Main Menu

Friday, October 18th, 2019

 

રાજુલા જાફરાબાદ રોડની ભયંકર હાલત : લોકો રજુઆત કરે તો માત્ર બે તગારા ધૂળ નાખીને જ સંતોષ મેળવતુ તંત્ર

રાજુલા,રાજુલા જાફરાબાદ રોડ ભયંકર અખબારી અહેવાલ અને લોકોની રજૂઆત થાય કે બે તગારા ધૂળ નાખે. પૂર્વ પ્રમુખે બારીયા એ કરેલી જોરદાર રજૂઆત જાફરાબાદ તાલુકાના ચારના લોટપુર ના રાજુલા રોડમાં હાલ ભયંકર અને ફૂટ ફૂટના ખાડા કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને પવનના કારણે ધુળની ડમરીઓ ના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વાહનચાલકો ટુવીતોબા પોકારી ઉઠયા છે જેના કારણે રોડ અકસ્માતો થાય છે ચારડા થી જાફરાબાદ રાજુલા રોડનું કામ રીપેરીંગનું કોઈપણ લોકો સરકારમાં રજૂઆત કરે તો તુરતજ બીજા દિવસે એકાદ ડમ્ફર મોકલી અને એકાદો ખાડો રીપેરીંગ કરાવે પછી કોઈ ધ્યાન આપતું નથી છેલ્લા છ મહિનામાં આ વિસ્તારના અનેક લોકોએ ઠોક બંધ ફરિયાદો કરી છે. પરંતુ બાંધકામ અધિકારીઓના કાને આ વાત કોઈ ધ્યાન આપતું નથી હાલ આ રોડ ઉપર એલએન્ડટી પીપાવાવ નર્મદા જોરદાર ટ્રાફિક હોવાથી વાહનચાલકો કરોડનો રોડ ટેક્સ ભરે છે વન ટુ રોડ ખાતાના અધિકારીઓ આ રોડ રીપેરીંગ કરાવતા નથી આ પ્રશ્ને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કરણભાઈ બારીયાએ જણાવ્યું કે ટૂંક સમયમાં રિપેરિંગની કામગીરી હાથ ધરવા માં નહિ અહીં આવે તો આ વિસ્તારના લોકો સાથે રહી અને જલદ આંદોલન કરવામાં આવશે.


ઉનાના વાડી વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાઇ ગયા

ઉના,પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ગીર સોમનાથ તથા મદદનીશ અમીત વસાયા વેરાવળ વિભાગ વેરાવળના ઓના માર્ગદર્શન હેઠળ પો. ઇન્સ આર.એન. રાજયગુરૂ તથા પ્રો.પી.એસ.આઇ. એચ.વી.ચુડાસમા તથાપો.હેડ કોન્સ.એસ. કે.સોલંકી તથા પો. હેડ કોન્સ. કે.જે.પિઠીયા તથા પો.કોન્સ. મેહુલસિંહ પ્રતાપસિંહ તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા પો.કોન્સ ભીખુશા બચુશા તથા પો.કોન્સ અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ ઓએ પો.હેડ. કોન્સ. કે.જે.પિઠીયા પો.કોન્સ. મેહુલસિંહ પ્રતાપસિંહ ની સંયુકત બાતમી આધારે ઉના ટાઉન સુગર કેકટરી સામે વાડી વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા શખ્સો જેન્તીભાઇ બાબુભાઇ વણદીયા જાતે દેવીપુજક રહે. સાવરકુંડલા, અશ્ર્વિનભાઇ જીતુભાઇ કાપડીયા રહે. ઉના સાંજણનગર તા. ઉના , ધીરૂભાઇ ભાણાભાઇ ડાભી રહે. ઉના રામનગર ખારામાં, કિરણભાઇ દેવુભાઇ વાધ્ોલા જાતે – દરબાર રહે. કુલકા જી – ગીર – ગઢડા રફીકભાઇ કરીમભાઇ દલ રહે. સીમાસી જી – ગીર – ગઢડા વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ કુલ કી.રૂ. 1,07,000 /- ના જુગારના મુદ્દામાલ સાથે ગંજીપાના ના પતા સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઇડ કરવામાં આવેલ છે. અને તે અંગે ઉના પો.સ્ટે. માં સે. ગુ.ર. નં. 242/19 સે.જુ.ધા. 12 મુજબ ગુન્હો રજી કરાવેલ છે. આ કામની તપાસ પી.એસ.આઇ એચ.વી. ચુડાસમા ચલાવી રહયા છે.


દેલવાડા જુનાગઢ અને વેરાવળ અમરેલી મીટર ગેજ ટ્રેનનાં સમયમાં ફેરફાર કરાયો

અમરેલી,યાત્રીઓની માંગણી ધ્યાને લઇ ભાવનગર મંડળ રેલ્વેએ દેલવાડા જુનાગઢ ટ્રેનમાં 18 ઓકટોમ્બરથી સમય ફેરફાર કર્યો છે. જેમાં દેલવાડા સ્ટેશનથી બપોરે બે વાગ્યેથી ઉપડી જુનાગઢ સ્ટેશન પર 19.50 મીનીટે પહોંચશે જુનાગઢ દેલવાડા પેસેન્જર ટ્રેનના ફેરફાર મુજબ જુનાગઢથી 7 :15 મીનીટે ઉપડી દેલવાડા સ્ટેશન પર 13.15 મીનીટે પહોંચશે. આ ગાડીમાં સમય ફેરફાર કરાતા. અન્ય ગાડીઓમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં અમરેલી જુનાગઢ હવે અમરેલીથી સવારે 6:30 વાગ્યે ઉપડી જુનાગઢ 10.15 મીનીટે પહોંચશે. અને જુનાગઢથી અમરેલી ટ્રેન જુનાગઢથી 17.20 મીનીટે ઉપડી અમરેલી 21.00 કલાકે પહોંચશે. વેરાવળ અમરેલી હવે વેરાવળથી 9.45 વાગ્યે ઉપડશે અને નિર્ધારીત સમયે અમરેલી પહોંચશે. તેથી યાત્રીઓએ ફેરફાર ધ્યાને લઇ અને વધ્ાુ વિગતો માટે સ્ટેશન માસ્ટરનો સંપર્ક કરવા વરિષ્ઠ મંડલ વાણીજય પ્રબંધક ભાવનગર વતી જણાવાયું છે.


બાબરા શહેરમાં ભુગર્ભ ગટરના પ્રશ્ર્ને વાગી રહેલા ઉગ્રઆંદોલનનાં ભણકારા

બાબરા,બાબરા શહેરમા સરકાર ના કરોડો રૂપિયા ના ખઁચે ભુગર્ભ ગટર યોજના અંતર્ગત સરકારે આપેલા કરોડો રૂપિયા ભુગર્ભ ગટર ના પાણી મા અને અધિકારીઓ પદ અધિકારીઓ ના ખીચાઓ ભરાયા છે ભુગર્ભ ગટર બનાવવાનાર પાણી પુરવઠા વિભાગ અને દેખરેખ ની નગરપાલિકા ને જવાબદારી આપવમા આવી છે પણ ભુગર્ભ ગટર બનાવનાર અને દેખરેખ હેઠળ જવાબદારી લેનાર નગરપાલિકા એ અને પાણી પુરવઠા વિભાગે હાથ ઉચ્ચા કરી દીધા છે જેથી હવે આગામી દિવસોમાં જનતા એ આ જવાબદારી લેવી પડછે એવુ બતાય છે આપતો બાબરામા ભુગર્ભ ગટર બની ત્યાંથી માથાના દુખાવ સમાન છે પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકા ને કોય તાલમેલ નો હોવાથી રજુઆત કોને કરવી એ મોટો સવાલ ઉભા થયો છે બાબરા પક્ષીપંચ મોરચા ના પ્રમુખ રાજુભાઈ રંગપરા દ્વારા પાણી પુરવઠા વિભાગ ને રજુઆત કરતા તે વિભાગ ના અધિકારીઓ એ જણાવ્યું કે અમારુ કામ ગટર ફીટ કરવા નુ છે રીપેરીંગ અને સાફ સફાઈ નુ કામ નગરપાલિકા નુ છે પણ નગરપાલિકા તંત્ર ના અધિકારીઓ પદ અધિકારીઓ કહે છે આ કામ પાણી પુરવઠા વિભાગ નુ છે આવા બનેના જવાબ થી શહેર ની જનતા પીસાઇ રહી છે ભુગર્ભ ગટર ના પાણી ઠેર ઠેર ગટરો માથી ઉભરાઈ રહીયા છે તળાવ ની જેમ બાબરા ના નાકા ગલીયો મા ગંદા પાણી ના ખાબોચીયા ભરાયા છે અત્યત દુરગંધ મારતા ગટર ના પાણી માથાં ફાટી જાય એવા દુખાવ સમાન બનીયા છે શહેર ભાજપ ના આગેવાન રાજુભાઈ રંગપરા એ કલેક્ટર અમરેલી કેબીનેટ મંત્રી કુંવરજી ભાઇ બાવળીયા પાણી પુરવઠા વિભાગ અને નગરપાલિકા ને ધગધગતી રજુઆત કરી હતી તત્કાલીન ધોરણે ભુગર્ભ ગટર નો પ્રશ્ન હલ નહી થાય તો આગામી દિવસોમાં મા શહેર ની જનતા ને સાથે રાખીને ઉગ્ર આદોલન કરવામાં આવશે ગટર ના પાણી ઠેર ઠેર ગટરો માથી ઉભરાઈ રહીયા છે લોકો એ ગંદા પાણી માથી પ્રસાર થહુ પડે બાબરા ના તમામ શેરી ગલીયો મા ગંદા પાણી અને અપુરતી સફાઈ ના કારણે રોગચાળો ફાટી નીકળ્યે એમ છે છતા તંત્ર ના પેટ મા પાણી નથી હલતું ભુગર્ભ ગટર ક્યાં વિભાગમાં આવે અને તેની કામગીરી કોને કરવાની છે સાફ-સફાઈ અને રીપેરીંગ આ બાબતે થી લઈ આગામી દિવસોમાં શહેરની જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે


ગીર જંગલ વિસ્તારમાં પ્રવાસીઓનો ધમધમાટ વધશે

અમરેલી,આગામી દિવાળી ભાઇબીજનાં તહેવારો ઉપરાંત શાળાઓ, હાઇસ્કુુલોમાં તા. 24થી વેકશનોને કારણે અત્યારથી જ ટ્રાફિકનો ધમધમાત વધ્યો છે. ખાસ કરીને વેકશનનાં સમયમાં ધાર્મિક સ્થળો અને ગીર જંગલનાં કુદરતી પ્રાકૃતિક વિસ્તારોનું પણ લોકોમાં આકર્ષણ વધતા ગીર જંગલ વિસ્તારમાં સિંહ દર્શન માટે અત્યારથી જ બે મહિનાનું એડવાન્સ બુકીંગ થઇ ગયુ છે. આગામી દિવાળી નજીક છે. ત્યારે સુરત બાપુનગરથી અમરેલી વાસીઓ વતન તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. તેથી એસટી રેલ્વે સહિત ખાનગી લકઝરી બસોમાં પણ જોરદાર બુકીંગ થઇ રહયું છે. આ વખતે સારા વરસાદ ઉપરાંત ખેતીપાકોમાં વધ્ાુ ઉપજ થાય તેમ નથી તેવી સ્થિતીમાં હિરામાં પણ મંદીને કારણે તહેવારોમાં ટ્રાફિકનો ધમધમાટ વધ્ાુ જોવા મળશે. જોકે એસટી સહિતની સુવિધા માટે તંત્રએ પણ એડવાન્શ વ્યવસ્થા કરી છે. પણ ટ્રાફિક વધવાની શકયતાઓ પણ નકારી શકાતી નથી.


error: Content is protected !!