Main Menu

Monday, November 11th, 2019

 

બાબરાના ખંભાળા ગામે સાવજોએ મારણ કર્યુ : લોકોમાં ફફડાટ સાથે સિંહનું સ્વાગત

બાબરા,બાબરા પંથક મા છેલ્લા ત્રણ દિવસ બે થી ત્રણ સિંહ એ ધામા નાખ્યા છે ત્યારે પંચાળ વિસ્તાર માં આવેલ ખંભાળા ગામે ગઇકાલે રાત્રે બે વાગ્યે જેસાભાઇ શામજીભાઈ ધોડા, ની વાડીએ બાંધેલ વાછરડી નુ સિહે મારણ કરતા સીમ વિસ્તાર માં પોતાની વાડી ખેતર નુ રખોપું કરતા ખેડૂતો મા ફફડાટ વ્યાપી ગયો છે તેમજ પંચાળ પંથકમાં લોકો ડર નો માહોલ છવાયો છે મોટી રાત્રે આ બનાવની વન વિભાગ ને જાણ થતા અધિકારીઓ દોડી આવ્યા હતા વાછરડી નુ મારણ કરી સિંહ ત્યાંથી પલાય થય ગયો હતો છેલ્લા ત્રણ દિવસ થી કરીયાણ તાઇવદર અને હવે ગત રાત્રે ખંભાળા સુખપર ગામ તરફ સિંહ ના વાવડ મળે છે પણ સ્થાનિક તંત્ર આ બાબતે ગંભીરતા લય રહીયુ છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ કોય પગલાં નથી લેતા સિંહ બાબરા પંથક મા છે અને લોકેશન પણ છે છતા આજે ત્રીજા દિવસે પણ જીલ્લા વન વિભાગ દ્વારા કોય પગલાં લેવામાં નથી આવ્યા બાબરા લાઠી ના જાગ્રત ધારાસભ્ય વીરજીભાઇ ઠુંમર દ્વારા વનમંત્રી ને રજુઆત કરવામા છે સિંહ પ્રેમી રાત્રે પંચાળ પંથકના ગામડા ખૂંદી રહ્યા છે


શ્રી પરેશ ધાનાણીએ હેલમેટના કાયદાને આડે હાથ લીધો

અમરેલી,કુંકાવાવ ખાતે તાલુકા કોંગ્રેસના યોજાયેલા સ્નેહમીલન દરમિયાન અમરેલી પંથકમાં વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ હેલમેટના મુદાને શસ્ત્ર બનાવ્યું હતું.શ્રી પરેશ ધાનાણીએ રાજય સરકાર ઉપર અત્યાચાર, ભ્રષ્ટાચાર જેવા પરંપરાગત આક્ષેપો ઉપરાંત શ્રી ધાનાણીએ ટ્રાફીક અને હેલમેટના કાયદાને લઇને સરકાર ઉપર નિશાન સાધ્યું હતું અને કાર્યકર્તાઓની તથા આમજનતાની વેદનાને વાચા આપી હતી.આ સ્નેહમિલનમાં પરેશભાઈ ધાનાણી નેતા વિપક્ષ ગુજરાત તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા,માજી જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઈ પાઘડાળ જીલ્લા પંચાયત સદસ્ય અરવિંદભાઈ દોંગા ન્યાય સમિતિ ચેરમેન રાજેશ ભાઈ દામોદરા, તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ ગોંડલીયા ,ઉપપ્રમુખ દેવદાન ભાઈ ખાટરીયા તાલુકા પંચાયત સદસ્ય કલ્યાણ ભાઈ દેસાઈ તેમજ ન્યાય સમિતિ ચેરમેન ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય જેન્તીભાઈ, તેમજ ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


ગુજરાતની હાઇકોર્ટના સીનીયર કાઉન્સીલર સાથે પુર્વ કાયદામંત્રી

આજે ગુજરાત હાઇકોર્ટના સીનીયર કાઉન્સીલર શ્રી ભરતભાઇ પટેલ સાથે રાજયના પુર્વ કાયદામંત્રી શ્રી દિલીપ સંઘાણીએ સાંપ્રત પ્રવાહોની ચર્ચાએ કરી હતી તે તસવીરમાં નજરે પડે છે.


અમરેલી જિલ્લાભરમાં શિયાળાએ છડી પોકારી : વહેલી સવારે શિયાળાનો અહેસાસ

અમરેલી,અમરેલી જિલ્લામાં સમય અને સીઝનમાં શિયાળો દેખાયો છે. પણ ૠતુમાં હજી શિયાળાની પુરતી ઠંડક જોવા મળતી નથી. ૠતુની બદલાતી કરવટના કારણે શિયાળો ૠતુમાં હજુ મોડો શરૂ થશે. પરંતુ સમયમાં અને સીઝનમાં શિયાળો જોવા મળી રહયો છે. સાંજના 6 વાગ્યા બાદ ધીમે ધીમે અંધારૂ થતુ જાય છે. અને રાત્રી પણ લાંબી બની છે. જયારે શિયાળુ ફળમાં આંબળા, સિતાફળ, જામફળ જેવા ફળોની બજારોમાં આવક વધી છે. જયારે મીશ્રૠતુનાં અહેસાસને કારણે જામફળની હજુ ઓછા પ્રમાણમાં લોકો ખરીદી રહયા છે. શિયાળાની ઠંડક વધતા જામફળમાં મોટા પ્રમાણમાં ખરીદી નીકળશે. તેમજ આંબળાનો પણ લોકો ઠંડી ૠતુમાં વધ્ાુ ઉપયોગ કરતા હોય છે. આ સિવાય શિયાળામાં લોકો દ્વારા અડદીયા, કૌચાપાક, આંબળાનું ચવનપ્રાસ બનાવે છે. તેમજ ઠંડી ૠતુમાં શિયાળામાં શાકભાજી પણ પુષ્કળ પ્રમાણમાં આવતા લોકો લીલોત્રી શાકભાજીનો વધ્ાુ પ્રમાણમાં ઉપયોગ કરે છે.


રામ મંદિર ન બને ત્યાં સુધીની બાધા રાખી જીવ્યા ત્યાં સુધી શ્રી કિશોરભાઇ જાનીએ ચપલ ન પહેર્યા

અમરેલી,ભગવાન શ્રી રામ જન્મભુમીનો પ્રશ્ર્ન ઉકેલાઇ ગયો છે પણ આ જગ્યાએ જ મંદિર બનશે તેવી અનેક લોકોને આશા હતી અને આવા જ એક સાચા રામભકત કે જે અત્યારે હયાત નથી તેવા શ્રી કિશોરભાઇ જાનીને સૌએ આજે યાદ કર્યા હતા સ્વ. કિશોરભાઇ જાનીએ આ જ જગ્યાએ જયા સુધી રામમંદિર ન બને તેના માટે આજીવન ઉઘાડા પગે રહયા હતા.સાચા રામભકત એવા સ્વ. કિશોરભાઇ જાનીએ 1992 પછી બાધા લીધી હતી કે આ જગ્યાએ રામ મંદિર બને પછી જ પગમાં ચપલ પહેરવા અને 1992થી 2010ની સાલ સુધી કિશોરભાઇનું સ્વપ્ન પુરુ ન થયુ અને કિશોરભાઇએ ચિરવિદાય લીધી ત્યા સુધી એ બળબળતા તાપમાં વરસતા વરસાદમાં અને કડકડતી ટાઢમાં ઉઘાડા પગે કામ કરતા રહયા આ સાચા રામભકતનું સ્વપ્ન આજે પુરુ થયુ ત્યારે તેમના પરિવારને લોકોએ અભિનંદન આપી સ્વ. કિશોરભાઇને યાદ કર્યા હતા.


ચુકાદાને પગલે દિપ પ્રગટાવતા શ્રી દિલીપ સંઘાણી,શ્રી મનીષ સંઘાણી

આજે રામ જન્મભુમીનો ચુકાદો આવતા દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી તથા રાજયના મહીલા સહકારી અગ્રણી શ્રીમતી ગીતાબહેન સંઘાણી અને અમરેલી જિલ્લા સંઘના પ્રમુખ શ્રી મનીષ સંઘાણીએ સજોડે દિપ પ્રગટાવીને આનંદ વ્યકત કર્યો હતો તે તસવીરમાં નજરે પડે છે.


ચુકાદાને વધાવી અમરેલી રામજી મંદિરે વિહીપના કાર્યકરો આરતીમાં જોડાયા

અમરેલી,સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને વધાવી અમરેલીના રામજી મંદિરે યોજાયેલી આરતીમાં કાર્યકરો જોડાયા હતાં. સુપ્રિમ કોર્ટના ચુકાદાને વધાવી અમરેલી રામજી મંદિરે વિશ્ર્વ હિન્દુ પરિષદના ભરતભાઇ કાનાણી, આશીષભાઇ ગણાત્રા, પરષોતમભાઇ ડોબરીયા, રાજુભાઇ ગોહીલ, મોહનભાઇ કાલેણા, પ્રતાપભાઇ રાઠોડ, હિરેનભાઇ પોપટ, યશભાઇ ગણાત્રા, જયરાજભાઇ રાઠોડ, કૃણાલભાઇ વ્યાસ, આશીષભાઇ ગોર સહિત રામજી મંદિરે આરતીમાં જોડાઇ રામ ભગવાનને વંદન કર્યા હતા.


error: Content is protected !!