Main Menu

Thursday, October 24th, 2019

 

સંઘાણી પરિવારને સાંત્વના પાઠવતા આગેવાનો

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ એવા જ યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના જનરલ મેનેજર શ્રી તારપરા, શ્રી શખીયા રાજુલા જાફરાબાદ ના પૂર્વ ધારાસભ્ય એવા શ્રી હીરાભાઈ સોલંકી શહિત રાજકીય-સામાજિક આગેવાનો ગુજરાતભરમાંથી અને દેશમાંથી સંઘાણી પરિવારને સાંત્વના આપવા માટે આગેવાનો સતત આવી રહેલ છે.


કાઠીયાવાડમાં દિવાળી ઉજવવા હમવતનીઓનું આગમન

અમરેલી, અમરેલી જિલ્લાના લાખો લોકો ધંધાર્થે બહાર વસે છે અને આજની તારીખે પણ તેમની મીલકતો અને સગા સબંધીઓ અમરેલી જિલ્લામાં છે. તેવા સુરત, અમદાવાદ રહેતા લોકોનો પ્રવાહ વતનમાં દિવાળી ઉજવવા આવવાનો પ્રારંભ થયો છે.અમરેલી જિલ્લામાં એટલે કે કાઠીયાવાડ દેશમાં જવામાં લોકોને સગવડતા રહે તે માટે સુરત અને અમદાવાદમાં એસટીએ વધારાની બસો શરૂ કરી છે.
અને આ વખતે ધંધાર્થે બહાર વસતા મોટા માથાઓ કાઠીયાવાડમાં દિવાળી ઉજવશે.વિશ્ર્વભરમાં કાચુ એટલુ સાચુ અને રંધાણું એટલુ ગંધાણુની નવી આહાર પધ્ધતી વિકસાવનાર શ્રી બીવી ચૌહાણ દેશ વિદેશમાં સતત શીબીરો અને કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે તે તથા તેમના ધર્મપત્ની શ્રીમતી સરોજબહેનનું વતન અમરેલીમાં આગમન થયું છે તેઓ પણ દિવાળી પર્વ અમરેલીમાં ઉજવવાના છે. જાણીતા ઉદ્યોગપતિ શ્રી સવજીભાઇ ધોળકીયા,પુર્વ ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનસેરીયા,શ્રી ધનજીભાઇ અકાળાવાળા,શ્રી જનકભાઇ બગદાણા સહિતના આગેવાનો આ વખતે પરિવાર સાથે વતન આવશે રામકૃષ્ણ ગૃપવાળા શ્રી ગોવિંદભાઇ ધોળકીયા પરિવારના અમરેલી એરપોર્ટના પ્રણેતા શ્રી ઇશ્ર્વરભાઇ ધોળકીયા સહિત 1200 લોકો સ્પે. એસી ટ્રેન લઇને દિવાળી ૠષિકેશમાં ઉજવશે ત્યા ધાર્મિક કાયર્માં રોકાશે અને તા. આઠમીએ વતન લાઠી આવશે.


માવઠાથી જાફરાબાદમાં માછીમારોને કરોડોનું નુકસાન

જાફરાબાદ,કમોસમી માવઠાને કારણે શીંગ-કપાસના પાકને તો નુકસાન ગયું છે પણ સાથે સાથે દરિયાઇ ખેતીને પણ અસર થઇ છે. આ માવઠાથી જાફરાબાદમાં માછીમારોને કરોડોનું નુકસાન વેઠવું પડયું છે. મંગળવારે રાત્રીના સમયે અચાનક વરસાદ ખાબકતા જાફરાબાદમાં માછીમારોએ સુકવેલી માછલીઓ વરસાદમાં પલળી ગઇ હતી અને તેના કારણે કરોડોની માછલીઓ ફેંકી દેવી પડશે માછીમારોને ગયેલ નુકસાનીથી જાફરાબાદ બોટ એશોસિએશનના પ્રમુખ માલાભાઇ વંશ દ્વારા સરકાર માછીમારોને તત્કાલ વળતર ચુકવે તેવી રજુઆત કરવામાં આવી છે કારણ કે જમીનની ખેતીના પાકો બગડે તો સરકાર વળતર ચુકવે છે પણ જીવના જોખમે ખેતી કરતા માછીમારોને સરકાર ખેડુત ગણીને વળતર ચુકવે તેવી માંગણી શ્રી માલાભાઇ વંશ દ્વારા કરવામાં આવી છે.


અમરેલીની બજારમાં રવીવારથી રોનક : ઘરાકી નિકળી

અમરેલી,ખેતી આધારીત અર્થતંત્ર ધરાવતા આપણા અમરેલી જિલ્લાના લોકોના માનસમાં મંદીનું સામ્રાજય છવાયું હતુ તે તુટયું છે તા. 15-10-19ના અવધ ટાઇમ્સના અનુમાન અને અહેવાલ અનુસાર જ અમરેલીની બજારમાં રવીવારથી રોનક દેખાઇ છે અને તેજીએ ટકોરા મારતા ઘરાકી નિકળી છે.અમરેલીની બજારોમાં કાપડથી માંડી કરીયાણા સુધીના તમામ માર્કેટમાં લોકો ખરીદી માટે બહાર નિકળ્યા છે.
તમામ દુકાનોમાં ગ્રાહકરાજાના આગમનથી વેપારીઓમાં આનંદ છવાયો છે હજુ દિવાળી સુધી ધ્ાુમ ખરીદી રહેશે તેવા સંકેતો મળ્યા છે ઓનલાઇનને પણ ટકકર મારે તેવી આઇટમો બજારમાં અમરેલીના સાહસિક વેપારી ભાઇઓએ ઉતારી છે સાથે સાથે ખેતપેદાશોની આવક ના નાણાનો પ્રવાહ પણ બજારમાં શરૂ થઇ ગયો છે.


error: Content is protected !!