Main Menu

Saturday, November 9th, 2019

 

અયોધ્યામાં વિવાદી જમીન પર રામ જન્મભુમી ન્યાસનો હકક

અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસીક ફેસલો

મુસ્લિમપક્ષને અયોધ્યામાં જ પાંચ એકર જમીન ફાળવવા આદેશ : ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા આદ્દેશ
અમરેલી,
અયોધ્યામાં વિવાદીત જમીન રામ મંદિરને આપવા પર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. તે મુજબ અયોધ્યામાં વિવાદીત જમીન પર રામજન્મભુમી ન્યાસનું હકક હોવાનું જણાવી મુસ્લિમોને પાંચ એકર જમીન જ આપવાનો આદ્દેશ કર્યો હતો. ચુકાદા વેળાએ કોર્ટરૂમમાં તમામ પક્ષો હાજર રહયા હતા. કોર્ટની બહાર વકીલોનો મેળાવો જામ્યો હતો. ચુકાદાને કારણે સુપ્રીમ કોર્ટ વિસ્તારમાં 144ની કલમ લાગુ કરવામાં આવી હતી. આ કેસમાં સતત 40 દિવસ સુનાવણી ચાલુ હતી. આગામી ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવા આદેશ કર્યો હતો. ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇની અધ્યક્ષતામાં પાંચ જજોની બેંચે પોતાનો ફેસલો જાહેર કર્યો હતો. આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાના પગલે દેશભરમાં કડક બંદોબસ્ત અને સંગીન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ તંત્ર પણ સતત એલર્ટ રહયું હતું.


આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિન્દરજિત સિંઘ બિટ્ટા ધારીમાં

ધારી, ધારીના સરસીયા ખાતે શ્રી શેલડીયા પરિવારના દેશભકતીસભર લગ્નોત્સવમાં કાઠીયાવાડના મહેમાન બની આવનારા આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિન્દરજિત સિંઘ બિટ્ટાએ આજે તેમના ધારી ખાતેના રોકાણ દરમિયાન ધારીના વેપારી આગેવાન શ્રી જિતુભાઇ રૂપારેલીયા સાથે વર્તમાન સમયની ગંભીર ચર્ચા-વિચારણા કરી હતી અને દક્ષિણ સૌરાષ્ટ્રના સર્વાધિક લોકપ્રિય અખબાર અવધ ટાઇમ્સને શ્રી બીટ્ટાએ પ્રભાવિત થઇને બિરદાવ્યું હતુ.આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિન્દરજિત સિંઘ બિટ્ટા ત્રાસવાદની સામે લડત આપી રહયા છે શ્રી એમએસ બીટ્ટા ઉપર ભુતકાળમાં થયેલા ભયંકર આતંકવાદી હુમલાને કારણે તેમને સરકાર દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા કવચ છે દેશભકતોને પ્રોત્સાહન આપતા શ્રી એમએસ બીટ્ટાએ અવધ ટાઇમ્સમાં તેમના પ્રસિધ્ધ થયેલા સમાચારો વાંચ્યા હતા અને ધારીના યુવા આગેવાન શ્રી કેતન ધકાણનો જન્મદિવસ હોય તેમને શુભકામનાઓ પાઠવી હતી.ધારી માં સરસીયા મુકામે શ્રી શેલડીયા પરિવારના લગ્ન અગાઉ સ્વાગત કા્યક્રમ અરૂણભાઇ મૂછાળા કોલેજ માં યોજાયો હતો જેમા શ્રી એમ, એસ, બીટાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ તેમાં કેતનભાઈ સોની, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ભૂપતભાઈ વાળા, ધારીીના વેપારી આગેવાન શ્રી જીતુભાઈ રૂપારેલિયા, ધારીના સેવાભાવી અને ભાજપના આગેવાન શ્રી પરેશભાઈ પટ્ટણી, શ્રી જીતુભાઈ સાવલિયા, શ્રી કેતનભાઈ જેબલિયા, શ્રી કિશનભાઈ રૂપારેલિયા ઉપસ્થિત રહયા હતા.


નાના ગોખરવાળા પરિવાર દ્વારા ગામડું સજીવન કરવાની નવતર પહેલ

અમરેલી,અમરેલી નવી શરૂઆત માટે જાણીતુ છે અમરેલી નજીક આવેલ ના ના ગોખરવાળા ગામે ગામડાને ફરી સજીવન કરવા માટે નવતર અને પ્રેરણાદાયી શરૂઆત કરી છે.નાના ગોખરવાળા ગામે ગામ સમસ્ત દ્વારા આયોજીત ત્રિદિવસીય પુન :પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમા અમરેલીના યુવાન વેપારી આગેવાન શ્રી મનીષ સાંગાણીએ પર્યાવરણ અને ગામડાને સજીવન કરવાની પહેલા પોતાના ગામથી જ થાય સાથે સાથે સેવાકીય પ્રવૃતિ થાય અને નાના ગોખરવાળા ગામ આર્દશ ગામ બને તેવું આયોજનની ઇચ્છા સૌ પાસે વ્યકત કરતા સૌએ તેમની ઇચ્છાને વધાવી અને ગ્રામ્ય જીવન સજીવન કરવા લોકો પરત ગામડે આવી રહેતા થાય અને પર્યાવરણની પણ જાળવણી થાય તેવી કાળજી સાથે હાલમાં રહેતા લોકો પણ ત્યા જ રહે માટે તેમને મદદ કરવી જેવા અનેક આયોજનો સાથે રકતદાન કેમ્પ, વૃક્ષારોપણ, કાર્યક્રમની સાથે સરદાર પટેલ જન્મજયંતી ઉજવાઇ હતી.ગામમાં કષ્ટભંજન દેવ તેમજ ખોડીયાર માતાજીનાં મંદિરની પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 30/10થી તા,1/11 સુધી યોજાયો હતો. જેમાં સ્વામીનારાયણ મંદિર જુનાગઢ દ્વારા હોમ હવન અને વિધિવિધાન કરાવવામાં આવેલ. તા. 1/11/19નાં ધ્વજાપુજન, મહાઆરતી, યજ્ઞ બીડુહોમ સાથે મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયેલ. આ ધાર્મિક કાર્યક્રમમાં જુદા જુદા સ્થળોએથી સ્વામીનારાયણના સંતો પધારી આર્શીવાદ પાઠવ્યા હતાં. આ ધાર્મિક મહોત્સવ દરમિયાન હનુમાન ચાલીસાના પાઠ સાંઇ ગૃપ સાવરકુંડલા દ્વારા રજુ થયેલ. તેમજ ખીમજીભાઇ ભરવાડ અને સાથી કલાકારોનો લોક ડાયરો રાત્રીના યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલીના યુવાન વેપારી આગેવાન શ્રી મનીષ સાંગાણી તથા ડૉ. મેહુલ સાંગાણી, શ્રી દિનેશભાઇ સાંગાણી, શ્રી ઘનશ્યામભાઇ સાંગાણી(જીન્દાલ), શ્રી વિશાલભાઇ સાંગાણી, શ્રી રાજેશભાઇ સાંગાણી, શ્રી ભાવેશભાઇ સાંગાણી, શ્રી શૈલેશભાઇ સાંગાણી, શ્રી પ્રફુલભાઇ સાંગાણી, શ્રી અશ્ર્વીનભાઇ ટીબડીયા, શ્રી શશીકાંતભાઇ ટીબડીયા, શ્રી ગુણવંતભાઇ સાંગાણી, શ્રી વિપુલભાઇ સાંગાણી, શ્રી અરવિંદભાઇ સાંગાણી, શ્રી મુકેશભાઇ સાંગાણી, શ્રી હિતેશભાઇ આર. સાંગાણી, શ્રી ત્રિકમભાઇ સાંગાણી, શ્રી મહેશભાઇ સાંગાણી, શ્રી રસિકભાઇ સાંગાણી, શ્રી અશોકભાઇ સાંગાણી તથા ગામ સમસ્ત પરિવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.


અમરેલીમાં પ્રદુષણનું લેવલ દિલ્હી કરતા પણ વધારે ભયાનક

અમરેલી,તાજેતરમા દિલ્હીમાં વધ્ોલુા પ્રદુષણના મામલે સુપ્રિમ કોર્ટે જવાબદારોનો કાન આમળ્યો છે તેવા સમયે અમરેલીવાસીઓ એમ માની રહયા છે કે, સારુ છે સુપ્રિમ કોર્ટ અમરેલીમાં નથી નહીતર સ્થાનિક સરકારી તંત્ર ઘરભેગુ થઇ ગયું હોત !.કારણ કે આજકાલનું નહી પણ બે બે વર્ષ થી અમરેલીમાં પ્રદુષણનું લેવલ દિલ્હી કરતા પણ વધારે ભયાનક છે ભાજપના જ આગેવાન પણ નિરાશ થઇ ગયા હતા. અમરેલીમાં લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઇ રહયા છે અહી સફાઇનો અભાવ, તુટેલા રોડ અને રોડ ઉપર કચરો નાખવાની વર્તમાન લોકોની બેદરકારી તેમને અમરેલીની આવનારી પેઢીની ગુનેગાર બનાવી રહી છે.


રાજકોટ પરજીયા સોની સમાજના આગેવાન શ્રી રાજુભાઇ સલ્લાનું નિધન : ઘેરો શોક

અમરેલી,રાજકોટ પરજીયા સોની સમાજના આગેવાન શ્રી રાજુભાઇ હિમતભાઇ સલ્લાનું નિધન થતા ઘેરો શોક છવાયો છે અને પરજીયા સોની સમાજનો તેજસ્વી તારલો ખરી ગયો હોય પરજીયા સોની સમાજમાં શ્રી રાજુભાઇની અણધારી વિદાયથી આઘાત છવાયો છે. ઇન્દોરના સાંજા લોકસ્વામી ગૃપના માલિક શ્રી જીતુભાઇ સોનીના સાળા અને વિછીયાવાળા સલ્લા પરિવારના વડીલ શ્રી રાજુભાઇ સલ્લાની આજે શનીવારે રાજકોટ ખાતે અંતિમયાત્રા યોજાશે. વિછીયા જસદણ વાળા હાલ રાજકોટ નિવાસી પરજીયા પટ્ટણી સોની રાજુભાઇ હિંમતભાઇ સલ્લા ઉ.વ.59 તેઓ સ્વ. હિંમતલાલ શાંતીલાલ સલ્લા સુપુત્ર અને સ્વ. નટુભાઇ, શ્રી કાંતીભાઇ, સ્વ. જેન્તીભાઇના ભત્રીજા તથા શ્રી જયદિપભાઇ અને શ્રી નિર્ભયભાઇના પિતાશ્રી થતા હતા અને ઇન્દોરવાળા જીતુભાઇ સોનીના સાળા તથા ઉષાબેન, વિભાબેન જ્યોતિબેનના ભાઈ નું તા. 8-11-2019 ને શુક઼વાર ના રાજકોટ મુકામે દુ:ખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા.9-11-2019 ને શનીવારના રામનાથપરા મુક્તિધામ રાજકોટ સવારે 10 વાગે રાખેલ છે. તેમના ઘરનુ ઘરનુ સરનામુ 501, પાર્શવદિપ એપાર્ટમેન્ટ મ્યુનીસીપલ કર્મચારી સોસાયટી શેરી નં 2, કિસાનપરા સર્કલ પાસે, રોનક બગ્ગી વાળી શેરી રાજકોટ ખાતે રખાયેલ છે.


અમરેલી જિલ્લાનાં વિજકર્મીઓ દ્વારા આંદોલનના મંડાણ

અમરેલી, અમરેલી લાઠી સહિત જિલ્લાનાં વિજ કર્મચારી અધિકારીઓએ આંદોલનનાં મંડાણ કરી આવેદન પત્ર આપ્યું હતું. અને ઉકેલ ન આવે તો આંદોલન ઉગ્ર બનાવવા ચીમકી આપી છે. લાંબા સમય થી ખુટતા સ્ટાફ ની ભ2તી, જચબલ 7 મા પગા2પાં મુજબ એલાઉન્સ નો લાભ, 2જા ના પૈસા 2ોકડ માં ચુક્વવા વગે2ે પડત2 પ્રશ્ર્નો ની બે વર્ષ થી વા2ંવા2 2જુઆતો છતાંયે સ2કા2 માં કોઈ હકા2ાત્મક પ્રયાસ ન થતા 2ોષે ભ2ાયેલા કર્મચા2ીઓ જીબીઆ અને એજીવીકેએસ દ્વા2ા 2ચિત ગુજ2ાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ ના ઉપક્રમે કાળી પટી ધા2ણ ક2ીને વિ2ોધવ્યક્ત ર્ક્યો હતો.સંગઠન ના આદેશ અન્વયે તા. 8/11/19 ના 2ોજ અમરેલી અને લાઠી પીજીવીસીએલ ના અધિકા2ીઓ/કર્મચા2ીઓ ના પ્રશ્ર્નો નો લાંબા સમય થી નિકાલ ન આવતા સવા2 થી જ અધિકા2ીઓ તથા કર્મચા2ીઓ પોતાની ફ2જ દ2મિયાન કાળ પટી ધા2ણ ક2ી પોતાનો વિ2ોધ – આક્રોશ વ્યક્ત ર્ક્યો હતો. ઉક્તવિ2ોધ માં વર્ગ-1 થી વર્ગ-4 સુધીના તમામ કર્મચા2ીગણ એક જુથ થઈ પડત2 પ્રશ્ર્નો ના નિકાલ માટે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ પોતાનો વિ2ોધ પ્રદર્શિત ર્ક્યો હતો.કર્મચા2ીઓ ની પડત2 માંગણી સંદર્ભે આગામી દિવસો માં નિર્ણય નહિં આવે તો આવના2ા સમય માં આંદોલન વધુ ઉગ્ર બને તેમજ આગામી 14 તા2ીખે ગુજ2ાત 2ાજય ના તમામ વિજકર્મીઓ માસ સી.એલ. પ2 જઈ વિ2ોધ પ્રદર્શિત ક2શે તેમ અખબા2ી યાદી માં જણાવેલ છે.


બાબરાના પાંચાળ પંથકમાં સિંહોના ધામા : વનવિભાગ દ્વારા ભારે દોડધામ

બાબરા,બાબરાના પંચાળ પંથકમાં છેલ્લા બે દિવસથી સિંહ આવ્યા સિંહ આવ્યાની વાતો વહેતી થઈ હતી , વનવિભાગ દ્વારા રાત્રીના પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ગઈરાત્રિના બાબરાના કરીયાણા અને તાઇવદર ની સીમ વચ્ચે આવેલ કાળુભાર નદીના પટમાં એક સિંહ તેમજ એક સિંહણ અને એક સિંહ નુ બચુ જોવા મળ્યું હતું એવા સમાચાર વાયુ વેગ સમાચાર પ્રસરી જતા વનવિભાગ દ્વારા આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે કરીયાણા તાઇવદર ખાખરીયા પંથકની સોમો મા આ જનાવરો જોવા મળ્યા હતા. રાત્રીના સીમ અને વાડી વિસ્તારમાં રહેતા લોકો પાસે વનવિભાગ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી એ આધારે સીમ વિસ્તારમાં તપાસ કરતા સિંહના પંજાના નિશાન મળી આવ્યા હતા જેથી કરી વન વિભાગ વધુ સતર્ક બની ગયો છે અને સિંહોનાં સગડ મેળવવા પંચાળ પંથકમાં આવેલા વિડો અને વાડી વિસ્તાર મા તપાસ ચાલુ કરી છે સિંહ આવ્યા ની વાતો વાયુવેગે પ્રસરી જતા ગઇકાલે રાત્રીના કરીયાણા તાઇવદર અને ખાખરીયા વિસ્તારમાં સિંહ પ્રેમીઓના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા પણ મોડી રાત સુધી લોકોએ તમામ વિસ્તારો ખુંદી નાખ્યા હતા છતાં પણ સિંહના કોઈ વાવડ મળ્યા ન હતા.આજ સવારથી સિંહોના પંજાના ફોટા તેમજ ત્રણ સિંહો ના ફોટા વાઇરલ થયા હતા જેથી કરી આ જ આખો દિવસ ચર્ચાનો વિષય રહ્યો હતો બાબરા વનવિભાગના અધિકારી શ્રી મોરડીયાએ જણાવેલ કે, સિહો આવ્યા છે એ વાતો ખેડૂતો પાસેથી જાણવા મળી રહી છે પરંતુ જે સિંહોના પંજા મળ્યા છે તે સત્ય હકીકતમાં સિંહના પંજા છે કે અન્ય કોઈ પ્રાણીના તે અંગે તપાસ હાથ ધરી છે પંચાળ પંથકમાં સિહોના ધામાના સમાચારને લઈ ખેડૂતોએ પોતાના માલઢોર ને સગેવગે કરી નાખ્યા છે જેથી કરી સિંહ માલઢોર ને કોઈ નુકસાન ન પહોંચાડે વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલા વાડી ખેતર ના માલિકોને જણાવ્યું છે કે જો એમને વાડી ખેતરોમાં કોઈપણ પ્રકારના અર્થીંગ મુક્યા હોય તો કાઢી નાખવા તેવી સૂચના આપવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, બે ચાર દિવસ પહેલા જ અમરેલીના જેસીંગપરા અને પ્રતાપપરા તથા સાંગાડેરીમાં સિંહોના વાવડ મળ્યા હતા ત્યાથી આ સિંહો ઠેબી નદી ભરેુલ હોય તેના કાંઠે કાંઠે બાબરા પંથકમાં પહોંચ્યા હોવાની શકયતા છે આ ઉપરાંત ક્રાંકાચ અને લીલીયા તથા લાઠી થઇને પણ સિંહ અહી આવ્યા હોવાનું મનાય રહયું છે.


અમરેલીમાં મહાત્મા મુળદાસજીની ભવ્ય શોભાયાત્રા નિકળી

અમરેલી,અમરેલીમાં સંતશ્રી મહાત્મા મુળદાસ જન્મજયંતીએ ટાવર પાસે આવેલ મહાત્મા મુળદાસ મંદિરથી ભવ્ય શોભાયાત્રા શહેરનાં રાજમાર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રામાં મહાત્મા મુળદાસની શણગારેલા ટ્રેકટરમાં છબી રાખવામાં આવી હતી. પ્રથમ મહાત્મા મુળદાસ મંદિરે અમરેલી લુહાર જ્ઞાતીનાં ભાઇઓ બહેનોએ દર્શન, પુજા, આરતી કરી શોભાયાત્રા મંદિરેથી પ્રસ્થાન થયેલ. જે જુની દાણા બજાર, હવેલી ચોક, લાઇબ્રેરી ચોક, મહાત્મા મુળદાસ સર્કલ, ડો.જીવરાજ મહેતા ચોક થઇને પરત મંદિરે ફરી હતી. આ શોભાયાત્રામાં લુહાર જ્ઞાતીનાં આગેવાનો, ભાઇઓ-બહેનો, કળશધારી બાળાઓ અને બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. મહાત્મા મુળદાસ જન્મજયંતી નિમિતે અમરેલીનાં સમસ્ત લુહાર જ્ઞાતી સમાજનું સમુહ ભોજન યોજાયું હતું.


અમરેલી એસટી ડીવીઝનની 35 બસો જૂનાગઢની પરિક્રમા માટે રવાના થઇ ગઇ

અમરેલી, અમરેલી એસટી ડિવિઝનમાંથી 3પ બસો અન્ો 70 કર્મચારીઓ જૂનાગઢ લીલીપરિક્રમા માટે મોકલી દૃેવાતા પ્રથમ દિૃવસ્ો જ અન્ોક બસ રુટો બંધ થવાના કારણે મુસાફરોની હાલત કફોડી બની ગઈ હતી. હજુ પાંચ દિૃવસ સુધી મુસાફરોએ મુશ્કેલીઓ સહન કરવી પડશે. આ અંગ્ોની વિગતો મુજબ જૂનાગઢમાં લીલીપરિક્રમાનો આરંભ થતાં એસટી દ્વારા મુસાફરો માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અન્ો આ માટે તા.8થી તા. 1રમી સુધી કુલ પાંચ દિૃવસ માટે અમરેલી એસટી ડિવિઝન દ્વારા 10 મીની બસો અન્ો રપ મોટી બસો મળીન્ો કુલ 3પ બસો અન્ો 70 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આગલા દિૃવસ્ો તા.6ના આ વાહનો જૂનાગઢ, જેતપુર, ધોરાજી, બાંટવા, માંગરોળ વગ્ોરે ડેપોમાં પહોચે એ રીત્ો રવાના કરી દૃેવામાં આવ્યાં છે અન્ો આ કારણે અમરેલી જિલ્લામાં અન્ોક લોકલ રુટો પર કાપ મૂકવામાં આવ્યો હતો. એસટી દ્વારા મનફાવે ત્ો રીત્ો મહત્વના અન્ો ખાસ કરીન્ો અન્ોક ગામડાના રુટો બંધ કરી દૃેવાતા કલાકો સુધી રાહ જોવા છતાં પણ બસો મળી નહોતી અન્ો મુસાફરો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં હતાં. બીજી તરફ ખાનગી વાહન ચાલકોએ ત્ોનો ભરપુર લાભ ઊઠાવ્યો હતો અન્ો ના છુટે મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરવા માટે મજબ્ાૂર બન્યાં હતાં.


અમરેલીના રેલવે પ્રશ્ર્ને ભાવનગ2 ખાતે ડીઆ2એમ સાથે બેઠક યોજી 2જૂઆત ક2તા સાંસદ શ્રી કાછડીયા

અમ2ેલી, અમ2ેલી સંસદીય વિસ્તા2ના 2ેવે વિભાગના વિવિધ પડત2 પ્રશ્ર્નોનો સત્વ2ે નિકાલ આવે તે હેતુ થી આજ તા. 8 નવેમ્બ2ના 2ોજ અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ ભાવનગ2 2ેવે ડીવીઝન ખાતે ડી.આ2.એમ઼ શ્રી ગૌસ્વામી અને 2ેલ્વેના અધિકા2ીઓ સાથે બેઠક ક2ી ધા2દા2 2જૂઆત ક2ેલ હતી. આ તકે સાવ2કુંડલા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી જયસુખભાઈ સાવલીયા, ભાજપ આગેવાનો શ્રી બી.એમ઼ચોવટીયા, શ્રી જીવણલાલ વેક2ીયા અને શ્રી મુકેશભાઈ ધાનાણી ઉપસ્થિત 2હયા હતા. આ બેઠકમાં સાંસદશ્રીએ ખીજડીયા-અમ2ેલી-ધા2ી-વિસાવદ2 મીટ2ગેજ 2ેલ્વે લાઈનને બ્રોડગેજમાં પ2ીવતન ક2વા માટે સત્વ2ે ટેન્ડ2 પ્રક્રિયા થઈ શકે તે માટેની કાયવાહી ક2વા તથા ઢસા-ખીજડીયા- વડીયા-લુણીધા2-જેતલસ2 2ેલ્વે લાઈનના ચાલી 2હેલ કામો સત્વ2ે પૂણ થાય તે હેતુથી બંને એજન્સીઓને કડક સૂચનાઓ આપવા તથા સતત ની2ીક્ષણ 2ાખવા 2જૂઆત ક2ેલ હતી.ઉપ2ાંત સાંસદશ્રીએ અમ2ેલી શહે2ના ફાટક નં. 22 (લીલીયા 2ોડ), ફાટક નં. 23 (ચકક2ગઢ 2ોડ), ફાટક નં. 24 (સાવ2કુંડલા-અમ2ેલી 2ોડ) અને સાવ2કુંડલા શહે2ના ફાટક નં. 61, 64 અને 66 નીચે અંડ2 બ્રીઝ બનાવવા માટેની કાયવાહી ક2વા તથા અમ2ેલી તાલુકાના માળીલા ગામ પાસે આવેલ ફાટક નં. 3પ ની પહોળાઈ વધા2વા માટેની કામગી2ી સત્વ2ે પૂણ થાય તે માટે ધા2દા2 2જૂઆત ક2ેલ હતી.સાંસદશ્રીની 2જૂઆત અન્વયે ડી.આ2.એમ઼શ્રીએ જણાવેલ હતુ કે, અમ2ેલી બાયપાસ 2ોડ ઉપ2 આવેલ 2ેલ્વે ક્રોસીંગ પ2 આ2.ઓ.બી. બનાવવાનું કામ મંજુ2 થયેલ છે. જેનું કામ સત્વ2ે ચાલુ થાય તે માટેના પ્રયત્નો ચાલી 2હયા છે તથા સાવ2કુંડલા બાયપાસ ઉપ2 આવેલ 2ેલ્વે ક્રોસીંગ પ2 આ2.ઓ.બી. બનાવવાના કામે નાણાંકીય જરૂ2ીયાત વધુ હોવાથી તેની 2ીવાઈઝ દ2ખાસ્ત તૈયા2 ક2ી સ2કા2શ્રીમાં મંજુ2ી અથે મોકલેલ છે. ઉપ2ાંત ખીજડીયા-વિસાવદ2 2ેલ્વે લાઈનનું કામ સત્વ2ે ચાલુ થાય અને ઢસા-જેતલસ2 2ેલ્વે લાઈનનું કામ સત્વ2ે પૂણ થાય તેવા 2ેલ્વે વિભાગ પ્રયત્નો ક2ી 2હયુ છે અને અમ2ેલી શહે2 તથા સાવ2કુંડલા શહે2માં વિવિધ એલ.સી. ઉપ2 આ2.યુ.બી. બને તે માટેની કાયવાહી ચાલી 2હી છે.


error: Content is protected !!