Main Menu

Monday, November 4th, 2019

 

ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ સોસાયટી દ્વારા ખેડુતો પાસેથી સીધી ખરીદીની શરૂઆત : ભાવના ગોંડલીયા

અમરેલી,સમગ્ર દેશમાં કંઇક નવું કરવાનો યશ હંમેશા અમરેલીના ફાળે જાય છે. ત્યારે ખેતરથી ખોરાક સુધી, ફાર્મરથી ફુડ સુધીનું યુનીટની શુભ શરૂઆત એક મહિલા સંસ્થાએ કરી છે. અમરેલીમાં ચાલતી શ્રીભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડીટ અને કન્ઝયુમર્સ કો.ઓપ. સોસાયટીએ ખેડુતોના હીત માટે આગવુ સાહસ કર્યુ છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાજયનાં યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં સ્વપ્નને સાકાર કરવા માટે ખેડુતો પાસેથી માર્કેટથી પણ ઉંચા ભાવ આપી ખરીદીનો પ્રારંભ કર્યો છે. જેનાથી ખેડુતને પોષણક્ષમ ભાવ ઉપરાંત ટ્રાન્સપોર્ટ ખર્ચ તેમજ સમયની બચત થશે. આ તકે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયાએ જણાવ્યુ હતું કે આ યોજનાથી જિલ્લાભરનાં ખેડુતોને ઘેર બેઠા પોતાની જણસ વહેંચવાનો મોકો મળશે. સાથે સાથે પુરતા ભાવ અને રોકડા પૈસાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થામાં 7 હજાર સભાસદો જોડાયેલા છે. અને સભાસદોને 15 ટકા જેવું માતબર ડિવિડન્ટ તેમજ વાર્ષિક 12 ટકા જેટલુ વ્યાજ ચુકવવામાં આવે છે. સંસ્થા જિલ્લા મધ્યસ્થ બેંક, ગુજરાત રાજય સહકારી બેંક, અમરેલી જિલ્લા ખ.વે.સંઘ તેમજ દેશની સર્વોચ્ચ સંસ્થા ઇફકોનાં શેર ધારણ કરતી સંસ્થા છે. ખેડુતોને માલ વહેંચવામાં 9904144919 ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.કેન્દ્રીયમંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા તેમજ નાફસ્કોબના ચેરમેન શ્રી દિલિપભાઇ સંઘાણીનાં આર્શીવાદથી લાભપાંચમના દિવસે મગ, તલ, અડદ, અજમા જેવા પાકોની ખરીદી શરૂ કરી હતી. જેનાંથી ખેડુતોના ચહેરા પર અનોખી ખુશી છલકાતી જોવા મળી હતી. તેમજ ખેડુતોએ ગોળધાણા ખવરાવી મોં મીઠા કર્યા હતાં. આગામી દિવસોમાં ઘઉં, બાજરો, મગ, મઠ, તલ જેવા પાકોની ખરીદી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ખરીદીમાં વચ્ચે કોઇ દલાલ રાખવામાં આવશે નહી. આ યોજનાનો લાભ લેવા જિલ્લાભરના ખેડુતોને આહવાન સાથે સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા અપીલ કરી હતી.


પ્લાસ્ટીક મુકત ભારત : બગસરાના લોહાણા મહાજનની પહેલ

બગસરા,પ્લાસ્ટીક મુકત ભારત ની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને બગસરાનો પ્રચંડ પ્રતિસાદ સાપડયો છે અને તેમાય પહેલ બગસરાના લોહાણા મહાજને કરી છે. જલારામ જયંતીના આયોજન માટે લોહાણા મહાજનની બેઠક મળી હતી જેમા બગસરા લોહાણા મહાજનના પ્રમુખ શ્રી ભીખુભાઇ સેજપાલને વિચાર આવ્યો હતો કે શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્લાસ્ટીક મુકત ભારતના સપનાને સાકાર કરવાની પહેલ આપણાથી જ હોવી જોઇએ આ વિચાર તેણે બેઠકમાં સમાજ સમક્ષ મુકતા તેને સમાજે ટેકો આપ્યો હતો.અને બગસરાનો લોહાણા સમાજ પ્લાસ્ટીકનો ધંધો અને ઉપયોગ નહીે કરે તેવો નિર્ણય લેવાયો હતો.આ ઉપરાંત તેનાથી પણ એક ડગલું આગળ બગસરા લોહાણા સમાજની વાડીમાં કોઇ પણ સમાજ ભાડે રાખે તેના માટે પણ પણ પ્લાસ્ટીકની મનાઇ કરવાનો નિર્ણય કરાયો હતો.


error: Content is protected !!