Main Menu

December, 2019

 

રેન્જ આઈ જી શ્રી અશોકકુમાર યાદવ અમરેલીની મુલાકાતે

અમરેલી,પોલીસ એ પ્રજા નો મિત્ર છે અને લોકો ની સુખાકારી માટે પોલીસ દિનરાત મહેનતકરી લોકો ની સુરક્ષા માટે તત્પર છે ત્યારે રેન્જ આઈજી દ્વારા હાલ 20 વર્ષ બાદ શેરી મહોલ્લા માં લોકો સુધી પહોંચી લોકો ની ફરિયાદ સાંભળવા નો નવતર અભિગમ સામે આવ્યો છે જે અંતર્ગત સાવરકુંડલા માં આજ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજુલા તથા સાવરકુંડલા ની મુલાકાતે હતા અને સાવરકુંડલા માં દલિત મહોલ્લા માં લોકો ના પ્રશ્ર્નો સાંભળ્યા હતા અને તેનું નિરાકરણ કર્યું હતું . આજ રોજ રેન્જ આઈ જી અમરેલી જિલ્લા માં પોલીસ ઇન્સ્પેકશન માં છે જે સંદર્ભે રાજુલા પોલીસ સ્ટેશન ની મુલાકાતે હતા તેમજ પોલીસ અધિકારી શ્રી ઓ દ્વારા શેરી મહોલ્લા માં પહોંચી લોકો ને સાંભળવાનો નવતર અભિગમ સાથે આજ રોજ સાવરકુંડલા ના ખોડિયાર સોસાયટી વિસ્તાર માં રૂબરૂ પહોંચ્યા હતા અહીં દલિત સમાજ ની વસ્તી છે જેથી તમામ દલિત અગ્રણી ઓ નાં પ્રશ્ર્નો સાંભળ્યા હતા અને નિરાકરણ કર્યું હતું ત્યારે પોલીસ દ્વારા લોકો ની સુખાકારી માટે શેરી મહોલ્લા માં પહોંચી લોકો ના પ્રશ્નો નું નિરાકરણ કરવાની પહેલ થી લોકો એ રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યારે અહીં અમરેલી એસપી નિર્લિપ્ત રાયની ભારો ભાર લોકોએ પ્રશંસા કરી હતી અને તેમની કામગીરી ને ખૂબ બિરદાવી હતી. ખાસ કરી અમરેલીમાં અનેક મોટા ગુન્હાહિત પ્રવૃત્તિ ધરાવનારા ભૂ માફિયા ઓ બુટલેગરો સામે કાયદા નું શસ્ત્ર ઉઠાવી અનેક ને જેલ ભેગા કરી અમરેલી જિલ્લા ને ક્રાઇમ મુક્ત કર્યો છે અને લોકો ની સુખાકારી વધી છે ત્યારે અમરેલી પોલીસ હવે શેરી માહોલા માં પહોંચી ને લોકો ની ફરિયાદ નું નિરાકરણ કરવાની મહેનત રંગ લાવી રહી છે અને લોકો અમરેલી પોલીસ અધિકારી રેન્જ આઈજીની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલા માં આજ રોજ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એસપી અમરેલી નિર્લિપ્ત રાયએ એસપી પ્રેમસુખ ડેલું, એ.એસ.પી.અગ્રવાલ, ડી વાઇએસપી ચૌધરી સાવરકુંડલા ટાઉન પી આઈ મકવાણા, એલ.સી.બી.પી.આઈ કરમટા, એસ ઓજી અમરેલી તથા સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ તેમજ એડવોકેટ હિંમતભાઈ બગડા, 1008 ગોવિંદરામ બાપુ, ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ ડોબરીયા, પત્રકાર મિત્રો સહિત અનેક એડ્વોકેટ યુવાન મિત્રો આ કાર્યક્રમ માં જોડાયા હતા.


વડિયાનાં તોરી ગામે દીપડાને કારણે ફફડાટ : ધરતીપુત્રોમાં ભારે આક્રોશ

તોરી,બગસરામાં દીપડાએ હાહાકાર મચાવ્યાં બાદ તેનો ઉપદ્રવ યથાવત છે. હવે તે બગસરા ઉપરાંત કુંકાવાવ તરફ દેખાવા લાગ્યા છે.
વડીયા તાલુકાના તોરી ગામે લીમડેશ્ર્વર મહાદેવના મંદિર અને જુના નાજાપુર રસ્તા પર આવેલ ખેતરોમાં અશોકભાઇ ધીરૂભાઇ વેકરીયા અને મનસુખભાઇ કેશુભાઇ હીરપરાના ખેતરમાં વાવેલ એરડીમાં દીપડો જોવા મળતા ખેતીકામ કરતા મજુરો અને ખેડુતોની નજરે ચડતા ઝુપડા તરફ દોટ મુકી હતી. આ અંગે કુંકાવાવ વન વિભાગને અને અમરેલી વન વિભાગને જાણ કરવા પ્રબંધ કરાયો હતો અને ઇમરજન્સી 100 નંબરની મદદ માંગેલ હોય પણ કોઇ મદદ નહી મળતા ખેત મજુરો અને ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. તુરંત મદદ કરવા લોક માંગણી ઉઠી છે.


રાજુલા માર્કેટયાર્ડમાં મગફળી રિજેક્ટ થતાં મામલો વણસ્યો

રાજુલા, રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે 9 જેટલા ખેડૂતો ની મગફળી રિજેક કરતા રોષ જપવા મળ્યો હતો અહીં અલગ અલગ ગામો ના ખેડૂતો મોટી સંખ્યા માં એકઠા થયા હતા અને મગફળી રિજેક કેમ કરી તેવા સવાલો ઉઠાવ્યા હતા અને લોકો ના ટોળા એકઠા થયા હતા સાથે સાથે ખેડૂતો એ અહીં લગાવેલ ઇલોક્ટ્રિક કાંટા સામે પણ સવાલો ઉઠાવી શંકા દર્શવાઈ હતી જોકે અહીં લગાવેલ કાંટા માં સિલ્ડ તૂટેલું હોવાને કારણે ખડૂતો એ શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરાયો છે સાથે સાથે અહીં ખરીદી અધિકારી માલકિયા પણ દોડી આવ્યા હતા અને જે સડેલી મગફળી છે તેને રિજેક કરી હોવાનું કહ્યું હતું સાથે સાથે અહીં ના ખેડૂતો ને સમજાવટ નો પ્રયાસ પણ કર્યો હતો જોકે અહીં આવેલા ખેડૂતો મોટી સંખ્યા માં એકઠા થતા અને કાટો બદલવવા ની ઉગ્ર માંગ કરી આ કાંટા નું શિલ્ડ કોને તોડ્યું અને શા માટે તોડ્યું કોણ જવાબદાર આ પ્રકાર ની અનેક શંકા દર્શવવા માં આવી હતી.
જોકે થોડીવાર માટે અહીં મગફળી ખરીદી અટકી પડી હતી જોકે ત્યાર બાદ ફરી રાબેદમુજબ ખરીદી શરૂ કરાય હતી જોકે સમગ્ર મામલા ની જાણ થતા ડિરેક્ટર રમેશભાઈ કાતરીયા અહીં દોડી આવ્યા હતા અને ખેડૂતો ની મામલે અહીં આગેવાની લીધી હતી.


ઝારખંડ વિધાનસભા મહાગઠબંધનની જીતથી રાજીપો વ્યક્ત કરતા ધારાસભ્યશ્રી વિરજીભાઇ

અમરેલી,81 સીટો વાળી ઝારખંડ વિધાનસભાની ચુંટણીમાં હેમંત શોરેનના નેતૃત્વ હેઠળનો ઝારખંડ મુક્તિ મોરચો, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના મહાગઠબંધનની જીતથી ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મરે રાજીપો વ્યક્ત કરી એક નિવેદનમાં જણાવેલ છે કે. છેલ્લા એક વર્ષમાં એક પછી એક એમ પાંચ રાજ્યો ભાજપના હાથમાંથી સરકી જતા કોંગ્રેસ મુક્ત ભારતનું સપનુ જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપ મુક્ત ભારતની ચિંતા થવા લાગી છે. વધ્ાુમાં જણાવેલ કે ઝારખંડની ચુંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમીત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી. ચડ્ડા, સૌરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત કેન્દ્રીય પ્રધાનો અને ઝારખંડ ભાજપના તમામ નેતાઓએ શામ,દામ,દંડ અને ભેદ સહિત તમામ શક્તિઓ કામે લગાડી હતી. અને 65 સીટો જીતવાનો દાવો કરતા હતા તે ખોટો સાબીત થયો છે. તેની જવાબદારી ઝારખંડ ભાજપના આગેવાન અને તત્કાલીક મુખ્યમંત્રી રઘુવરદાસના માથે નાખવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમીત શાહે સ્વીકારવુ જોઇએ.


અમરેલી વિહિપનાં શ્રી વેકરીયાનું નિધન થતાં શોકાંજલી અર્પણ

અમરેલી વિશ્ર્વ હિંદુ પરિષદનાં મનુભાઇ વેકરીયાનું નિધન થતાં વિશ્ર્વ હિંદુ પરિષદ સહિતનાં સંગઠનોનાં આગેવાનો અને કાર્યકરોએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. તે વેળાએ ડો.ભાનુભાઇ કિકાણી, હસમુખ દુધાત,ભરત કાનાણી, રશ્મિનભાઇ ત્રીવેદી તસવીરમાં નજરે પડે છે.


કુંકાવાવ, ગોંડલ વચ્ચે સિંહ જોવા મળ્યો

તોરી જીલ્લાના બગસરા તાલુકામાં દીપડાએ પશુઓ તેમજ માનવીઓ ઉપર હુમલાના બનાવો સતત વધતા જાય છે ત્યારે આજે સાંજના સમયે વડીયા નજીક આવેલ તોરી અને નાજાપુર ગામ વચ્ચે આવેલ અશોકભાઇ વેકરીયાની વાડીમાં દીપડો જોવા મળ્યો હતો. આ બાબતે અમરેલી ખાતે આવેલી વન વિસ્તરણ વિભાગની કચેરીને આ બાબતે પુછપરછ કરતા તેઓની પાસે કોઇ પણ પ્રકારની વિગત ન હોવાનું કર્મચારીઓએ જણાવ્યુ હતુ. સાથો સાથ આ કર્મચારીએ એમ પણ જણાવ્યુ હતુ કે ગઇ કાલે ગોંડલ અને કુંકાવાવની વચ્ચે આવેલ સાંથણી ગામની સીમમાં સિંહ દેખાયો હતો. અને વન વિભાગના કર્મચારીઓ આ સિંહ ક્યા સ્થળે જઇ રહયો છે તેની પાછળ કામે લાગી ગયા છે.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જીલ્લામાં અને તેમાય તે ખાસ કરીને બગસરા પંથકમાં દીપડાએ માજા મુકી હોય તેમ પશુઓ તેમજ માનવીઓ પર અવાર નવાર હુમલાઓ કર્યાના બનાવો બહાર આવ્યા છે ત્યારે આજે સાંજના સમયે વડીયા નજીક આવેલ તોરી અને નાજપુર ગામની સીમમાં આવેલ અશોકભાઇ વેકરીયાની વાડીમાં સાંજના સમયે દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો. આ બાબતે અમરેલી વન વિસ્તરણ વિભાગની કચેરીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે તોરી અને નાજાપુર ગામ વચ્ચે દીપડો દેખાયો હોવાના કોઇ સમાચાર અમારી પાસે નથી આ ઉપરાંત ગઇ કાલે ગોંડલ તેમજ કુંકાવાવની વચ્ચે સાંથણી ગામ પાસે સિંહે દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો હતો.


અમરેલી જીલ્લાના 65 હજાર ખેડુતોના ખાતામાં આજથી વળતર જમા થઇ જશે

અમરેલી,અમરેલી જીલ્લામાં છેલ્લે કમોસમી વરસાદ પડવાના કારણે ખેડુતોના ઉભા પાકને તેમજ મગફળીના પાથરાને સારૂ એવુ નુકશાન થતા ખેડુતોની આર્થિક સ્થિતિ બેહાલ બની ગઇ હતી. ખેડુતોને સહાય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કિસાન સાહય યોજના જાહેર કરી હતી. જે અંતર્ગત અમરેલી જીલ્લામાં 1 લાખ 52 હજાર ખેડુતોએ અરજીઓ કરી હતી જેમાંથી 60 હજાર જેટલી અરજીઓ મંજુર થઇ જતા તેમાંથી 31 હજાર જેટલા ખાતેદાર ખેડુતોના ખાતામાં આજ રાતથી નાણા જમા થઇ જશે તેમજ આ રકમ અંદાજે 55 કરોડ જેવી છે તેમ અમરેલી જીલ્લા પંચાયતના ઉચ્ચ સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં છેલ્લા કેટલાક મહીના પહેલા અમરેલી જીલ્લામાં તેમજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડુતોનો ઉભો પાક તેમજ મગફળીના પાથરા તથા કઠોળના પાકને અતિવૃષ્ટિના કારણે ખેડુતોને ભારે નુકશાન વેઠવુ પડયુ હતુ. અમરેલી જીલ્લામાં આજથી 6 દિવસ પહેલા 2 લાખ 65 હજાર ખેડુત ખાતેદારમાંથી આજ દિન સુધીમાં 1 લાખ 52 હજાર ખાતેદાર ખેડુતોની અરજીઓ આવેલી છે. આ તમામ અરજીઓને તાત્કાલીક વળતર મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી આજ દિન સુધીમાં 31 હજાર 267 ખાતેદાર ખેડુતોના બીલ બની ગયા છે. અને આ રકમ 26 કરોડ 82 લાખની થવા જાય છે. આ કિસાન સહાય યોજના અંતર્ગત અમુક ખેડુતોને રૂા. 4000 સુધીનું તથા કેટલાક ખેડુતોને રૂા. 6800 સુધીની સહાય મળવા પાત્ર છે. આ તમામ ખેડુતોના બેંકના ખાતામાં આજ રાતથી આ રકમ જમા થઇ જશે. તેમ અમરેલી જીલ્લા પંચાયતના ઉચ્ચ સુત્રોએ જણાવ્યુ હતુ. આ ઉપરાંત બાકી રહેતા 30 હજાર જેટલા ખેડુતોની અરજીઓના બીલ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે એક બે દિવસમાં પુર્ણ થઇ જતા આ ખેડુતોના ખાતામાં પણ નાણાની રકમ જમા થઇ જશે. જ્યારે આ યોજના અંતર્ગત આવતી કાલે માર્કેટ યાર્ડ નવાગામ રોડ ગારીયાધાર ખાતે ખેડુત સંમેલન તેમજ ખુશી સહાય પેકેજ વિતરણનું કાર્યક્રમ યોજાનાર છે. જેમાં રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ અને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા યાત્રાધામ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાશે. જેમાં કૃષી સહાય પેકેજ યોજનાના ત્રણ સ્ટેજના તેમજ ટેકાના ભાવે મગફળીની ખરીદીના લાભાર્થીઓને નાણાની રકમ ચુકવવામાં આવશે.


અમરેલી જીલ્લામાં લગ્ન નોંધણીને કાબુમાં લેવા વહીવટી તંત્ર આકરા પાણીએ

અમરેલી,
અમરેલી જીલ્લાના કુંકાવાવ, વડીયામાં જીલ્લા બહારના વિસ્તારો જેવા કે પાલનપુર, અંબાજી, નવસારી, સુરત, મોરબી સહિતના શહેરોમાંથી લગ્નની નોંધણી કરાવવા માટે નવ દંપતીઓ અહીંયા દોડી આવતા હતા. આ સમગ્ર પ્રકરણ છાશવારે ચમકતા હવે આ બંને તાલુકાઓમાં લગ્ન નોંધણી કરાવવા માટેનો ઘસારો ઓછો થઇ ગયો હોય તેમ હવે નવયુગલોએ લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નવા તાલુકાની એટલે કે હવે ચિતલમાં લગ્ન નોંધણી કરાવવા માટે જઇ રહયા છે. જેમાં ગઇ કાલે જ એક કિસ્સો ઝડપાયો હતો. આ અંગે જીલ્લા પંચાયતના ઉચ્ચ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગેરકાયદેસર લગ્નની નોંધણી કરાવવા માટે આવતા નવયુગલોના કોર્ટના લગ્નના કાગળો ચેક કરવા માટે તેમજ જો એકજ ગોર મહારાજ પણ જો આવા લગ્નની વિધીમાં સામેલ હશે તો તેમની સામે પણ કાયદાકીય પગલા લેવામાં આવશે તેમ જીલ્લા પંચાયતના ઉચ્ચ સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જીલ્લામાં કુંકાવાવ, વડીયા તેમજ હવે ચિતલમાં પણ લગ્ન નોંધણી કરાવવા માટે નવયુગલો આવી રહયા છે. અને આ બાબતે જીલ્લા પંચાયતના નવા આવેલા અને કડક અને પ્રમાણીકતાની છાપ ધરાવતા તેમજ કોઇની શેહ શરમ નહી રાખનાર તેવા બાહોશ જીલ્લા વિકાસ અધિકારી તેજશ પરમાર આ બાબતે કોઇ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેશે નહી સાથો સાથ હવે પછી અમરેલી જીલ્લામાં લગ્નની નોંધણી કરાવવા માટે તલાટી મંત્રીઓએ લગ્ન કરનાર નવયુગલોના કોર્ટના કાગળો ચેક કરવા માટે આગ્રહ રાખવાનો રહેશે. અને જો આવા યુગલો પાસે કોર્ટના કાગળો નહી હોય તો તેવા યુગલોને લગ્ન નોંધણીનું સર્ટીફીકેટ આપતા પહેલા ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન મેળવવાનું રહેશે સાથો સાથ આવા લગ્ન કરાવનાર જો એકજ ગોર મહારાજ માલુમ પડશે તો તેમની સામે પણ કાયદાકીય પગલા લેવામાં આવશે તેમ જીલ્લા પંચાયતના ઉચ્ચ સુત્રોએ જણાવ્યુ હતુ.


અમરેલીમાં નાગરિક સમિતિ દ્વારા વિશાળ નાગરિકતા સમર્થન રેલી

અમરેલી,ભારત સરકારે પડોશી દેશોના લઘુમતી સમુદાયના બંધ્ાુઓ માટે નાગરીકતા સંશોધન અધિનીયમ બનાવીને ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગોના તેમના ઐતિહાસીક ભાષણમાં ભારતની ઓળખ આપતા કહેલુ કે મને ગૌરવ છે કે હું એવા રાષ્ટ્રનો પ્રતિનિધી છુ કે જેમણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રીત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશોના લોકોને આશ્રય આપ્યો છે. આજે ભારતે પડોશી દેશોના ત્રાહીત શરણાર્થી અલ્પસંખ્યકો હિંદુ, શીખ, બૌધ્ધ, જૈન અને ઇશાઇ, પારસીને નાગરિકતા આપતો કાયદો બનાવી ભારતીયતાના પુનર્જાગરણનો પરિચય આપ્યો છે. પાડોશી દેશોના લઘુમતી શરણાર્થીઓને નાગરિકતા આપતા કાયદા માટે ભ્રમ ફેલાવીને અને દેશના મુસ્લિમોને ઉશ્કેરીને આ કાયદાનો વિરોધ કરનારા દેશના સંવિધાનની અવમાનના કરી રહયા છે. સંસદના બંને સદનોમાં બહુમતીથી પસાર થયા બાદ રાષ્ટ્રપતીની સહી સાથે નાગરિકતા અંગેનું આ સંશોધન કાયદો બન્યો છે. ત્યારે પડોશી દેશોના ત્રાહીત લઘુમતીઓને નવુ જીવન આપનાર આ કાયદાનો વિરોધ એ માનવતાનો વિરોધ છે. અંગ્રેજોએ ભારતને ગુલામ રાખી સતા સુખ ભોગવવા દેશના હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે અવિશ્ર્વાસ અને પરસ્પર ડરનો માહોલ ઉભો કરેલો. દુનિયા પર પરોક્ષ આધિપત્ય અને ભારતને નિર્બળ બનાવવાની મહેચ્છા ધરાવતી વિદેશી તાકતો આજે પણ દેશના સતા લાલચુ અને સ્વાર્થી તત્વોને હાથા બનાવી ભારતના મુસ્લિમોને ઉશ્કેરી રહી છે. એટલે જ દિલ્હીની જામીયા મિલીયાના કેટલાક તોફાની તત્વોના સમર્થનમાં હાવર્ડ, ઓક્ષ્ફર્ડ અને એમ.આઇ.ટી. જેવી દુનિયાની યુનીવર્સીટીઓએ કાર્યક્રમ કર્યા છે. ભારતના પડોશી દેશોમાં લઘુમતીઓનું શોષણ જગ જાહેર છે. 1950 માં પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ 23 ટકા હતા જે આજે માત્ર 3 ટકા બચ્યા છે. બાંગ્લાદેશમાં 1947 માં 30 ટકા હિંદુ હતા જે આજે માત્ર 8.6 ટકા છે. 2012 ના એક રીપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં 70 ટકા લઘુમતી મહિલા શોષણનો ભોગ બને છે. એટલા સિંધમાં જ દર મહિને 20 થી 25 છોકરીઓનું અપહરણ કરી તેમનું બળ જબરીથી ધર્માતરણ કરવામાં આવે છે. પાડોશી દેશોની આવી નરકતની જીંદગીથી ભાગીને ભારત આવનારા આ બંધ્ાુઓને અહીં પણ છુપાઇને મજબુરીની જીંદગી ગાળવી પડતી હતી. આવા લાખો બંધ્ાુઓને સન્માન આપનાર નાગરિકતા સંશોધન અધિનિયમનું સંવિધાન બચાવો સાથે નાગરીક સમિતિ અમરેલી તેમનું સમર્થન કરે છે. તેના સમર્થનમાં અમરેલી હીરામોતી ચોકથી રેલી સ્વરૂપે સંઘ, ભાજપ, વિશ્ર્વ હિંદુ પરીષદ સહિતના આગેવાનો સાંસદ નારણભાઇ કાછડીયા, પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડ, વી.વી. વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઇ હીરપરા, મહામંત્રી કૌશીકભાઇ વેકરીયા, વી.હી.પ.ના હસમુખભાઇ દુધાત, ભરતભાઇ ટાંક, રવુભાઇ ખુમાણ, પ્રકાશભાઇ કારીયા, જીજ્ઞેશગીરી ગોસાઇ, બાવકુભાઇ ઉધાડ, ભરતભાઇ કાનાબાર, ભરતભાઇ ગાજીપરા, ડો. જી.જે. ગજેરા, અશ્ર્વિભાઇ સાવલીયા, તુષારભાઇ જોષી, સંજય રામાણી, ભરત કાનાણી, પીન્ટુભાઇ કુરૂંદલે, વસંતભાઇ મોવલીયા, જીતુભાઇ ડેર, વિગેરેની ઉપસ્થિતી ભાજપ મહીલા મોરચાના રેખાબેન માવદીયા, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોંડલીયા, મધ્ાુબેન જોષી સહિત મહિલા મોરચો રેલીમાં જોડાઇ સુત્રોચ્ચાર કરી અધિક કલેકટર એ.બી. પાંડોરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.


25-12-2019


error: Content is protected !!