Main Menu

Thursday, November 7th, 2019

 

08-11-2019


લાઠીના ધામેલમાં પંચાયતના મકાનનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ સાંસદશ્રી નારણભાઇ કાછડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાઠી તાલુકાના ધામેલ ખાતે ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે પંચાયત ઘર એ તો ગામની સચિવાલય છે અને આ મકાન બનાવવા પાછળ જેટલા પણ લોકોએ સાથ સહકાર આપ્યો છે એમને મંત્રીશ્રીએ ખુબ ખુબ અભિનનદાન પાઠવા હતા. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામજનો તરફથી પોતાના ગામને પણ સૌની યોજના હેઠળ આવરી લેવા માંગણીને સબંધિત વિભાગ સુધી મુકવામાં આવશે. આ ઉપરાંત એમને તમામ ઉપસ્થિત લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી. મંત્રીશ્રીએ આ ગામમાં ભૂતકાળમાં વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રીએ પર્યાવરણનું જતન કરવા બદલ શાળાના આચાર્ય અને સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. ગામમાં ઘણા બધા વંચિત કુટુંબો છે એમની મદદ કરવા તેમજ સરકારશ્રી દ્વારા અમલી યોજના લાભ દરેક સુધી પહોંચાડવા આપણે સૌએ કાર્ય કરવું પડશે. આ ઉપરાંત એમણે દરેક ખેડૂતને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવી લેવા અપીલ કરી હતી. આ મુદ્દા ઉપર વધુ વાત કરતા એમણે જણાવ્યું હતું કે આપણા ખેડૂતમિત્રોને સરકાર વગર વ્યાજના રૂપિયા આપે છે ત્યારે દરેક ખડૂત આ યોજનાઓનો લાભ લે તે દિશામાં સૌએ કાર્ય કરવા અપીલ કરી હતી.આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીશ્રી દ્વારા અંદાજે 13.50 લાખના ખર્ચે નિર્માણ પામેલું ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ થવું એ ધામેલ જેવા ગામ માટે ખુબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. સમગ્ર અમરેલી જિલ્લામાં 79 જેટલા આવા પંચાયત ઘરો મંજુર થયા છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશના અર્થતંત્રનો આધાર ગામડાઓ ઉપર છે. જો આપણે દેશનું અર્થતંત્ર મજબૂત કરવું હોય તો અપને આપણું ગામ પણ મજબૂત કરવું પડશે. જેના માટે આપણા ખેડૂતનું આર્થિક રીતે મજબૂત થવું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત ગ્રામજનોની પાકવીમા, જુના ગામમાં બસ સ્ટેન્ડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આપવા, વીજળીની સુવિધા બાબતની માંગણીઓની વિસ્તારમાં ચર્ચા કરી હતી. આ પ્રસંગે અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા, મયુરભાઈ હિરપરા, શાળાના આચાર્યશ્રી રમેશભાઈ પરમાર, સરપંચશ્રી મધુભાઈ કાકડીયા, ઘનશ્યામભાઈ, પ્રણવભાઈ, ભોળાશેઠ, નાનુભાઈ સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.


શ્રી વિજય રૂપાણીની મુલાકાત લેતાં વડોદરા પરજીયા ટેલેન્ટ ગૃપના કન્વિનર શ્રી દીપ સાગર

અમરેલી,તાજેતરમાં બરોડાના પરજીયા ટેલન્ટ ગ્રુપના કન્વિનર શ્રી દીપ સાગર હાલમાં ેંઁજીભ ની તૈયારી કરી રહ્યા છે. અને નજીકના ભવિષ્યમાં સરકારશ્રીમાં સારી પોસ્ટ પર આવી સેવા આપનાર છે ત્યારે શ્રી દીપ સાગરે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાત લઇ અને તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.નવા આવનારા વર્ષમાં યુવાનો માટે સરકારશ્રી બેરોજગારી પર વધુ ધ્યાન આપે તે અંગે પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સાથે શ્રી દિપ સાગરે ચર્ચાઓ કરી હતી શ્રી રૂપાણીએ તેમની વાતો ધ્યાનથી સાંભળી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી દીપ સાગરને ગુજરાત પરજીયા ટેલન્ટ ગ્રુપ ના પરેશ ધકાણ (તંત્રી), શ્રી ગોપાલભાઈ ધકાણ તથા પરજીયા ટેલન્ટ લેડીઝ વીંગ પરજીયા ટેલેન્ટ વિદ્યાર્થી સંઘ અને તમામ હોદ્દેદારો-સલાહકારો-સભ્યો-અને વિદ્યાર્થીઓએ શુભકામના પાઠવી હતી તેમ શ્રી અમિત ઘઘડાની યાદીમાં જણાવાયું છે.


કલકતામાં શ્રી પરસોતમભાઇ રૂપાલાને વધાવતો ગુજરાતી સમાજ

કલકતા,તા. 5ના રોજ શ્રી કલકત્તા ગુજરાતી સમાજના નિમંત્રણને માન આપીને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ કલકતામાં સમસ્ત ગુજરાતી સમાજ અને વિવિધ સંસ્થાઓ સાથે સ્નેહ મુલાકાત કરી હતી.કલકત્તા ખાતે લગભગ દરેક વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ પધારેલ. મંચ ઉપર મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા, ગુજરાતી સમાજના પ્રમુખ શ્રી રવીન્દ્રભાઈ વાઘાણી, તેમજ ભવાનીપુર ગુજરાતી એજ્યુકેશન સોસાયટી ના પ્રમુખ શ્રી ચંપકભાઈ દોશી બિરાજમાન હતા મંચનું સંચાલન સાહિત્ય ટાઇમ્સના શ્રી કયૂરભાઈ મજૂમદાર એ સુંદર રીતે કરેલ.મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતુ કે, આજે જે ખરેખર ચિંતાનો વિષય છે કે દિન પ્રતિદિન ગુજરાતી ભાષા બોલનાર ઓછા થતા જાય છે જેની જવાબદારી ગુજરાતી સમાજ ઉપર છે માટે ગુજરાતી ભાષાના ક્લાસ કરાવો. અને શ્રી રૂપાલાએ બીજી વાત સયૂંકત પરિવારની કરી હતી. જેને કોઈ જાતનુ વ્યસન ન હોય તેવા પરિવારના દરેકનું બહુમાન કરવામાં આવે. અને વાતાવરણ પણ સુંદર રહે સ્વચ્છ ભારત વિશે પણ તેમણે બોધપ્રદ વાતો કરી હતી. તેમના 20 મીનીટમાં વકતવ્યનો દરેકે આનંદ માણ્યો હતો.ગુજરાતી સમાજના દરેકના દરેક લોકોએ કલકત્તામાં આવવા માટે મંત્રીશ્રીને દીલથી આગ્રહ કયો હતો. ગુજરાતી સમાજ વતી તેમના ધ્વારા ચાલતા મેડીકલ સેન્ટર ના 7 સાત વષે પૂર્ણ થયા તે ઉપલક્ષમાં કલકત્તા આવવાની વિનંતી કરેલ હતી સમાજના પુરુષોત્તમભાઈ પારેખ ,ભોગીભાઈ મહેતા,ધનવંતભાઈ દેશાઈ, અશોકભાઈ તુરખીયા વગેરે ચાદર ઓઢાડી મંત્રી શ્રીનું બહુમાન કર્યું. હતુ તથા સમાજ ના પ્રમુખ શ્રી રવીન્દ્ર ભાઈ વાધાણીએ મોમેન્ટો આપી બહુમાન કર્યુ હતુ.સમાજના મહિલા મંડળ સખી દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું કલકત્તા ગુજરાતી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિએ પણ મંત્રી સાથે ચર્ચા કરી આ કાયેકમ માં ઉપસ્થિત કલકત્તા ગુજરાતી એજ્યુકેશનના સહમંત્રી શ્રી ચંદ્રેશભાઈ મેઘાણી, પરેશભાઈ દફતરી, બડાબજાર નવલખા ઉપાશ્રય ના મંત્રી શ્રી દિલેશ ભીમાણી, મુકેશ કામદાર, ગુજરાતી સમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ વાધાણી, પુરષોતમ પારેખ, ધનવંતભાઈ દેશાઈ, અશોકભાઈ તુરખીયા, કિર્તીભાઇ મહેતા, રાજેશભાઈ વાધાણી, ભોગીભાઈ મહેતા,કયૂર મજમુદાર, હીરાલાલ રાજા, પારસધામ કલકત્તા થી હષેદભાઈ અજમેરા, સયલેન અવલાણી, ઉમેદભાઈ રૂપાણી, સચિન રૂપાણી , કલકત્તા હલચલના તંત્રી શ્રી ભાવેશભાઈ શાહ, સંજયભાઈ શાહ. ચિત્રલેખાના પત્રકાર કિરણ રાયવડેરા, સુનીલ મહેતા,ગોરાગ ભટ્ટ, પ્રફુલભાઈ મોદી, દિનેશ વણજારા આદિ ઉપસ્થિત હતા આ સમારોહની આભારવિધી શ્રી રવિન્દ્રભાઈ વાઘાણીએ કરી હતી.


જાફરાબાદ નજીક વારાહસ્વરૂપ મંદિરમાં તુલસી વિવાહ યોજાશે

રાજુલા,જાફરાબાદ તાલુકાના વારાહસ્વરૂપ મંદિરમાં કારતક સુદ 11 ને શુક્રવાર તા.8/11 ના વારાહસ્વરૂપ મંદિર, ભુતનાથ મંદિર ટ્રસ્ટ અને ગામ સમસ્ત દ્વારા મંદિરમાં દિવ્ય તુલસી વિવાહ પ્રસંગ સાથે સાધ્ાુ સમાજની બે દિકરીઓના શુભ વિવાહ રાખેલ છે. જેમાં રાતોલ નિવાસી ગં.સ્વ. જયાબેન બુધ્ધગીરી ગૌસ્વામીની સુપુત્રી ચી. કાજલબેનના લગ્ન પાલીતાણા નિવાસી ગં.સ્વ. મનીષાબેન અભયગીરી ગૌસ્વામીના સુપુત્ર ચી. સુરેશગીરી સાથે તેમજ પાલીતાણા નિવાસી ગં.સ્વ. મનીષાબેન અભયગીરી ગૌસ્વામીના સુપુત્રી ચી. ચેતલબેન ના શુભ લગ્ન રાતોલ નિવાસી ગં.સ્વ. જયાબેન બુધ્ધગીરી ગૌસ્વામીના સુપુત્ર ચી. અશ્ર્વીનગીરી સાથે યોજાશે. તુલસી વિવાહમાં કન્યાદાન તેમજ કરીયાવરના દાતા રાજુલા તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મીઠાભાઇ સાદુળભાઇ લાખણોત્રા પરિવાર દ્વારા તેમજ કન્યાદાન અને કરીયાવર તેમજ તુલસી વિવાહ માટે અનેક દાતાઓ દ્વારા ઉદાર હાથે દાન આપવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ખાખબાઇના પુ. પરશોતમદાસબાપુ ગુરૂશ્રી રામદાસબાપુ, જલારામ મંદિર વરાહસ્વરૂપ પુ. બાલકયોગીબાપુ, સાવરકુંડલા પુ. ઘનશ્યામદાસબાપુ (રાઘવ), ખાંભલીયા રણુજાધામના પુ.બીજલ ભગત, પીપાવાવધામ પુ. મહેશદાસબાપુ, ભાકોદર વિય હનુમાનજીના બાપુ, પુ. અમરદાસબાપુ નીંગાળા, પુ. મહેન્દ્રગીરી


અમરેલીમાં ઉર્વિબેન – ભરતભાઇ ટાંક દ્વારા સ્નેહમીલન યોજાયું

અમરેલી,અમરેલીમાં નુતન વર્ષને હરખભેર આવકાર સાથે જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઇ ટાંક અને ઉર્વિબેન ટાંક દંપતિ દ્વારા નુતન વર્ષ સ્નેહમીલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રનાં આગેવાનો અને કાર્યકરો વેપારીઓ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ સહિતે ઉપસ્થિત રહી એકબીજાને શુભકામનાઓ પાઠવી. નુતન વર્ષ મનાવ્યું હતું. સ્નેહમીલન નિમિતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, મનીષભાઇ સંઘાણી, કિરિટભાઇ પરિખ, પ્રફુલભાઇ હવેલી, હસમુખભાઇ દુધાત, ભરતભાઇ કાનાણી, સૈલીન આદ્રેજા, દિકરાનું ઘરના ટ્રસ્ટી હેમેન્દ્રભાઇ મહેતા, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોંડલીયા, સંજયભાઇ રામાણી, મનસુખભાઇ ઉંધાડ, લાલજીભાઇ મકવાણા મહુવા, લાલજીભાઇ વાઢેર ખાંભા, હાર્દિકભાઇ ટાંક રાજકોટ, પ્રવિણભાઇ રાઠોડ ત્રંબોળા, રાજુભાઇ સાપરીયા મોટા લીલીયા અને ધારી, જીરા, ચલાલા, સાવરકુંડલાનાં આગેવાનો તથા બાબરાથી સુરેશભાઇ ટાંક અને વિશ્ર્વ કર્મા કારીગર મંડળના કમિટિ મેમ્બરો,મહિલા મંડળ, શ્યામ યુવક મંડળ, કડિયા સેવા સંઘ, અમરેલી કેળવણી મંડળ, યજ્ઞેશભાઇ ઓઝા, પ્રકાશભાઇ ટાંક ભાચા, ગોવિંદભાઇ લીલીયા, કાળુભાઇ સરપંચ સણોસરા, પંકજભાઇ લાખાણી સુરત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.


ખાંભાના બારમણમાં રોષે ભરાયેલા ખેડુતોએ રોડ ઉપર ટાયર સળગાવ્યું

રાજુલા,ખાંભાના મોટા બારમણ ગામે વીમા કંપનીના અધિકારીઓ અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. 91 ખેડૂતોની રિસર્વેની કામગીરીમાં 40 ખેડૂતોને બાકાત રખાતા ખેડૂતો વિફર્યા હતા અને નાગેશ્રી હાઇવે પર ઉતરી આવી ચક્કાજામ કર્યો હતો. બાદૃમાં ખેડૂતોએ ટાયરો સળગાવ્યા હતા. હજી 10 દિૃવસ પહેલા વીમા કંપનીના સર્વેયર દ્વારા ખેડૂતો પાસેથી વધુ નુકસાની બતાવવા રૂપિયા ઉઘરાવ્યા હતા.વીમા કંપનીના અધિકારીઓ દ્વારા ખેડબતોને મુદ્દત પૂરી થઇ હોવાની જણાવી વળતર નહીં આપવા કારસો ઘડ્યો છે. ખેડૂતો ખાંભા-નાગેશ્રી હાઇવે પર ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. વીમા કંપનીના અધિકારીઓ પાસે મોટા બારમણના સરપંચ દ્વારા મુદ્દત પૂરી કરવામાં આવી હોય તેવી જાહેરાત કે પરિપત્રની માંગ કરવામાં આવી છે.


બાબરા, દામનગર, કુંકાવાવમાં વાવાઝોડાની ઇફેકટ : વરસાદ

બાબરા, બાબરા તાલુકામાં આજે સાંજે છ વાગ્યાથી અચાનક વાતાવરણમાં પલટો આવતા બાબરા શહેર સહિત તાલુકાના ધરાઇ, વાવડી મોટાદેવળીયા ત્રંબોડા, ફુલજર, ખીજડીયા, પીપરીયા, ચરખા , અમરાપરા,સહીત મોટા ભાગના ગામડાઓમાં વરસાદ પડયો છે હતો આ વરસાદને કારણે ખેડૂતો ના ઉભા પાકને ભારે નુકસાનીની સંભાવના બતાવાઇ રહી છે વાવાઝોડાની અસરના ભાગરૂપે આવેલા માવઠાને કારણે માંડવીના પાથરા અને કપાસને મોટી નુકસાની થઇ હોવાનું મનાય છે જયારે આ માવઠાથી માંડવીના પાલાને પણ નુકસાની થઇ હોવાની દહેશત સેવાઇ રહી છે. બાબરાના કોટડા પીઠા, કુંકાવાવ અને દામનગરમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલી જીલ્લામાં મહા વાવાઝોડાની અસર હેઠળ કોટડાપીઠા, કુંકાવાવ, દામનગરમાં પવન સાથે વરસાદ પડયો હતો. અમારા પ્રતિનિધિ કુંકાવાવના કિર્તીકુમાર જોશીના જણાવ્યા મુજબ પવન સાથે એકથી દોઢ ઇંચ વરસાદ પડી જવાના કારણે ખેડુતોના ઉભા પાકને ભારે નુકશાન થયેલ છે. કોટડાપીઠાથી ગીરીશભાઇ મહેતાના જણાવ્યા મુજબ કોટડાપીઠા મુજબ કરણુકી, ગરણી, પાનસડા, નવાણીયા, ઉંટવડ, વાવડા સહિતના અનેક ગામોમાં આજે સાંજના 5:30 થી 6:30 સુધીમાં મહા વાવાઝોડાની અસર હેઠળ અંદાજે દોઢ ઇંચ જેવો કમોસમી વરસાદ પડવાના પડવાથી કપાસના ઉભા પાકને ભારે નુકશાન થયેલ છે. જેથી ખેડુતોને મોએ આવેલ કોડીયો ઝુંટવાયો છે. દામનગર શહેર અને આસપાસના ગામોમાં પણ કમોસમી વરસાદ પડવાથી ખેડુતોના પાકને મોટુ નુકશાન થયેલ છે.


error: Content is protected !!