Main Menu

Tuesday, November 12th, 2019

 

13-11-2019


13-11-2019-shri ram mandir


અમરેલીમાં ઇદે મીલાદુન્નબી નિમિતે ઝુલુસ નીકળ્યું

અમરેલી,અમરેલી શહેરમાં પયગમ્બર સાહેબની 1448મી જન્મજયંતીનાં ભારે ઉત્સાહ વચ્ચે રાત્રીનાં મસ્જીદોમાં ઇબાદત, વાએજ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મુસ્લિમ સમાજનાં અગ્રણીઓ સહિત સમાજનાં લોકોએ મસ્જિદોમાં ઇબાદત કરી હતી. મહમ્મદ પયગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવા મસ્જીદોને રોશનીથી સજાવવામાં આવી હતી. સવારનાં 10:00 કલાકે અમરેલી કસબામાંથી નીજામબાપુ સૈયદ, દાદાબાપુ સૈયદની ઉપસ્થિતીમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બીરાદરો જુલુસમાં જોડાયા હતાં. આ જુલુસ મોચી બજાર, જુની દાણા બજાર, ટાવર રોડ, ચાંદની ચોક પહોંચેલ. જયાં સદભાવના ગૃપનાં અજીજભાઇ ગોરી સહિત મુસ્લિમ સમાજનાં આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાથી બહારપરા થઇ ફરી કસબામાં પહોચ્યું હતું. ટાવર રોડ પર તેમજ ચાંદની ચોક આસપાસનાં વિસ્તારમાં જુદા જુદા મુસ્લિમ સંગઠનો દ્વારા બાળકોને નાસ્તો, ગરમ દુધ, ચોકલેટ વહેંચીને પયગમ્બર સાહેબની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી.


અમરેલી તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું

અમરેલી,
અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેડૂત સંમેલનમાં ગામડાના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે ગામેગામ જય ખેડૂતોના પ્રશ્નો સાંભળી અને સરકારને આંદોલન દ્વારા ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક રીતે રજૂઆત કરવાનું ઠરાવવામાં આવ્યું કાર્યક્રમમાં પરેશભાઈ ધાનાણી મોહનભાઈ નાકરાણી દલસુખભાઈ દુધાત સાંગા ભાઈ સાવલિયા હરિભાઈ સાંગાણી તેમજ તાલુ ખાલી સાંગાકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


અમરેલી શહેરમાં ઢોર સામેની ઝુંબેશ અવિરત રખાશે : ડીવાયએસપીશ્રી રાણા

અમરેલી, અમરેલી શહેરના જીવાપરામાં બનેલી ડબલ મર્ડરવાળી ઘટના છતા પોલીસ અને પાલિકા દ્વારા લોકહિતમાં રેઢીયાળ ઢોર પકડી ડબ્બે પુરવાની ઝુંબેશ અવિરત રખાશે તેમ ડીવાયએસપીશ્રી રાણાએ પત્રકારોને જણાવ્યું હતુ. અમરેલી શહેરમાં નગરપાલિકા અને પોલીસતંત્ર લોકોને મુશ્કેલીરૂપ બનેલ રેઢીયાળ ઢોરનો પ્રશ્ર્ન ઉકેલાવા માટે મકકમ છે અને આ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે તેવા સંકેતો મળ્યા છે.


અમરેલીનાં સીટી પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા શ્રી વી.આર.ખેર

અમરેલી,અમરેલીમાં નવા સીટી પી.આઇ. તરીકે શ્રી વી.આર.ખેરની નિમણુંક કરવામા આવી હતી. પી.આઇ તરીકે ચાર્જ સંભાળાતા જ શ્રી ખેર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામા આવ્યો હતો.રવિવારનાં થયેલા ડબલ મર્ડરનાં પાંચ આરોપીઓને ગણત્રીનાં કલાકોમાં પકડી પડવામાં આવ્યા હતા.


અશ્રુધારાઓ વચ્ચે કાકા-ભત્રીજાની અંતિમયાત્રા નિકળી

અમરેલી,અમરેલીમાં ગતરાત્રીના સમયે બનેલી બેવડી હત્યાના બનાવમાં આજે મૃત્યુ પામનારા કાકા-ભત્રીજાની અશ્રુધારાઓ વચ્ચે અંતિમયાત્રા નિકળી હતી જુવાનજોધ કાકા-ભત્રીજાની એક સાથે અંતિમયાત્રામાં હૈયાફાંટ રૂદને સૌની આંખો ભીની કરી દીધી હતી ગતરાત્રીના સમયે બનેલી આ ઘટનાને પગલે ગોવિંદભાઇ ત્રાડ અને કરસશભાઇ ત્રાડના મોતથી બન્નેના બે બે મળીને ચાર-ચાર સંતાનો નોધારા થઇ ગયા હતા પશુપાલક સમાજમાં બનેલી આ ઘટનાની જાણ થતા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા રાત્રીના બનાવના સ્થળે દોડી ગયા હતા અને સતત ખડેપગે રહયા હતા અને મરનારના પરિવારને સાંત્વના પાઠવીને અંતિમયાત્રામાં જોડાયા હતા. આ બનાવની જાણ થતા માલધારી સમાજ અંતીમયાત્રામાં ઉમટી પડયો હતો અને અંતિમયાત્રા દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આ બનાવની કરૂણતા એ છે કે અમરેલીમાં ચાલી રહેલી રખડતા ઢોર હટાવવાની ઝુંબેશ દરમિયાન અસરકારક રીતે કામ થાય તેના માટે જીવાપરામાં રાત્રે મીટીંગમાં ભેગા થઇને સૌ ઢોરની સમસ્યા ઉકેલવાના હતા પણ તે પહેલા જ બનાવ બનતા ભલાભોળા માલધારી સમાજ ઉપર આભ તુટી પડયું છે.


અમરેલી શહેરમાં ડબલ મર્ડરના બનાવમાં સામસામી પોલીસ ફરિયાદો દાખલ કરાઇ

અમરેલી,અમરેલીમાં રવીવારે રાત્રીના સમયે જીવાપરામાં થયેલ ડબલ મર્ડરમાં પોલીસે સામસામા ગુના દાખલ કર્યા છે.આ બનદાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી નગરપાલીકા તથા જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા અમરેલી શહેરમાં રોડ ઉપર રખડતા ગાયો ભેંસો જેવા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ ઝુંબેશમાં ફરીયાદી ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડ ઉ.વ.23 રહે. અમરેલી જીવાપરા સોમનાથ મંદિર તથા ગોવિંદભાઇ રામભાઇ ત્રાડ અને કરશનભાઇ નનુભાઇ મકવાણા વિગેરે જોડાયા હતા. અને તેઓએ રખડતા ઢોર પકડવાની કામગીરી કરેલ હતી. આ વાતનું મન:દુખ રાખી પાંચાભાઇ ઉર્ફે પાંચુભાઇ ભીખુભાઇ રાતડીયા રહે. અમરેલી વાળાએ તેમના ભરવાડ સમાજના વોટસએપ ગૃપમાં વોઇસ મેસેજથી ગાળો આપેલ હોય. જેથી ભરવાડ સમાજમાં માલ-ઢોર રખડતા નહી મુકી દેવા અને આવા રખડતા માલ-ઢોરથી ગંભીર અકસ્માતો સર્જાતા હોય. તે અંગે સમાજમાં જાગૃતી આવે અને રખડતા માલ ઢોરને પાંજરાપોળમાં મોકલવા સહકાર આપવા માટે ગઇ કાલે તા.10/11 ની રાત્રીના અમરેલી જીવાપરામાં મચ્છુમાની વાડીએ એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ. જે મીટીંગમાં ફરીયાદી તથા આરોપી પક્ષના માણસો ભેગા થયેલ ત્યારે આરોપીઓએ એક સંપ કરી, સમાન ઇરાદો પાર પાડવા લાકડીઓ, લોખંડના પાઇપ, છરીઓ જેવા હથીયારો વડે ફરીયાદી તથા અન્ય લોકો પર જીવલેણ હુમલો કરી ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડને માથામાં લોખંડનો પાઇપ મારી જીવલેણ ઇજા કરેલ. તથા કરશનભાઇ નનુભાઇ ત્રાડ (મકવાણા)ને પડખાના ભાગે છરીનો ઘા મારી દેતા રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલ. અને ગોવિંદભાઇ રામભાઇ ત્રાડને છાતીમાં છરી મારી દેતા ઘટના સ્થળે મૃત્યુ પામેલ અને અન્ય લોકોને ઇજા કરેલ હોય ભાવેશભાઇ વશરામભાઇ ત્રાડની ફરીયાદ પરથી આ બનાવમાં સુરા વાઘા રાતડીયા, રામકુ વાઘા રાતડીયા, કરશન વાઘા રાતડીયા, હાજા વાઘા રાતડીયા, સંગ્રામ નારૂ રાતડીયા, ગોપાલ નારૂ રાતડીયા, નારૂ ભગુ રાતડીયા, કાળુ ભીખુ રાતડીયા, રાજુ ભીખુ રાતડીયા, પાંચા ઉર્ફે પાંચુ ભીખુ રાતડીયા, જાગા ઉર્ફે ગુણા ભગુ રાતડીયા, ધર્મેન્દ્ર જાગા ઉર્ફે ગુણા રાતડીયા, ભીમા ભગુ રાતડીયા સામે અમરેલી સીટી પોલીસમાં હત્યા અને હત્યાની કોશીસ તેમજ ગેર કાયદેસર મંડળી રચી ડબલ મર્ડર કરવાનો ગુન્હો નોંધાયેલ. આ બનાવમાં જીલ્લા પોલીસ વડા નીર્લીપ્ત રાય ગંભીર પ્રકારના ગુન્હામાં ગુન્હા વાળી જગ્યાની વિઝીટ કરી. ગુન્હાની વિગતોનો જીણવટભરી રીતે અભ્યાસ કરી, અમરેલી એલ.સી.બી., એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોડ, અમરેલી શહેર તથા તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુન્હાના આરોપીઓને સત્વરે ઝડપી લેવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે. ગુન્હા બન્યાના ગણતરીના કલાકોમાં મુખ્ય પાંચ આરોપીઓ સુરા વાઘા રાતડીયા, રામકુ વાઘા રાતડીયા, કરશન વાઘા રાતડીયા, જાગા ઉર્ફે ગુણા ભગુ રાતડીયા, ધર્મેન્દ્ર જાગા ઉર્ફે ગુણા રાતડીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં આરોપી હાજા વાઘા રાતડીયાને પણ ઇજા થયેલ હોય. હાલ અમરેલી સીવીલ હોસ્પિટલમાં પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. અને તેની ફરીયાદ પરથી મેપા રામ જોગસ્વા રહે. અમરેલી સહિત સાત શખ્સો વિરૂધ્ધ અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા બે આરોપીઓ મેપા રામ જોગસ્વા રહે. નાના આંકડીયા તથા સુરા કાળા મકવાણા રહે. અમરેલી વાળાને ઝડપી લેવામાં આવેલ છે. આ બનાવ અંગે ડી.વાય.એસ.પી. શ્રી રાણાએ પત્રકારોને વિગત આપી હતી. અને આ ગુન્હાની તપાસ અમરેલી સીટી પીઆઇ વિ.આર.ખેર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. વધ્ાુ કોઇ અનિચ્છનીય બનાવ ન બનવા પામે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે.


અમરેલીમાં વિસમીએ સહકારીતા પરિસંવાંદમાં શ્રી વિજયભાઇ રૂપાણી આવશે

અમરેલી,દેશભરમાં ઉજવાઇ રહેલા સહકાર સપ્તાહના સમાપન પ્રસંગે દેશના સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણીની હોમપીચ અમરેલી ખાતે અમરેલીમાં શ્ર્વેત ક્રાંતિ લાવનાર અમર ડેરીના આંગણે યોજાઇ રહેલા વિરાટ સહકારીતા પરિસવાંદની તડામાર તૈયારીઓ વચ્ચે અમરેલીમાં વિસમીએ યોજાનારા સહકારીતા પરિસંવાંદમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આવશે અને શ્રી રૂપાણીની સાથે દેશભરના સહકારી આગેવાનો પણ પરિસવાંદમાં ઉપસ્થિત રહેશે.અમરેલીની અમર ડેરીના આંગણે યોજાઇ રહેલા આ કાર્યક્રમનું આયોજન શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પરસોતમભાઇ રૂપાલા દ્વારા કરાયું છેઅને આ કાર્યક્રમના કન્વીનર અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા છે.આ કાર્યક્રમ અંગે અવધ ટાઇમ્સને વિગતો આપતા શ્રી દિલીપ સંઘાણીએ જણાવેલ કે, સહકારી સંસ્થાઓના બાર હજાર કરતા વધારે કાર્યકર્તાની ઉપસ્થિતિમાં યોજાનારા પરિસવાંદનાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી રહેશે.


12-11-2019


error: Content is protected !!