Main Menu

Thursday, October 17th, 2019

 

ખાંભામાં જીલ્લા પંચાયત આપને દ્વારે કાર્યકમ યોજાયો

ખાંભા,ખેડુતો અને સામાન્ય નાગરીકોના પ્રશ્નોને વાચા આપવાના ઉમદા આશયથી અમરેલી જીલ્લા પંચાયત અને ખાંભા તાલુકા પંચાયત દ્વારા. ખાંભા તાલુકા પંચાયતના યજમાન પદે આ વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડીયાના અધ્યક્ષ સ્થાને જીલ્લા પંચાયત આપને દ્વારે કાર્યક્રમ યોજાયો હતો. આ લોક દરબારના કરાયેલ આયોજનમાં તાલુકાભરમાંથી ખાસ કરીને ખેડુતોને કનડતા લોક પ્રશ્ર્નો જેવા કે અનિયમીત વિજળી, જમીનોનું ધોવાણ, રોડ, સ્થાનિક પંચાયતોના ટલ્લે ચડાવાતા કામો, મોભનેશ ડેમનો ઓગન ઉચો લેવા, બીપીએલ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અમલવારી , ખાંભા મીતીયાળા અભ્યારણ્ય, માર્ગ મકાન પંચાયત દ્વારા રોડ બનાવવા, ખાંભા સ્મશાન સુધી રોડ અને ખાંભા- રાજુલા 400 મી. રોડ પહોળો કરવા, ભુર્ગભ ગટરની ગંદકી અને અધ્ાુરા કામો સહિતના કુલ 43 પડતર પ્રશ્ર્નોનો નીકાલ કરવા આવેલ અરજીઓ અન્વયે શક્ય હોય તેટલા પ્રશ્ર્નોના સ્થળ ઉપર નીકાલ કરવા સાથે જે તે વિભાગ ના અધિકારીઓને તાકીદ કરવામાં આવેલ હતી. ગેરહાજર એવા પીજીવીસીએલના અનેક પ્રશ્ર્નો સ્વાગત કાર્યક્રમમાં મુકાશે. તેવુ જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ જણાવેલ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલા, ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ આપાભાઇ વાળા, જીલ્લા પંચાયતના સદસ્ય વિપુલભાઇ સેલડીયા, નીરૂભાઇ રાઠોડ, જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઇ ચાવડા, ખાંભા યાર્ડના વાઇસ ચેરમેન બાબભાઇ ખુમાણ, ધારી તાલુકા પંચાયતના પ્રમુખ બિચ્છુભાઇ વાળા, રમેશભાઇ કળસરીયા, રાણીંગભાઇ મોભ, ટીડીઓશ્રી ભાવસાર, મામલતદારશ્રી મહેતા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રસીકભાઇ ભંડેરી તેમજ તમામ વિભાગના અધિકારીઓ અને તલાટીમંત્રી સહિત ઉપસ્થિત રહયા હતા.


લાઠી પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં નાસતાફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી ટીમ

અમરેલી, (ક્રાઇમ રિપોર્ટર)પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયઅમરેલીએ અમરેલી જીલ્લાના તેમજ બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહીતી મેળવી આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે મુજબ તા.16/10/19 ના રોજ અમરેલી એસ.ઓ.જી પો.સબ.ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી. ટીમ બાબરા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે લાઠી પો.સ્ટે . ફ.ગુ.ર.નં.48/19 આઇ.પી.સી.ક.363, 366 114 વિ. મુજબ અપહરણના ગુનાનાં કામે નાસતા-ફરતા આરોપી હિતેશભાઇ રવજીભાઇ સાકળીયા ઉ.વ.-21 ધંધો-મજુરી રહે.-અમરાપુર તા.-વિછીયા જિ.- રાજકોટને પકડી પાડેલ છે. ઉપરોક્ત પકડાયેલ આરોપી વિરુધ્ધલાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.48/19આઇ.પી.સી. ક. 363,366,114 વિ. મુજબ અપહરણના ગુનો રજી થયેલ હોય જે ગુન્હાના કામે આરોપી નાસતો ફરતો હોય જેને આજ રોજ બાતમી હકિકતના આધારેબાબરા બસ સ્ટેશન પાસેથી ધોરણસર અટક કરી વધુ કાર્યવાહી અર્થે બાબરા પો.સ્ટેમાં સોંપી આપેલ છે. આમ, પી.એસ.આઇ. શ્રી આર.કે.કરમટા તથા એસ.ઓ.જી ટીમ અમરેલી લાઠી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.


બાબરા નગરપાલિકાના 33 રોજમદાર સફાઇ કર્મીને છુટા કરાયા

બાબરા ,બાબરામાં નગરપાલિકાના 70 વધુ સફાય કર્મીઓ છે જેમાં મોટાભાગના રોજમદાર સફાયકર્મીઓ ફરજ બજાવે છે દિવસમાં બે વાર શહેરની સફાય કરવાની થતી હોય છે પણ મોટા ભાગે પૂરતી સફાય થતી નથી જેના કારણે લોકો દ્વારા સતત રજુઆત કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા દરેક સફાય કર્મીની દિવસમાં ચાર વાર હાજરી પુરવાની કડક સૂચના સેનેટરી ઇન્સપેક્ટરને આપવામાં આવતા 33 જેટલા રોજમદાર સફાયકર્મીને તકલીફ પડી અને પોતે ફરજ નહિ બજાવે તેવું વલણ અપનાવતા નગરપાલિકા દ્વારા તમામ ને છુટાં કરાયા હોવાનું જાણવા મળ્યું છે જોકે સફાયકર્મીઓ એ એવું જણાવ્યું હતું કે પૂરતા કામની સામે વળતર મળતું નથી જેના કારણે અમોએ સ્વૈચ્છિક નોકરી મુકેલ છે નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ જણાવ્યું હતું કે રોજમદાર સફાયકર્મીની સમયસર કામ કરતા નથી શહેરમાં ઉકરડા, ગંદકી તેમજ ગટર છલકાવવાના બનાવો બની રહ્યા છે સવાર તેમજ બપોરે બે સમય પૂરતી સફાય થતી નથી માટે સવારે સફાયકર્મી આવે ત્યારે અને બપોરે આવે ત્યારે અને સાંજે પરત જાય ત્યારે દરેક સમયે હાજરી ફરજીયાત કરવામાં આવતા અમુક સફાયકર્મીઓને તકલીફ પડતા તેઓને રજા આપવામાં આવી છે પૂરતો પગાર મળવા છતાં કામ નથી કરવું તેવું બિલકુલ ચલાવી નહિ લેવાય હાલ દિવાળીનો તહેવાર નજીકમાં હોય ત્યારે શહેરની વિશેષ સફાય કરવામાં આવશે પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે કુલ છ વોર્ડમાં ત્રણ વોર્ડમાં નગરપાલિકાના સફાયકર્મીઓ સફાય કરછે તેમજ અન્ય ત્રણ વોર્ડમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સફાયકર્મીઓ બોલાવી સફાય કરવામાં આવશે અને શહેરની સફાય કોન્ટ્રાક્ટથી આપવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં શહેરની પૂરતી સફાય કરવા માટે સફાયકર્મીઓને કામે લગાડવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળાએ અંતમાં જણાવ્યું હતું


બગસરામાં દાઉદી વ્હોરા સમાજે 16મી ઓક્ટોબરે 80 ટીફીનો ગરીબ દરિદ્રોને આપી વર્લ્ડ ફુડ ડે ઉજવ્યો

બગસરા,બગસરા માં દાઉદી વ્હોરા સમાજ દ્વારા આજે 16ઓક્ટો. વર્લ્ડ ફૂડ ડે માં દિવસે તેમના રાહબર આક્કા મુલ્લા ડો. સૈયદ ના આલીકદર મુકરલ સાહેબ ની રાહબર હેઠળ બગસરા દાઉદી વ્હોરા સમાજ દ્વારા ગુરુકૃપા અન્નક્ષેત્ર માં નિરાધારો ને ચાલતી ટિફિન વ્યવસ્થા નો સંપૂર્ણ ખર્ચ આજ ના દિવસ નો આપી આક્કા મુલ્લા ના હસ્તે નિરાધાર ગરીબો ને ટિફિન આપી જમાડ્યા હતા આ કાર્યક્રમ માં બગસરા ના રાજકીય તેમજ સમાજસેવાકીય લોકો હજાર રહ્યા હતા તો આ પ્રસંગે પ્રાસંગિક સંબોધન વ્હોરા સમાજ ના અસગરભાઈ લોખંડવાળા એ ઉદબોધન માં જણાવ્યું હતું કે જલારામબાપા ને યાદ કરી ને કહ્યું હતું કે ’જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ તો બગસરા દાઉદી વ્હોરા સમાજ ના જનાબ સાહેબે જણાવ્યું હતું કે આ સૃષ્ટિ માં કોઈ ધર્મ કે મજહબ થી કોઈ પરવદીગાર ને વાળું હોઈ તો તે ઇન્સાનિયત નો ધર્મ છે અને અલ્લાહ તાલ્લાહ નું એક કહેવું છે કોઈ ઇન્સાન ભૂખ્યું ના સુવે તો બગસરા ના ગુરુકૃપા અન્નક્ષેત્ર ચલાવતા જશભાઈ મેરે દાઉદી વ્હોરા સમાજ નો આભાર માની ને દેનેકો ટુકડા ભલ્લા લેને કો હરી નામ ના શુત્ર સાર્થક કરવા વંદન કર્યા હતા આ કાર્યક્રમ માં બગસરા નગરપાલિકા ના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ શહેર ભાજપ પ્રમુખ એ.વી.રિબડીયા બગસરા શહેર મંત્રી મુકેહ ગોંડલીયા બગસરા નાગરિક બેન્ક ના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ રાણીન્ગા ચેમબેર ઓફ કોમેર્સ ના મંત્રી વિનુભાઈ ભરખડા બગસરા કોંગ્રેસ ઉપપ્રમુખ નાગભાઈ ધાધલ બગસરા વેપારી મહામંડળ ના પ્રમુખ ભાવેશ મશરાણી ઉપપ્રમુખ જયશુખભાઈ મંત્રી કાળુભાઇ પાનસૂરિયા ખજાનચી મુસ્તાકભાઈ બગસરા વ્હોરા સમાજ ના શબિરભાઈ ત્રવાડી, અબ્બાસભાઈ ઠાઠીયા, ઇશાભાઈ રાજ તેમજ બગસરા પેસેન્જર એસો. ના પ્રમુખ મહેશભાઈ વ્યાસ, ભરતભાઇ સોમાણી, બગસરા નાગરિક બેન્ક ના પૂર્વ ચેરમેન કનુભાઈ પટોળીયા, વિવિધ સહકારી મંડળી ના ચેરમેન ભરતભાઇ ભાલાળા તેમજ ચંદુભાઈ પંડ્યા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા


મહુવામાં ચોરીનાં ઘરેણા વેંચવા આવેલા બે શખ્સો ઝડપાતા અનેક ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાશે

ભાવનગર,ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ.એસ.એન. બારોટ તથા પો.સબ ઇન્સ.એન.જી. જાડેજા તથા પેરોલ ફ્રલો સ્કોડના પો.ઇન્સ.આર.બી.વાઘિયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા શહેર વિસ્તાનરમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન મહુવા કેબીન ચોકમાં આવતા હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. નરેશભાઇ બારૈયાને સયુકત હકિકત મળેલ કે, બે ઇસમો જેમાં એક શખ્સેે આછા ગુલાબી કલરનો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ છે. તથા બીજા શખ્સે જાંબલી કલરનુ ટીશર્ટ તથા સફેદ કલરનુ પેન્ટ પહેરેલ છે. અને હાથમાં થેલી લઇને બન્ને જણા ચોરીના ધરેેણા તથા પરચુરણ સિકકાઓ લઇને ખારઝાપા તરફથી સોની બજારમાં વેચવા માટે જવાના છે. જે હકીકત આધારે પંચોના માણસો સાથે હકીકત વાળા આધારે પંચોના માણસો સાથે હકીકત વાળા શખ્સોેની વોચમાં હતા. તે દરમ્યાન ઉપરોકત હકીકત વાળા શખ્સો થેલીમાં કઇક વજન વાળી વસ્તુ ભરેલ લઇ નિકળતા બન્ને શખ્સોેને જેમના તેમ પકડી પડેલ જે પૈકી નું નામ દર્શનભાઇ દિનેશભાઇ ઉર્ફે દલો ગૌસ્વામી ઉ.વ. 19 ધંધો મજુરી રહે. ખારઝાપા, સ્વામીનારાયણ મંદિર પાસે મહુવા વાળો તથા પ્રકાશભાઇ ઉર્ફે પકો ધનજીભાઇ બારૈયા ઉ.વ. 21 ધંધો મજુરી રહે. મોચી ચોક, સ્વામીનારાણ મંદિર પાસે, મહુવા વાળો હોવાનુ જણાવેલ શખ્સોના હાથમાં એક વજનદાર થેલીમાં કઇક શંકાસ્પદ વસ્તુ ભરેલ જણાતા જે થેલીમાં કઇક શંકાસ્પદ વસ્તુ ભરેલ જણાતા જે થેલી ખોલીને જોતા થેલીમાં જોતા સોના ચાંદીના ઘરેેણા તથા રૂપિયા એક , બે, પાંચ, દસના સિકકાઓ હોય જેથી બન્નો શખ્સો પાસે સોના ચાંદી ઘરેણા તથા રૂપિયા એક, બે, પાંચ, દસના સિકકાઓ ના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે બન્ને ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવેલ મજકુર બન્ને શખ્સોે પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તથા રૂપિયા એક, બે, પાંચ, દસના સિક્કાઓ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા શખ્સો પાસે સોના ચાંદીના ઘરેણા જોતા સોનાના જુદા જુદા દાગીનાઓ ચાંદીના દાગીનાઓ મળી કુલ રૂા. 2,29,464 નો મુદામાલ કબ્જે કરી ધોરણસર અટક કરેલ.


ધારી નજીક ભાડેરની સીમમાં યુવતીને છરી બતાવી બળાત્કાર:આરોપી ઝડપાયાં

અમરેલી,ધારી તાલુકાના ભાડેર ગામે ભારતભાઇ વાળાની વાડિએ મજુરી કામકરતી યુવતીને એમ.પી.ના રામશીગ તથા ખેમાએ વાડિએ જઇ સંજયભાઇ ને પકડી રાખી ભાલુ બતાવી ધમકી આપી. યુવતીનું બાવડુ પકડી મકાન અંદર ખેચી લઇ જઇ ગરદન પર છરી રાખી બંન્ને શખ્સોએ વારા ફરતી બળજબરી પુર્વક બળત્કાર ગુજારીયા ની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ધારીના પીએસઆઇ એમ.જે. જાલાએ સીમ વિસ્તારમાં વોચ ગોઠવી. એમ.પી.ના રામુ ઉર્ફે રામશીંગ શકુર ભુરીયો તેમજ હેમા નારૂ કટારા રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી.


ફેદરા ચોકડી પાસે અકસ્માતે ખાંભાના પીપળવા ગામના પિતા પુત્રના કરૂણ મોત

ખાંભા,ખાંભા તાલુકામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ. ગઇ કાલે ખાંભામાં ટ્રકે ફ્રુટનો ધંધો કરતા દેવીપુજક યુવાનનો ભોગ લીધાની શાહિ સુકાણી નથી. ત્યાંજ ખાંભાના પીપળવા ગામના પિતા પુત્રનું ફેદરા ચોકડી પાસે અકસ્માતમાં મોત નીપજતા ખાંભા તાલુકામાં શોકનો માહોલ સર્જાયો છે.ખાંભા તાલુકામાં યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ ખાંભામાં ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતા એક આશાસ્પદ દેવીપુજક યુવાનનું ટ્રક હડફેટે મોત નીપજ્યુ હતુ. અમદાવાદ ખાતે મકાન ધરાવતા અને ખાંભા તાલુકાના પીપળવા ગામના રમેશભાઇ મોહનભાઇ પાનેલીયા તથા તેમના પુત્ર હાર્દિક રમેશભાઇ પાનેલીયા પારીવારીક જનોમાં મકાનના વાસ્તાનો પ્રસંગ પતાવી. રાત્રીના સમયે પોતના માલીકીનું બુલેટ મોટરસાઇકલ લઇ ખાંભા પરત આવતા હતા. ત્યારે વહેલી સવારે ધંધ્ાુકાના ફેદરા ચોકડી પાસે સાવરકુંડલા, પાલીતાણા, કૃષ્ણાનગર એસટી બસ જીજે 18 25061 રોયલ એન્ડફીલ્ડને હડફેટે લેતા પિતા પુત્ર પાછળના વીલના જોટામાં આવી જતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ બનાવથી ખાંભા તથા પીપળવામાં શોકનો માહોલ છવાયો છે. સ્વ. રમણીકભાઇ પાનેલીયાના પિરવારજનો ખાંભામાં દુકાન ધરાવતા હોય. ખાંભામાં આ બનાવથી અરેરાટી વ્યાપી જવા પામી હતી. અકસ્માતના પ્રાથમીક કારણો અનુસાર ફેદરા ચોકડી નજીક સીએનજી પંપ નજીક પિતા પુત્ર બુલેટ ઉપર પસાર થતા હતા ત્યારે કુતરૂ આડુ ઉતરતા સામેથી આવતી એસટી બસે પિતા પુત્રને હડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજતા 108 દ્વારા ધંધ્ાુકા દવાખાને પીએમ માટે બન્નેના મૃતદેહને ખસેડી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી.


બગસરામાં ડેંગ્યુએ આઠ માસના બાળકનો ભોગ લીધો

બગસરા,(રૂપેશ રૂપારેલીયા) રાજ્યમાં ડેગ્યુએ માથુ ઉચક્યુ છે ત્યારે આજે ડેગ્યુથી આઠ માસના બાળકનું મોત થયાનું બહાર આવ્યુ છે. બગસરામાં બાલમંદિર ચોક પોલીસ સ્ટેશન પાસે રહેતા મજીદભાઇ પઠાણના એકનાએક પુત્ર તોહીલ (ઉ. 8 માસ) નું ડેગ્યુને કારણે મોત થયુ છે. તોહીલે છેલ્લા દસ દિવસથી બીમારી રહેતા સારવાર માટે બગસરા બાદ અમરેલી અને અમરેલીથી રાજકોટ ખસેડેલ. દરમ્યાન આજે તેના નિવાસ સ્થાને જમોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે બગસરા સરકારી દવાખાનામાં 400 થી 500 દર્દીની ઓપીડી હોવા છતાય ડેગ્યુના બનાવથી હેલ્થ વિભાગ અજાણ છે. આ બાળકનો રીપોર્ટ પણ ડેગ્યુ પોઝીટીવ આવ્યો છે. બાળકના મોતના પગલે પાલીકાએ શહેરમાં કોમ્બીન હાથ ધરી સફાઇ કરાવી હતી. અને જરૂરી સુચનાઓ પણ આપી હતી.


અમરેલીનાં રસ્તાના કામોનો શ્રી ભંડેરીના હસ્તે 18 મી એ પ્રારંભ

અમરેલી, અમરેલીમાં 20 કરોડના ખર્ચે તમામ માર્ગો આરસીસીથી બનાવવા આગામી તા.18 ના રોજ મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના વરદ હસ્તે રાજકમલ ચોકથી રોડ કામગીરીનો પ્રારંભ કરાશે. અમરેલી શહેરના અગીયાર વોર્ડના કુલ 81 મુખ્ય રસ્તાઓ સી.સી. બનાવવા અંગે ટેન્ડરો કરી તેનો વર્ક ઓર્ડર આપી દીધ્ોલ છે. તેમજ શહેરના તમામ રાજ માર્ગો આર.સી.સી. (સિમેન્ટ તેમજ લોખંડ) ના બનાવવામાં આવશે. આમ કુલ રૂા. 20 કરોડના ખર્ચે શહેરના રસ્તાોઓનું નવીનીકરણ કરવા અંગે અમરેલી નગરપાલીકા દ્વારા કામગીરી યુધ્ધના ધોરણે તૈયાર કરવામાં આવેલ છે. શહેરના લોકોની હાડમારી અને ધ્ાુળીયા રસ્તાથી શહેરના લોકો પરેશાન હોય. જે ધ્યાને લઇ આ રસ્તાઓનો કાયમી ઉકેલ કરવામાં આવેલ છે. શહેરના લોકોને પણ ઉનરોધ કરવામાં આવે છે કે, શહેરના કોઇપણ વિસ્તારમાં બનતા રોડનું ધ્યાન રાખી જો કોન્ટ્રાકટર દ્વારા થતુ કામ નબળુ જણાય અથવા કામની કોઇ ફરીયાદ હોય તો તેની જાણ નગરપાલીકાને કરવી. ઉપરાંત મારો પણ સીધો સંપર્ક કરવા આ સાથે અનુરોધ કરવામાં આવે છે. (પી.પી. સોજીત્રા મો.નં. 9426422999) ઉપરોક્ત મંજુર થયેલ આ રસ્તાઓનું તા. 18/10 ને શુક્રવારના રોજ રાજકમલ ચોક ખાતે સવારે 9:00 કલાકે મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના વરદ હસ્તે કરવામાં આવશે. જેથી શહેરની જાહેર જનતાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી છે. તેમ શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી. સોજીત્રાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.


error: Content is protected !!