Main Menu

November, 2019

 

ગીર ગઢડાનાં સનવાવમાં કડીયા કુંભાર જ્ઞાતી દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો

અમરેલી, ગીર ગઢડા તાલુકાનાં સનવાવ ગામે શ્રી કડીયા કુંભાર સમુહલગ્ન સમિતિ(નાઘેર) દ્વારા 16મો સમુહ લગ્નોત્સવ તા. 28નાં રોજ યોજાયો હતો. જેમાં 13 નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતાં. આ સમુહલગ્નોત્સવમાં સતાધારનાં મહંત પુ.શ્રી વિજયબાપુ અને કોઠારીશ્રી મહેશબાપુએ આર્શીવચન પાઠવ્યા હતાં. આ કાર્યક્રમમાં જુનાગઢનાં મેયર ધીરૂભાઇ ગોહિલ, વાપીથી ભરતભાઇ ટાંક, શ્રીમતી ઉર્વીબેન ટાંક, કુમારી પ્રેક્ષાબેન ટાંક અને અમદાવાદથી મવજીભાઇ કાક્રેચા, દામજીભાઇ ભીખાભાઇ વળુ, જીગનેશભાઇ નાનજીભાઇ વાળા, ઘુસાભાઇ સોડીંગરા માંડાવડ, મીતેશભાઇ પરમાર ગીર સોમનાથ અને રાજકોટથી હાર્દિકભાઇ ટાંક, સમુહ લગ્નનાં પ્રણેતા નારણબાપા મનાણી, જીગ્નેશભાઇ ગેડીયા સુરત, જયસુખભાઇ મારૂ સુરત, જાદવભાઇ રાઠોડ સમુહ લગ્ન કમીટીનાં પ્રમુખ, હિરજીભાઇ પરમાર, અમુભાઇ પોરીયા, અશોકભાઇ ટાંક, વાલજીભાઇ રતનાભાઇ પોરીયા, કચરાભાઇ ગેડીયા, દામજીભાઇ મારૂ, મનસુખભાઇ રાઠોડ, જયસુખભાઇ વાઘેલા, વિજયભાઇ ચોટલીયા, ભાવેશભાઇ ટાંક, લાલજીભાઇ મકવાણા મહુવા, અરવિંદભાઇ ટાંક રાજકોટ, શ્રમતી મીનાબેન ગોહિલ જુનાગઢ, શ્રી વિરલભાઇ માલવી અને આગેવાનો ઉપસ્થિત રહયા હતાં. અને નવ દંપતિને આર્શીવચન પાઠવ્યા હતાં. આ સમુહલગ્નોત્સવમાં જ્ઞાતીના દાતાઓએ ઉદાર હાથે સહયોગ આપી ભગીરથકાર્યોને સફળ બનાવ્યું હતું. તેમ આયોજકો વતી જણાવાયું છે.


કુંડલા તાલુકાનાં રોડનાં નબળા કામો પકડતા જી.પં.પ્રમુખશ્રી વાઘેલા

અમ2ેલી,અમ2ેલી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી 2વજીભાઈ વાધેલા તથા જિલ્લા પંચાયત અમ2ેલીના ઉપપ્રમુખશ્રી તથા ગામ આગેવાનો તથા સ2પંચશ્રી ઉપસ2પંચશ્રીની હાજ2ીમાં આજ2ોજ સાંવ2કુંડલા તાલુકાના બાંધકામ અને સિંચાઈ વિભાગના ચાલતા કામો બાબતે સ્થળ તપાસ ક2તા સીમ2ણની વાડીથી ક2જાળા ગામે એસ.પી.ડેન દીવાલના ચાલતા કામની તપાસ ક2તા આ કામ સાવ હલકી કક્ષાનુ માલુમ પડેલછે.અને આ કામની દીવાલ પાટુ મા2ો તો પડી જાય તેવુ કામ ક2વામાં આવેલછે. અને સીમ2ણવાડીથી ક2જાળા જતો નોન પલાન 2ોડ થોડા દીવસ અગાઉ બનેલછે. આ 2ોડની મુલાકાત લેતા તેમા અત્યા2થીજ ડામ2 ઉખડવાનુ ચાલુ થઈ ગયેલછે. આમ જિલ્લા પંચાયત અમ2ેલી તળે ફ2જ બજાવતા બાબુઓ અમ2ેલી જિલ્લા સાથે શુ દુખાવોછે.કે.તેઓ કામની ગુણવતા ચકાસવાની તસ્તી પણ લેતા નથી એક બાજુ ગુજ2ાત સ2કા2ના અને કેન્દ્રના શાસકો એવો પ્રસા2 ક2ેછે. કે વિકાસ વિકાસ અને વિકાસ પ2ંતુ આ સ2કા2ના કોઈ પ્રતિનિધી અમ2ેલી આવી અને આ 2સ્તા તથા અન્ય બાંધકામના કામોની મુલાકાત લે તો અમ2ેલી જિલ્લાના બાબુઓ ત2ફથી વિનાસ વિનાસ અને વિનાસ સિવાય માત્ર કાંઈજ નથી અને લોકો પ2સેવાના ક2વે2ા ભ2ેછે. જે ક2વે2ા દવા2ા લોકો ઉપયોગી કામો થવા જોઈએ પ2ંતુ અહીયાંતો સ2કા2ી બાબુઓજ પોતાના ઉપયોગી અને તેઓની સગવડ અને એજન્સીઓ સાથે મીલી ભગત ક2ી તેઓના ધ2 ભ2વા સિવાય કોઈ કાર્ય ક2તા નથી અંતમાં અમા2ા અત્માના અવાજ અને લોકોના પ્રતિનીધી ત2ીકે આ જિલ્લામાં કોઈ પણ સ2કા2ી બાબુ ત2ફથી ભષ્ટ્રાચા2 આચ2ના2ને છોડવા અમો માંગતા નથી જેથી આ બાબુઓ સાનમાં સમજી જાય તો સા2ુછે. અને અમ2ેલી જિલ્લાનુ કલ્યાણ ક2ે તેમાજ સહુનો હીત સમાયેલછે આમ છતાં અમ2ેલી જિલ્લામાં કોઈ જગ્યાએ કામો ચાલતા હોય અને ગે22ીતી માલુમ પડેતો અમા2ી કચે2ીનો સંપર્ક સાધવા વિનંતી. જેથી ભષ્ટાચા2ી બાબુઓની પોલ ખોલી શકાય.


અમરેલીમાં મારામારી અને રાયોટીંગના ગુનામાં રીકન્સ્ટ્રકશન કરાવતી પોલીસ

અમરેલી, ગઇ તા.08/09/2019 નાં રોજ રવિરાજ શેખવા, તથા અન્ય મળી કુલ – 6 જેટલા આરોપીઓએ કુકાવાવ રોડ, જકાતનાકા પાસે આવેલ રીલાયન્સ ઇન્ફો. કોમની ઓફીસે કામ કરનાર સિકયુરીટી ગાર્ડ તથા તેનાં બે ભાઇઓને લોખંડનાં પાઇપ તથા બેઝબોલનાં ધોકા જેવા હથિયારો વડે માર મારી, ઓફીસમાં તોડફોડ કરી નુકશાન કરી વાહનમાં નાશી ગયેલ હોય જે અંગે અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.73/2019 ઇ.પી.કો. ક. 323, 324, 504, 506(2), 143, 147, 148, 149, 427, તથા જી.પી.એકટ ક.135 મુજબ ગુન્હો રજી. થયેલ. આ ગુન્હામાં આરોપી રવિરાજ ઉદયભાઇ શેખવા, ઉ.વ.32 રહે.અમરેલી, ચિતલ રોડ, ગુરૂકૃપાનગર – ર વાળાને તા.26/11/2019 નાં રોજ અટક કરવામાં આવેલ, અને ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર તથા વાહન બાબતે તથા જરૂરી મુદ્દાઓની તપાસ માટે પોલીસ રીમાન્ડ મળવા રજુઆત કરતા આરોપીનાં તા.29/11/2019 સુધીનાં પોલીસ રીમાન્ડ નામ. કોર્ટ દ્રારા મંજુર કરવામાં આવેલ પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપી રવિરાજ ઉદયભાઇ શેખવા, ઉ.વ.36 રહે.અમરેલી, ચિતલ રોડ, ગુરૂકૃપાનગર – ર વાળાને સાથે રાખી કઇ રીતે ગુન્હાને અંજામ આપેલ જે બાબતે રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવેલ અને મજકુરે ગુન્હામાં વાપરેલ હથિયાર તથા વાહન ડીસ્કવરી પંચનામું કરી કબ્જે કરેલ છે. જેમાં એક અલ્ટો કાર રજી. નં. જી.જે.14.એ.એ.9797 કિં.રૂ.60,000/- તથા એક બેઝબોલનો ધોકો કિં.રૂ.00/- તથા એક લોખંડનો પાઇપ કિં.રૂ.00/- મળી કુલ કિં.રૂ.60,000/- નો ગુન્હામાં ઉપયોગ કરેલ મુદ્દામાલ કબ્જે કરેલ છે. આમ આરોપીનાં પોલીસ રીમાન્ડ મેળવી, ગુન્હા સબંધી મહત્વનાં પુરાવાઓ મેળવવા પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપીએ ગુન્હા કઇ રીતે આચરેલ જે બાબતે. રીકન્સ્ટ્રકશન પંચનામું તથા ડીસ્કવરી પંચનામું કરી આરોપી પાસેથી મુદ્દામાલ રીકવર કરી ગુન્હા સબંધી પુરવા મેળવવામાં અમરેલી પોલીસને સફળતા મળેલ છે.


ખાંભાનાં ડેડાણની સીમમાં જુગાર રમતા છ ને પકડી પાડતી અમરેલી એલસીબી

અમરેલી,અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી,તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચનાઆપેલ હોય ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.રાણાનાં માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા ખાંભા તાલુકાનાં ડેડાણ ગામની સીમમાં રાયડી જવાનાં રસ્તે આવેલ ફારૂકભાઇ હબીબભાઇ કછરાની વાડી પાસે જાહેરમાંઅમુક ઇસમો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતાં છ ઇસમો પકડાઇ જતાં આરોપીઓ સામે જુગારધારા તળે ધોરણસર કાર્યવાહી કરી પકડાયેલ જુગારીઓને ખાંભા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.જુગાર રમતાં રેઇડ દરમ્યાન પકડાયેલ ફારૂકભાઇ હબીબભાઇ કછરા, ઉ.વ.35, રહે.ડેડાણ, પટેલપરા, ઇકબાલભાઇ કાસમભાઇ અગવાન, ઉ.વ.36, રહે.ડેડાણ, પટેલપરા , ઇકબાલભાઇ બાબભાઇ ભોકીયા, ઉ.વ.38, રહે.ડેડાણ, પટેલપરા,રહીમભાઇ મુસાભાઇ ચોટલીયા, ઉ.વ.37,રહે.ડેડાણ, પટેલપરા, જુસબભાઇ ઉમરભાઇ અગવાન, ઉ.વ.45, રહે.ડેડાણ, પટેલપરા અને હનીફભાઇ હાજીભાઇ કછરા, ઉ.વ.36, રહે.ડેડાણ, પટેલપરાને રોકડા રૂ.20,620/- તથા મોબાઇલ નંગ 5,કિ.રૂ.11,500/- તથા મોટર સાઇકલ નંગ-1, કિં.રૂ.20,000/- તથા ગંજીપત્તાના પાના નંગ-52, કિં.રૂ.00/- મળી કુલ કિં.રૂ.52,120/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.


અમરેલી શહેરમાં આજથી ભારે વાહનો પર કડક પ્રતિબંધ મુકાયો

અમરેલી,અમરેલી શહેરની ટ્રાફીક સમ્સયા હલ કરવા માટે તેમજ નાના મોટા વાહન અકસ્માાતો નિવારવા માટે અમરેલી જીલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે આજથી એક માસ પહેલા શહેરમાં પ્રવેશતા ભારે વાહનો માટે પ્રાથમીક જ જાહેરનામુ બહાર પાડયુ હતુ અને નગરજનો તેમજ વેપારીઓ ના વાંધા સુચનો મંગાવ્યા હતા પરંતુ એકપણ વાંધા સુચન ન આવતા આવતી કાલ થી શહેરમાં 6 વ્હીલથી વધ્ાુ વાહનો ને સવારના 6:00 થી રાત્રીના 10:00 વાગ્યા સુધી પ્રવેશ બંધીનો અમલ શરૂ થઇ જશે. તેમ જીલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે અવધ ટાઇમ્સ થાથેની વાત ચીતમાં જણાવ્યુ હતુ આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે નાનુ બસસ્ટેશન વાળુ મુખ્ય માર્ગ, સ્ટેશન રોડ, જુના માર્કેટીંગ યાર્ડ વાળા મુખ્ય માર્ગો સહીત તમામ રસ્તાઓ ઉપર સતત ટ્રાફીક રહેતો હોય તેમજ ભારે વાહનોના કારણે નાના મોટા અકસ્માતના બનાવો પણ બનતા હતા આ સમસ્યા હલ કરવા માટે અમરેલી જીલ્લા કલેકટર શ્રી આયુષ ઓકે શહેરમાં ભારે વાહનો અને પ્રવેશ બંધી કરવા માટે તા.07/10 ના રોજ એક જાહેર નામુ બહાર પાડી અને નગરજનો પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવ્યા હતા. આ મુદત પુરી થઇ ગયા બાદ એક પણ નગરજનનો વાંધા સુચન નહી આવતા અંતે આવતી કાલથી સવારના 6:00 વાગ્યાથી રાત્રી ના 10:00 વાગ્યા સુધી ભારે વાહનોને પ્રવેશ બંધી કરવાનો હુકમ કર્યો છે સાથો સાથ આ હુકમમાં શહેરના માર્ગો ઉપર અડચણ રૂપ રહેલા ભારે વાહનોને પણ આ જાહેરનામુ લાગુ પડશે. આ ઉપરાંત આ જાહેર નામા માથી માત્ર એસટી બસ, ફાયરબ્રિગેડના બંબા તેમજ એમ્બ્યુલન્સને મુકતી આપવામાં આવી છે.


અમરેલી એસીબીએ લાંચમાં પકડેલ કલાર્કનાં રીમાન્ડ પુર્ણ થતા જેલ હવાલે

અમરેલી,અમરેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજદાર પાસેથી જુનીયર કલાર્ક વિનોદ લાલજીભાઇ ચૌહાણે રૂ.5 હજારની માંગણી કરતા એસીબીને જાણ કરતા છટકુ ગોઠવી રંગે હાથ ઝડપી પાડયો હતો. તેમને કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસનાં રીમાન્ડ આપ્યા હતાં. રીમાન્ડની મુદત પુર્ણ થતા આરોપીને જેલ હવાલે કરાયો છે.


ચલાલામાં બીલ ન ભરનાર 250 વિજ જોડાણો કાપતું વિજ તંત્ર

ચલાલા,ચલાલા પીજીવીસીએલ છેલ્લા કેટલાક દિવસથી આકરા પાણીએ હોવાથી ચલાલામાં નિયમીત બીલ નહી ભરનાર વિજ ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. થોડા વખત પહેલા ચલાલા પીજીવીસીએલ દ્વારા ગોપાલગ્રામ અને ધારગણીના બીએસએનએલ ના કનેકશનો કાપ્યા બાદ ચલાલા બીએસએનએલ ના વિજ કનેકશનો કાપ્યા બાદ આજે ચલાલા ઘરવપરાશના વિજ ગ્રાહકો નિયમીત બીલ ન ભરતા હોય તેવા વિજ ગ્રાહકોના ધડા ધડ કનેકશનો કાપી નખાતા વિજ ગ્રાહકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ચલાલા પીજીવીસીએલ ના નાયબ ઇજનેર પરમારના જણાવ્યા મુજબ ચલાલા શહેરમાં અવાર નવાર જાહેરાતો કરવા છતા પેધી ગયેલા વિજ ગ્રાહકો દ્વારા 500 મીટરના અંતરે કેશબારી હોવા છતા બીલ નહી ભરાતા ના છુટકે આજે કનેકશન કાપવાની ડ્રાઇવ રાખવી પડી હતી. જેથી ફકત આજના દિવસમાં જ 250 જેટલા વિજ ગ્રાહકોના કનેકશન કાપી રૂા.3,5 લાખની વસુલાત કરી અને રૂા. 8800 જેટલી દંડની રકમ પણ વસુલ કરેલ છે. વિશેષમાં ચલાલા નગરપાલીકા પ્રમુખ હિંમતભાઇ દોંગા અને ઉપપ્રમુખ અનિરૂધ્ધભાઇ વાળા દ્વારા પણ ચલાલા નગરપાલીકાના રૂા.5 લાખનું ભરણુ કરાવી ઉતમ સહકાર આપતા નાયબ ઇજનેર શ્રી પરમારે તેમનો આભાર વ્યક્ત કરેલ. વધ્ાુમાં જણાવેલ કે હજુ બીલના નાણા નહી ભરનાર વિજ ગ્રાહકોના વિજ કનેકશનો કાપીને દંડ વસુલવામાં આવશે.


30-11-2019


ધારી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઈ જોશીનું અદકેરું સન્માન

ધારી,ધારી તાલુકા ભાજપનાં પ્રમુખ પદે શ્રી જીતુભાઇ જોષીની વરણી થતા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને કામગીરીને બીરદાવી ફુલડે વધાવ્યાં હતાં. ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ધારી તાલુકા ભારતીય જનતા પક્ષના પ્રમુખ પદ્દે નવયુવાન તરવૈયા સરપંચ જીતુભાઈ જોશીની વરણી કરવામાં આવી છે જેને આવકારી વધાવવામાં આવી હતી અને વતનપ્રેમી તથા દામાણી હાઈસ્કૂલના દાતા રમેશભાઈ દામાણીએ સોલ ઓઢાડી અને પિયુષભાઈ બજરીયાએ પુષ્પાહાર કરી બહુમાન કર્યું હતું.


અમરેલીમાં રવિવારે સમુહ લગ્નોત્સવ માટે મીટીંગ બોલાવતા શ્રી રૈયાણી

અમરેલી,લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા યોજાનાર સમુહ લગ્નોત્સવનાં સફળ આયોજન માટે આગામી તા. 1/12 રવિવારનાં અમરેલીનાં ગીરીયા ખાતે આવેલ રૈયારાજ ફાર્મમાં લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ ડી.કે.રૈયાણીનાં અધ્યક્ષ સ્થાને મળશે. તા. 1/12 રવિવારનાં સાંજનાં 5:00 કલાકે યોજાનાર મીટીંગમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા, જિલ્લા બિલ્ડર્સ એસો.નાં પ્રમુખ દિનેશભાઇ બાંભરોલીયા, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનર રમેશભાઇ કાથરોટીયા, જિલ્લા સહકન્વીનર દયાળભાઇ સંઘાણી, ઉપપ્રમુખ કાંતીભાઇ વઘાસીયા, અરજણભાઇ કોરાટ, જિલ્લા સમાધાન પંચ પ્રમુખ મનુભાઇ દેસાઇ, માર્કેટયાર્ડનાં ઉપપ્રમુખ કાળુભાઇ ભંડેરી, શહેર ખોડલધામ સમિતિનાં પ્રમુખ સંજયભાઇ રામાણી, તાલુકા ખોડલધામ સમીતીનાં પ્રમુખ ભરતભાઇ ચકરાણી, સલાહકાર સમીતીનાં ચતુરભાઇ ખુંટ, ગોર્ધનભાઇ માંદલીયા, દકુભાઇ ભુવા, કાળુભાઇ સુવાગીયા, વલ્લભભાઇ રામાણી, સી.પી.ગોંડલીયા, હરેશભાઇ બાવીશી, હસમુખભાઇ પટેલ, ભુપતભાઇ સાવલીયા, સંજયભાઇ પોકડ, શરદભાઇ ધાનાણી, ભીખુભાઇ કાબરીયા, ચંદુભાઇ વોરા તથા લેઉવા પટેલ સમાજનાં પુર્વ પ્રમુખ નંદલાલભાઇ ભડકણ, પ્રેમજીભાઇ ડોબરીયા, કારોબારી સભ્યો કાળુભાઇ રૈયાણી, હસુભાઇ સતાણી, ઉમેશભાઇ ડોબરીયા, બાલુભાઇ બાબરીયા, રાજુભાઇ ગઢીયા, સલાહકાર સમિતિ સર્વે સભ્યોશ્રીઓને ઉપસ્થિત રહેવા. પ્રમુખ ડી.કે.રૈયાણીએ અપીલ કરીને સમુહ લગ્નોત્સવને સફળ બનાવવા હાંકલ કરી છે.


error: Content is protected !!