Main Menu

Sunday, November 10th, 2019

 

લાઠી વિધાનસભા વિસ્તારમાં નવ વર્ષની ભેટ : રૂપિયા ૨૪ કરોડના રોડ રસ્તાઓ મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

લાઠી વિધાનસભા વિસ્તારમાં નવ વર્ષની ભેટ
રૂપિયા ૨૪ કરોડના રોડ રસ્તાઓ મંજુર કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર.
બાબરા લાઠી અને દામનગરની જનતામાં આનંદની લાગણી પ્રસરી

લાઠી વિધાનસભા વિસ્તારમાં કોઈપણ પ્રશ્ન હોય કે કોઈ રજુઆત તેનો ત્વરિત નિકાલ કરવામાં અને લોક રજુઆતને સુપેરે સફળ કરવામાં સતત મથતા જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે લાઠી વિધાનસભાની જનતા ને નવા વર્ષની ભેટ સ્વરૂપે રૂપિયા ૨૪ કરોડના રોડ રસ્તાઓ મંજૂર કરાવી આપતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ

બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્ય સરકારમાં સતત રજુઆત કરી પોતાના વિસ્તાર લાઠી બાબરા અને દામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા ૨૪ કરોડના ખર્ચે રોડ રસ્તાઓ મંજુર કરાવી નવા વર્ષની ભેટ આપતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી
જેમાં બાબરા તાલુકામાં ૧૧.૭૦ લાખના ખર્ચે ફુલજર,મોટાદેવળીયા,બળેલપીપળીયા,મિયા ખીજડિયાપાનસડા,વલારડી,પીરખીજડિયા,ઇગોરાળા,ભીલડી,નવાણીયા,ચરખાં,નિલવળા,લાલકાસમઢીયાળા,ગરણી,જીવાપર,સહિતનાં માર્ગો નવા બનશે તેવીજ રીતે
લાઠી દામનગર વિસ્તારના રોડ અને રસ્તાઓ રૂપિયા ૧૨.૧૪ કરોડના ખર્ચે નવા બનશે જેમાંભટવડર,ભંડારિયા,સુવાગઢ,ઠાહા,દામનગર,રાભડા,માલવીયા પીપળીયા,તેમજ દામનગર વિસ્તારના ધામેલ,ચાવડ શેખપીપળિયા,વીરપુરકરકોળિયા,કેરિયા,દુધાળા,સલડી, તેમજ પીપળવા આંબરડી અને ઢસા ને જોડતો સાત કિલોમીટરનો રોડ પણ રૂપિયા ૪૦ લાખના ખર્ચે ધારાસભ્ય દ્વારા મંજુર કરવાવામાં આવ્યો છે રાજયના માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તકના રોડ રસ્તાઓ કુલ રૂપિયા ૨૪ કરોડના ખર્ચે મંજુર કરાવી જોબ ફાળવી ત્વરિત કામ શરૂકરવાની સૂચના પણ સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુમર દ્વારા આપવામાં આવી છે આમ નવા વર્ષના પ્રારંભે લાઠી વિધાનસભા વિસ્તારોમાં લોકોને રોડ રસ્તાઓની ભેટ મળતા જનતામાં આનંદ જોવા મળ્યો હતો અને અને ગામના સ્થાનિક આગેવાનો દ્વારા ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો


10-11-2019


error: Content is protected !!