Main Menu

Monday, October 21st, 2019

 

રાઝ ખુલી ગયું કે 85 વર્ષની ઉમરે પણ બા રહે કેમ છે, અપડેટ ?

અમરેલી,અમરેલીના જાણીતા વેપારી શ્રી ડીએન ગોલ પરિવારના મોભી 85 વર્ષ ના શ્રી લાભુમાં રોજ બહારથી આવતા પરિવારજનોને ખબરોની નવાજુની સંભળાવે બહારના ન્યુઝ તો ટીવી ઉપર આવી જતા હશે પણ સ્થાનિક ન્યુઝની બાને કેમ ખબર ? તેનો જવાબ પરિવારને મળી ગયો હતો શ્રી બાબભાઇ ગોલે આજે પણ ચશ્માની મદદ વગર અવધ ટાઇમ્સ વાંચતા બાને મોબાઇલના કેમેરામાં કેદ કરી રહસ્ય ઉકેલી નાખ્યું હતુ કે બા 85 વર્ષની ઉમરે પણ અવધમાંંથી રોજે રોજ માહીતી મેળવી અપડેટ રહે છે.


લીલીયામાં પીજીવીસીએલ કચેરી દ્વારા તાલુકાના પ્રશ્ર્નોનો ઉકેલ લાવતા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત

લીલીયા, પી.જી.વી.સી.એલ લીલીયા કચેરી ની સરપ્રાઈઝ મુલાકત લેવામાં આવેલ હતી અને તેમાં નાયબ કાર્યપાલક શ્રી સાથે લીલીયા તાલુકાના લોકો નાં પ્રશ્નો વિષે ની ચર્ચા કરવામાં આવેલ હતી અને લોકોના પ્રશ્નો નાં તાકીદ નિરાકરણ પણ કરવામાં આવેલ હતા જેમાં ધારાસભ્ય શ્રી ને લીલીયા તાલુકા નાં લોકો દ્વારા રજુઆતો કરવામાં આવતી હતી કે ખેતી વાડીના કનેકશનો તથા લો-વોલ્ટેઝ, ઘર વપરાશ નાં કનેકશનો, અને ટી.સી. નાં પ્રશ્નો ઉપસ્થિત થતા હતા અને લોકો દ્વારા રજુઆતો કરવા છતાં લોકોના કામો સમયસર થતા નહતા જેથી આ રજૂઆત ને અગ્રતા આપીને ધારાસભ્ય શ્રી દ્વારા પી.જી.વી.સી.એલ લીલીયા કચેરી ની સરપ્રાઈઝ મુલાકત લઈને આ કચેરી તરફ થી કરવામાં આવેલ કામગીરી તથા પેન્ડીગ રહેલ તમામ પ્રશ્ન બાબતે જરૂરી વિગત વાર માહિતી મેળવી અને પેન્ડીંગ પ્રશ્નો નો સત્વરે ઉકેલ લાવવા તાકીદ કરવામાં આવેલ અને અમુક પ્રશ્નો નાં સ્થળ પર અધિકારી સમક્ષ ઉકેલ લાવવામાં આવેલ હતા આમ ધારાસભ્ય શ્રી ની એક નિર્ણયાક મુલાકત લઈને લોકોના પ્રાણ પ્રશ્નનો ઉકેલ લાવતા લીલીયા તાલુકા નાં લોકોએ હર્ષ અને લાગણી સાથે ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત ની સાથે કેહુરભાઈ ભેડા, ભનુભાઈ દુધાત અને વગેરે લીલીયાના ખેડૂતો હાજર રહ્યા હતા.


રાજુલાના ખરાબ માર્ગનો ઉપાય: ટ્રેકટરમાં સોફા નાખીને મુસાફરી કરો અને ખાડાઓથી બચો

અમરેલી,અમરેલી જિલ્લાભરમાં રસ્તાઓની હાલત અતિ ખરાબ છે અને તેમાય રાજુલાના રસ્તા સાવ ખરાબ હાલતમાં છે અમારા રસ્તા સાવ ખરાબ છે અને તંત્ર રીપેર કે નવા કરતુ નથી શુ કરવું ? તેવા સવાલના જવાબમાં લોકો હસી હસીને બેવડ વળી જાય તેવો ઉકેલ રાજુલા પંથકના ક્ષત્રિય આગેવાન શ્રી મનુભાઇ ધાખડા વડલીવાળાએ આપ્યો છે. રાજુલાના ખરાબ માર્ગો માટે અકસીર ઇલાજ શોધી કાઢતા તેમણે જણાવેલ કે રાજુલાના ખરાબ માર્ગનો હવે એક માત્ર ઉપાય એ રહયો છે કે, ટ્રેકટરમાં સોફા નાખીને મુસાફરી કરો અને ખાડાઓથી બચો એના થી હડદા નહી લાગે અને અરામદાયક મુસાફરી થશે. લોકો બુમો પાડે રાખે પણ રોડના કામ ન થાય તો શું કરવું ? ત્યારે અવધ ટાઇમ્સની મુલાકાતે આવેલ રાજુલાના હોટલ લાયન લોર્ડસ ગૃપ અને જિલ્લા ભાજપના આગેવાન શ્રી મનુભાઇ વડલીવાળાએ સચોટ ઇલાજ શોધ્યો છે અમે આના માટે હડદા ન લાગે તેવા મશીનની શોધ કરી છે તેમ જણાવીને ટ્રેકટરમાં સોફા રાખી તેની ઉપર મુસાફરી થાય તેવા આ ઇલાજ સાથે માર્ગ અને મકાન વિભાગ ઉપર કટાક્ષ કરતા જણાવેલ કે અમારી પાસે હવે આજ ઉપાય વધ્યો છે.


સૌરાષ્ટ્રના વિખ્યાત ન્યુરો અને સ્પાઇન સર્જન ડૉ. સચીન ભીમાણી અવધ ટાઇમ્સની મુલાકાતે

અમરેલી,અમરેલીના અબ્દુલ કલામ ગણાતા આઇડીયોલોજીના માસ્ટર શ્રી વિઠઠલભાઇ બાંભરોલીયાના 104 વર્ષના માતુશ્રી અંબામાને હેમરેજ થતા ગંભીર અને ક્રીટીકલ હાલતમાં રાજકોટની સેલસ હોસ્પિટલમાં સફળ બ્રેઇન સર્જરી કરી નવજીવન આપનારા સૌરાષ્ટ્રના વિખ્યાત ન્યુરો અને સ્પાઇન સર્જન ડૉ. સચીન ભીમાણી અવધ ટાઇમ્સની મુલાકાતે આવ્યા હતા.રાજકોટની વિખ્યાત સેલસ હોસ્પિટલના યુવાન અને કુશળ તબીબની સેવાનો લાભ હવે અમરેલીને પણ મહીનામાં બે દિવસ મળશે અમરેલીની નવજીવન હોસ્પિટલમાં દર મહીના ના પહેલા અને ત્રીજા શનીવારે સેવા આપવા આવતા યુવાન અને રાજયના કુશળ સર્જનમાં ડૉ સચીન ભીમાણીની ગણના થાય છે. ડૉ સચીન ભીમાણીએ જણાવેલ કે બ્રેઇન સજર્રી એ સતત અપડેટ આપી રહેલ સંશોધન છે માનવ શરીરના સૌથી જટીલ અંગ મગજની સારવારમાં તેની સર્જરીનો શોધ છેલ્લા એકસો વર્ષથી થઇ રહી છે અને તેમા સતત સંશોધનો આવી રહયા છે. અમદાવાદ ખાતે એશીયાની સૌથી મોટી સિવિલમાં સેવા આપી ચુકેલ સેવાભાવી પરોપકારી સ્વભાવના ડૉ. સચીન ભીમાણીની રાજકોટ ખાતેની સેલસ હોસ્પિટલમાં ક્રીટીકલ કેર, ડાયાબીટીસ, બીપી,ગાયનેક, હદયરોગ, સર્જર્રી એનેસ્થેસીયા, કેન્સરના ઓન્કો સજર્ન જેવા વિખ્યાત તર્જજ્ઞ તબીબોની ટીમ છે.


ધારાસભ્યશ્રી વસોયા સહિતે શોકાંજલી પાઠવી

ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા મંત્રી જયંતિભાઈ રાણવા પ્રમુખ નગરપાલિકા, અમરેલી,ટીકું વરુ, અવધ ટાઈમ્સ ના ભરતભાઇ ચૌહાણ તથા રાજકીય સામાજિક આગેવાનો સંઘાણી પરિવાર ને દિલોસોજી પાઠવેલ તે વેળાએ તસવીમાં નજરે પડે છે.


શ્રી શાંતાબાની વિદાય પછી માત્ર છ મહીનામાં જ શ્રી નનુબાપાનું મહાપ્રયાણ

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)દેશના પીઢ સહકારી આગેવાન અને ગુજકો માસોલના ચેરમેન તથા નાફ સ્કોબના વાઇસ ચેરમેન શ્રી દીલીપભાઇ સંઘાણીના માતુશ્રીની વિદાયના છ મહીનામાં જ તેમના પિતાશ્રીએ વિદાય લેતા શ્રી દિલીપ સંઘાણી ઉપરથી માયાળું અને પરોપકારી માતા-પિતાની છત્રછાયા ઉઠજ્ઞ ગઇ છે.કોલેજકાળથી રાજકીય ક્ષેત્રમાં સતત વ્યસ્ત લોકનેતા શ્રી દિલીપ સંઘાણીના વિશાળ પરિવાર ઉપર તેમના માતા પિતાની છત્રછાયા હતી. તેમના સતત 24 કલાક ખુલ્લા રહેતા આંગણામાં જ શ્રી નનુબાપા બેઠા હોય .તેમનો માયાળુ આવકારો અને અંદરથી શ્રી શાંતાબાનો માયાળુ આવકારો લગભગ દરેકને મળ્યો છે અત્યારે સંઘાણી પરિવારની રખાવટ અને અર્ધી રાત્રે પણ લોકોને મદદે જવાની ટેવ અને કોઇની ઉપર દ્વેષ ન રાખવાની વૃતિ આખા પરિવારને આ સંઘર્ષશીલ માયાળું એવા શ્રી નનુબાપા તથા શ્રી શાંતાબાને કારણે મળી છે એમ કહી શકાય.શ્રી શાંતાબાની વિદાય પછી માત્ર છ મહીનામાં જ શ્રી નનુબાપાએ મહાપ્રયાણ કર્યુ હતુ ગયા ચોથા મહીનામાં ચોથી તારીખે શ્રી સંઘાણીના માતુશ્રી શાંતાબાએ ચિરવિદાય લીધી હતી ત્યાર પછીના છ મહીનાના જ સમયમાં શ્રી નનુબાપાએ પણ વિદાય લેતા હવે આ હેતાળવા આદરણીય વૃધ્ધ દંપતિના સંસ્મરણો રહયા છે.માયાળુ સ્વભાવના શ્રી શાંતાબા તથા શ્રી નનુબાપાને કારણે રાજકીય આગેવાનો હોય કે કાર્યકરો શ્રી દિલીપ સંઘાણીનું ઘર તેમને પોતાનું જ લાગતું.


બગસરામા ૠતુજન્ય રોગચાળાથી વધુ એક બાળકીનુ મોત

બગસરા, બગસરા ઉગમણા વાસ મા રહેતા ભરતભાઇ જોગેનની પુત્રી એકતા ઉ.વ.8નુ વાયરલ તથા ડેન્ગ્યુના લીધે અવસાન થયાનું જાણવા મળેલછે વિગત અનુસાર બગસરા ઉગમણા વાસમા રહેતા ભરતભાઈ જોગને જણાવેલકે તેમની પુત્રી એકતાંને બગસરા કામળિયા સાહેબના દવાખાને દાખલ કરવામાં આવેલ અને તેમના લેબોરેટરી રીપોર્ટ કરવામાં આવેલ જેમાં તેમની પુત્રીને વાયરલ તથા ડેન્ગ્યુછે નો રિપોર્ટ આવેલ અને વધુ સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડવામાં આવેલ અને આઈ.સી.યુ.મા દાખલ કરે તે પહેલાજ આઠ વર્ષિ એકતાનું મોત થયેલ હજુ બગસરા શહેરમાં એક દિવસ પહેલાજ એક આઠ મહિનાનો બાળક ડેંગ્યુના લીધે અવસાન પામેલછે. ત્યારે આજે વધુ એક બાળકીનું અવસાન વાયરલ તથા ડેન્ગ્યુના લીધે થયેલ બે દિવસ પહેલા ડેંગ્યુએ એકનો ભોગ લેતા શહેરમાં ગભરાટ ફેલાઇ રહ્યોંછે અને જાણે આરોગ્ય વિભાગ અને બગસરા નગર પાલિકાના ચીફઓફિસર જાણે નિંદ્રા અવસ્થામાં હોય તેવું જણાઈ રહ્યું હોય તેવું શહેરી જનોમાં જણાઈ રહ્યુ છે આ તકે બગસરા નગર પાલિકાના સદસ્ય શ્રી રશ્વિનભાઈ ડોડિયાએ ફોન ઉપર જણાવેલ કે ચૂંટાયેલા સભ્યોનું સરકારી અધિકારીઓ સાંભળતાજ નથી તેમજ આરોગ્ય વિભાગના ચેતન દેવલુકે જણાવેલકે અમે શહેરમાં ફોગીગની કામગીરી હાથધરીછે અને લોકોએ પણ સહયોગ આપવો જોઈએ અને ડેંગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં થાયછે અને અનેક વિસ્તારોમાં ચોખ્ખા પાણીના ટાકી ખુલ્લી રાખવામાં આવેલછે તો લોકોએ પાણીની ટાકી ઢાકીદેવી જોઈએ અને પૂરતો સહયોગ આપવો જઈએ જ્યારે વોર્ડ ન.5/6 માં રહેતા વિનુભાઈ ભરખડા અને ભરતભાઈ ભલાળા સાથે વાતચીત કરતા જણાવેલકે અમારા વોર્ડમા ફોગીંગ કે દવાનો છટકાવ આજદિન સુધી કરવામાં આવેલ નથી અને બગસરા નગરપાલિકાના અધિકારીઓ નિંદ્રા અવસ્થામાં હોય તેવું લાગેછે. જ્યારે બાલમંદિર ચોકમાં રહેતા અને બગસરા નાગરિક બેન્કના પૂર્વ ચેરમેન કનુભાઈ પટોળીયાએ જણાવેલકે અમારા ચોકમાં ફોગીંગની કામગીરી બે ચાર ઘરમાં અને દવાનો છટકાવ કરવામાં આવેલ બીજે ક્યાંય છાંટકાવ કરેલ નથી જે કામગીરી માત્ર દેખાવ પૂરતી કરવામાં આવેલ હોય તેવું દેખાઈ રહ્યુંછે આમ બગસરા માં હાલ માં ગંદકી ના ધર પણ બધે નજરે ચડે છે જે ગામ ને કેન્દ્ર ની સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માં શ્રેષ્ઠ કામગીરી નો એવોર્ડ આપેલ આજે તેજ નગર પાલિકા મા સ્વચ્છતા નો અભાવ અને નજરે ચડે છે ભર બજાર માં ઉકરડા તેમજ ભૂગર્ભ ગટર ના પાણી રોડ પર વહી રહ્યા છે ભારતભર માં વન ટાઇમ યુઝ પ્લાસ્ટિક બેન ના છડે ચોક ચીંથરા ઉડતા નજરે ચડે આમ બગસરા પાલિકા તેમજ સામાજિક સંસ્થાઓ ખાલી પોકળ વાતો કરી કાગળ પર કામગીરી દ્રાસવી રહ્યા નું લોકો દ્વારા ચર્ચાય રહ્યું છે.


error: Content is protected !!