Main Menu

Monday, December 2nd, 2019

 

અમરેલીમાં યુવક કોંગ્રેસની કારોબારી બેઠક મળી

અમરેલી,અમરેલીમાં યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા યુવક કોંગ્રેસ કારોબારીની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં આગામી દિવસોમાં યુવાનો તથા ખેડુતોલક્ષી કાર્યક્રમો આપવા વિસદ ચર્ચા વિચારણા કરી હતી. અને ખેડુતો તથા વિદ્યાર્થીઓને હાલ સરકાર દ્વારા અન્યાય થઇ રહયો છે તેથી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. આ કારોબારી બેેઠકમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસનાં આગેવાન પરેશભાઇ ભુવા સહિત ઉપસ્થિત રહયા હતાં.


રાજુલા બારએસોસિએશનનાં હોદેદારોની સર્વાનુમતે વરણી

રાજુલા, અમરેલી જીલા મા આવેલ રાજુલા કોર્ટ અતિ મહત્વ ની મનાય છે તેના બાર એસોસિએશન ની આજે એક અગત્ય ની બેઠક મળી હતી અને સર્વાનુમતે ફરીવાર આજે હોદેદારો ની વરણી કરાય છે
જેમા સમગ્ર રાજુલા જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ડ ના નામાંકિત વકીલો ના હોદેદારો ની સર્વાનુમતે વરણી કરવા મા આવી છે જેમા બાર એસોસિએશન પ્રમુખ કનુભાઈ કામળીયા,ઉપપ્રમુખ શૈલેષભાઇ ચાવડા,સેક્રેટી મુનાફભાઇ જોખીયા,સેક્ટરી રણજીતભાઈ ગુજરીયા,ખજાનસી જીજ્ઞેશભાઈ હાનાણી સહિત ના પ્રતિષ્ઠિત એડવોકેટ ને મહત્વ ની જવાબદારી સોપાય છે અને આ બેઠક મા રાજુલા ના તમામ વકીલો ની હાજરી વચ્ચે સર્વાનુમતે વરણી કરવા મા આવી છે જોકે રાજુલા બાર એસોસિએશન મા દર વર્ષે આજ પ્રકારે સર્વાનુમતે વરણી જોવા મળી રહી છે સાથે સાથે તમામ વકીલો એ આ ટીમ ને આવકારી લીધા હતા અને ખૂબ ખૂબ શુભેચ્છા ઓ પાઠવી હતી.


દેશભરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ એકજ નામે ઓળખાશે :શ્રી ભરત ટાંક

અમરેલી,નાઘેર પંથકના ના સનવાવ ગામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના સમુહલગ્નોત્સવમાં જાણીતા સામાજીક આગેવાન શ્રીમતી ઉર્વીબહેન તથા શ્રી ભરત ટાંકે અનોખી પહેલ કરી છે તેમણે શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજને એક તાતંણે બાંધવાની ઐતિહાસિક પહેલ કરી છે.અત્યાર સુધી ગુજરાતમાં અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ સંગઠનો જુદા જુદા નામે ચાલતા હતા એકલા ગુજરાતમાં જ 16થી 17 લાખની વસતી ધરાવતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજને એક કરવાના ભાગરૂપે દેશભરમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ હવેથી એક જ નામે ઓળખાશે તેમ સનવાવ ખાતે 40 નવદંપતિઓ વિવાહ બંધનમાં બંધાયા હોય તે સમારોહમાં શ્રી ભરત ટાંકે આહવાન કર્યુ હતુ.શ્રી ભરત ટાંકના આ આહવાનને જુનાગઢ મેયર શ્રી ધીરૂભાઇ ગોહીલ તથા પંદર હજાર જ્ઞાતિજનોએ સમર્થન આપીને હર્ષભેર વધાવી લીધ્ાું હતુ. સમુહલગ્નમાં જોડાઇ અને ખોટા ખર્ચાઓ બંધ કરવાની પહેલ કરતા શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનો 1995માં ઓબીસીમાં સમાવેશ કરવા માટે શ્રી ધીરૂભભાઇ ગોહીલે ભગીરથ પ્રયાસ કર્યો હતો તેને યાદ કરતા શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંકે જણાવેલ કે, આપણા સમાજને ઓબીસીના જેટલા રાજકીય, સરકારી અને સમાજીક લાભ મળે છે તેનો બહોળો લાભ લો અવિરત વિકાસ અને ભગીરથ પ્રયાસના સુત્ર સાથે અમરેલીમાં તા. 22મી ડીસેમ્બરે કુ.પ્રેક્ષા ઉર્વી ભરત ટાંક દ્વારા સંકલ્પ કરાયો છે અને ભગીરથ મહાસંમેલન પ્રેરિત જ્ઞાતિ ગુજરાત ગૌરવ દિવસ ઉજવાશે આ ભગીરથ મહાસંમેલન માટે શ્રી સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ તથા યુથ ઓફ યુનાઇટેડ ગ્લોબલ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે.


અમરેલી જિલ્લામાં શિક્ષકોએ ધરણા યોજી આવેદનપત્રો આપ્યાં

અમરેલી,રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અપાયેલા રાજય વ્યાપી એલાન મુજબ અમરેલી જિલ્લાનાં શિક્ષકોએ ધરણા યોજી આવેદન પત્રો આપ્યા હતાં. અમરેલી જિલ્લામાં અમરેલી, કુંકાવાવ, રાજુલા, બાબરા સહિત જિલ્લાભરમાં તાલુકા મથકોએ શિક્ષકોએ એકત્ર થઇ પ્રતીક ધરણા કર્યા હતાં. પ્રાથમિક શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓ મુદે ઉકેલ ન આવતા પ્રાથમિક શિક્ષકોએ આંદોલનનો બુંગીયો ફુંકયો હતાો. શિક્ષકોનાં પ્રશ્ર્નો જેવા કે શિક્ષકોનાં ગ્રેડ, પીએફ, શાળા મર્જ, પેન્શન યોજનાં, ફાજલ સહિતનાં પ્રશ્ર્નો નહિ ઉકેલાતા ધરણા યોજી આવેદન પત્રો પાઠવ્યા હતાં. અને રજુઆતો કરી હતી.
અમરેલી
અમરેલી તાલુકા સંઘ દ્વારા અમરેલી મુકામે એક દિવસીય પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષકોને થતા અન્યાય જેવા કે 4200 ના બદલે 2800 નો ગ્રેડ પે , જૂની પેંશન યોજના બંધ કરી , શિક્ષણ સિવાય ની વધારાની કામગીરી જેવા પ્રશ્નો મુદ્દે આજે ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અમરેલી તાલુકા સંઘ ના પ્રમુખ સુરેશભાઈ સાસકીય , મંત્રી રસિકભાઈ મહેતા, રાજ્ય સંઘ ના પ્રતિનિધિ ભાવનાબેન પટેલ, અમરેલી શિક્ષક સહકારી મંડળી ના પ્રમુખ આનંદભાઈ ભટ્ટ , બીઆરસી , કારોબારી સભ્યો સંજયભાઈ, શારદાબેન, વિજયભાઈ , અંબરીશભાઈ રાજ્યગુરૂ તેમજ બહોળી સંખ્યા માં શિક્ષકો હાજર રહા હતા. આ ધરણા બાદ મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી પોતાની રજૂઆત સરકાર માં રજૂ કરી હતી.
આમ અમરેલી તાલુકા સંઘ ના કારોબારી સભ્ય અંબરીશભાઈ રાજ્યગુરૂ ની યાદી જણાવે છે.
રાજુલા
રાજુલામાં શિક્ષકોએ ધરણા કરી આવેદન પત્ર આપ્યું હતું. પોતાની વિવિધ માંગણીઓ અંગે ઉકેલ ન આવતા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક રાજ્યોના શિક્ષકોને ભેગા થઇ 5 ઓકટોબર 2017 ના દિલ્હી જંતર મંતર ખાતે એક દિવસના ધરણાનો કાર્યક્રમ આપેલ અને સરકારને ચેતવણી આપીને કહેવામાં આવેલ કે. જો આ બાબતમાં કોઇ કાર્યવાહી નહી થાય તો બધા રાજ્યોના શિક્ષકો નવા ઉત્સાહ અને એકજુટતા સાથે ફરીથી આંદોલન પ્રદર્શન કરશે. પરંતુ સરકારશ્રીના ઉદાસીન વલણના કારણે અ.ભા.પ્રા.શિ. સંઘને ફરીથી આંદોલનનો આશરો લેવા મજબુર કર્યા છે. જેથી જુદા જુદા સ્તરે તાલુકાથી લઇ રાષ્ટ્રીય લેવલ સુધી આંદોલનની રૂપરેખા શરૂ કરી આ આંદોલન 23 નવેમ્બર 2019 થી શરૂ કરી 27 ફેબ્રુઆરી 2020 સુધી ચાલશે. જેથી શિક્ષકોના જુદા જુદા પ્રશ્ર્ને ધરણાના કાર્યક્રમો યોજી મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવેલ છે. તેમ જણાવ્યું હતું.
કુંકાવાવ
કુંકાવાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના જુદા જુદા પ્રશ્ર્ને ધરણાના કાર્યક્રમો યોજી મામલતદારશ્રીને આવેદન પત્ર પાઠવેલ છે. જેમાં જુની પેન્શન યોજના તાત્કાલીક શરૂ કરી, છઠ્ઠ પગારપંચની વિસંગતતાઓ દુર કરી સાતમા પગારપંચની સંપુર્ણ અમલવારી તા.1/1/16ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાન રીતે લાગુ કરી, દેશના બધા રાજ્યોના ફિક્સ પગારી શિક્ષકો, પેરા ટીચર્સ, શિક્ષક સહાય, વિદ્યા સહાયક, ગણ શિક્ષકો અથવા નિયોજીત શિક્ષકોને 31 માર્ચ 2021 પહેલા એક સરખુ વેતન આપવામાં આવે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિમાં શિક્ષકને હાનિકર્તા બાબતો દુર કરી, શિક્ષક લાયકાત માટે લેવાતી પરિક્ષાઓ શિક્ષક કોર્ષ માટેની પરીક્ષા પહેલા પુર્વ આયોજન થાય તેમ કરવુન તેવુ જણાવેલ છે.
બાબરા
બાબરામાં તાલુકા શિક્ષક સંઘ દ્વારા મામલતદાર કચેરીમાં ધરણા કાર્યક્રમ યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ વીંછીયાની આગેવાની હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જે.ડી.આહીર મહામંત્રી સંજયભાઈ વસાણી સહિતના તાલુકાના તમામ શિક્ષક ભાઈઓ બહેનો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા અને ઇન્ચાર્જ મામલતદાર અશોકભાઇ મકવાણા ને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ ને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂ કરવા જણાવ્યું હતું.


error: Content is protected !!