Main Menu

Tuesday, December 3rd, 2019

 

2ાષ્ટ્રિય કાર્યકા2ી અધ્યક્ષ જે.પી.નડૃા, મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે શ્રી દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત

અમ2ેલી,2ાષ્ટ્રિય-આંત22ાષ્ટ્રિય સહકા2ી પ્રવૃતિઓ અને ગ્રામીણ ક્ષેત્રમા તેની ભૂમીકા સાથે ભા2તીય જનતા પક્ષના 2ાષ્ટ્રિય કાર્યકા2ી અધ્યક્ષ જે.પી.નડૃા અને મહામંત્રી ભૂપેન્ યાદવ સાથે દિલ્હી ખાતે ઈફકોના વાઈસ ચે2મેન, પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત યોજાયેલ. દેશના વિકાસ માટે સહકા2ી ક્ષેત્ર પણ એક મહત્વનુ અંગ હોવાથી તેની પવૃતિઓ અને ગ્રામ્ય વિસ્તા2મા તેની અસ2ો બાબતે જાણકા2ીઓ મેળવવા સાથે બન્ને આગેવાનોએ તાજેત2મા સહકા2 સપ્તાહના સમાપન અવસ2ે અમ2ેલી ખાતે યોજાયેલ સહકા2 પિ2સંવાદની સફળતા બદલ સંઘાણીને અભિનંદન પાઠવ્યા હતા.


બગસરાના હડાળા ગામે કમોસમી વરસાદથી નુકસાન થતા રોષીત બનેલા ખેડૂતોએ કપાસ સળગાવી નાખ્યો

ખારી ,આ છે.. બગસરા તાલુકાના હડાળા ગામના ખેતરો…અહીંના ખેડૂતોએ સારો વરસાદ પડતા જ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું…પરંતુ સતત પડેલો ભારે વરસાદે અહીંના ખેડુતોને મુશ્કેલીમાં મૂકી દીધા…અહીંના ખેતરમાં ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદને કારણે કપાસ ના પાકને માઠી અસર થઈ હતી તેમજ ખેડૂતોના કહેવા પ્રમાણે આ કપાસનો પાક વારંવાર બળી જવાથી એક એક ખેતરમાં બેથી ત્રણ વખત કપાસનું વાવેતર કરવામાં આવેલ તેમ છતાં આજે આ કપાસ ની અંદર ફાલ આવેલ નથી તેમજ શિયાળુ પાકની સીઝન અવી ગયેલ હોય તો આવા સમયમાં ખેડૂતોએ બગડી ગયેલ કપાસનૂ વાવેતર કાઢી અન્ય શિયાળુ પાક વાવવા માટે મજબૂર બન્યા છે ત્યારે હડાળા ગામના સરપંચ રાકેશ વઘાસિયા ના જણાવ્યાનુસાર અમો હડાળા ગામના તમામ ખેડૂતો સરકારમાં અનેક વખત રજૂઆતો કરેલી હોય ત્યારે હાલ છેલ્લા બે મહિના થી અમારા ગામે કપાસ મગફળી સહિતના તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતોની મુશ્કેલીમાં સતત વધારો થયેલ હોય ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જતા વીમા કંપનીને વારંવાર રજૂઆતો કરવા છતાં ના તોકોઈ સર્વે કરવા આવેલ ં ના કોઈને વીમો ચૂકવવામાં આવેલ તેમજ આ બાબતે સરકાર શ્રી મા પણ રાહત પેકેજ માટે રજૂઆત કરવામાં આવેલ તેમ છતાં ત્યાંથી પણ ખેડૂતોને કોઈ સંતોષકારક જવાબ મળેલ નહીં જેથી કરી આપ મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અમારી વેદના પહોંચાડવા માટે પ્રયત્ન કરેલ છે
કહેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ હંમેશા નુકસાનકારક જ હોય તેમ અંતમાં હડાળા ગામના સરપંચ રાકેશભાઈ વઘાસીયા જણાવેલ ..


લાઠીમાં પાંચ ગામના સરપંચો સહિત ટોળાએ રસ્તો બ્લોક કરી દીધો

અમરેલી,અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બિસમાર રોડ રસ્તાના પ્રશ્ને સ્થાનિક તંત્રથી લઈને ઠેક કેન્દ્ર સરકારની પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલમાં પણ અનેક વાર રજૂઆતો કરવા છતાં પણ પ્રશ્નોનો નિકાલ ન આવતા લોકો છેલ્લે કંટાળીને આંદોલન થકી માર્ગો પર ઉતર્યા છે.5 ગામોના સરપંચ સાથે 100થી વધુ લોકોએ રસ્તા પર બેસી કલાક સુધી રસ્તો બ્લોક રાખી પોતાનો રોષ ઠાલવ્યો હતો..અને કેટલાક લોકોએ અર્ધનગ્ન હાલતમાં ઉગ્રતાથી પોતાનો રોષ ઠાલવી મીડિયાના માધ્યમથી એક ચીમકી ઉચ્ચારી હતી અર્ધ નગ્ન હાલત રોડ પર બેસી વિરોધ કરી રહેલા આ લોકો કોઈ નેતા નથી.કે જે પોતાના રોટલા શેકવા માટે વિરોધ દર્શાવી રહ્યા હોય.આ છે ગામડાના સામાન્ય લોકો તેમનો પ્રશ્ન છે…છેલ્લા ઘણા સમયથી બિસમાર હાલતમાં જોવા મળતા કમરતોડ રસ્તાનો…લાઠી તાલુકાના લાઠી-પ્રતાપગઢ-ભીંગરાડ અને લુવારીયાથી આસોદર ગામને જોડતો રોડ-રસ્તો વર્ષોથી ખરાબ હાલતમાં છે…જેને લઈને આ ગામના લોકો છેલ્લા દોઢ વર્ષથી તંત્રના અધિકારીઓને રજૂઆતો કરી રહ્યા છે….આ રોડ અઢી વર્ષ પહેલા બનાવવામાં આવેલ પરંતુ એક વર્ષ ટૂંકા સમય ગાળામાં આ રોડની હાલત દયનિય બની ચુકી હતી….ત્યાર બાદ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો રોડને મેઈન્ટેઈન કરવામાં ન આવતા આ રોડમાં ખાડાઓ પડી ગયા છે…ત્યારે આવી સ્થિતિમાં ટુ વહીલ તો શું ફોરવ્હીલ પણ ચલાવવી મુશ્કેલ બની ચુકી છે….જેને લઈને આ રોડ રસ્તામાં આવતા પ્રતાપગઢ, આસોદર, ભીંગરાડ, પાડરસિંગા, કૃષ્ણગઢ, લુવારીયા, છભાડીયા,હરીપર સહિતના ગામોના વિદ્યાર્થીઓ લાઠી તાલુકા મથક તેમજ અમરેલી જિલ્લા મથકે શાળા-કોલેજોમાં જવા તો ખેડૂતોને પોતાનો માલ-સામાન લાવવા લઇ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..તો બીજી તરફ ખરાબ રસ્તાઓને કારણે દવાખાનાના કામોમાં એમ્બ્યુલન્સો પણ સારી રીતે ચાલી શકે તેવી હાલત નથી જેને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ-રસ્તાને લઈને અહીંના આગેવાનો,સરપંચો દ્વારા અનેક વાર તાલુકા મથકો પર તેમજ જિલ્લા મથકો પર અનેક વખત લેખિતમાં,મૌખિક,ટેલિફોનિકમાં મકાન,પંચાયત વિભાગના અધિકારીઓ,પ્રાંત અધિકારી સહિતના અનેક અધિકારીઓને તમામ ગ્રામ પંચાયતો દ્વારા તેમજ ગામના આગેવાનો દ્વારા અનેક વાર રજૂઆતો કરવામાં આવી તેમજ સંકલની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેમ છતા કોઈ નિકાલ આવ્યો નહિ…આ ઉપરાંત સરકાર ડીજીટલી ફરિયાદમાં માની રહી છે…ત્યારે કેટલીય વખત કેન્દ્ર સરકારની પબ્લિક ગ્રીવેન્સ પોર્ટલ(પીજી)પણ રજુઆત કરવામાં આવી તે છતાં કોઈ નિકાલ આવ્યો નથી…ત્યારે અહીંના ગામ જનો ના છૂટકે હવે આંદોલનના માર્ગ પર ઉતાર્યા છે…આ આસોદર, ભીંગરાડ, કૃષ્ણગઢ, લુવારીયા અને છભાડીયા એમ 5 ગામના સરપંચો તેમજ ગામના લોકોએ અર્ધનગ્ન હાલતમાં આસોદર-લુવારીયા તરફ જતા માર્ગ પર એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો…અને વાહનો ને પણ રોકવામાં આવ્યા હતા..તેમજ કેટલાક લોકોએ અર્ધ નગ્ન હાલતમાં તંત્ર વિરોધ નારાઓ લગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો…આવતી કાલે આ લોકો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરશે જો આ પ્રશ્નનો નિકાલ નહિ આવે તો હજી પણ આ આંદોલન ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


અમરેલીમાં એબીવીપી દ્વારા કેન્ડલ સળગાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

અમરેલી,હૈદરાબાદમાં તાજેતરમાં એક યુવતી ઉપર સામુહિક દુસકર્મ આચરી અને નરાધમોએ પીડિતાને દારૂ પાયો અને બાદમાં ગેંગરેપ કરી સળગાવી નાખવાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. ત્યારે આજ રોજ સાંજે અમરેલી એબીવીપી દ્વારા સેન્ટર પોઇન્ટ ખાતે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ નગરજનોએ પોતાનો રોષ વ્યક્ત કરવા કેન્ડલ સળગાવી હતી. આ કાર્યક્રમની આગેવાની એબીવીપીના બ્રિજેશ કુરૂદલે તેમજ કિશનભાઇ શીલુની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. બ્રિજેશભાઇ કુરૂદલે તેમજ કિશનભાઇ શીલુએ જણાવ્યુ હતુ કે હૈદરાબાદની ઘટના ખરેખર રાક્ષસી પ્રવૃતીને અંજામ આપ્યો હોય તેવુ લાગી રહયુ છે. અને એબીવીપીના મિશન સાહસીના કાર્યક્રમ અંતર્ગત જુડો તેમજ કરાટેની તાલીમમાં શહેરની તેમજ જીલ્લાની બહેનો વધ્ાુમાં વધ્ાુ જોડાય તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં નગરજનો તેમજ વિદ્યાર્થીઓએ આ ઘટના બાબતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.


અમરેલીમાં ભુમી આંદોલન છેડતા શ્રી જીજ્ઞેશ મેવાણી:આવેદન પત્ર અપાયું

અમરેલી,યુવાન અને કાર્યદક્ષ ધારાસભ્ય તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં ભુમિ આંદોલન સાથે સાથે અમરેલીમાં ચિંતન શિબિર, કેડર કેમ્પ, આવેદન પત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. અમરેલી તાલુકાના નાના માચીયાળામાં દલિત અધિકાર મંચનાં હોદ્દેદારોને નિમણુંક પત્રો અપાયાં હતાં અને અમરેલી શહેરમાં વિચાર ગોષ્ઠી અને લોક સંપર્ક સહિત અનેક કાર્યક્રમો અને ખાંભામાં ચિંતન શિબિર અને કેડર કેમ્પ સહિતનાં કાર્યક્રમોમાં મેદની ઉમટી પડી હતી.આજે ટોચ માર્યાદા ધારાની જમીન પ્રશ્ર્ને અમરેલીમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. જેમાં જનમેદની વિશાળ સંખ્યામાં ઉમટી પડી હતી. આ કાર્યક્રમ સફળ બનાવવા સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનર નવચેતનભાઇ પરમાર, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રભાઇ પ્રીયદર્શી, જિલ્લા ઉપપ્રમુખ એ.બી.ચાવા, જિલ્લા મહામંત્રી મહેશ ચાવડા, મિડિયા સેલ કન્વીનર સંજયભાઇ કાતરીયા, અમરેલી શહેર પ્રમુખ ભરતભાઇ કાતરીયા, ઉપપ્રમુખ જીજ્ઞેશ દાફડા, શહેર મંત્રી રમેશ સોંદરવા, સંગઠન મંત્રી શરદભાઇ પરમાર, મહામંત્રી વિપુલભાઇ વાળા, જિલ્લા મંત્રી ભરતભાઇ બારોટે જહેમત ઉઠાવી હતી.


ઇન્દોરમાં નિડર પત્રકારત્વ ઉપરના દમનને વખોડતો અમરેલી જિલ્લા તંત્રી સંઘ

અમરેલી,પરજીયા સોની સમાજના ગૌરવ અને અમરેલી જિલ્લાના ધારગણી ગામના વતની તથા નિડરતાથી સત્ય સમાચાર લોકો સમક્ષ લાવતા શ્રી જિતુભાઇ સોની ઉપર મધ્યપ્રદેશ સરકાર દ્વારા કિન્નાખોરીભરી કાર્યવાહી કરાતા અખબારી આલમમાં ભારે રોષ ફેલાયો છે. મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી તેને ત્રાહીમામ પોકારાવી દેનારા શ્રી જિતુભાઇ સોનીના “સંજા લોકસ્વામી’ સમુહ ઉપર દરોડા પાડી મધ્યપ્રદેશ સરકારે પ્રેસની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો અખબારી જગતમાં પડયા છે અને અમરેલી જિલ્લા તંત્ર સંઘના કન્વીનર શ્રી ભરતભાઇ ચૌહાણ તથા પ્રમુખ શ્રી હિમતભાઇ સરખેદીએ આ હીન પ્રયાસનો વિરોધ કરી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને આ કાર્યવાહીને વખોડી છે. મધ્યપ્રદેશમાં હનીટ્રેપનો પર્દાફાશ કરનાર સંજા લોકસ્વામી અખબાર ઉપર દરોડા પાડી અપરાધીઓની જેમ કાર્યવાહી કરાતા ઇન્દોરમાં મીડીયા હાઉસના સેકડો પત્રકારો સંજા લોકસ્વામી સમુહના વડા શ્રી જિતુભાઇ સોનીની મદદે પહોંચ્યા હતા કારણે કે મધ્યપ્રદેશમાં નિડર પત્રકારત્વને જીવંત રાખવામાં સિંહફાળો આપનારા શ્રી જિતુભાઇ સોનીનો અવાજ બંધ કરવાના મધ્યપ્રદેશ સરકારના હીન પ્રયાસ સામે અખબારી જગતમાં રોષ ભભુકયો છે અને અખબારની સ્વતંત્રતા રૂંધી સચ્ચાઇનો અવાજ દબાવવા માંગતી મધ્યપ્રદેશ સરકારની કાર્યવાહીને અમરેલી જિલ્લાતંત્રી સંઘ દ્વારા વખોડવામાં આવી છે તેમ જિલ્લા તંત્રી સંઘના કન્વીનર શ્રી ભરતભાઇ ચૌહાણ તથા પ્રમુખ શ્રી હિંમતભાઇ સરખેદીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, દ્રશ્યમ ફીલ્મની માફક એક ગરીબ દિકરીની કરાયેલી હત્યાનો ભેદ ઉકેલી તેના રાજકીય હત્યારાઓને જેલની પાછળ ધકેલનાર શ્રી જિતુભાઇ સોનીને તેમને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે અને આ હત્યાનો ભોગ બનનાર દિકરીના માતા-પિતાને આ એવોર્ડ અપર્ણ કરી ઝીંદાદીલીનો પરીચય આપનાર ઝાંબાજ પત્રકાર શ્રી જિતુભાઇના ભષ્ટ્રાચાર સામેના અવિરત મીશનને રોકવા સરકાર સાવ છેલ્લે પાટલે બેઠી છે.


અમરેલી જીલ્લામાં 616 ગામમાંથી એક પણ ગામમાં અશ્પૃશ્યતા નાબુદ થઇ છે?:શ્રી જીજ્ઞેશ મેવાણી

અમરેલી,ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણીએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમરેલી જીલ્લાના 300 ગામોમાં આજે પણ અશ્પૃશ્યાત જીવે છે. તે અંગે તંત્ર દ્વારા કોઇ ડ્રાઇવસ થતી નથી જો કે પ્રસાશનની જવાબદારી છે. છતા પણ ગુના દાખલ થતા નથી. અને આભડછેડના કલંકને જીવતુ રાખ્યુ છે નાગરીક સંરક્ષણ ધારો 1955 માં તૈયાર કરાયો હતો. તેની પણ કોઇ અમલવારી થતી નથી તેમ શ્રી મેવાણીએ જણાવ્યુ હતુ. વધ્ાુમાં શ્રી મેવાણીએ એવુ પણ જણાવ્યુ કે અમરેલી જીલ્લાના 11 તાલુકામાં 9000 વીઘા જમીન દલીતોને ફાળવવામાં આવી છે. સાથો સાથ તા.6 ડિસેમ્બર ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મ દિવસે ઐતિહાસીક આંદોલનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં 6 સંગઠન, 6 ગામોમાં દાયકાઓ પહેલા દલીતોને ફાળવવામાં આવેલી જમીન પર કબજો લેવામાં આવશે. ઉતર ગુજરાતના વડ ગામના યુવા ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણીએ જણાવ્યુ હતુ કે અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના પીપળવા ગામે તા.6 ડિસેમ્બરના રોજ દલીતોને ફાળવેલી જમીનનો કબજો લેવામાં આવશે. 80 વીઘા જમીન ઉપર કબજો લેવાશે. જ્યારે 900 વીઘા જમીન ફાળવવામાં આવી છે. જે જમીન પરંતુ આ જમીન ઉપર અસામાજીક તત્વોએ કબજો જમાવી લીધો છે. અને આ જમીનો હજુ સુધી ખાલી કરવામાં આવી નથી. સાથો સાથ જો પોલીસ એટ્રોસીટીનો ગુન્હો દાખલ ન કરે તો પોલીસ પણ ગુનેગાર બને છે. તેમ વધ્ાુમાં જણાવ્યુ હતુ. જ્યારે અમરેલી જીલ્લાના 11 તાલુકામાં 9000 વીઘા જમીનો દલીતોને ફાળવવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેમાંથી મોટા ભાગના દલીતોને જમીનનો કબજો મળ્યો ન હોય. દલીતોમાં રોષની લાગણી ફેલાય છે. સાથો સાથ તા.6 ડિસેમ્બરથી ઐતિહાસીક આંદોલન કરવાની પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે તેમ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.


અમરેલી પાસે ગોજારો અકસ્માત : એક જ પરિવારના ત્રણના મોત

અમરેલી,અમરેલીથી કુંકાવાવ તરફ લગ્ન પ્રસંગે જઇ રહેલ વેપારીની કાર નાના ભંડારીયા પાસે ધોળીયા કુંવા નજીક આવેલ પેટ્રોલપંપ સામે ઝાડ સાથે અથડાતા એક જ પરિવારનાં ત્રણનાં ઘટના સ્થળે જ મોત થયા હતાં. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીનાં ચકકરગઢ રોડ પર કાર કેર સામેે અને મોબાઇલનો ધંધો કરતા વેપારી મુળ. વિઠલપુર ખંભાળીયા હાલ, અમરેલી રહેતા. ગૌરાંગ મનસુખભાઇ કાનપરીયા ઉ.વ.38 અને તેમના પત્ની કનકબેન ગૌરાંગભાઇ ઉ.વ.35 અને પુત્ર મીહીર 8માસ પોતાની સ્વીફટ કારમાં સવારનાં સમયે લગ્ન પ્રસંગે સહપરિવાર જતા હતા. તે દરમિયાન કુંકાવાવ રોડ પર આવેલા નાના ભંડારીયા નજીક લીમડાનાં ઝાડ સાથે ધડાકાભેર અકસ્માતે કાર અથડાતા ત્રણેયનાં ઘટનાં સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતાં. આ બનાવનાં કારણે પરિવારનાં એકનાં એક પુત્ર અને તેને પણ એક પુત્ર અને પત્નીનાં મોત નિપજતા પરિવારજનોમાં કાળોકલપાંત છવાયો હતો. આ બનાવની જાણ થતા ગામનાં લોકો મદદે દોડી ગયા હતા અને ઇમરજન્સી 108 મારફત ત્રણેયને હોસ્પીટલ ખસેડાયા હતા. જયા ફરજ પરનાં તબીબે મૃત: જાહેર કર્યા હતાં. આ અંગે પીએમ માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ આ બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ અમરેલી સીવીલ હોસ્પીટલમાં પહોંચીને વિગતો મેળવી રહી છે.


03-12-2019


error: Content is protected !!