Main Menu

Wednesday, October 16th, 2019

 

અમરેલીના ઉર્વીબેન ટાંકનું મુંબઇમાં શ્રેષ્ઠ નારી સન્માન

અમરેલી,શાંતીકુંભ કાર્યક્રમ અંતર્ગત મુંબઇના ઘાટકોપરમાં ઝવેરબેન પોપટલાલ સભાગૃહ ખાતે શશકત સમૃદ્ધ શ્રેષ્ઠ નારી સન્માન કાર્યક્રમ શકિતકુંભ અંતગર્ત ગ્રાન્ડ મ્યુજીકલ ઇવનીંગ સાથે શ્રીમતી સાઇના એનસીનાં મુખ્ય અતિથિ પદે યોજાતા અમરેલીનાં જાણીતા સેવાભાવી અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા. શ્રીમતી ઉર્વિ ટાંક શ્રેષ્ઠ નારી સન્માન 2019 આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સહિયર, ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, પ્રસાધમ મહિલા મંડળ, ઝવેલ સાહેલી, ઝવેલ પંચાવન, વી ઇન્ટરનેશનલ, કપોળ મહિલા મંડળ, પી.કે.બી. મહિલા મંડળ, સુલભ સ્કુલ, સખી વૃંદ મહિલા મંડળ, જીદાલ ગૃપ, સ્ત્રીનિકેતન, મહેવાણી, ગ્લોબલ દિવસ, જે.જે.સી.લેડીઝ વિંગ, વાગડ મહિલા મંડળ, જોલી જીમખાના, લેડીઝ વિંગ કાઠીયાવાડ, કાઠીયાવાડ સેવાસામજ, સુશીવહુ મંડળ, કાઠીયાવાડ સ્થાનક વાસી મહિલા મંડળ, સંકલ્પ સેવા સંઘ, શુર સંગમ, મધ્ાુર મિલન, સુંદરમ ગૃપ, લાયન્સ કલબ ઓફ ઘાટકોપર ગેલેકસી, લાયોનેસ કલબ ઓફ પાટનગર શ્રી સોરઠ વિસા શ્રીમાળી જૈન મહિલા મંડળ, દસા સોરઠીયા મહિલા મંડળ, જીરાવાલા મહિલા સંગમ, સાર્તુલ ગુરૂકુલ, સહિયારી, ઘોઘારી મહિલા મંડળ, લાફીંગ કલબ, સન્નારી ગૃપ, કે.વી.ઓ. ગૃપ, જીરાવાલા મહિલા ગૃપ, ગ્વાામી, કેમ્લીન સેવા મંડળ, લાયન લેડી ઓકઝીલરી, લાયન્સ વેસ્ટ કોસ્ટ, લાયન લેડી ઘાટકોપર, શ્રી નીકેતન, કે.વી.ઓ.મહિલા સંગમ સહિતની સંસ્થાઓના સહયોગ અને ઉપસ્થિતીમાં સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા ના વતની અમરેલી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના પ્રમુખ.ઉદ્યોગપતિ તથા સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રી ભરતભાઇ ટાંક ના ધર્મપત્ની તથા અમરેલી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક ને મુંબઈ માં ઘાટકોપર ના ભાજપ ના કોર્પોરેટર શ્રીમતી બિન્દુબેન ત્રિવેદી પૂર્વ કોર્પોરેટર શ્રીમતી ફાલ્ગુનીબેન દવે તથા લાયન નિહારિકા બેન શાહ ના હસ્તે શક્તિકુંભ એવોર્ડ 2019 મુંબઈ થી સન્માનિત કરવામાં આવેલ બદલ ગર્વ ની લાગણી અનુભવીએ છીએ તે બદલ શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક ને ખૂબ ખૂબ અભિનંદન સાથે તેઓ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીમતી બિંદુબેન ત્રીવેદી, શ્રીમતી ફાલગુનીબેન દવે, શ્રીમતી નિહારીકા શાહએ કર્યુ હતું.


અમરેલીનાં લક્ષ્મી ડાયમંડ દ્વારા મુંબઇમાં 5 કરોડની સૌથી મોંઘી કાર સ્પર્ધામાં મુકાઇ

અમરેલી,હાલ ડાયમંડ વિક ચાલી રહયું છે. ડાયમંડ વિકની ઉજવણી દરમિયાન મુંબઇ ખાતે અમરેલીનાં લક્ષ્મી ડાયમંડ દ્વારા યોજાયેલી ઇવેન્ટમાં વિશ્ર્વની સૌથી મોંઘી કાર મુકવામાં આવી છે. જેમાં સાડા 3 લાખ હીરા જડેલા છે. અને વિશ્ર્વની સુવિધા સભર ગણાતી આ લકઝરીયસ કારની કિંમત રૂ.5 કરોડ છે. મુંબઇના બી.કે.એસ.ખાતે ઇવેન્ટમાં સૌથી મોંઘી કાર દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. અમરેલીનાં લક્ષ્મી ડાયમંડ દ્વારા મુકાયેલી કાર જોવા અનેક સેલેબ્રીટીઓ મુલાકાત લઇ રહી છે. આમ ડાયમંડ ક્ષેત્રે ગુંજતા અમરેલીએ દેશ અને દુનિયામાં સૌથી મોંઘી કાર રજુ કરી ડંકો વગાડયો છે. તે પણ એક ગૌરવ રૂપ ઘટના ગણાય. અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મી ડાયમંડના એમડી તરીકે અશોકભાઇ ગજેરા કાર્યરત છે. ડાયમંડના વ્યવસાય સાથે એકાએક પ્રેરણા મળી અને સૌથી મોંઘી કારનું નિર્માણ કરી વિશ્ર્વમાં હોટ ફેવેરીટ બન્યા છે.


લીલીયામાં વિદેશી દારૂની હેરા-ફેરી પકડાઇ

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા અને કેફી પીણુ પીધેલી હાલતમાં વાહન ચલાવતા શખ્સો તથા પ્રોહીબીશનની વાહનોમાં હેરાફેરી કરતા શખ્સો અંગે કડક વાહન ચેકીંગ કરી પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે મુજબ આજરોજ તા.14/12/2019 નાં રોજ ટ્રાફીક શાખા ટીમ લીલીયા ગામ પાસે, લીલીયા ચોકડી ઉપર વાહન ચેકીંગ કામગીરી દરમ્યાન એક મારૂતિ અલ્ટો કાર નિકળતા જેનો પીછો કરતા, અલ્ટો કારનો ચાલક કાર મુકી નાશી ગયેલ જે અલ્ટો કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલ.નાશી જનાર કાર ચાલક-પ્રવિણભાઇ પોપટભાઇ આલગરીયા રહે. અમરેલી. પકડાયેલ પ્રોહી મુદ્દામાલભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાંન્ડની બોટલો નંગ-287, કિં.રૂ.1,02,900/- તથા મારૂતિ અલ્ટો કાર રજી.નંબર જી.જે.01.એચ.જે.2783 કિં.રૂ.1,20,000/- મળી કુલ કિં.રૂ.2,22,900/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. આ કામગીરી અમરેલી ટ્રાફીક શાખા, પો.સ.ઇ. શ્રી ડી. સી. સાકરીયા તથા ટ્રાફીક શાખા ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


બગદાણામાં થયેલ મર્ડરના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લેતી પોલીસ

ભાવનગર,બગદાણામાં ફરીયાદી સવુબેન લાખાભાઇ સરવૈયાના પુત્ર ચકુરભાઇ સરવૈયાની પત્નિ કાળીબેનને આ કામના ફરીયાદીના મોટા પુત્ર પેથાભાઇનો છોકરો ભરતભાઇ ઉર્ફે મુન્નાને આડો સબંધ હોય. અને જે સબંધની જાણ આ કામે મરણજનાર ચકુરભાઇને થઇ જતા જે બાબતે અવારનવાર મરણજનારને આ કામના આરોપી ભરતભાઇ ઉર્ફે મુન્ના તથા કાળીબેન સાથે ઝધડા થતા હોય. અને આ કામના આરોપીઓને તેના આડા સબંધમાં મરણજનાર ચકુરભાઇ ખીલી રૂપ હોય જેથી ગઇકાલ તારીખ 12-13 / 10/2019 ના રાત્રીના સમયે કરમોદર તથા બગદાણા ગામની સીમ વચ્ચે આવેલ ડુંગરોમાં આ કામના આરોપીઓએ મરણજનાર ચકુરભાઇ લાખાભાઇ સરવૈયા ને માથામાં પથ્થરના ઘા મારી મોત નીપજાવીને નાસી ગયેલ. જે બાબતની આ કામના ફરીયાદી સવુબેન લાખાભાઇ સરવૈયાએ બગદાણા પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવતા ખુનનો ગુન્હોે રજીસ્ટર થયેલ. અને આ કામની આગળની તપાસ બગદાણા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ.સી.એચ. મકવાણા ચલાવી રહયા છે. ઉપરોકત બનાવની ગંભીરતાનો ધ્યાને લઇ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકએ મર્ડરના આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય. જેના ભાગ રૂપે ભાવનગર આર.આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમાર તથા પેરોલ ફર્લોે સ્કોર્ડ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ. પરમારના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો મર્ડરના આરોપીઓની તપાસમાં હતા . તે દરમ્યાન મળેલ બાતમી આધારે ગત રાત્રીના આ કામના આરોપી ભરતભાઇ ઉર્ફે મુન્નો પેથાભાઇ સરવૈયા જાતે દે.પુ. ઉ.વ. 28 ધંધો – મજુરી કાળીબેન વા/ઓ ચકુરભાઇ સરવૈયા જાતે દે.પુ. ઉ.વ. 40 ધંધો મજુરી રહેવાસી બન્ને પગદાણા ગામ હજીરા વિસ્તાર,તા. મહુવા જી. ભાવનગર વાળાઓને ભાવનગર પીલગાર્ડન ખાતેથી ઝડપી પાડી બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આમ આર.આર.સેલ તથા રેન્જ પેરોલ ફુર્લોે સ્કોર્ડ ભાવનગર રેન્જના સ્ટાફને મર્ડરના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે. આ કામગીરીમાં આર. આર.સેલના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમાર તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સપેકટર વી.એલ.પરમારની સુચનાથી હેડકોન્સ બાબાભાઇ આહીર તથા ટી.કે. સોલંકી તથા પોલીસ કોન્સ. એઝાઝખાન પઠાણ તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી તથા મહિલા પો.કોન્સ. માયાબેન પંડયા વગેરે જોડાયા હતા.


પ્રવાસીઓ આનંદો ! આજથી ગીર જંગલમાં સિંહદર્શન કરી શકાશે

અમરેલી,ગીર અભયારણ્ય આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકી દેવાશે. ગીરના રાજા એવા સિંહનું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી જશે. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે. ત્યારે આજથી પ્રવાસીઓ સિંહના દર્શન કરી શકશે. હવે, દિવાળીનું વકેશન નજીક આવી રહૃાું છે ત્યારે પ્રવાસીઓ માટે ફરવાનું ગુજરાતનું આકર્ષકના દરવાજા આજે ખૂલી જશે. વન વિભાગ દ્વારા મળેલ અપડેટ મુજબ, હાલ ગીરમાં 525 સિંહો છે. ચાર મહિનાના વેકેશનમાં 35 ટકાનો વધારો થયો છે. એટલે કે, પ્રવાસીઓને સિંહ દર્શન સમયે સિંહ બાળ વધુ પ્રમાણમાં જોવા મળશે. ગીર જંગલમાં સિંહ બાળ જોવાનો પણ એક અનેરો લ્હાવો છે. વર્ષોત્તર પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને ગત વર્ષે સરકાર અને વન વિભાગ દ્વારા કેટલાંક ખાસ આકર્ષણ પણ વધારવામાં આવ્યાં હતા. રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓને આપવામાં આવતી પરમીટની સંખ્યામાં વધારો કરાયો હતા. અગાઉ રોજની 90ની પરમીટ આપવામાં આવતી હતી. જેમાં હવે 60નો વધારો કરીને રોજની કુલ 150 પરમીટ કરવામાં આવી છે. લોકો પરિવાર સાથે ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહને જોવા આવતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગીરના જંગલમાં હવે મહિલા ગાઇડની પણ નિમણુંક કરવામાં આવી છે.


ખાંભાની મેઇન બજારમાં ટ્રકની બ્રેક ફેઇલ થતાં અકસ્માત

ખાંભા, ખાંભા મેઇન બજારમાં આજે બપોરના બે વાગ્યે અમરેલીથી જીપ્સમ ભરીને કોડીનાર જવા નીકળેલ ટ્રક નં. જીજે 26 યુ 4455 ની બ્રેક ફેલ થઇ જતા ખાંભા પશુ દવાખાનાથી એકાદ કીમી સુધી બ્રેક ફેલ ટ્રક ખાંભાના હાર્દ સમા સ્ટેટ હાઇવે -90 ઉપર ખાંભાની મેઇન બજારમાં બેકાબુક ટ્રક પસાર થઇ ખાંભાની કન્યા શાળા સામે આવેલ પંજવાણી શોપીંગ સેન્ટરમાં ઘુસી ગયો હતો. શોપીંગ સેનન્ટર આગળ ફ્રુટની લારી લઇને ઉભેલા દેવીપુજક યુવાન પ્રવિણ મકનભાઇ ની લારીને હડફફેટે લેતા પ્રવિણભાઇને ગંભીર રીતે ઘાયલ કરેલ. તાત્કાલીક 108 માં ખાંભા દવાખાને લઇ જતા પુર્તિ સારવારની સુવિધા ન હોવાથી સાવરકુંડલા દવાખાને રીફર કરેલ. જ્યાં સાવરકુંડલા પહોંચતા સમયે રસ્તામાં તેમનું મોત નીપજ્યુ હતુ. બપોરના બે વાગ્યાના સમયે સદભાગ્યે વેપારીઓ જમવા ગયેલા હોય. રોડ ઉપર ટ્રાફીક પણ નહીવત હોવાથી વધારે જાનહાની ટળી હતી. આ અકસ્માત કરનાર ટ્રક નડીયાદથી જીપ્સમ પાઉડર ભરીને કોડીનાર જતો હતો. જે ટ્રક અકસ્માત સજાર્તા ટ્રક ડ્રાઇવર ટ્રક છોડીને ફરાર બની ગયો હતો. મેઇન બજારમાં ગંભીર પ્રકારનો અકસ્માત સજાર્તા લોકોના ટોળે ટોળા એકઠા થતા પોલીસ ઘટના સ્થળળે પહોંચી લોકોના ટોળાને દુર કરી અકસ્માત ફરતે દોરડા બાંધી વધ્ાુ દુઘર્ટના ન બને તે માટે કાયર્વાહી કરી હતી.


રાજુલાની સ્કુલમાં ઝેરી મધમાાખીઓ ત્રાટકી : છ વિદ્યાર્થીને ડંખ માર્યા

રાજુલા, રાજુલાની કેલેરોક્ષ પબ્લિક સ્કુલમાં ગ્રાઉંડમાં જ આવી ચડેલ કાંડારના ઝુંડે છ થી વધ્ાુ વિદ્યાર્થીઓને ડંખ મારતા ભારે અફડાતફડી મચી ગઇ હતી અને ઘવાયેલાઓને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. રાજુલા શહેર મા આવેલ કેલોરેક્ષ સ્કૂલ ના પટાંગણ મા ઝેરી કાંડર આવી ચડ્યુ હતુ અને અફડા તફડી સર્જાય ગઈ હતી અચાનક 6 થી વધુ વિધાર્થી ઓ ને કાંડર ડખ મારી દેતા અફડા તફડી સર્જાય ગઈ હતી અને 6 થી વધુ વિધાર્થી ઓ ઘાયલ થતા ભેરાઈ રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલ મા ખસેડાયા હતા જયા તેમની સારવાર કરાય હતી અને તાત્કાલિક આ ઝેરી કાંડર હટાવવા માંગ કરી હતી અને કોંગ્રેસ કાર્યકર રવીભાઇ ધાખડા,જયેશભાઇ દવે સહીત કોંગ્રેસ હોદેદારો એ રોષ વ્યકત કરી શાળા ના સંચાલકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી અને વિધાર્થી ઓ ના જોખમ ને લઈ ને શાળા સામે સવાલો ઉઠાવ્યા હતા.


error: Content is protected !!