Main Menu

Tuesday, November 5th, 2019

 

રાજુલામાં અમરેલી જિલ્લા ભાજપનુ સ્નેહ મિલન યોજાયું

અમરેલી,અમરેલી જિલ્લા ભાજપ નુ સ્નેહ મિલન રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવા મા આવ્યુ હતુ સમગ્ર આયોજન રાજ્ય ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા રાખવા મા આવ્યુ હતુ અને મોટી સંખ્યા મા જિલ્લા ભાજપ માં કાર્યકરો હોદેદારો સહિત ગ્રામ્ય વિસ્તારો ના ખેડૂતો પણ અહીં હાજર રહ્યા હતા માર્કેટિંગ યાર્ડ ના શેડ મા કાર્યકમ રાખતા માનવ મહેરામણ ખૂબ મોટી સંખ્યા મા ઉમટી પડતા જગ્યા ટુકી પડી હતી અને શેડ રીતસર નો ટુકો પડ્યો લોકો ઉત્સાહ સાથે અહીં આ કાર્યકમ મા ઉમટી પડ્યા હતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા,સાંસદ નારણભાઈ કાછડીયા,દિલીપભાઈ સંઘાણી,પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, પૂર્વ કૃષિ મંત્રી મધુભાઈ ભુવા,પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, મહુવા ના ધારસભ્ય મકવાણા,જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા,મહામંત્રી કૌશિકભાઈ વેકરિયા, રવુભાઈ ખુમાણ,પૂર્વ કૃષિ મંત્રી વઘસિયા, ડો.કાનાબાર,પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા,ટીબી યાર્ડ ચેરમેન ચેતનભાઈ શિયાળ,રાજુલા યાર્ડ ચેરમેન જીજ્ઞેશભાઈ પટેલ,જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ સરમણભાઈ બારૈયા, ભગુભાઈ સોલંકી,પીઠાભાઈ નકુમ,બાબુભાઇ જાલધરા,મયુરભાઈ દવે,મહેન્દ્રભાઈ ધાખડા,સંજયભાઈ ધાખડા,રીતેશભાઈ સોની, શુકલભાઈ બલદાણીયા, જીલુભાઈ બારૈયા, કનુભાઈ ધાખડા, પ્રતાપભાઈ, જસુભાઈ ખુમાણ, આણદુભાઈ ધાખડા,ભુપેન્દ્રભાઈ વરૂ,નાજભાઈ પિંજર,મનુભાઈ ધાખડા, ભોળાભાઈ, પરેશભાઈલાડુમોર, ડો.હડીયા, અરજણભાઈ, મનુભાઈ વાંજા, કુલદીપભાઈ, જાફરાબાદ તાલુકા ના હોદેદારો સહિત મહિલા મોરચા ના અગ્રણી ઓ અને યુવા કાર્યકર્તા સહિત રાજુલા જાફરાબાદ ખાંભા પંથક ના દરેક કાર્યકરો હોદેદારો સરપંચો સહિત ના ખેડૂતો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા ભર ના કાર્યકરો હોદેદારો પણ ઉપસ્થીત રહ્યા હતા અને નવા વર્ષ નિમિતે કાર્યકર્તા અને બધા જ લોકો મળ્યા હતા ખૂબ મોટી સંખ્યા મા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય સ્નેહ મિલન યોજાયુ હતુ.


લીલીયાના જાગૃત સરપંચ બેલડીએ ટેલીફોન વિભાગ પાસેથી રૂપિયા સાડા સોળ લાખ ઉપરાંતની માતબર રકમ વસુલ કરી

લીલીયા,લીલીયામાં ગ્રામ પંચાયતની જમીન પર બનાવવામાં આવલા બીએસએનએલના એક્ષ્ચેંજમાં જમીનની રકમ ન ચૂકવ્યા બાદૃ કલેક્ટર દ્વારા વ્યાજ સાથે આ રકમ ગ્રામ પંચાયતન્ો ચૂકવવાનો આદૃેશ કરવામાં આવ્યો છે અન્ો નિગમ દ્વારા “થમ હત્તાની રકમ પંચાયતન્ો ચૂકવવામાં આવી હતી.આ અંગ્ોની વિગતો મુજબ લીલીયામાં ભારતીય સંચાર નિગમ દ્વારા ગ્રામ પંચાયતની જમીન પર ટેલિફોન એક્ષ્ચેંજ બનાવવામાં આવ્યું છે. જે જમીનની રકમ પંચાયતન્ો ચૂકવવા માટે પંચાયત દ્વારા અન્ોક વખત નોટિસો આપવામાં આવી હોવા છતાં પણ બીએસએનએલના અધિકારીઓ દ્વારા રકમ ચુકવવાની તસદૃી લેવામાં આવતી નહોતી. જે ત્ો સમયે નગર નિયામકની આકારણી મુજબ આ રકમ રુ. 9 લાખ ર4 હજારની થતી હતી પણ ત્ો ચૂકવાઈ નહોતી અન્ો લીલીયા ગ્રામ પંચાયત દ્વારા અમરેલીના કલેક્ટરની કોર્ટમાં દૃાદૃ માગવામાં આવી હતી. કલેક્ટરમાં આ કેસ ચાલી જતાં પંચાયતની માલિકીની અન્ો બીએસએનએલના કબજાવાળી આ જમીનની મૂઈ કિંમત રુ. 9 લાખ ર4 હાજર ઉપરાંત અત્યાર સુધીનું આ રકમનું વ્યાજ મળીન્ો કુલ રુ. 16 લાખ 81 હજાર 680ની રકમ ચૂકવવામા માટે કલેક્ટર દ્વારા આદૃેશ કરવામાં આવ્યો હતો. જે આદૃેશ બાદૃ સંચાર નિગમ દ્વારા પંચાયતન્ો “થમ હપ્તાની રુ. પ લાખ 70 હજારની રકમ સુપરત કરવામાં આવી છે અન્ો બાકીની રકમ જુદૃા જુદૃા હપ્તાઓ દ્વારા ચૂકવવામાં આવનાર છે. ત્ોમ બાબુભાઈ ધામત્ો જણાવ્યું છે.


બાબરામાં પુ. જલારામ બાપાની 220મી જન્મ જયંતી ઉજવાઇ

બાબરા,બાબરામાં પુજય જલારામ બાપાની 220મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. તે નિમિતે પુજન, અર્ચન, શોભાયાત્રા સહિત કાર્યક્રમો યોજાયા હતાં. બાબરા મુકામે સુવિખ્યાત સંત શીરોમણી જગવિખ્યાત જલારામ બાપાની 220 મી જન્મ જયંતીની ઉજવણી આસ્થાભેર સુપ્રસિધ્ધ શ્રી જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ. સવારે 6:00 કલાકે મહાઆરતી બાદ સવારે 9:00 કલાકે ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા ઢોલનગારા અને બેન્ડવાજાના સુમધ્ાુર તાલે બાબરા નગરમાં ફરેલ. જલા તુ અલ્લાનાં સુત્ર મુજબ બાબરા શહેરીજનોએ હોંશે હોંશે ભાવપુર્વક પુજય જલારામ બાપાને વધાવેલ. શિવાજી ચોક ખાતે બહેનોએ રાસ ગરબાની રમઝટ સાથે આતશબાજીનો કાર્યક્રમ બપોરના અને સાંજના બંને ટાઇમ સાધ્ાુ સંતો સહિત સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની નાતનું આયોજન થયુ હતું. આ નિમિતે રઘુવંશી સમાજમાં અનેરો ધાર્મિક અને ભકિતમય માહોલ સર્જાયો હતો. તેમ પત્રકાર અને રઘુવંશી સમાજના આગેવાન શ્રી દિપક સેદાણીએ યાદીમાં જણાવાયું છે.


બગસરામાં રઘુવંશી સમાજ દ્વારા શ્રીજલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરાઇ

બગસરા, બગસરા રઘુવશી સમાજ દ્વારા વિશ્વ વંદનીય સંત શિરોમણી શ્રીજલારામબાપાની 220મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી તા.3/11ને રવિવારના રોજ ઉજવવામાં આવેલ હતી જેમાં સવારે પૂ.શ્રીજલારામબાપાનું વિધિવત રીતે પૂજન કરવામાં આવેલ હતું તેમજ પૂજ્ય બાપાની મહાઆરતી ઉતારવા માટે પધારેલા રઘુવશી સમાજની ચિઠ્ઠી નાખીને આરતી ઉતારવા માટેના પાંચ પરિવારના નામ કાઢવામાં આવેલ હતા તેમજ બપોરના 12કલાકે ગં સ્વ.મંગળાબેન અમૃતભાઈ મસરણી તેમજ નવીનભાઈ.દીપકભાઈ. સંજયભાઈ. ભાવેશભાઈ. હાર્દિકભાઈ વૈભવભાઈ સહયોગથી સાધુભોજનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં આશરે 2000 બે હજારથી વધુ સાધુ સંતોએ ભોજન કરેલ હતું તેમજ પૂ.બાપાની વર્ણાગીમા પ્રસાદ તેમજ અન્નકૂટ શ્રીજી કેટર્સ ના નવીનભાઈ અમૃતભાઈ મસરણી પરિવાર (જલારામ ગ્રુપ) દ્વારા ધરવામાં આવેલ તેમજ બપોરના 3કલાકે રઘુવંશી સમાજની વિશાળ હાજરીમાં પૂ.બાપાની વર્ણાગી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવેલ હતી ત્યારે અનેક જગ્યાએ ઠંડાપીણાં પીવરાવામાં આવેલ હતા અને અનેક જગ્યાએ આગેવાનો દ્વારા વર્ણાગીનું સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ બગસરની સુપ્રસિદ્ધ પૂ. આપાગીગાના મંદિર પાસે પહોંચતા આપાગીગા મંદિરના મહંત પૂ.જેરામબાપુ તેમજ મંદિરના કોઠારી હરિબાપુ દ્વારા પૂ. બાપાનું પૂજન તેમજ આરતી ઉતારવામાં આવેલ હતી તેમજ આ વર્ણાગીમા ડી.જેના સહયોગી રાજનભાઈ ખીરૈયા એ સહયોગ આપેલ હતો તેમજ બાપાને ફુલહારના સહયોગી ગૌ.વા.ધીરજલાલ રણછોડભાઈ ખીરૈયા સહયોગી રહ્યા હતા તેમજ બગીના સહયોગી અજયભાઈ બાબુભાઈ સાગલાણી રહ્યા હતા તેમજ સાંજના 7કલાકે પૂ.બાપાની મહા આરતી સાધુ સંતોના ભોજનના સહયોગી ગં.સ્વ.મંગળાબેન અમૃતલાલ મસરણી પરિવાર તેમજ રઘુવશી સમાજ તેમજ પધારેલા મહેમાનોના સમૂહ પ્રસાદના સહયોગી ગૌ.વા. ભાનુબેન હરિલાલ વેડેરા પરિવારના મનુભાઈ અરવિંદભાઈ વડેરા તેમજ ચિઠ્ઠી દ્વારા નામનકી કરેલા પાંચ પરિવાર તેમજ પધારેલા રઘુવશી સમાજ દ્વારા પૂ.જલારામબાપા ની આરતી ઉતારવામાં આવેલ હતી અને કેક કાપવામાં આવેલ હતી જેમાં કેકના સહયોગી ગૌ.વા.રામજીભાઇ છગનભાઇ સોનપાલના પૌત્ર કરણ કેવલ કેયુર સહયોગ આપેલ અને રાત્રીના 8 કલાકે ગૌ.વા.ભાનુબેન હરિલાલ વડેરા હ.મનુભાઈ તેમજ અરવિંદભાઇ દ્વારા રઘુવંશી સમાજ તેમજ પધારેલા મહેમાનોનું મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ જેમાં રઘુવશી સમાજ તેમજ પધારેલા મહેમાનો સહિત આશરે એક હજારથી વધુ ભાઈઓ તેમજ બહેનોએ પ્રસાદનો લાભ લીધેલ હતો તેમજ આ સમગ્ર કાર્યક્રમનું વીડિયો શુટિંગ ગૌ.વા. પુષ્પાબેન રમણિકભાઇ જીવણીના પુત્ર કિરીટભાઈ જીવાણી સેવા આપેલ જલારામ જયંતીના દિવસે રઘુવશી સમાજના નાના મોટા વેપારીઓ પોતાના ધંધા રોજગાર સદંતર બંધ રાખીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં જોડાઈને સહભાગી થયેલ હતા આ તકે બગસરા રઘુવશી સમાજના પ્રમુખ ભીખુભાઇ સેજપાલ ઉપ પ્રમુખ અરવિંદભાઈ વડેરા પ્રભુદાસભાઈ અટારા ચંદુભાઈ સૂચક કિરીટભાઈ કેસરિયા ભાવેશભાઈ મસરાણી હિતેશભાઈ સવાણી ઘનશ્યામભાઈ સાદરાણી જનકભાઈ કારિયા પ્રકાશભાઈ સોનપાલ વિજયભાઈ ખીરૈયા તેમજ જલારામ સેવા મંડળના પ્રમુખ ચંદ્રેશ સૂચક અભિષેક નાગ્રેચા મોહિત મસરણી જય ડોલાસિયા હિતેશ મશરૂ પુનિત તન્ના મેહુલ અઢીયા રવિ કારિયા દર્શન ઉનડકટ મીત ઉનડકટ ધવલ ઉનડકટ અભિષેક પારેખ હિરેન પારેખ જય કેસરિયા સહિતના સમાજના આગેવાનોએ આ પ્રસંગે જે તન મન ધન થી સહયોગ આપેલ તેમના બધાનો આભાર વ્યક્ત કરેલ અને દાતાશ્રીઓને સન્માનિત કરેલ તેમજ આવતી આગામી 221મી પૂ.જલારામબાપા જન્મ જયંતિ જાહેરાત કરતાની સાથે દાતાઓ દ્વારા ફૂલ નહીતો ફૂલની પાંખડી સ્વરૂપે દાન જાહેર કર્યું હતું.


અમરેલીમાં જલારામબાપાની શોભાયાત્રાનું ઠેેર ઠેર સ્વાગત

અમરેલી,અમરેલી શહેરના દરેક સમાજ અને દરેક ક્ષેત્રના આગેવાનો દ્વારા અમરેલીમાં જલારામ જયંતીએ જલારામબાપાની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગતકરવામાં આવ્યું હતું અમરેલીના કાશ્મીરા ચોકમાં જલાબાપાની શોભાયાત્રાને સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી, અમરેલી યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા, (પાલિકા પ્રમુખ) જેન્તીભાઇ રાણવા, અમરેલી જિલ્લા ભાજપના પુર્વ પ્રમુખ શ્રી દિનેશ પોપટ, અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ, અમરેલી પાલિકાના પુર્વ ચીફ ઓફીસર શ્રી રોહીત દવે, ડો. ભરતભાઇ કાનાબાર, ભાવિનભાઇ સોજીત્રા, હિરેનભાઇ સોજીત્રા, ગોપાલભાઇ ભટ્ટ, દિલીપભાઇ પરીખ, અનિલભાઇ કાણકીયા, ગોપાલભાઇ રાજા મુકુંદભાઇ મહેતા, ડી.કે.રૈયાણી, પરેશભાઇ આચાર્ય , તુષારભાઇ જોષી, અશ્ર્વિનભાઇ ત્રિવેદી, શ્રી બાવલાભાઇ અમરેલીયા (ચંદુભાઇ) તથા શ્રી મનસુખગીરી ગોસાઇબાપુ, જાણીતા એડવોકેટ મુજફરહુસેન સૈયદ, પોપટલાલ કાશ્મીરા, વસંતભાઇ મોવલીયા, બ્રહ્મ સમાજના અગ્રણી ઉદયનભાઇ ત્રિવેદી, વિશ્ર્વ હિન્દુ પરિષદના ડો. ભાનુભાઇ કીકાણી, હસમુખભાઇ દુધાત, પ્રદિપભાઇ વસાણી, ચતુરભાઇ ખુટ. મનસુખભાઇ ધાનાણી, જે. પી. સોજીત્રા, દિનેશભાઇ પોપટ, ભાવેશભાઇ સોઢા, જયસુખભાઇ પોપટ, હકુભાઇ ચૌહાણ સહિતના અનેક આગેવાનોએ શોભાયાત્રાને ફુલડે વધાવી હતી અને પુજય બાપાની છબીને ફુલહાર કરી શ્રધ્ધા વ્યકત કરાઇ હતી. શહેરના શોભાયાત્રાના રૂટ ઉપર શહેરના દરેક સમાજે જલાબાપાનું અદકેરુ સ્વાગત કર્યુ હતુ. જ્ઞાતિના પ્રમુખ અંતુભાઇ સોઢા, ઉપપ્રમુખ જીતુભાઇ ગોળવાળા, એ.ડી.રૂપારેલ, સતીષભાઇ આડતીયા, રમણીકભાઇ ગઢીયા, જગદીશભાઇ સેલાણી, હસમુખભાઇ ગણાત્રા, જીતુભાઇ ફ્રુટવાળા, જીતુભાઇ ઠકક્ર, ભાવેશભાઇ વસાણી, અતુલભાઇ વસાણી, હિતેષભાઇ આડતીયા, રાજુભાઇ વિઠ્ઠલાણી સહિત જ્ઞાતિના આગેવાનો અને જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ભાઇઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહયા હતા. વિ.હી.પ.ના આગેવાનો દ્વારા ડો. જીવરાજ મહેતા ચોકમાં જલારામબાપાના ફોટાને ફુલહાર કરી વંદન કર્યા હતા. રાજપુત સમાજ, વ્હોરા સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


અમરેલીમાં ધામધ્ાુમ પુર્વક શ્રી જલારામ જયંતિ ઉજવાઇ

અમરેલી,અમરેલી લોહાણા મહાજન દ્વારા સંત શિરોમણી પૂ.શ્રી જલારામ બાપાની 220 મી જન્મ જયંતિ ધામધ્ાુમ પુર્વક તા.3/11 રવિવારના ઉજવવામાં આવી હતી. આ અવસરે લોહાણા મહાજન અમરેલી દ્વારા આયોજીત કાર્યક્રમમાં શ્રી ઠક્કર યુવા સંગઠન દ્વારા બપોરના 3 કલાકે લીલીયા રોડ ઉપર આવેલ લોહાણા ગેસ્ટ હાઉસ ડો. સાવલીયા હોસ્પિટલ સામેથી શોભાયાત્રા પ્રસ્થાન થયેલ. આ શોભાયાત્રામાં 201 કળશ કન્યા તથા 101 બાલ જલારામ ભાગ લીધો હતો.આ શોભાયાત્રામાં લોહાણા મહાજનના હોદેદારો, જ્ઞાતિજનો, યુવાનો, ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ડો. જીવરાજ મહેતા ચોક, એમ.જી. રોડ, ટાવર ચોક, હવેલી રોડ, લાયબ્રેરી ચોક થઇને નાગનાથ મંદિરે સાંજના 6 કલાકે પુર્ણ થઇ હતી. શોભાયાત્રા બાદ સંધ્યા આરતી સાંજે 7:00 કલાકે અને ત્યાર પછી જ્ઞાતિ ભોજન મહાપ્રસાદ તા.3/11 રવિવારના ભાઇઓ તથા બહેનો માટે રાત્રીના 8 થી 10:00 માતુશ્રી અંબાબેન નરશીદાસ સોઢા લોહાણા મહાજન વાડી લાઠી રોડ પર રાખવામાં આવેલ. શોભાયાત્રા બાદ ભોજન સ્થળે જવા માટે શ્રી નાગનાથ મહાદેવ મંદિર પાસેથી વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રાના રૂટ પર ભીડભંજન મહાદેવ મંદિર સામે તેમજ શાક માર્કેટ રોડ ઉપર સરબતના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.


અવધ ટાઇમ્સને આર્શિવાદ પાઠવતા પૂ.દ્વારકેશલાલજી અને પૂ.રાજુબાવાશ્રી

અમરેલી,અમરેલીના આંગણે વેણુ રેણુ અનેઘેનુ કથા રસપાન દરમિયાન અવધ ટાઇમ્સના માલિક અને તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ તથા શ્રી રોમીલ ચૌહાણ,વૈભવ ચૌહાણને ચંપારણ્યના ગૃહાધિપતિ પૂ.દ્વારકેશલાલજી મહોદય અને ચંપારણ્યના યુવરાજ પૂ.પુરૂષોતમલાલજી (રાજુબાવાશ્રી)એ આશિર્વાદ પાઠવ્યા હતા.જયારે પૂ. દ્વારકેશલાલજીના શ્રીમુખેથી વહેતા કથારસ દરમિયાન ચંપારણ્યના યુવરાજ શ્રી રાજુબાવાશ્રીનો ભવ્ય પ્રાગટય ઉત્સવ ઉજવાયો હતો.


અમરેલીમાં ચંપારણ્યના યુવરાજ પુ.શ્રી રાજુબાવાશ્રીનો ભવ્ય પ્રાગટય દિન ઉજવાયો

અમરેલી,શ્રી દ્વારકાધીશજી હવેલી (મોટી હવેલી) દ્વારા અમરેલીમાં ચંપારણ્યના યુવરાજ પુ.શ્રી રાજુબાવાશ્રીનો ભવ્ય પ્રાગટય દિન ઉજવાયો હતો.પુરૂષોતમલાલજી મહારાજ (પુ.રાજુબાવા)ના 43 માં પ્રાગટય દિન પ્રસંગે તા.3/11 રવિવારના સવારના 7 થી 8 મંગળા, સવારે 10 કલાકે નંદ મહોત્સવ, તલના, બપોરે 11 કલાકે રાજભોગ તથા પુ.પા.ગો. 108 શ્રી પુરૂષોતમલાલજી મહારાજ શ્રીની માર્કણ્ડેય પુજા બપોરે 12 કલાકે તેમજ પુ.પા.ગો.108શ્રી પુરૂષોતમલાલજી મહારાજશ્રીને તિલક આરતી અને કેસર સ્નાન સાંજે 6 કલાકે યોજાયેલ. ત્યાર બાદ 6:30 કલાકે વધાઇ કિર્તન તેમજ 7 વાગ્યે શ્રીનો કેસરી ઘટામાં બંગલાનો મનોરથ યોજાયો હતો. પુ.પા.ગો.108 દ્વારકેશલાલજી મહારાજ તથા શ્રી પુરૂષોતમલાલજી મહારાજ એવમ પુ.પા.ગો.શ્રી અનુગ્રહ કુમારજી મહોદયશ્રી દ્વારા શ્રી અષ્ટાક્ષર મહામંત્ર જાપ રાત્રીના 9 થી 11 કલાકે યોજાયા હતા. આ કાર્યક્રમનો વૈષ્ણવ ભાઇ બહેનોએ લાભ લીધો હતો.


અમરેલીના પાદરમાં સિંહોના ધામા : સીમ વિસ્તારમાં ફફડાટ

અમરેલી,અમરેલીના પાદર સુધી ગીરના જંગલના સિંહો આવી ચડતા અમરેલીના સીમ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. બેદિવસ પહેલા જેસીંગપરા પાછળ મારણ કરાયા બાદ આજે સાંગાડેરીમાં બળદનું મારણ કરવાનો પ્રયાસ કરાયો હતો. અને સંભવીત અમરેલીનો ઠેબી કાંઠો રોજડાઓની વધી રહેલી સંખ્યાને કારણે સિંહનું નવું રહેઠાણ બની રહયું છે. ભુતકાળમાં અમરેલીના કુંડલા રોડ ઉપર સિંહો દેખાયા હતા બાદ હવે નવા વર્ષ ના પ્રારંભે અમરેલીના જેસીંગપરમાં રંગપુર જવાના માર્ગ ઉપર જેસીંગપરાના એક ખેડુતનીે વાડીમાં બળદનું મારણ કર્યુ હતુ તથા ત્યાર બાદ તે પ્રતાપપરા નજીક દેખાયા હતા આ વિસ્તાર ઠેબીનો કાંઠો ગણાય છે અને ગતરાત્રીના સિંહો પ્રતાપપરાની ઉપરવાસમાં આવેલા સાંગાડેરી ગામે ધીરુુભાઇ હરજીભાઇ કમાણીની વાડીમાં ખાબકયા હતા જયા તેના બળદનું મારણ કરવાનો પ્રયાસ કર્યો હતો આથી આ વાડીમાં સુતેલા મજુરો જાગી જતા સિંહ બળદને મુકી ચાલ્યો ગયો હતો આ અંગે સરપંચ શ્રી પ્રવિણભાઇ કમાણીએ વનતંત્રને જાણ કરતા આરએફઓ શ્રી ગઢવીની સુચનાથી વનતંત્રના સ્ટાફે સ્કેનીંગ કરતા જેસીંગપરામાં જ દેખાયેલ સિંહ જ સાંગાડેરીમાં આવ્યો હોવાનું હોવાનું જણાયુ હતુ. આ અંગે લીલીયા વાઇલ્ડ લાઇફ આરએફઓ શ્રી ગઢવીએ અવધ ટાઇમ્સને જણાવેલ કે, એક સિંહ હોવાનુ હાલમાં જણાયું છે અને તે અત્યારે કયા છે તેનું કોઇ લોકોશન નથી પણ કદાચ તે પરત બૃહદગીર તરફ ચાલ્યો ગયો હોય તેમ પણ બની શકે છે જાનવરોને ખોરાક અને પાણી મળે ત્યા તે રહી જતા હોય છે.


05-11-2019


error: Content is protected !!