થી 900 સુધીમાં મગફળી વેચી રહ્યાં છે. અને કપાસના અલગ અલગ ફાલ થયા હોવાથી હરરાજીમાં વિલંબ થઈ રહ્યો છે પણ સાંજ સુધીમાં ખેડૂતોનો માલ વેચાઈ જતો હોવાનું એપીએમસીના સુત્રોએ જણાવ્યું હતું.


error: Content is protected !!