Main Menu

Wednesday, November 13th, 2019

 

લાઠી તાલુકાને નવા વર્ષે રોડ રસ્તાઓની ભેટ અર્પણ કરતા ધારાસભ્યશ્રી ઠુંમર

બાબરા,બાબરા લાઠીના જાગૃત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સતત પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યોને અગ્રતા આપી કામ કરી રહ્યા છે છેલ્લા બે વરસ દરમિયાન વિવિધ વિકાસના કામો તેમજ લોક પ્રશ્નોનો નિકાલ કરી એક જાગૃત ધારાસભ્ય તરીકેનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. હજુ થોડા દિવસો પહેલા બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં 24 કરોડના રોડ રસ્તાઓ મંજુર કરાવતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી ત્યારે આજે નવા વર્ષના પ્રારંભમાં લાઠી તાલુકાના કાચરડી થી ઢસા સુધીનો 3.75 કિલોમીટરનો રોડ 45 લાખના ખર્ચે મજુંર કરાવી તેમજ કાચરડીમાં 60 લાખના ખર્ચે સુવિધાપથ (આરસીસી)રોડ મંજુર કરાવી તેનું આજે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખાત મુરત કરી કામ શરૂ કરાવતા સ્થાનિક જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ તકે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઈ તલાવીયા,જિલ્લા પંચાયતના સભ્ય ઘનશ્યામભાઈ તેમજ ગામના સરપંચ અને સ્થાનિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા


અમરેલી સીંધી સમાજ દ્વારા ગુરૂનાનક જયંતી ઉજવાઇ

અમરેલી,અમરેલી શહેરમાં સીંધી સમાજ દ્વારા ગાંધીબાગ પાસે આવેલ શુખ અમરધામ મંદિરે ગુરૂનાનક સાહેબની 550મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. જેમાં સવારે 5 વાગ્યે પ્રભાતફેરી, 6 વાગ્યે આરતી, 7 વાગ્યે છપ્પનભોગ, 7:30 કલાકે અલ્પાહાર, બપોરે 11 કલાકે અખંડપાઠનો ભોગ, બપોરે 1 વાગ્યે લંગર પ્રસાદ, સાંજનાં 5:30 વાગ્યે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. આ શોભાયાત્રામાં સીંધી સમાજનાં પ્રમુખ હુકમતભાઇ ટીલવાણી, હરિચંદ તોતલદાસ, દર્શનલાલ મયારામ, ટોપનદાસ ટીલવાણી, સામભાઇ બદલાણી, દિલિપભાઇ શીવનાણી, ગુરૂમુખદાસ બજાજ, નારણદાસ મોટુમલ શીવનાણી, શંકરદાસ ટોપનદાસ ટીલવાણી, રમેશભાઇ ટીલવાણી,રમેશભાભા શીવનાણી, પ્રહલાદભાઇ પારવાણી, જગદિશભાઇ સાવરણીવાળા, વિનુભાઇ દુબે, જુલેલાલ યુવા મંડળ તેમજ સીંધી સમાજનાં યુવાનો ભાઇઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. બપોર બાદ સીંધી સમાજનાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી. ગુરૂનાનક જન્મજયંતી પ્રસંગમાં જોડાયા હતાં. બપોરના 1:20 કલાકે ગુરૂનાનક સાહેબનો જન્મદિવસ કેક કાપીને ઉજવ્યો હતો. રાત્રીના 9:00 કલાકે લંગર પ્રસાદમાં સીંધી સમાજ દ્વારા પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી સીંધી સમાજ, જુલેલાલ યુવક મંડળ, સુખ અમરધામ મંદિર સહિતે જહેમત ઉઠાવી હતી.


પીપાવાવ પોર્ટની ગટરમાં 3 સિંહબાળ ખાબક્યાં : રેસ્ક્યુ કરી બચાવી લેવાયાં

રાજુલા, અમરેલી જીલા ના દરિયા કાંઠે આવેલ પીપાવાવ પોર્ટ સિંહો નુ નિવાસસ્થા છે અહીં મોટા પ્રમાણ મા સિંહો સિંહણ સિંહબાળ નીલગાય દીપડા સહિત નો વસવાટ છે અને વન્યપ્રાણી નો દબદબો છે તેવા સમયે પીપાવાવ પોર્ટ દ્વારા વન્યપ્રાણી ની જાળવણી કરવા મા આવતી નથી અનેક વખત વનવિભાગ દ્વારા પોર્ટ ના ઉચ્ચ અધિકારીઓ ને સૂચના ઓ આપવા મા આવી છે તેમ છતા પીપાવાવ પોર્ટ ના પરપ્રાંતી ઓફિસરો ને સિંહો ની સુરક્ષા અને જાળવણી કરવા મા કોઈ રસ ન હોય તેમ વારંવાર ઘટના ઓ સામે આવી રહી છે અગાવ આ ગટર મા સિંહો સહિત અનેક વન્યપ્રાણી ઓ પડી ચુક્યા છે ત્યારે ફરી વાર એક એવી ઘટના બની પોર્ટ મા આવેલ સર્કલ નજીક ખુલી ગટર પ્રદુષિત પાણી ગંદકી થી ભરેલ ગટર મા સિંહબાળ ઘુસી જતા રાજુલા વનવિભાગ ની ટીમ દોડી ગઈ અને તત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાયા હતા જોકે વનવિભાગ ગણતરી ની મિનિટો મા પોહચી હેમખેમ રીતે બહાર કાઢી લીધા હતા પરંતુ પીપાવાવ પોર્ટ ના મુખ્ય સત્તાધીશો અને ઓફિસરો ને અનેક વખત રજૂઆતો કરી સૂચના ઓ વનવિભાગ એ આપી છે તેમ છતા અહીં માં ફોરેસ્ટર ગાર્ડ સહિત ના અધિકારી ઓ ને પોર્ટ ગાઢતુ નથી ત્યારે ફરીવાર સિંહો ની સુરક્ષા જોખમ મા મુકાય છે સાથે સાથે વનકર્મી ઓ મા પણ ભમુકતો રોષ પીપાવાવ પોર્ટ સામે જોવા મળી રહ્યો છે બીજી તરફ પીપાવાવ પોર્ટ ની અંદર અને આસપાસ ઉધોગો મા સિંહો નો મોટા પ્રમાણ મા વસવાટ છે ત્યારે પીપાવાવ પોર્ટ ની પણ જવાબદારી છે સિંહો ની સુરક્ષા અને તેમની જાળવણી કરવા મા પોર્ટ ની ઉદાસીનતા સામે આવી છે.


ટીંબી યાર્ડમાં રોજની 2000 મણ કપાસની આવક : ઓછા ભાવથી ખેડૂતો હેરાન પરેશાન

ટીંબી, જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે ખેડૂતોનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે અમરેલી જિલ્લાનું સૌથી નાનું માર્કેટિંગ યાર્ડ સે. જાફરાબાદ તાલુકાના 45 ગામડાઓ છે જે પૈકી 25 ગામડાઓ ટીંબી માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા જાય છે બાકીના રાજુલા તાલુકાના જાય છે પરંતુ આ યાર્ડમાં આજે બે હજાર મણ જેટલો કપાસ આવ્યો હતો પરંતુ વરસાદ માં પીળો પડી જવાથી વેપારીઓ તેમજ જિનિંગ વાળા ખરીદીમાં ખેડૂતોને આશા પ્રમાણે ભાવ આપતા નથી માત્ર 850 રૂપિયાના ભાવે જ ખેડૂતો પાસેથી કપાસ ની ખરીદી કરે છે આ પ્રશ્ને જાફરાબાદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નાજાભાઇ બાંભણિયા તેમજ ભાજપના અગ્રણીએ શ્રી મનુભાઈ વાજા કૃષિ મંત્રીને પત્ર પાઠવી જણાવ્યું કે આ વિસ્તારના ખેડૂતોને કપાસના પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી ત્યારે સરકાર દ્વારા ઉષા ભાવ કપાસ ખરીદવો જોઈએ. ખેડૂતોની મુશ્કેલીઓ હળવી કરવી જોઈએ તેમજ વધુમાં શ્રી નાજાભાઇ બાંભણિયા એ એમ પણ જણાવ્યું કે. તાલુકા કક્ષાએ ખેતીવાડી અધિકારી શ્રી જોશી છેલ્લા ઘણા સમયથી ઓફિસમાં આવતા નથી અવાર નવાર રજૂઆત ખેડૂતોને પડતી મુશ્કેલી અંગે ધ્યાન દોરવા છતાં જોષી તાલુકા કક્ષાએ આવતા નથી જેથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે માર્ગદર્શન તેમજ સહાય ફોર્મ ભરવા ધોવાણના ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડે છે. તેમના જા ભાઈ બાભણીયાએ જણાવ્યું હતું આમ યુદ્ધના ધોરણે સર્વે થાય અને ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેવી માંગણી શ્રી મનુભાઈ વાજા એ કરી હતી.


અમરેલીમાં રસ્તાના કામ માટે આજે કમીટીની બેઠક યોજાશે

અમરેલી,અમરેલીના રસ્તા માટે સરકારે નાણા આપી દીધા છે મંજુરી અપાઇ ગઇ છે પણ જેમ પાણીમાં અમરેલી હેરાન થતું હતુ તેમ રસ્તાના કામમાં પણ કોઇને કોઇ કારણે અમરેલીના રસ્તાનું કામ અટકી રહયું છે. હાલમાં અમરેલીના સાડાબાર કરોડના નવા આરસીસી રસ્તાનું કામ નમુના ની મંજુરી માટે અટકયું છે પીડબલ્યુ ડી પાલીકા અને પોલીટેકનીકના અધિકાારીઓની કમીટી નમુનાને મંજુર કરે પછી જ કામ શરૂ થશે.અમરેલીમાં રસ્તાના કામ માટે આજે આ કમીટીની બેઠક યોજાશે અને કાયમની જેમ લોટ પાણી અને લાકડા અટકાવવા માટે કલેકટરશ્રીએ નિમેલી કમીટી રેતી અને કપચીના નમુના પાસ કરે પછી જ રોડનું કામ શરૂ કરી દેવાશે આજે મળનારી કમીટીની બેઠકમાં નમુનાઓ લઇને મંજુર કરાયા બાદ કામગીરી શરૂ કરાશે અને જો શરૂ થનારા કામમાં હવે કોઇ વિઘ્ન ન આવે તો હજુ કામ શરૂ થવાને ત્રણ દિવસ તો પાકા જ ગણી લેવાના તેમ સુત્રોએ જણાવ્યું હતુ.


ખેડુતો હક માંગે છે ભીખ નહી : આજે અમરેલીમાં કોંગ્રેસનું આંદોલન

અમરેલી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની આપખુદશાહી ને કારણે બેરોજગારી અર્થે તેમની ખુવારી શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતા ખેડૂતો સાથે અન્યાયકારી વલણ, રાજ્યમાં અતિવૃષ્ટિ થી થયેલ ખેડૂતોને પારાવાર નુકશાન,આવી અનેક લોકોની સમસ્યા ઓ સામે ભાજપ સરકારની નિષ્ફળતાઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા અમરેલી ખાતે ધરણાં તેમજ રેલીનું આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં જિલ્લાભરના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકર્તા હાજર રહેવાના છે.તથા “જન વેદના” આંદોલન નાં નિરીક્ષક શ્રી ઉપસ્થિત રહી ને માર્ગદર્શન આપશે.આજે તારીખ:-13/11/19ના બપોરે 3:00 કલાકે સિનિયર સીટીઝન પાર્ક,સરદાર સર્કલ,અમરેલી ખાતે યોજાનારા કાર્યક્રમમાં ખેડુતોને ઉમટી પડવા માટે રાજયના વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ હાકલ કરી છેે.અમરેલીમાં યોજાનારા આ આંદોલનમાં શ્રી પરેશ ધાનાણી મંદી, બેરોજગારી, અતિવૃષ્ટીનું વળતર, અત્યાચાર, ભષ્ટ્રાચાર,ટ્રાફીક ટેરરીઝમ સહિતના મુદાઓ ગજવશે અને અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉમટી પડશે શ્રી પરેશ ધાનાાણીએ જણાવેલ કે, સરકારના નિયમ પ્રમાણે 120 ટકાથી વધારે વરસાદને કારણે અગિયારેય તાલુકામાં નુકસાની ગઇ છેે અને તેમાય જિલ્લાના સાત તાલુકાઓમાં તો 140 ટકા કરતા વધારે વરસકાથી અતિ નુકસાન છતા સરકાર વળતર ચુકવતી નથી ખેડુત પોતાનો હક માંગે છે ભીખ નથી માંગતો તેમ જણાવીને સરકારની શાન ઠેકાણે લાવવા માટે આજે શ્રી પરેશ ધાનાણીએ ધરતીપુત્રોને બપોરે ત્રણ વાગ્યે ઉમટી પડવા હાકલ કરી છે.


error: Content is protected !!