Main Menu

Friday, November 8th, 2019

 

ટીંબી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પીટલમાં ત્રિ-સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ આસ્થાભેર યોજાયો

ટીંબી,
સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ- ટીંબી (તા. ઉમરાળા, જિ. ભાવનગર) આયોજીત ત્રિ-સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ કાર્યક્રમ હોસ્પિટલનાં પ્રણેતા અને પરોપકારમય જીવન જીવવાનાં પ્રખર હિમાયતી તેમજ સર્વ જીવમાત્રના હિતચિંતક એવા બ્ર.પ.પુ.સદગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં કૃપાપાત્ર સદશિષ્યો સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી, સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી અને સ્વામીશ્રી શ્રધ્ધાનંદ સરસ્વતીજી મહારાજનાં અધ્યક્ષ સ્થાને તેમજ ખોડલધામ ટ્રસ્ટ કાગવડનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલનાં પ્રમુખ સ્થાને અને ક્રાંતીકારી સંત તેમજ સમાજ -સુધારક એવા સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ અને શ્રી ધરમદાસજીબાપા તથા શ્રી ભારતીબાપુ અને આ હોસ્પીટલનાં પ્રમુખશ્રી ખીમજીભાઇ દેવાણી તથા ટ્રસ્ટીમંડળનાં બધાજ ટ્રસ્ટીશ્રીઓ તેમજ સુરત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી તેમજ વિવિધ શહેરોનાં નામાંકીત ઉદ્યોગપતિશ્રીઓ અને ઉદારદિલ દાતાશ્રીઓ તેમજ સદગુરૂદેવ બહોળા સેવકસમુદાય ભાઇઓ-બહેનો લગભગ 7000 જેટલી સંખ્યાની ઉપસ્થિતીમાં તા. 31/10/19નાં રોજ ભવ્યતાભવ્યરીતે સંપન્ન થયેલ છે. સ્વાગત પ્રવચન ટ્રસ્ટીશ્રી જગદિશભાઇ ભીંગરાડીયાએ કર્યું હતુ. અને હોસ્પીટલનો વિસ્તૃત અહેવાલ મંત્રીશ્રી બી.એલ.રાજપરા એ આપેલ. ઉપસ્થિત મહાનુભાવો પૈકી સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજ, સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ, સ્વામીશ્રી ભોળાનંદ સરસ્વતીજી મહારજ અને સભાનાં પ્રમુખશ્રી નરેશભાઇ પટેલએ પોતાનાં પ્રાસંગીક પ્રવચનો તદન નિ:શુલ્ક આરોગ્ય પ્રદાન કરવાનાં પ્રણેતા તેમજ આ હોસ્પીટલનાં પ્રેરણામુર્તિ એવા બ્ર.પપ.પુ.સદગુરૂદેવ સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનાં જીવનકવન અને તેમના દ્વારા થયેલા અને ચાલતા વિવિધ સેવાકાર્યો અંગે વિસ્તૃત માહિતી આપી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કર્યા હતાં. આ હોસ્પીટલનાં સંચાલન માટે અગાઉ અનુદાન આપેલ ઉદારદિલ દાતાશ્રીઓને તેમજ કાર્યક્રમ દરમિયાન અનુદાન જાહેર કરેલ ઉદારદિલ દાતાશ્રીઓને મોમેન્ટો, શાલ અને પુસ્તક આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમ દરમિયાન ઉદારદીલ દાતાઓ દ્વારા ધણી મોટી રકમોનાં અનુદાનની જાહેરાત કરવામાં આવી હતી. આ મહોત્સવનાં અનુસંધાને હોસ્પીટલનાં દર્દીનાં લાભાર્થે આયોજીત રકતદાન કેમ્પમાં એકસો રકતદાતાઓએ રકતદાન કરી માનવસેવાનું ઉજળુ ઉદાહરણ પુરૂ પાડયુ હતું. કાર્યક્રમ દરમિયાન પુર્વ પ્રમુખશ્રી દિયાળજીભાઇ વાઘાણી અને શ્રી મથુરાભાઇ સવાણી (કિરણ હોસ્પીટલ – સુરત) એ પ્રાસંગીક પ્રવચન કર્યા હતાં. કાર્યક્રમનું સંપુર્ણ સંચાલન શ્રી હરેશભાઇ માણીયા – સુરત અને ટ્રસ્ટીશ્રી પરેશભાઇ ડોડીયાએ કરેલ હતું. કાર્યક્રમનાં અંતે આભારવિધિ ટ્રસ્ટીશ્રી હરસુખભાઇ કાછડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ પુર્ણ થયા બાદ મહેમાનો તથા ઉપસ્થિત તમામ ભાઇઓ-બહેનોએ ભોજનપ્રસાદ લીધ્ોલ હતો.


ખાંભાના જીકીયાળી ગામે સુપ્રસિધ્ધ દત્ત આશ્રમ ખાતે ગોપાલ ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ખાંભા, ખાંભા તાલુકા ના જીકયાળી ગામે ખાતે આવેલ સુપ્રસિધ્ધ શ્રી દત્ત આશ્રમ ખાતે ગોપાલ ગૌશાળા નું ખાતમુહૂર્ત આશ્રમ ના મહંતશ્રી મંગળગીરી બાપુ તથા સેવકો અને દાતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે આશ્રમ ના સેવકો તથા જીકયાળી અને આસપાસના ગામો માં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે ભરતભાઈ નસીત, જીલુભાઈ શિવરાજભાઈ, પ્રકાશભાઈ, યોગેશભારથી, મંગળુભાઈ, હનુભાઈ, મહેશભાઈ, ગૌતમભાઈ, રાજુદાદા, ભરતભાઈ સિંઘવ વગેરે સેવકો ઉપસ્થિત રહી ગૌશાળા ના ખાતમુહૂર્ત કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.


અમરેલી જિલ્લામાં કપાસની માઠી બેઠી : રાજુલા-જાફરાબાદ પણ ઝપટે ચડયા

રાજુલા,અમરેલી જિલ્લામાં હાલમાં જેની સૌથી વધ્ાુ વાવણી થાય છે તેવા રોકડીયો પાક કપાસ માવઠાથી બરબાદ થઇ ગયો છે અમરેલી જિલ્લામાં કપાસની માઠી બેઠી હોય તેમ ગયા માવઠામાં રહી ગયેલા રાજુલા-જાફરાબાદ પણ આ વખતે મહા વાવાઝોડાની અસરને કારણે ઝપટે ચડયા છે પહેલી વખત માવઠામાં કપાસ બગડયો હતો. અને બીજી વીણી થશે તેમ મન મનાવતા ખેડુતોને હેરાન કરવા હોય તેમ આ ટાણે પણ કપાસ માથે વરસાદ પડતા માથોડા જેવી ઉંચો થયેલો કપાસ પલળીને ખરી ગયો હતો.


અમરેલીમાં રેઢીયાળ ઢોર અને માલિક બન્ને ડબે પુરાશે : 12 ગુના દાખલ

અમરેલી,અમરેલી શહેરમાં ઢોરને કારણે સર્જાતા અકસ્માતો અટકાવવા માટે એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલીમાં નવી પહેલ કરાઇ છે જે કામ નગરપાલિકાએ કરવાનું હોય છે તે કામ પોલીસ તંત્ર દ્વારા કરાવાય રહયું છે જેને શહેરમાં સારો પ્રતિસાદ મળ્યો છે.
પહેલા માત્ર રેઢીયાળ ઢોરને તંત્ર ડબ્બે પુરતુ હતુ પણ હવે પોલીસ તંત્ર અમરેલીમાં રેઢીયાળ ઢોર અને માલિક બન્ને ડબે પુરાશે અને આશી શરૂઆત પણ થઇ ચુકી છે અમરેલી શહેરમાં પોતાના ઢોરને રેઢા મુકનારા શખ્સોની સામે 12 ગુના દાખલ કરાયા છે અગાઉ અમરેલીમાં રસ્તે રખડતા બિનવારસી ઢોરને પકડીને પાંજરાપોળમાં રાખવામાં આવતા હતા અને તેનો માલિક દંડ ભરી આપે એટલે પાછા છોડી દેવાતા હતા પરંતુ રસ્તામાં ઢોરને રેઢા રાખનારા ઢોરના માલિકોની સામે પણ પોલીસ અધિકારી શ્રી મહેશ મોરીએ મોરીએ ગુના દાખલ કરાવ્યા છે અને ઢોરને વિધિવત કબજે કર્યા હતા.


અમરેલીમાં સ્વચ્છતાના ચીંથરા ઉડયા : સિવિલના દરવાજે જ ગંદકી

અમરેલી,દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું છે તેવા સમયે અમરેલી શહેરમાં જયાં કલેકટર કચેરી, એસટી ડેપો,જિલ્લા ભાજપનું કાર્યાલય અને માત્ર 10 ફુટ દુર બાળકોનું નંદઘર તથા જયા રોજની હજારો દર્દીઓ સાથે લોકોનીે અવરજવર છે તેવી શાંતાબા મેડીકલ કોલેજના દરવાજે જ જેમ ડમ્પીંગ યાર્ડ હોય તેમ કચરાનો ઢગલો કરી દેવાતા શહેરમાં નવાઇ સાથે રોષની લાગણી છવાઇ છે.અને સવાલ ઉઠયો છે કે, અમરેલીનું કોઇ ધણીધોરી છે કે નહી ? અમરેલીના જિલ્લા પંચાયત રોડની પાછળની સાઇડમાં સિવિલનો દરવાજો છે ત્યા ઉભા કરાયેલા ઉકરડાથી રોષ છવાયો છે અને નવાઇની બાબત એ છે કે અહી નજીકના જ લોકો આવીને કચરો ઠાલવી જાય છેઅમરેલીના સૌથી વધારે અવરજવર વાળા સ્થળ ઉપર જમા થયેલી ગંદકીએ અમરેલીમાં સ્વચ્છતા અભિયાનના ચીંથરા ઉડાડયા છે જયા લોકો સાજા થવા આવે તેવી સિવિલના દરવાજે જ ગંદકી હોય અને જયા નાના નાના બાળકો ભણે છે તેવા બાળકોના આરોગ્યની સાથે ગુનાહીત ચેડા થઇ રહયા છે.આ અંગે શાંતાબા મેડીકલ કોલેજના સતાવાળાઓનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે, આ ઢગલો અમારા કેમ્પસની બહાર પાલિકાની હદમાં છે અને તેને હટાવવા અમે રજુઆત કરી છે અને અમારા સાધનો આપવાની પણ ઓફર કરી છે પણ તેમ છતાયે આ સફાઇ થતી નથી જેના કારણે અમારા કેમ્પસની દીવાલ પણ પડી જાય તેવી હાલતમાં છે.શાંતાબા મેડીકલ કોલેજ કેમ્પસમાં દર્દી અને સાથે આવનાર લોકોને પણ માંદા પાડે તેવી હાલત છે અને આ કચરાના ઢગલાને કારણે દબાણને કારણે મેડીકલ કોલેજની દિવાલ પણ ધરાશાયી થઇ જાય તેવી હાલતમાં હોય તંત્ર દ્વારા તાકિદે સફાઇ કરાય તે જરુરી છે. જો અમરેલીમાં જવાબદારો આટલુ ન કરી શકતા હોય તો શરમજનક કહેવાય. અમરેલી શહેરની અતી કીમતી ગણાતી આ જગ્યા આસપાસ ઘણા દબાણો છે તેવા સંજોગોમાં અહીથી કચરાનો ઢગ હટાવીને ચોખ્ખી કરાયેલી જગ્યા ઉપર એસપી શ્રી નિર્લિપ્ત રાય દવાખાનાની પોલીસ ચોકી બનાવે તો દબાણ અને ગંદકી બન્ને પ્રશ્ર્નો હલ થઇ જાય તેમ છે.


4 દિવસ પછી આજે જાફરાબાદનાં દરિયામા કરંટ સાથે મોજા ઉછળ્યા : ત્રણ નંબરનું સિગ્નલ લાગ્યુ

રાજુલા,મહાવાવા જોડા ની અસર આજે રાજુલા જાફરાબાદ મા દેખાય હતી અને રાજુલા જાફરાબાદ ટીબી પીપાવાવ પોર્ટ સહિત વિસ્તાર મા ધોધમાર વરસાદ ખાબક્યો હતો સાથે સાથે ચેલા 4 દિવસ થી દરિયો શાંત હતો પરંતુ આજે દરિયા મા કરંટ સાથે મોજા ઉછળી રહ્યા હતા પીપાવાવ પોર્ટ, જાફરાબાદ બંદર,સરકેશ્વર સહિત વિસ્તાર નો દરિયો તોફાની જેવા દ્રશ્યો સર્જાયા હતા જોકે તમામ ગામો માં વરસાદ ખાબકતા ધરતી પુત્રો ની મુશ્કેલી મા ખૂબ મોટો વધારો થયો છે. સાથે સાથે મગફળી મા નુકસાન ગયુ છે ત્યારે અંતિમ ઘડી એ કપાસ ના વાવેતર મા ખૂબ મોટા પ્રમાણ મા નુકસાન ગયુ છે ખેડૂતો ના ખેતર મા રહેલ કપાસ ના જીડવા ખરી ગયા છે અને ખેતરો મા પાણી પણ અનેક જગ્યા એ ભરાયા છે બીજી તરફ રાજુલા શહેર અને જાફરાબાદ શહેર મા પણ ધોધમાર વરસાદ પડ્યો હતો બીજી તરફ જાફરાબાદ તાલુકા ના ટીબી,નાગેશ્રી, મીઠાપુર,દુધાળા,રોહીસા, પાટી માણસા, છેલણા, સરોવડા, ભટવદર,બારપટોળી, ચોત્રા સહિત મોટાભાગ ના ગામો મા મુશળધાર વરસાદ પડવા થી સૌવ થી વધુ ખેડૂતો ને કપાસ ના પાક મા નુકસાન ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે સાથે સાથે રાજુલા તાલુકા ના મોટા આગરીયા, નવા આગરીયા,માંડરડી,કોવાયા,ભેરાઈ, રામપરા,લોઠપુર, કાતર,જેવા અનેક ગામો મા મુશળધાર વરસાદ વહેલી સવાર થી શરૂ છે અને આજે ખેડુતો ના પાક ને મોટુ નુકસાન ગયુ છે સાથે ખેડુતો ના જણાવ્યા પ્રમાણે કપાસ મા ભારે નુકસાન ગયુ છે તો રાજુલા તાલુકા મા મગફળી ને પણ એટલુ જ નુકસાન ગયુ હોવાનુ જાણવા મળી રહ્યું છે અને જાફરાબાદ શહેર અને દરિયાઈ પટી ના ગ્રામ્ય વિસ્તાર ના ગામડા મા સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી આપવા મા આવી હતી તેવી જ રીતે વરસાદ આજે પડી રહ્યો છે.


પરમ પુજ્ય વંદનીય સંત શ્રી સીતારામબાપુ બ્રહ્મલીન : ઘેરો શોક

અમરેલી,અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવે પરબ ગઢીના પરમ પુજ્ય વંદનીય સંત શ્રી સીતારામબાપુ ગુરુ શ્રી નારાયણગીરી બાપુ આજે બ્રહ્મલીન થતા પૂ. નારણદાસ બાપુની મઢી સાથે સંકળાયેેલા વિશાળ સેવકગણમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી. 90 વર્ષની વયના પુજ્ય વંદનીય સંત શ્રી સીતારામબાપુ તેની પરબ મઢી સાવર કુંડલા રોડ ઉપર આવેલ હોય ત્યા લાંબા સમયથી જપ તપમાં લીન રહેતા હતા અને અમરેલીના અન્નક્ષેત્રમાં તેમણે અકલ્પનીય મોટી રકમનું દાન પણ કર્યુ હતુ.અમરેલી ઉપરાંત ઠેર ઠેર બહોળો અનુયાયી વર્ગ પુજ્ય વંદનીય સંત શ્રી સીતારામબાપુનો હતો તેને આ સમાચાર મળતા સૌ પરબ મઢી દોડી ગયા હતા તેમની અંતીમવિધિ સાંજના રખાઇ હતી અને તેમને ફુલ સમાધિ અપાઇ હતી.


error: Content is protected !!