Main Menu

Tuesday, October 15th, 2019

 

અમરેલીના કલેકટર – એસપી દ્વારા લોકોના પ્રશ્ર્નો દુર કરવા જહેમત

અમ2ેલી,અમ2ેલી જિલ્લામાં હાલ વર્ગ-1 ના અધિકા2ીશ્રીઓ ફ2જ બજાવેછે. જેમાં કલેકટ2શ્રી આયુષ્યઓક આઈ.એ.એસ. દવા2ા સતત લોકોના પ્રશ્નો અને નાગ2ીકોને પડતી મુશ્કેલીઓ બાબતે સતત જાગૃત 2હી લોકોના પ્રશ્નો તથા નાગ2ીકોને પડતી મુશ્કેલીઓ દુ2 ક2વા 2ાત દિવસ જોયા વગ2 ખંત અને ઉત્સાહથી કામ ક2ી 2હયાંછે. તેવાજ અમ2ેલીમાં પોલીસ અધિક્ષક ત2ીકે ફ2જ બજાવતા શ્રી નિલીત્પ2ાય આઈ. પી.એસ.કે જેઓ કોઈ પણ જાતની સેહ શ2મ 2ાખ્યા વગ2 ભૂ-માફીયાઓને ભો ભીત2 ક2ેછે.અને અમ2ેલી ની જનતાના પ્રાણ પ્રશ્નો જેવાકે, ટાફીક, કા્રઈમ, ગુડાગર્દી, દા2ુઓની બદીઓ સામે જીવના જોખમે કામગી2ી ક2ી 2હયાછે.આમ અમ2ેલીના આ બન્ને અધિકા2ીશ્રીઓ અમ2ેલી જિલ્લાને 16 કલાએ ખીલવવાની નેમ લઈને આવ્યાછે. અને આ જિલ્લાના ઉદ્રભવતા પ્રશ્નોને તાત્કાલીક નિકાલ ક2ી ને લોકોને સાચા અને પ્રમાણીક અધિકા2ીઓ મળેલછે.જે તેઓની કાર્યશલી ને અભિનંદનને પાત્રછે. આમ આ જિલ્લાના આ બન્ને અધિકા2ીશ્રીઓને ક2ેલ કામગી2ી બદલ અભિનંદન પાઠવુછુ. તેમ જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ જણાવ્યુ છે.


અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા બરૂમાળમાં સહકારીતા તાલીમ વર્ગ યોજાયો

અમરેલી,શ્રી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી દ્વારા એનઆઇસીએમ ગાંધીનગર મારફત નાબાડેના સહયોગથી સદગુરુ ધામ ભાવ ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાં બરુમાળ મુકામે બેંકના માનનીય ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી તેમજ બેંકના જનરલ મેનેજર (સીઇઓ) શ્રી બી.એસ કોઠીયાના માર્ગદર્શન થી ધંધાકીય વિકાસ નફાનું આયોજન અને ધંધાકીય વૈવિધ્યકરણ અંગેનો તાલીમ કાર્યક્રમનું તારીખ 13/10 /2019 થી 15/ 10 /2019 દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં પ્રથમ દિવસે પ્રથમ સત્રમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ વલસાડ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિનાવાલાનું સ્વાગત બગસરા શાખાના બ્રાન્ચ મેનેજર શ્રી અરવિંદભાઈ કાનાણી દ્વારા કરવામાં આવ્યુ તેમજ તેમની સાથે પધારેલા વલસાડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના લોન વિભાગના મેનેજર શ્રી એમ.એમ રબારાનું સ્વાગત એફ. એલ. સી વિભાગના જુનીયર ઓફિસર શ્રી મહેશભાઈ કથીરિયા દ્વારા કરવામાં આવેલ તેમજ એનઆઇસીએમ ગાંધીનગરથી ટ્રેનિંગ આપવા માટે પધારેલ શ્રી ડી. બી ગોટી નું સ્વાગત વહીવટી વિભાગના અધિકારી શ્રી ભાવેશભાઈ સિંગાળા દ્વારા કરવામાં આવેલ આ ટ્રેનિંગ પ્રોગ્રામ માં બેંકના 60 અધિકારીઓની ટ્રેનિંગ પ્રોગ્રામમાં ટ્રેનિંગ લેવા માટે મોકલવામાં આવેલ જેમાં પ્રથમ દિવસે વલસાડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજીંગ ડિરેક્ટર શ્રી બિનાવાલા દ્વારા ભારતમાં સહકારી સંસ્થા બેન્કિંગનું માળખું તેમજ સહકારી બેન્કોમાં ગ્રાહકો સાથેના સંબંધનું મેનેજમેન્ટ વિશે માહિતી આપેલ તેમજ વલસાડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના લોન વિભાગના મેનેજર શ્રી એમ.એમ રબારાએ વ્યક્તિ વિકાસ માટે મુદતી ધિરાણો પ્રોજેક્ટ ના સિદ્ધાંતો તથા એન. પી. એ અંગેની માહિતી આપેલ તેમજ પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર પ્રોફેસર ડી. બી. ગોટી દ્વારા પ્રાથમિક ધિરાણ સહકારી મંડળીઓમાં ધંધાકીય તથા વૈવિધ્યકરણ ની આવશ્યકતા તેમજ બેંકોમાં ફંડ મેનેજમેન્ટ અંગે વિસ્તૃત માહિતી આપલ તેમ બેંકના એફ. એલ. સી વિભાગના અધિકારી શ્રી મહેશભાઈ કથીરિયાની યાદીમાં જણાવેલ છે.


લીલીયા પોલીસ મથકનાં અપહરણનાં ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

અમરેલી,તાજેતરમાં ડી.જી.પી. ગાંધીનગર એ તા.01/08/19 થી તા.31/10/19 સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયે વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી ડી. કે. વાઘેલાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા અના.હેડ કોન્સ નાજભાઇ પોપટ તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.30/18 સીએફ 363,366 પોકસો ક.18 વિ. મુજબના ગુન્હાના કામે આરોપી વિરુધ્ધ સેશન્સ કોર્ટ માંથી સીઆરપીસી ક.70 મુજબનું પકડ વોરંટ માં આરોપી નાસતો ફરતો હોય અને આરોપીને સીઆરપીસી ક.82 મુજબનું જાહેરનામું બહાર પાડી ફરારી/ભાગેડુ જાહેર કરેલ હોય જે ને ભોગબનનાર સાથે લીલીયા તાલુકાના હાથીગઢ રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડેલ. અશ્વિનભાઇ અરવિંદભાઇ વેકરીયા ઉ.વ.27 રહે.ભેસાણ તા.લીલીયા વાળાને તા.14/10/19 ના રોજ પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા લીલીયા પોલીસ ને સોપી આપેલ.આમ શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલીની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ ડી. કે. વાઘેલા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા છેલ્લા એક વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ ફરારી આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડેલ છે.


અમરેલીની ઇન્દીરા શાક માર્કેટ પાસે ટ્રાફિકનો પ્રશ્ર્ન હલ થતા લોકોને હાશકારો : પાર્કીંગની જગ્યા ખુલ્લી થઇ

અમરેલી,ભુતકાળમાં જયાંથી ટ્રાફીકના મામલે મોટું કોમી તોફાન પણ થયું હતું તેવી અમરેલીની ઇન્દીરા શાક માર્કેટ પાસે પાર્કીંગની જગ્યામાં ઉભા રહેતા લારી ગલ્લા હટાવાતા અહી ટ્રાફીકનો મોટો અને વર્ષો જુનો પ્રશ્ર્ન હલ થતા લોકોને હાશકારો થયો છે.અને પોલીસ તથા નગરપાલિકાની સારી કામગીરીને કારણે પાર્કીંગની જગ્યા ખુલ્લી થઇ હોય અહી સર્જાતા ટ્રાફીક જામ અને વાહનો મુકવાની માથાકુટથી છુટકારો મળતા લોકોમાં આ પગલાને આવકારાયું છે.અહી પાલિકા દ્વારા પાર્કીંગનું કામ થનાર છે. બીજી તરફ અહી વેપાર કરતા નાના લારીગલ્લાઓ માટે રોજીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ હોય અહીથી હટાવાયેલા લારી ગલ્લા ધારકોને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તેવી વૈકલ્પીક જગ્યા નગરપાલિકાએ ફાળવવી જોઇએ જેનાથી તેના પેટ ઉપર પાટુ ન લાગે અને આવી રીતે તેને કાઢવામાં ન આવે તેવી લાગણી પણ લોકોમાં ફેલાઇ છે.


error: Content is protected !!