Main Menu

Wednesday, November 6th, 2019

 

07-11-2019


ચલાલામાં સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા શ્રી જલારામ બાપાની જયંતિ ઉજવાઇ

ચલાલા,ચલાલામાં સંત શીરોમણી પુ. જલારામ બાપાની 220 મી જન્મ જયંતિ સમસ્ત રઘુવંશી સમાજ અને લોહાણા મહાજન દ્વારા ધામધ્ાુમ પુર્વક ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવી હતી. ચલાલામાં પુ. જલારામ બાપાની જન્મ જયંતિ નીમીતે સવારના 7 કલાકે પુ. મુળીમાની જગ્યામાં પુ. જલારામ બાપાના મંદિરમાં બન્ને ટાઇમ જ્ઞાતી ભોજન પ્રસાદ, દાતા સ્વ. શ્રી ડાયાલાલ માધવજીભાઇ મકદાણી પરિવાર દ્વારા કરવામાં આવેલ. પુ. જલારામ બાપાની પુજન વિધિ કર્યા બાદ વર્ષોની પરંપરા મુજબ અંશાવતાર પુ. દાનબાપુની જગ્યાના મહંત મહારાજ પુ. વલકુબાપુ સવારના 8:30 કલાકે ઉપસ્થિત થઇ પુ. જલારામ બાપાને શ્રીફળ, સાકરનો પડો મુકી દર્શન કર્યા હતા. ત્યાર બાદ સમસ્ત રઘુવંશી સમાજને મુળીમાની જગ્યામાં પુ. વલકુબાપુએ રૂડા આશીર્વાદ પાઠવી પુ. દાન મહારાજ, પુ. જલારામ બાપા અને પુ.મુળીમાની જીવન ગાથા વર્ણવી હતી. તેમજ ચલાલા લોહાણા મહાજનની કામગીરીની સરાહના કરી હતી. ત્યાર બાદ પુ. વલકુબાપુએ સવારના 9 કલાકે પુ. જલારામ બાપાની શોભાયાત્રાને પ્રસ્થાન કરાવેલ. જે શહેરના રાજમાર્ગો પર કરી હતી. શોભાયાત્રાના રૂટ પર અન્ય સમાજ દ્વારા ઠેર ઠેર પુ. જલારામ બાપાના દર્શન કરી ફુલડે વધાવ્યા હતા. આ શોભાયાત્રામાં ધારાસભ્ય જે.વી.કાકડીયા, જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતિભાઇ પાનસુરીયા, પાલીકાના પ્રમુખ હિંમતભાઇ દોંગા, ઉપપ્રમુખ અનીરૂધ્ધભાઇ વાળા, જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયરાજભાઇ વાળા, રામાનંદી સાધ્ાુ સમાજના પ્રમુખ બાલાબાપુ દેવમુરારી, ધીરૂભાઇ સોડીંગલા, સાવરકુંડલા લોહાણા સમાજના અગ્રણી ચંદ્રેશભાઇ રવાણી, હસુભાઇ સુચક, પીન્ટુભાઇ વડેરા, મયુરભાઇ પોપટ, ચલાલા કેળવણી મંડળના નિયામક ઉદયબાપુ ભગત, મનસુખભાઇ મહેતા, ભીમનાથ મંદિરના મહંત મહીપતબાપુ, પટેલ સમાજના પ્રમુખ નાથાભાઇ ઠેસીયા, સેવાભાવી ડો. દેવકુભાઇ વાળા, ચલાલા હોમગાર્ડ કમાન્ડર રાજુભાઇ વ્યાસ, ચલાલા બ્રહ્મ સમાજના મંત્રી હસુભાઇ જોશી સહિત મોટી સંખ્યામાં નગર જનો પુ. બાપાના દર્શન કરી પુ. બાપાની પ્રસાદી આરોગી ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રામાં બહેનો ભાઇઓ અને યુવાનોએ પુ. જલારામ બાપાના જયઘોષ કરી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. બપોરના 12 કલાકે પુ. મુળીમાની જગ્યામાં શોભાયાત્રા પુર્ણ થયા બાદ બન્ને ટાઇમ બપોરે અને સાંજે સમુહ જ્ઞાતી ભોજનના દાતા મકદાણી પરિવારના પુર્વજનોના લોહાણા મહાજનવાડીમાં ફોટા મુકવા નિમિતે મળેલ માતબર રકમનું અનુદાન આપનાર સ્વ.શ્રી ડાયાલાલ માધવજીભાઇ મકદાણી પરિવારનું લોહાણા મહાજનવાડીમાં પુ. વલકુબાપુ અને લોહાણા મહાજન દ્વારા શાલ અને ફુલહારથી મકદાણી પરિવારના તમામ વડીલોનું અદકેરૂ અને ભાવપુર્વક સન્માન કર્યુ હતુ. ત્યાર બાદ સાંજના 4 થી 6 પુ. મુળીમાની જગ્યામાં બહેનો દ્વારા મહા સત્સંગનું આયોજન કર્યુ હતુ. જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી સત્સંગનો લાભ લીધો હતો. સાંજના 7 કલાકે પુ. મુળીમાની જગ્યામાં પુ. જલારામ બાપાની 108 દિવડાથી મહાઆરતી કર્યા બાદ રાત્રીના સંતવાણીની રમઝટ બોલાવામાં આવી હતી. દાતા સ્વ.શ્રી ડાયાલાલભાઇ માધવજીભાઇ મકદાણી પરિવારના મોભી મુકુન્દભાઇ મકદાણી, મનુભાઇ મકદાણી, નવલભાઇ મકદાણી સહિત મકદાણી પરિવારના સભ્યો અને સમસ્ત લોહાણા સમાજ પુ. વલકુબાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. પુ.જલારામ જયંતિ ઉજવણીને સફળ બનાવવા માટે ચલાલા લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઇ સાદરાણી, ઉપપ્રમુખ પ્રેમજીભાઇ નથવાણી, ચીમનભાઇ વિઠલાણી, પ્રકાશભાઇ કારીયા, હિંમતભાઇ સોઢા, બાલાભાઇ સોઢા, દિપકભાઇ મકદાણી, રવિન્દ્રભાઇ સોઢા, દિનુભાઇ ચંદારાણા, સુરેશભાઇ ઉનડકટ, કીરીટભાઇ નગદીયા, નવનીતભાઇ નગદીયા, મનુભાઇ રાજા, હર્ષદભાઇ ચંદારાણા, પ્રદયુમનભાઇ રાજા, નરેન્દ્રભાઇ સાદરાણી, શ્રી તન્નારાણા સહિત લોહાણા મહાજનના આગેવાનોના માર્ગદર્શન મુજબ જલારામ યુવક મંડળના પ્રમુખ કમલભાઇ ઉનડકટ, અંકીત ચંદારાણા , જયમીન ચંદારાણા, કમલેશ વિઠલાણી, વિશાલ ભીમજીયાણી, પ્રતિક ચંદારાણા, ધગલ સેજપાલ, ભાવીનભાઇ, તેજસ ઉનડકટ, હિતેશ વિઠલાણી, વિલેશ સવાણી, નીરજ નગદીયા, રાજન ઉનડકટ, દિપ કારીયા, ગૌરાંગ કારીયા, ભોલુ ઉનડકટ, શુભમ નગદીયા, કાળુ જોબપુત્રા, જીત સોઢા, ઓમ સોઢા, કાનો જોબનપુત્રા, નીરવ ભીમજીયાણી સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


મહા વાવાઝોડાની સંભવીત અસર સામે તંત્ર સતત એલર્ટ : સૌથી વધુ શિયાળબેટ,ધારાબંદર,વરાહસ્વરૂપ ઉપર ખતરો : 17 ગામોને એલર્ટ કર્યા

રાજુલા, “મહા” વાવાજોડા નો ખતરો આવતી કાલે બપોર બાદ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના ના કારણે જીલા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સહિત સુરક્ષા એજન્સી ઓ પણ સતર્ક થઈ છે આજે જાફરાબાદ બંદર પર ગઈ કાલે 100 આસપાસ બોટો દરિયે માછીમારી કરવા માટે રવાના થય હતી ત્યારે આજે ફિશરીજ વિભાગ મરીન પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા બોટો પરત લાવવા માટે નો પ્રયાસ શરૂ કરાયો હતો અને મોટાભાગ ની બોટો જાફરાબાદ પોહચી ગઈ છે અને માત્ર 100 આસપાસ બોટો દરિયા મા હતી ત્યારે આજે ફિશરીજ અધિકારી સાથે પોલીસ એ બોટો માલિકો એસોસિએશન સાથે મુલાકાત કરી હતી અને સર્ચા વિચારણા કરી જરૂરી સૂચના ઓ આપવા મા આવી હતી સાથે 50 આસપાસ જેટલી બોટો આજ રાત સુધી મા પરત આવી રહી છે અને હાલ મા દરિયા કિનારે વાવાજોડા ની કોઈ અસર દેખાતી નથી સાથે સાથે તંત્ર એ તમામ તૈયારી કરી દીધી છે આજે બપોરે બાદ જીલા પોલીસ વડા નિરલિપ્ત રાય એ પણ પીપાવાવ સહિત કોસ્ટલ બેલ્ડ ની મુલાકાત લીધી હતી અને ઉધોગો સાથે પણ સર્ચા વિચારણા કરી હતી બીજી તરફ ભાવનગર થી 1 એન.ડી.આર એફ ની ટીમ રવાના કરાય છે અને મોડી સાંજ રાત સુધી માં જાફરાબાદ સ્ટેન્ડ બાય રહેશે બીજી તરફ અમરેલી ખાતે ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે જેમા આપાતકાલીન સમયે 02792230735 ઉપર સંપર્ક કરી શકાશે બીજી તરફ માછીમારો ને દરિયો ન ખેડવા માટે કડક સૂચના પણ આપી દેવાય છે સાથે સાથે રાજુલા જાફરાબાદ ના 3 ગામો પર સૌવ થી વધુ ખતરો છે જેમા જાફરાબાદ ના ધારાબંદર,શિયાળબેટ,વરાહસ્વરૂપ આ ત્રણ ગામો દરિયા ની બાજુ મા આવેલા છે જેના કારણે જો વાવાજોડુ આવે તો સૌવ થી પહેલા આ 3 ગામો ની અસર થય શકે છે સાથે સાથે દરિયાઈ પટી થી 1 કિમિ વિસ્તાર માં આવતા 17 જેટલા ગામો છે તેને પણ એલર્ટ આપી દેવાયા છે જેમા ચાંચબંદર, ખેરા,પટવા,વિકટર,સહિત રાજુલા જાફરાબાદ ના દરિયા કાંઠે આવતા તમામ ગામો ને એલર્ટ કરી સાવચેત રેહવા ની સૂચના અને એલર્ટ જાહેર કરી દેવાયુ છે સાથે સાથે જાફરાબાદ બંદર પર 2 નંબર નુ સિગ્નલ યથાવત રાખ્યુ છે અને અહીં આવેલા પીપાવાવ પોર્ટ સહિત ઉધોગ ગૃહ વિસ્તાર મા પણ એલર્ટ છે અને મરીન પોલીસ કોસ્ટગાર્ડ દ્વારા સતત ચાંપતી નજર દરિયા કાંઠે રાખવા માં આવી રહી છે કોઈ દરિયા ની અંદર અને આસપાસ નજીક ન જાય તેને લઈ ને તમામ ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે સમગ્ર કાંઠા પર જીલા કલેકટર આયુષ ઓક ખુદ તમામ હિલચાલ પર નજર રાખી રહ્યા છે.


અમરેલીમાં પરજીયા સોની સમાજનું સ્નેહ મીલન યોજાયું

અમરેલી,અમરેલીમાં પરજીયા સોની સમાજ દ્વારા તા.2/11 શનિવારના સાંજના અમરેલીના પરજીયા સોની સમાજનું નુતન વર્ષનું સ્નેહમીલન યોજાયુ હતુ. આ સ્નેહમીલનમાં પરજીયા સોની સમાજના આગેવાનો સર્વ શ્રી અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણ, શ્રી ધીરૂભાઇ જગડા, શ્રી મનહરભાઇ ધોરડાએ જ્ઞાતિજનોને આવકારી શુભકામના પાઠવી હતી. અમરેલી પરજીયા સોની સમાજના ન્નેહમીલન કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રો અને ગણેશસ્તવન સાથે શાસ્ત્રી અને ભાગવત કથાકાર શરદભાઇ દવેએ રજુ કરી શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. આ સ્નેહમીલનમાં પરજીયા સોની સમાજના ભાઇઓ બહેનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને એકબીજાને ુભકામનાઓ પાઠવી હતી તથા નાના એ વડીલોના આર્શિવાદ લીધા હતા. અમરેલીમાં પરજીયા સોની સમાજના આ કાર્યક્રમ પુર્ણ થયે સમુહ જ્ઞાતિ ભોજન યોજાયું હતુ.


અમરેલીમાં વીસમીએ સહકાર પરિસંવાદ યોજાશે

અમરેલી,અમરેલી અમર ડેરીમાં પત્રકાર પરિષદમાં દેશના સહકારી અગ્રણીશ્રી દિલિપભાઇ સંઘાણીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ખેડુતોની આવક બમણી કરવાનાં સંકલ્પને સાકાર કરવાના હેતુથી કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલા તેમજ રાષ્ટ્રીય સહકારી આગેવાન, નાફસ્કોબના ચેરમેન, ઇફકોનાં વાઇસ ચેરમેન શ્રી દિલિપભાઇ સંઘાણીના માર્ગદર્શન તળે 150મી મહાત્માગાંધી જયંતી નિમિતે અમરેલી જિલ્લાની મુખ્ય સહકારી સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રીય સહકારી સપ્તાહ સમાપન પ્રસંગે સહકાર પરિસંવાદનું આયોજન કરેલ છે.
આ પરિસવાંદમાં અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., અમરેલી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ લી. અમર ડેરી, અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. તેમજ અમરેલી જિલ્લા સહકારી સંઘના સયુંકત ઉપક્રમે જિલ્લાનાં સહકારી આગેવાનોની ઉપસ્થિતીમાં આધ્ાુનિક ખેતી, વૈજ્ઞાનિક ઢબે પશુપાલન અને પોષણક્ષમ આહાર, બાગાયત ખેતી, ઓર્ગેનિક ખેતી, મધમાાખી ઉછેર, બેંકીંગ ટેકનોલોજી અને ડીજીટીલાઇઝેશન દ્વારા ખેડુતોની જણસને વેલ્યુુએટેડ તેમજ માર્કેટીંગ કરી આવક બમણી કરવાનો દેશમાં સૌપ્રથમ ભગીરથ પ્રયાસ કરવા જઇ રહયા છે. વિશ્ર્વ શાંતીના પ્રણેતા, સત્યના હિમાયતી, સ્વદેશી ઉપાસક ગુજરાતનાં સતપુરૂષ પુ. ગાંધી બાપુની 150મી જન્મ જયંતી ભારત સહિત સમગ્ર વિશ્ર્વ ઉજવી રહે છે. ત્યારે સરદાર પટેલ સાહેબના સ્વેતક્રાંતીથી ગ્રામોથ્થાનનાં મંત્ર સાથે પશુપાલકોને રોજગારી આપવા અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીએ પણ દેશવાસીઓએ સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર આપીને ગાંધી વંદના આપી છે. આ ગૌરવવંતી ગાથામાં સહકારી ક્ષેત્ર સામેલ થવા જઇ રહેલ છે. અને તે અંતર્ગત તા. 14/11નાં રોજ અમર ડેરીના ગ્રાઉન્ડમાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા અને સહકારી અગ્રણીઓની ઉપસ્થિતીમાં સપ્તરંગી મેઘ ઘનુષી ધ્વજ લહેરાવવામાં આવશે. મુખ્ય કાર્યક્રમ તા. 20/11/2019ના રોજ સહકાર સતા ઉજવણી સાથે ગાંધી જીવન અને વિચારોને પ્રસ્તુત કરતા સહકારીતા અને ગાંધી વિચાર પરિસંવાદનું ભવ્ય આયોજન અમરેલી ખાતે થવા જઇ રહેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ, ક્રેડિટ સોસાયટીઓ, મહિલા સહકારી મંડળીઓ, નાગરીક સહકારી બેંકો તમામ માર્કેટ યાર્ડ, તાલુકા સહકારી સંઘો, મત્સ્ય ઉછેર મંડળીઓ, વ્યવસ્થાપક કમીટી સાથે આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રે લાંબા સમયથી સેવાનું યોગદાન આપનાર સહકારી અગ્રણીઓને તેમજ વરિષ્ઠ સહકારી આગેવાનોની વડીલ વંદના – સન્માન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ કાઉન્સીલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ડ (કાર્ડ) દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે દેશનાં ટોચના સહકારી હોદેદારો, રાજયનાં સહકારી અગ્રણીઓ તેમજ મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટેનાં પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ અને અમર ડેરીના સયુંકત ઉપક્રમે જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે લોહી મળી રહે તે માટે મહા રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયા, સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના એમ.ડી. આર.એસ.પટેલ, જિલ્લા મ.સ.બેંકનાં વાઇસ ચેરમેન અરૂણભાઇ પટેલ, જિલ્લા મ.સ.ખ.વે.સંઘના ચેરમેન જયંતીભાઇ પાનસુરીયા, જિલ્લા સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણી, કૌશિકભાઇ વેકરીયા, અમરેલી જિલ્લાનાં માર્કેટ યાર્ડોના ચેરમેન, વાઇસ ચેરમેન, સેક્રેટરીઓમાં દિપકભાઇ માલાણી, મનસુખભાઇ ભુવા, પી.પી.સોજીત્રા, મનજીભાઇ તળાવીયા, શ્રી કાંતીભાઇ સતાસીયા,શ્રી જીજ્ઞેશભાઇ પટેલ, શ્રી લાલજીભાઇ નારોલા, શ્રી એમ. આર.ધાનાણી, શ્રી અરૂણભાઇ પટેલ, શ્રી બી. એસ. કોઠીયા, શ્રી એ. ડી. રૂપારેલ, શ્રી ધીરૂભાઇ વાળા, શ્રી નરેન્દ્ર પરવાડીયા, શ્રી રાજુભાઇ માંગરોલીયા, શ્રી ઠાકરશીભાઇ શીયાણી, શ્રી ભાનુબેન બુહા, શ્રી પરાગભાઇ ત્રિવેદી, શ્રી શરદભાઇ પંડયા (ભાઇસુખભાઇ),શ્રી રશ્વીનભાઇ ડોડીયા, શ્રી દિપકભાઇ માલાણી, શ્રી રાજુભાઇ ભુતૈયા, શ્રી જયેશભાઇ નાકરાણી, શ્રી નનુભાઇ ડોંડા, શ્રી અનીલભાઇ વેકરીયા, શ્રી ખોડાભાઇ ભુવા, શ્રી હરીબાપા ખાંભા તેમજ ભાગ્ય લક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટીના ભાવનાબેન ગોંડલીયા, અરૂણાબેન માલાણી, સહકારી સંસ્થાઓનાં પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.


06-11-2019


error: Content is protected !!