Main Menu

Monday, October 14th, 2019

 

15-10-2019


અમરેલીમાં સિનિયર સિટીઝનોની સંભાળ લેતુ તંત્ર માર્ગદર્શન અને મદદ કરાઇ : વૃધ્ધજનો પ્રસન્ન થયાં

અમરેલી,આધાર હોવા છતા પણ નિરાધાર બની અમરેલી વૃધ્ધાવસ્થામાં જીંદગી વ્યતીત કરતાં વૃધ્ધ મહિલા પુરૂષોને મદદરૂપ બનવા આજે અમરેલી કોર્ટના મહિલા જજ તેમજ યુવા પ્રાંત અધિકારી દ્વારા નિરાધારો વચ્ચે જઇ વૃધ્ધોને મળતી તમામ સરકારી સહાય અંગે સ્થળ પરજ કાર્યવાહી કરવામાં આવતા નિરાધાર વૃધ્ધોમાં ભારે હર્ષની લાગણી છવાયેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ અમરેલીમાં નિરાધાર વૃધ્ધો માટે ચાલતા દિકરાનું ઘર નામની સંસ્થામાં 100 જેટલા વૃધ્ધ જીંદગીના દિવસો વ્યતીત કરી રહેલ છે. આ સંસ્થાને કોઇ પણ પ્રકારની સરકારી સહાય મળતી નથી ફકત દાતાઓની સરવાણીથી વૃધ્ધોની જીંદગી નિર્ભર છે. પરોપકારી માણસ ધરાવતા અમરેલીના મહિલા પ્રિન્સીપલ સિનિયર સિવિલ કોર્ટના જજ અને તાલુકા કાનુની સેવા સમિતિનાં ચેરપર્સન ડો. એમ.એસ.પાંડેએ આ દિકરાના ઘરની મુલાકાત લઇ વૃધ્ધોની વાસ્તવીક જીંદગીથી વાકેફ બનેલ હતા. વૃધ્ધાશ્રમમાં મહિલાઓનું પ્રમાણ વધારે જોવા મળેલ હતુ. અવા વૃધ્ધો પાસે કોઇ પ્રકારનાં આધાર પુરાવા પુરતા પ્રમાણમાં ન હતા. સરકારી કચેરીએ જવા અસમર્થે એવા વૃધ્ધોને સરકારી મદદ માટે મહિલા જજે અમરેલીના યુવા પ્રાંત અધિકારી ડી. એન.સતાણીને જણાવેલ હતુ. આજે રજાના દિવસે પ્રાંત અધિકારીની ટીમનાં ભીમાણીભાઇ, હિતેષભાઇ કાલાવાડીયા, બી.એલ.ઓ. પ્રવિણ બારૈયા સહિતનાએ જજની આગેવાની હેઠળ વૃધ્ધાશ્રમમાં જઇ નિરાધાર વૃધ્ધોને મળવા પાત્ર સરકારી સહાય, મતદાર યાદીમાં નામ ચડાવવા સહિતની કાર્યવાહી સ્થળ પર જ કરેલ હતી. જજ અને પ્રાંત અધિકારીની ટીમની કામગીરીથી નિરાધાર વૃધ્ધોમાં એક અપનાપન ની લાગણીનાં દ્રશ્યો સર્જાયેલ હતા.


રાજુલા નજીક મસુંદડા ગામના ડુંગરાળ વિસ્તારમા દીપડા અને સિંહ વચ્ચે ઇનફાઈટમાં દિપડાનું મોત

રાજુલા,રાજુલા પંથક મા સિંહો ની સાથે પણ દીપડા ની સંખ્યા વધી રહી છે ત્યારે આજે રાજુલા તાલુકા ના બાબરીયાધાર રાઉન્ડ ના મસુંદડા ગામ ના ડુંગરાળ વિસ્તાર મા દીપડા નો મૃતદેહ હોવાની સ્થાનિક લોકો દ્વારા રાજુલા વનવિભાગ ને જાણ કરાય ત્યાર બાદ રાજુલા વનવિભાગ ની ટીમ ઘટના સ્થળે પોહચી અને તપાસ કરતા દીપડા અને સિંહ વચ્ચે ઇનફાઈટ થયા નુ સામે આવ્યુ હતુ જ્યારે આ વિસ્તાર મા દીપડા અને સિંહ વચ્ચે ઇનફાઈટ ની ઘટના પ્રથમ હોય શકે તેવુ પણ એક અનુમાન છે જ્યારે દીપડા બાબરીયાધાર સહીત મોટાભાગે ગામડા મા વસવાટ કરી રહ્યા છે ત્યારે એક અનુમાન એવુ પણ છે દીપડા અને સિંહો વચ્ચે વરચ્ચવ ની લડાઈ પણ હોય શકે જ્યારે અગાવ 2 વર્ષ પહેલા બાબરીયાધાર મા અનેક વખત દીપડા ના મૃતદેહો મળી ચુક્યા છે ત્યારે ફરીવાર ઘટના ચોંકાવનારી આવી છે ત્યારે હવે વનવિભાગ એ પણ સિંહો અને દીપડા વચ્ચે કેવી રીતે ઇનફાઈટ ની ઘટના બની રહી છે તેને લઈ ને તપાસ શરૂ કરવી પડશે જ્યારે આજ ની ઘટના અંગે જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડા નો સંપર્ક કરતા જણાવ્યું હતુ દીપડા નો મૃતદેહ મળી આવ્યો છે અને ઇનફાઈટ ના કારણે મોત થયા નુ અનુમાન છે.


ખાંભા ગીરના ગોરાણાની પ્રાથમિક શાળામાં શિક્ષક નથી

અમરેલી,ગુજરાતમાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું ગયું છે બીજી તરફ સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાની વાતો થાય છે. પણ વાસ્તવિકતા શિક્ષણની તદ્દન વિપરીત છે ખાંભાનાં ગોરાણા ગામે સરકારી પ્રાથમીક શાળા છે વિદ્યાર્થીઓ છે પણ વિદ્યાર્થીઓને ભણાવવા માટે એક પણ શિક્ષક નથી. તેથી બાળકોનાં શિક્ષણને ભારે અસર થાય છે. શિક્ષકો મુકવા માંગ ઉઠી છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં આવેલ ગોરાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક અભાવે મુશ્કેેલી સર્જાઇ છે. 1969 માં આ ગોરાણા ગામમાં પ્રાથમિક શાળા સ્થપાઈ છે પણ હાલ શિક્ષણની અધોગતિ છે કે આ ધોરણ 1 થી 5 ની આ પ્રાથમીક શાળા છે સુવિધાઓ તમામ પ્રકારની છેપણ વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા શિક્ષક વિનાની આ ગોરણા ગામની પ્રાથમીક શાળા છે. જેમાં 49 વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામભરોંસે છે. ગોરાણા ગામમાં છેલ્લા છ માસથી શિક્ષણ તંત્ર દ્વારા શિક્ષકોની નિમણુંક નથી કરાતી પણ વિદ્યાર્થીઓ સ્કૂલ ટાઈમે આવી જાય છે ને આવીને ગ્રાઉન્ડમાં રમતો રમીને ચાલ્યા જાય છે શિક્ષણ વિભાગ શિક્ષક વિનાની શાળા ચલાવી રહ્યું છે પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ થવાની છે પણ છ મહિના ભણ્યા ન હોય ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા શુ આપશે ? કે શિક્ષકો પરીક્ષા લેવા મુકાશે તે એક ગંભીર પ્રશ્ન સર્જાયો છે ને ભારતના ભવિષ્ય સમાનના વિદ્યાર્થીઓ મુંજાયા છેગોરાણા ગામની પ્રાથમિક શાળા છે બિલ્ડીંગ છે પણ વિદ્યાર્થીઓને ભણાવી શકે તેવા શિક્ષકો છ છ મહિનાથી નથી જ્યારે છ મહિના આગાઉ આ શાળાના બે શિક્ષકો વયમર્યાદાથી નિવૃત થયા બાદ આજુબાજુના ગામમાંથી અન્ય શાળાના શિક્ષકને અઠવાડિયે એકાદવાર મોકલવામાં આવે છે ને શિક્ષણનું ગાડું ગબડાવાઈ રહ્યું છે ત્યારેગોરાણા ગામ બાજુના ત્રાકુડા ગામના શિક્ષકને ગોરાણા મોકલીને વિદ્યાર્થીઓને ભણાવવાનો ઢોંગ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો પણ વિદ્યાર્થીઓની છ માસિક પરીક્ષાઓ શરૂ થવાની છે ને એકપણ તૈયારી વગર વિદ્યાર્થીઓ પરીક્ષાઓ કઈ રીતે આપે તે અંગે વિદ્યાર્થીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે આ અંગે ગોરાણાના ઉપ સરપંચે જિલ્લા શિક્ષણતંત્રને અનેક રજૂઆતો કરી પણ શિક્ષકોની નિમણુંક ગોરાણાની પ્રાથમિક શાળામાં કરવામાં આવતી નથી ને ભારતનું ભવિષ્ય શિક્ષક વિના ઠેબા ખાઈ રહ્યું છેક્યારેક ક્યારેક શિક્ષકો ગોરાણા પ્રાથમિક શાળામાં મૂકીને શિક્ષણ તંત્ર જાણે બાળકો પર અહેસાન કરતી હોય તેવી સ્થિતિ છે એક અઠવાડીયું બીજા ગામની શાળાના શિક્ષક આવે તો બીજા અઠવાડિયે અન્ય ગામ માંથી શિક્ષક મૂકીને શિક્ષણનું ગાડું દોડાવાઈ રહ્યું છે અગાઉના શિક્ષકે કયા પાઠ ભણાવ્યા એ આવેલા શિક્ષકને ખબર નથી હોતી પણ મોટાભાગે શિક્ષક વિના જ આ ગોરાણાની પ્રાથમિક શાળા ચાલી રહી છે તો આ શાળામાં પીવાના પાણીના ઓરડાને તાળા માર્યા છે બાળકોને રમવાના હીંચકાઓ પણ તૂટી ગયા છે તો મધ્યાહન ભોજન જેવી સુવિધાઓ ગોરાણા ગામમાં છ મહિનાથી બંધ થઈ ગઈ છે ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગ પણ નવા સત્રથી બે શિક્ષકોની નિમણુંક કરવાની વાત કરીને શિક્ષણ તંત્રની ચાલતી લોલમલોલ બલિહારી ચલાવી રહયા છે. અને અન્ય શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળા ચલાવાય રહી હોવાના ગીત ગાય રહ્યા છેસરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાની વાતો કરવાના સ્લોગનો સ્કૂલમાં લખ્યા છે પણ ગાંધીના ગુજરાતમાં શિક્ષણનો ગ્રાફ શિક્ષક વિનાની શાળામાં સાવ નિમ્ન કક્ષાએ છે તે વાસ્તવિકતા છે જે એક જ દિવસ આવેલા ત્રાકુડાના શિક્ષકે સ્વીકાર્યું હતું


error: Content is protected !!