Main Menu

Saturday, October 19th, 2019

 

રાજયમાં તમામ રસ્તાઓ સુધારવા મુખ્યમંત્રીએ કરેલા આદ્દેશો : શ્રી ભંડેરી

અમરેલી,અમરેલીમાં નગરપલીકા દ્વારા રોડ કામનાં ખાતમુહુર્ત પ્રસંગે અમરેલી આવેલ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરીએ અવધ ટાઇમ્સ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને અવધ ટાઇમ્સ સાથે વાતચીત કરતા શ્રી ભંડેરીએ જણાવ્યુ કે અમરેલીનાં રોડ માટે 10 કરોડ 79 લાખ બોર્ડ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. ખાસ કિસ્સા તરીકે રાજય સરકારે વધારાના 10 કરોડ પણ આપ્યા છે. આમ, 20 કરોડ 79 લાખના ખર્ચે રોડની મંજુરી અપાતા આજે ખાત મુર્હુત સાથે રોડ કામ શરૂ થશે. રોડ સારા બને તે માટે પાલીકાએ પ્રયાસો કરવા જરૂરી છે. ગામડાઓમાં પણ સી.સી.રોડ બન્યા છે. પરંતુ સ્વચ્છતાને કારણે રોડ સારા દેખાય છે. મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા હવે રાજકોટમાં પણ રૈયા રોડ અને કાલાવાડ રોડ પર સી.સી. રોડની ડિઝાઇન ફેરફાર કરીને સી.સી. રોડ બનાવવા તરફ જઇ રહેલ છે. જો કે ગયકવાડ સ્ટેટ વખતે પણ એ જ પ્લાન બનાવેલો ગોંડલમાં પણ સી.સી. રોડ બન્યા છે. રોડ બનાવતી વખતે ટેલીફોન, જીઇબી, ગેસ લાઇન વિગેરેની પણ એ રીતે જોગવાઇ રખાશે કે જેથી કરીને રોડ ખોદવા ન પડે રાજયનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર ગુજરાત રાજયમાં રોડ માટે મંજુરી આપી છે. તેથી મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા ઝોન વાઇઝ નગરપાલીકાની બેઠકો યોજેલ. આજે સૌરાષ્ટ્ર ઝોનની છેલ્લી બેઠક અમરેલીમાં રાખી છે. તેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ સહિતની સૌરાષ્ટ્રની તમામ જિલ્લાઓની નગરપાલીકાના પ્રમુખો, ચીફ ઓફિસરો, એન્જીનયરોની બેઠકમાં માર્ગદર્શન સાથે વહીવટી કામ પુર્ણ થશે. હવે આગામી દિવસોમાં રોડની કામગીર પણ વહેલી અને ગુણવતા સભર બને તે માટે સુચનાઓ અપાયાનું શ્રી ભંડેરીએ જણાવ્યું હતું. આ મુલાકાત વેળાએ ગુજરાત મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં કમિશ્નર શ્રી યોગેશ નીરગુડે તથા મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં ડીરેકટર શ્રી પટણી તથા અમરેલી શહેર વિકાસ સમીતીનાં ચેરમેન પી.પી.સોજીત્રા, બસગરા નગરપાલીકાના ઉપપ્રમુખ નીતેશભાઇ ડોડીયા, સંજયભાઇ રામાણી સહિત ઉપસ્થિત રહયા હતાં.


લીલીયા પંથકમાં કનેકશન શરૂ કર્યા વગર જ વીજતંત્રએ બીલ ફટકારી દીધ્ાું

અમરેલી,લીલીયા પંથકમાં કનેકશન શરૂ કર્યા વગર જ વીજતંત્રએ બીલ ફટકારી દીધ્ાું હોવાની વિતો બહાર આવતા ભારે નવાઇ સાથે આશ્ર્ચર્ય સર્જાયું છે.લીલીયાના હરીપર ગામના રણછોડભાઇ શામજીભાઇ કીકાણી તથા ઇંગોરાળા ડાંડ ગામના દેવચંદભાઇ સાવલીયાને ત્યા છ છ મહીનાથી પીજીવીસીએલ દ્વારા મીટર નખાઇ ગયા છે પણ ડીઓમાંથી કનેકશન અપાયું નથી અને તેને વીજળીના બીલ આપવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ખેતીવાડીમાં છ છ માસથી મીટર લગાવી ગયા પણ કનેકશન જોડયું નથી અને બીલ આપી દેતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતોએ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત સમક્ષ રજુઆત કરતા લીલીયા દોડી આવેલા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાતે વીજતંત્રને ખખડાવ્યું હતું.


અમરેલીમાં સૌરાષ્ટ્રભરની પાલીકાઓની ઝોનલ બેઠક મળી

અમરેલી,અમરેલી દિલિપ સંઘાણી ટાઉન હોલમાં આજરોજ તા. 18/10નાં સવારના 10:30 કલાકે ગુજરાત મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરીના અધ્યક્ષ સ્થાને તેમજ રીજયોનલ કમીશ્નર શ્રી યોગેશ નીરગુડે, મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડનાં સી.ઇ.ઓ. શ્રી પટણીની ઉપસ્થિતીમાં ગુજરાત મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજનાકીય ગ્રાન્ટ સબંધી અમરેલી જિલ્લાની નવ નગરપાલીકાઓ, જુનાગઢ જિલ્લાની સાત, ગીર સોમનાથ જલ્લાની પાંચ અને ભાવનગર જિલ્લાની છ નગરપાલીકાઓના પ્રતિનિધિઓમાં પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, ઇજનેરો અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ જી.યુ.ટી.સીનાં અધિકારીઓ, ભાવનગર મહાનગરપાલીકાના અધિકારીઓની યોજનાકીય ગ્રાન્ટ સબંધી કામોની સમીક્ષા બેઠક યોજાઇ હતી.


અમરેલીમાં રસ્તાના કામોનું ખાતમુહુર્ત કરતા શ્રી ભંડેરી

અમરેલી, અમરેલીનાં ડો.જીવરાજ મહેતા ચોકમાં પાલીકાના જુના બીલ્ડીંગ પાસે પાલીકા દ્વારા રોડ બનાવવા વહીવટી પ્રક્રિયાના અંતે રૂ.20 કરોડના ખર્ચે રસ્તાના કામોનો મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરી, રીજયોનલ કમીશ્નર શ્રી યોગેશ નીરગુડે, ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી પટણી તેમજ શહેર વિકાસ સમીતીનાં શ્રી પી.પી.સોજીત્રા, પાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાની ઉપસ્થિતીમાં દિપ પ્રાગ્ટય કરી પ્રતીક ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સને 2018-2019ના વર્ષની સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, ભારે વરસાદ 2019 તથા 14માં નાણાં પંચની યોજના અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ તેેમજ મુખ્ય માર્ગો સીસી અને આરસીસીનાં બનાવવામાં આવશે.આ કાર્યક્રમમાં નગરશિક્ષણ સમિતીના ચેરમેન જે.પી.સોજીત્રા,બાંધકામ સમીતીના ચેરમેન કોમલબેન રામાણી, પાલીકાના પુર્વ પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, કે.કે.વાળા, જીતુભાઇ ગોળવાળા, એડવોકેટ બકુલભાઇ પંડયા, સંજયભાઇ રામાણી, પાલીકાના ચીફ ઓફિસર એલ.જી.હુણ, એન્જીનીયર શ્રી ખોરાસીયા, જયશ્રીબેન ડાબસરા, સંજયભાઇ રામાણી, અજીતભાઇ ગોરી, પાલીકાના સદસ્યો તથા કર્મચારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે શહેર વિકાસ સમીતીના પી.પી.સોજીત્રાએ જણાવ્યું હતું કે ડામર રોડ વારંવાર તુટી જવાના કારણે અમરેલી શહેરના મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારના કેટલાક વિસ્તારોના માર્ગો સીસી અને આરસીસીના બનાવવામાં આવશે. જેમાં નગરજનોને સહયોગ આપવા જણાવ્યુ હતું. અમરેલી નગરપાલીકા દ્વારા નાગનાથ મહાદેવ મંદિર પાસે નાનુ બસ સ્ટેશન અને અખાડામાં જીમ બનાવેલ છે. જેથી સૌના સહિયારા પુરૂષાર્થથી શહેરનો વિકાસ કરીએ તેમ જણાવ્યું હતું.મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ઘનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે હું અમરેલી પાલીકાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવુ છું. કે અમરેલીની જનતાની જે અપેક્ષા હતી. તે ડામર રોડ નહિ પણ સી.સી. અને આર.સી.સી.નાં રોડ સારી ગુણવતા અને ટકાઉ બને તે માટે લોકો પણ પોતાની જાગૃતતા બતાવે અને નગરપાલીકાની સરાહના કરે તેવી મારી અપેક્ષા છે. મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ તરફથી આઠ મહાનગરપાલીકા, 162 નગરપાલીકાઓને દર વર્ષે વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.અમરેલી શહેરમાં રસ્તાના કામો સમયસર ઠરાવ કરી મંજુરી બાદ ઝડપી કામ થાય અને સારા રસ્તાઓ બને જેથી લોકોની અપેક્ષાઓ પુર્ણ થાય. મુખ્યમંત્રીશ્રી એ ચોમાસામાં રોડ ખરાબ બની જતા નવા બનાવવા મ્યુુનીસીપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સીધા જ નગરપાલીકાઓને નાણાં ફાળવેલ છે. અમરેલી શહેરના વિકાસ માટે અમો નાણાં ફાળવીશુ અને લોક ભાગીદારીથી વિકાસના કામો થશે. અમરેલીનાં 10 કરોડ 79 લાખ મ્યુુનીસીપલ ફાઇનાન્સમાં જમા છે તે 10 કરોડ રૂપિયા મુખ્યમંત્રીશ્રીએ ફાળવેલ છે. રોડ ન બગડે તે માટે પાલીકા દ્વારા રોડની સાઇડમાં પાણીના નીકાલની વ્યવસ્થા કરીને કામો કરવા જરૂરી છે. અમરેલી શહેર રાજયમાં સ્વચ્છતામાં પાછળ ન રહે તે માટે ગાયડન્સ અમારી ઓફીસ આપશે. અને સ્વચ્છતાનો એવોર્ડ પણ અમરેલી પાલીકા મેળવે. તેવી શ્રી ભંડેરીએ શુભકામના વ્યકત કરી હતી. અમરેલી શહેરને દરરોજ પાણી મળી રહે. તે માટે નગરપાલીકાએ સ્પેેશ્યલ પ્રોજેકટ બનાવવામાં આવે. જે માટે સરકાર કટીબધ્ધ છે. જેથી અમરેલી શહેરના લોકોને નીયમીત પાણી મળી શકે.


error: Content is protected !!