Main Menu

Tuesday, October 22nd, 2019

 

અમરેલી તથા બોટાદ જીલ્લામાં ચોરીઓ કરતી છારા ગેંગના છ સભ્યોને મુદ્દામાલ સાથે પકડી પાડયા

અમરેલી ,અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા ખાસ સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અમરેલી એલ.સી.બી. ઇન્ચોર્જ પોલીસ ઇન્સશ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા લાઠી ટાઉનમાં સોની બજારમાં શંકાસ્પીદ રીતે આંટા-ફેરા મારતી અને ચોરીનો મુદ્દામાલ વેચવા માટે આવેલ ત્રણ મહિલાઓ સહિત છારા ગેંગના સક્રિય છ સભ્યોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી અમરેલી તથા બોટાદ જીલ્લામિાં થયેલ નાની મોટી વીસ કરતાં વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.બપકડાયેલ આરોપીઓ અર્જુન ઉર્ફે અજય ધમાભાઇ ઉર્ફે ગોરધનભાઇ ચૌહાણ, ઉ.વ.25, મુળ ઘાટવડ, આતીષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરૂ રાઠોડ, ઉ.વ.20, મુળ ઘાટવડ, હિતેશ ઉર્ફે હિતો દિલીપભાઇ ચૌહાણ, ઉ.વ.20,મુળ ઘાટવડ,જયોતિબેન ઉર્/ં અર્જુન ઉર્ફે અજય ધમાભાઇ ઉર્ફે ગોરધનભાઇ ચૌહાણ, ઉં.વ.20, મુળ ઘાટવડ, કાજલબેન ઉર્/ં આતીષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરૂ રાઠોડ, ઉ.વ.19, મુળ ઘાટવડ,કુંજલબેન ઉર્/ં હિતેશ ઉર્ફે હિતો દિલીપભાઇ ચૌહાણ, ઉ.વ.23, મુળ ઘાટવડને પકડી પાડેલ છે.ઉપરોકત આરોપીઓ ભટકતું જીવન ગાળે છે અને સીમ વિસ્તા રમાં પગપાળા ચાલી, વાડી વિસ્તાારમાં રહેતાં ખેત મજુરો, મજુરી કામે ગયેલ હોય ત્યારે તેમની ઓરડીના તાળાં તોડી અથવા તો ડુપ્લીજકેટ ચાવી વડે તાળાં ખોલી, રોકડ રકમ તથા કિંમતી સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી, ચોરીના ગુન્હાઓને અંજામ આપતાહતાં અને મોટા ભાગે સીમ વિસ્તા રમાં, વાડીઓમાં આવેલ મજુરોની ઓરડીઓને નિશાન બનાવતા હતાં. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીનાઓ, કિં.રૂ.36,150/- તથા રોકડા રૂ.3450/- મળી કુલ કિં.રૂ.39,600/- નો મુદ્દામાલને કબજે લીધ્ોલ છે.આ કામે પકડાયેલ આરોપીઓ પૈકી હિતેશ ઉર્ફે હિતો દિલીપભાઇ ચૌહાણ રીઢો ચોર છે અને તેના વિરૂધ્ધરમાં આણંદ, ઉમરેડ, આકલાઓ, બોટાદ, લાઠી, ગઢડા અમરેલી જીલ્લાા તથા બોટાદ જીલ્લાિઓના ડીટેક્ટ થયેલ ગુન્હા ઓમાંઆરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ તેમજ કબુલાત ઉપરથી નીચે મુજબના વણશોધાયેલ ગુન્હા ઓ ડીટેક્ટ થયેલ છે. આ ઉપરાંત લાઠી, સાંથળી, બાબરા-દેવળીયા રોડ પર જીનમાં, બળેલ પીપરીયા, ઇશ્વરીયા, જીવાપર, આંકડીયા, દેવળીયા, અડતાળા, ખીજડીયા જંક્શન, જસવંતગઢ, રાંઢીયા, ગરણી, પાંચવડા, જસાપર સહિતના ગામોમાં કરેલ નાની મોટી કુલ વીસ કરતા વધારે ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.ડી.કે.વાઘેલા, તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.


અમરેલીમાં તહેવારોમાં ઘોડેશ્ર્વાર પોલીસ પેટ્રોલીંગ શરૂ

અમરેલી,આગામી દિવાળી ભાઇબીજના તહેવારને અનુલક્ષીને અમરેલીનાં એસ.પી. દ્વારા અપાયેલી સુચના મુજબ લોકોના જાનમાલના રક્ષણ અને તહેવારોમાં લોકો કયાંય બહાર ગયા હોય અને તેના ઘર માલ મીલકતનું રક્ષણ થઇ શકે તે માટે ઘોડે સવારની બે ટીમો દ્વારા ભીડ વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખવામાં આવશે. પી.એસ.આઇ.શ્રી ભેવલીયા સહિતની ટીમ દ્વારા હવેલી, ટાવર, રાજકમલ ચોક વિગેરે વિસ્તારોમાં પેટ્રોલીંગ રાખવામાં આવશે. તેમ જાણવા મળ્યું છે.


સંતો-મહંતો અને રાજકીય આગેવાનોએ શ્રી સંઘાણીને સાંત્વના પાઠવી

સતાધારના મહંત પૂજ્ય વિજય બાપુ, દાન મહારાજની જગ્યાના મહંત મહાવીર બાપુ તેમજ સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુને ખોડલ ખોડિયાર મંદિરના મહંતની લવજી બાપુ, પ્રભારી મંત્રીશ્રી હકુભા જાડેજા, સાંસદ નારણભાઇ કાછડીયા, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા ,મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ડોક્ટર વલ્લભભાઇ કથીરીયા, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, જેવી કાકડિયા વિરજીભાઇ ઠુંમર, બાવકુભાઈ ઉંધાડ તથા ભાવનગર રેન્જના આઇ.જી.શ્રી અશોકકુમાર યાદવ તથા લોકસાહિત્યકાર શ્રી માયાભાઇ આહીર, જેન્તીભાઇ પાનસુરીયા સહીત રાજકીય-સામાજિક મહાનુભાવો સંગાણી પરિવારને સાંત્વના આપવા માટે આવ્યાં હતા અને શોક વ્યક્ત કર્યો હતો તે વેળાની તસવીરમાં નજરે પડે છે.


જેણે સંતાનોની પ્રગતિ માટે પોતાનું અસ્તીત્વ ઓગાળી નાખ્યું તેવા શ્રી નનુબાપા સંઘાણીના બેસણામાં અનેકે દેહદાન,ચક્ષુદાન નોંધાવ્યા

અમરેલી, દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીએ પોતાના પિતાશ્રીના બેસણામાં પ્રેરણાદાયી અભિગમ અપનાવ્યો હતો જેના કારણે અનેકને નવી દ્રષ્ટી અને મેડીકલ સાયન્સને સંશોધન માટે ખુબ જ ઉપયોગી કાર્ય થયું હતુ.જેણે સંતાનોની પ્રગતિ માટે પોતાનું અસ્તીત્વ ઓગાળી નાખ્યું તેવા સેવાભાવી અને શ્રી દિલીપ સંઘાણીની હાજરી હોય કે ન હોય આંગણે આવનારા સૌને વડીલ તરીેકે સાંભળી સૌને શીળી છાંયા આપનારા શ્રી નનુબાપા સંઘાણીના બેસણામાં વિશાળ સંઘાણી પરિવારને સાંત્વના આપવા માટે અમરેલી જિલ્લા ઉપરાંત દેશભરમાંથી આવનાર લોકો માટે દેહદાન અને ચક્ષુદાનની જાણકારી અને તેના ફોર્મ સાથે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શ્રી દિલીપ સંઘાણી પરિવારે લોકકલ્યાણ માટે સ્વ. નનુબાપાનું ચક્ષુદાન અને દેહદાન કરી સમાજમાં ક્રાંતિકારી પહેલ કરી હતી. આજે શ્રી દિલીપ સંઘાણીને બેસણામાં આવેલા સામાન્ય માનવીથી માંડી અને દિગ્ગજ આગેવાનો સુધીના અનેક લોકોએ દેહદાન,ચક્ષુદાન નોંધાવ્યા હતા અને ઘણાએ સ્થળ ઉપર જ ફોર્મ ભર્યા હતા જયારે અનેક લોકો ફોર્મ લઇ ગયા હતા.


સંઘાણી પરિવારનાં મોભી સ્વ.નનુબાપાનાં બેસણામાં ઉમટી પડતો પ્રવાહ

અમરેલી,અમરેલી સંઘાણી પરિવારના મોભી સ્વ. નનુભાઇ હીરજીભાઇ સંઘાણીનું તા.18/10 શુક્રવારના અવસાન થતા સદગતનું બેસણુ અને પ્રાર્થનાસભા આજરોજ તા. 21/10 સોમવારના બપોરના 2 થી 6 નવુ ખેડુત તાલીમ કેન્દ્ર લીલીયા મુકામે યોજાયેલ હતું. આ પ્રસંગે સંઘાણી પરિવારને સાંત્વના પાઠવવા કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા, વસંતભાઇ ગજેરા, મનુભાઇ કાકડીયા, મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, કાંતીભાઇ અમૃતીયા મોરબીના ધારાસભ્ય, ગુજકોના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પરમાર, પુર્વ મંત્રી એલ.ટી. રાજાણી, કનુભાઇ ભાલાળા ઇફકોના સ્ટેટ માર્કેટીંગ મેનેજર એન.એસ.પટેલ, સાંસદ નારણભાઇ કાછડીયા, વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી, ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મર, પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ, હેંમતભાઇ દ્વારકાદાસ પટેલ, સુરેશભાઇ કોટડીયા, ડી.એન.ગોલ, વસંતભાઇ મોવલીયા, મેહન્દ્રભાઇ પનોત ભાવનગર ડેરીના ચેરમેન, રમેશભાઇ કાથરોટીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા, એમ.ડી.આર.એસ.પટેલ, કૌશિકભાઇ વેકરીયા, દિપકભાઇ માલાણી,મંજીબાપા તળાવીયા, બાબુભાઇ વોરા, શંભુભાઇ વાટલીયા, શરદભાઇ લાખાણી, જગુભાઇ વરૂડીવાળા, જે.પી.સોજીત્રા, દિલસાદભાઇ શેખ, દલસુખભાઇ દુધાત, મોહનભાઇ નાકરાણી, બાવાલાલ મોવલીયા, દિપકભાઇ વઘાસીયા, તુષારભાઇ જોષી, અમરેલી જિલ્લા મ.સ.બેંકના કર્મચારીઓ, સહકારી અગ્રણીઓ સહિત રાજકીય, સહકારી, સામાજીક, આગેવાનો તથા સગા સ્નેેહીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંઘાણી પરિવારને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે સુરગંગા કલાસીસના શાંતીભાઇ જેઠવા, સંગીત વિદ્યાલયના બાળકો દ્વારા ધ્ાુન રજુ કરી હતી.


શ્રી સંઘાણી પરિવારનાં નિવાસે સાંત્વના પાઠવતા શ્રી રૂપાલા

સંઘાણી પરિવારના મોભી શ્રી નનુબાપાનું નિધન થતાં આજે બેસણામાં વિવિધ રાજકીય આગેવાનો, મંત્રીશ્રીઓ તેમજ મહાનુભવો એ આજરોજ સંઘાણી પરિવારના નિવાસ્થાને જઇને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા અગ્રણી ઉદ્યોગપતિ શ્રી વસંતભાઇ ગજેરા પટેલ સંકુલ પ્રમુખ શ્રી મનુભાઈ કાકડિયા મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સુરતના ધારાસભ્યય શ્રી વીડીઝાલાવડીયા, મહુવાના ધારાભ્યય આર.સી મકવાણા સહિતના લોકો શ્રદ્ધાંજલિ પાઠવી હતી તે વેળાએ તસવીરમાં નજરે પડે છે.


વન્યપ્રાણીની રેન્જમાં ફેરફાર કરવા રજુઆત કરતા શ્રી દોંગા

ચલાલા,ચલાલા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સીમ ખેતરોમાં વન્ય પ્રાણી જેવા કે સિંહ, દીપડા, જેવા માનવભક્ષી પ્રાણીઓના વસવાટના કારણે ચલાલા પંથકની સીમ ખેતરો અત્યારે કામની ફુલ સીજનમાં સીમ ખેતરો ખાલી ખમ જોવા મળે છે. આવા વન્ય પ્રાણીઓની બીકના કારણે સીમ ખેતરોમાં ખેડુતો, પશુપાલકો, અને મજુરો પોતાના જીવનું જોખમ હોય ખેતર સીમમાં પોતાના પાકને લેવા માટે બીક અનુભવે છે. આ વન્ય પ્રાણીના વસવાટ અને વન્ય પ્રાણી દ્વારા ર્વાવાર પશુ અને ઢોર, અને માવનજાત પર થતા જીવલેણ હુમલાથી આ પંથકના ખેડુતો, પશુ પાલકો, અને ખેતમજુરીમાં ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. ત્યારે ચલાલા ન.પા.ના કર્મનીષ્ઠ પ્રમુખ હિંમતભાઇ દોંગાએ આ પંથકની સ્થીતીની ગંભીરતા સમજી અને ખેડુતો, પશુપાલકો અને ખેતમજુરોની ચીંતા કરી ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફીસરને મોખીક અને લેખીત ધારદાર રજુઆત કરતા જણાવેલ છે કે ચલાલા મિઠાપુર (ડુંગરી) સીમ ખેતી વિસ્તારમાં હાલ સિંહો સહિત વન્ય પ્રાણીનો ત્રાસ ખુબ વધી ગયો છે, જેના કારણે ખેડુતો, પશુપાલકો અને ખેતમજુરોને ખેતરમાં અવર જવર અને ખેતરમાં ખેતીકામ કરતી વેળાએ જીવનો જોખમ ઉભો થયેલ છે. આવી જોખમવાળી ગંભીર પરિસ્થિતીમાં ખેડુતો પશુપાલકો અને ખેતમજુરો ખેતરમાં કામ કરી શકતા નથી. અને અવાર નવાર સિંહો સહિત વન્ય પ્રાણીઓ દ્વારા પાલતુ પશુઓનો શીકાર કરવામાં આવી રહયો છે. ત્યારે ચલાલા મિઠાપુર ખેતી વિસ્તારમાં સિંહોની રેન્જમાં ફેરફાર કરી સિંહોનું થોડે દુર સ્થળાંતર કરી આપવાની ધારદાર રજુઆત કરેલ છે. તેમ પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ છે.


અમરેલી જિલ્લા સંકલન -ફરિયાદ સમિતિની બેઠક મળી

અમરેલી,કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમીતીની બેઠક સંપન્ન થઇ હતી.બેઠકમાં ઉપસ્થિત રાજકીય આગેવાનો દ્વારા રજુ કરેલ પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લે મળેલી બેઠકની કાર્યવાહી નોંધ લઈને ઘણા પ્રશ્નોના નિવારણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ચર્ચા માટે મુકવામાં આવેલા લોક પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર તથા ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા દ્વારા રજુ થયેલા આરોગ્ય, વીજળી, પાણી, પાક વીમા, રસ્તા અને સિંચાઈ જેવા લોકપ્રશ્નોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક નિર્ણયો કરાયા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી નિર્લિપ્ત રાય, ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડોબરીયા, નાયબ વન સંરક્ષકશ્રી ધારી, પ્રાંત અધિકારીશ્રી સતાણી, પ્રાંત અધિકારીશ્રી ઓઝા, પ્રાંત અધિકારીશ્રી ગોહિલ, પ્રાંત અધિકારીશ્રી જોશી સહિત જિલ્લાના અને તાલુકાઓના સંબંધીત મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.


બોર્ડની પરીક્ષા ફીમાં ઘટાડો કરવા રજુઆત

અમરેલી ,ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ફીમાં 10% નો વધારો કરાયો છે.જે શિક્ષણ જગત માઈક નવા ભાર સમાન છે.દિવસે ને દિવસે હાલ શિક્ષણ મોંઘુ બનતું જાય છે.તો વિદ્યાર્થીની કમરતોડી નાખે એવા નવા નુસખાવાળી પરીક્ષા ફીનો તોતિંગ વધારો કરાયો છે.વિજ્ઞાન પ્રવાહ ની પ્રાયોગિક વિષયની ફી માં સીધો 57 ટકા નો વધારો થયો છે.ધોરણ 10 ના નિયમિત વિદ્યાર્થીઓ ની ફી માં 10 ટકા નો વધારો કર્યો છે.જેમાં જૂની ફી રૂપિયા 325 હતી.જે વધારીને રૂપિયા 355 કરવામાં આવી હતી.ધોરણ 12 સાયન્સ ના નિયમિત વિદ્યાર્થીઓ ની ફી રૂપિયા 550 હતી જે વધારીને રૂપિયા 605 કરવામાં આવી છે.જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રાયોગિક વિષય દીઠ રૂપિયા 100 ફી લેવાની હતી જે રૂપિયા 110 કરવામાં આવશે એવી અમલવારી સામે યુવા અગ્રણી દ્વારા શિક્ષણ મંત્રી શ્રી ને રજુઆત કરવામાં આવી છે. શિક્ષિત ભારત,સમૃધ્ધ ભારત’’નું સપનું ત્યારે જ પૂર્ણ થશે,જ્યારે શિક્ષણ માં મોંઘવારી ને બદલે એક સિમિત પરીક્ષા ફી લેવામાં આવશે. જેથી કરીને ગુજરાત રાજ્ય ના યુવાનો પરીક્ષા માં કમરતોડ ના થાય. આ રજુઆત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સન્ની ડાબસરા અને કિશન શિલુ દ્વારા કરવામાં આવી છે


અમરેલીમાં પોલીસતંત્ર દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી પાઠવાઇ

અમરેલી,અમરેલીનાં ડો.જીવરાજ મહેતા ચોકમાં આજે સવારના 8:00 કલાકે અમર જવાન સ્મારક પાસે જીલ્લા પોલીસ પરિવાર દ્વારા શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ બેન્ડ દ્વારા સુરાવલીઓ સાથે પ્રથમ પરેડ બાદ ભારત દેશમાં શહિદ થયેલા પોલીસ જવાનો, અધિકારીઓ, સિ.આર.પી.એફ.નાં શહિદ જવાનોને જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય સહિતનાં અધિકારીઓએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. અને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.


error: Content is protected !!