Main Menu

Wednesday, December 4th, 2019

 

અમરેલી શહેર – જિલ્લામા હેલ્પલાઇન 181 ની ટીમ દ્વારા મહિલાઓને સલામતી માટે એપ ઇન્સ્ટોલ કરી દેવાઇ

અમરેલી,અમરેલી 181 ના કાઉન્સેલર દ્વારા અમરેલી જિલ્લા મા અલગ અલગ જગ્યા એ જઈ 181 ચનૈબર્ચૌહ મહિલા ઓ ના ફોન મા કરાવી તેના ઉપયોગ ની માહિતા આપવામાં આવે છે અને જેમાં મહિલા કોલેજ, કન્યા શાળા,ગલર્સ હોસ્ટેલમાં, મહિલા ઉદ્યોગ કેન્દ્રો, બસ સ્ટોપ, આંગણવાડી કેન્દ્રો, કારખાના જેવા સ્થળો નો સમાવેશ છે.


અમરેલીના કામચલાવ બસસ્ટેશનમાં ડામર રોડનું કામ હાથ ધરાશે

અમરેલી,અમરેલી શહેરનું નવુ બસસ્ટેશન બનાવવાની કામગીરી છેલ્લા કેટલા મહિનાઓ થી ચાલી રહી છે. અને મુસાફરોની સરળતા માટે કામચલાઉ બસસ્ટેશન બનાવવામાં આવ્યુ છે. અને રોજના હજારો મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય છે. ત્યારે બસ આવે ત્યારે ધ્ાુળની ડમરીઓ ઉડતી હોવાના કારણે મુસાફરોની હાલત દયનીય બની જાય છે. આ સમયમાં ઉગારવા માટે અમરેલી એસ.ટી. ડિવીજન દ્વારા કોટ્રાકટરને આરસીસી રોડ તેમજ ડામરનો બનાવવા માટે અગાઉ ત્રણ વખત નોટીસો ફટકારવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી બસ સ્ટેશન માં કામગીરી હાથ નહિ ધરાતા તાત્કાલિક યુદ્ધાના ધોરણે કામગીરી શરૂ કરવા માટે આખરી નોટીસ ફટકારવામાં આવી છે. તેમ અમરેલી ડિવીજનના ડેપ્યુટી ઇન્જીનેર પટેલે જણાવ્યુ હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી બસસ્ટેશન આધ્ાુનિક બનાવવાની કામગીરી છેલ્લા કેટલા સમય થી ચાલી રહી છે. અને આ કામ પુરૂ થતા હજુ ત્રણ થી ચાર માસનો સમય લાગે તેમ છે. આ બસ સ્ટેશનની કામગીરી ચાલી રહી હોય. બાજુમાં મુસાફરોને સરળતા ખાતર કામચલાઉ બસ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. ત્યારે તે વખતે સીસી મઢવામાં આવ્યું હતું. પરંતુ બસો ની અવર – જવર ના કારણે સિમેન્ટ નીકળી જવાના કારણે ત્યારે બસ સ્ટેશન માં આવતી બસોની અવર – જવર ના કારણે સખત ધ્ાુળ ઉડતી હોવાના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેેલીઓ પડી રહી છે. આ સમસ્યા દુર કરવા અમરેલી એસ.ટી. તંત્ર દ્વારા કોટ્રાકટરને આરસીસી બનાવવા માટે અગાઉ ત્રણ વખત લેખીત નોટીસો ફટકારવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી આ કામગીરી શરૂ નહિં કરાતા અંતે આખરી નોટીસ આપવામાં આવી છે.


અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારે વાહનોને પ્રવેશ આપવા જીલ્લા કલેકટરને રજુઆત

અમરેલી,અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમરેલી શહેરમાં ભારે વાહનોને પ્રવેશ આપવા બાબતે હોલસેલ વેપારીઓ, ફ્રુટના વેપારીઓ અને ટ્રાન્સપોટરો દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં જીલ્લા કલેકટરશ્રીએ વેપારીઓને જણાવેલ કે જાહેરનામુ બહાર પડયાને એક માસ ઉપરાંતનો સમય થવાથી ગેજેટમાં પ્રસિધ્ધ થઇ જતા હવે આ બાબતે સરકારમાં રજુઆત કરાશે. જાહેરનામાં માં પ્રસિધ્ધ થયા મુજબ હેવી વાહનોને સવારના 6 થી રાત્રીના 10 સુધી મનાઇ ફરમાવેલ છે. જેના કારણે હોલસેલ વેપારીઓ, શાકભાજી,ફ્રુટ, કિરાણા વાળાઓને ધંધા ઉપર અસર પડેલ છે. જેથી વહેલી સવારના તથા રાત્રીના મજુરી કામવાળા માણસો પણ મળતા ન હોય. જેથી સમયમાં છુટછાટ આપવા વેપારીઓ દ્વારા રજુઆત કરી હતી. જેમાં ટ્રાન્સપોટરના રાજુભાઇ મીલન, રમેશભાઇ કાપડીયા, ભાવેશભાઇ તેમજ હોલસેલ વેપારીઓમાં હરેશભાઇ સાદ્રાણી, ગીરીશભાઇ ભટ્ટ, મુકુંદભાઇ ગઢીયા, ચંદ્રકાંત બ્રધર્સવાળા પ્રવિણભાઇ, જીતુભાઇ ફ્રુટવાળા, આરીફભાઇ ફ્રુટવાળા તેમજ ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ યોગેશભાઇ કોટેચા જોડાયા હતા.


અમરેલીમાં ગણેશ કોટેક્ષની મિલકતનો કબ્જો બેંકને સોપવા હુકમ

અમરેલી,અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ ગણેશ કોટક્ષના માલીકો દ્વારા ધંધો કરવા માટે બેંકઓફ બરોડામાંથી રૂા. 9.60 કરોડની લોન લીધી હતી. જે ભરપાઇ ન કરી શકવા માટે અસમર્થતા દાખતા બેંક દ્વારા અવાર નવાર આ રકમને ઉઘરાણી કરવા માટે નોટીસો આપી હતી. તેમ છતા પણ ગણેશ કોટક્ષના માલિકો દ્વારા આ રકમ ભરપાઇન કરવામાં આવતા અંતે આજ રોજ અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકે ગણેશ કોટક્ષને તમામ મિલકો તો બેંકને સોપવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. આ અંગેની પાપ્ત વિગત મુજબ અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ ગણેશ કોટક્ષના સંચાલકો દ્વારા ધંધો શરૂ કરવા માટે બેંક ઓફ બરોડા માંથી 9 કરોડ 60 લાખ 67 હજાર ની લોન લેવામાં આવી હતી. જે આજ દિન સુધી ગણેશ કોટક્ષના સંચાલકો આ રકમ બેંકમાં ભરપાઇ ન કરતા બેંક દ્વારા ગણેશ કાટક્ષની તમામ મિલકતો ટાંચમાં લેવા માટે અવાર – નવાર નોટીસો ફટકારી હોવા છતાં પણ ગણેશ કોટક્ષના સંચલકો એ આ રકમ ભરપાઇ કરવામાં અસમર્થતા દાખવતા બેંક દ્વારા આ મિલકત મોરગેજ કરવા માટે અમરેલી જીલ્લા કલેકટર સમક્ષ રજુઆત કરતા આ કેસ કલેકટર સમક્ષ ચાલી જતાં ગણેશ કોટક્ષને તમામ મિલકતો તેમજ બે દુકાનનો તેમજ એક મકાન તથા પ્લોટનો કબ્જો બેંકને સોપવાનો હુકમ કરતા ખળભળાટ મચીજવા પામ્યો છે. અમરેલી જીલ્લા કલેકટરે આજ રોજ ગણેશ કોટક્ષની 22 હજાર 764 સ્કેવર મીટર જમીન , કેરીયા રોડ પર આવેલ. એક મકાન તથા પ્લોટ જયારે માણેક પરા વિસ્તારમાં દિનેશ ચેબરના બીજા તથા ત્રીજા માળે આવેલ. એક – એક દુકાન નો કબ્જો બેંક ઓફ બરોડાને 9 કરોડ જેવી રકમ નહિં ચુકવી શકતા. બેંકને આ તમામ મિલકતો કાયદેસરનો કબ્જો સોપવાનો હુકમ અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકે કરતા સમગ્ર જીલ્લામાં આવી રકમ બેંકમાં થી લઇ નહિં ભરી શકનારા લોકોમાં ખળભળાટ મચીજવા પામ્યો છે.


અરબી સમુદ્રમાં લોપ્રેશરના કારણે જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ લગાવાયુ ં : માછીમારોને સાવચેત કરાયા

અમરેલી,હવામાન વિભાગ દ્વારા આગાહી આપવા માં આવી છે તેને લઈ ને જાફરાબાદ બંદર પર 1 નંબર નુ સિગ્નલ લગાવી દેવાયુ છે અરબ સાગર મા લો પ્રેસર ના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબર નુ સિગ્નલ લગાવી દેવાયુ છે અને માછીમારો ને સાવચેત રેહવા માટે ની સૂચના અપાય છે જોકે 1 નંબર સિગ્નલ થી દરિયા મા ક્યાક ને ક્યાંક અસર જોવા મળશે આ 3 તારીખ થી 7 તારીખ સુધી માછીમારો ને સાવચેત રેહવા ની સૂચના છે જોકે 500 થી 700 જેટલી બોટો જાફરાબાદ ની દરિયા મા માછીમારી કરી રહી છે. હાલ કોઈ ભારે કરંટ ની અસર જોવા મળતી પરંતુ તકેદારી ના ભાગ રૂપે માછીમારો એલર્ટ જોવા મળી રહ્યા છે અને ફિશરીજ વિભાગ તરફ થી કોઈ લેખિત મા માછીમારો ને જાણ કરાય નથી પરંતુ હવામાન વિભાગ ની આગાહી હોવાને કારણે માછીમારો સતર્ક જોવા મળી રહ્યા છે અને દરિયા મા શાંતિ પૂર્ણ રીતે માછીમારો દરિયો ખેડી રહ્યા છે.


અમરેલીમાં કાતીલ ઠંડીનો ચમકારો શરૂ બજારમાં વિન્ટર વેરનો ખજાનો દેખાયો

અમરેલી,આ વખતે મોડે મોડે શીયાળાના આગમને છડી પોકારી છે અમરેલીમાં કાતીલ ઠંડીનો ચમકારો શરૂ થતા જ બજારમાં વિન્ટર વેરનો ખજાનો દેખાયો છે લેડીઝ અને જેન્ટસ માટેના જુના વિન્ટર વેર બહાર કઢાયા છે જયારે અમરેલીમાં નવી ફેશનના શીયાળુ વસ્ત્રો ખરીદવા માટે શોખીનો દ્વારા ખરીદીનો પ્રારંભ કરાતા તો અમરેલીના જાણીતા ફેમીલી શો-રૂમ “આફ્રીન’માં ભીડ જામી હતી.કારણ કે, અમરેલીમાં એકમાત્ર આધ્ાુનિક એવા આ “આફ્રીન’ ફેમીલી શો-રૂમ દરેક વર્ગ માટે પોપ્યુલર છે અને આ શો-રૂમ દ્વારા અમરેલીમાં પહેલી જ વખત પોતાના જુના ગ્રાહકો માટે સવા કીલો જેટલા વજનનું દોઢ હજારની કીમતનું લેધર જેકેટ માત્ર રૂ.999માં આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમ “આફ્રીન’ ફેમીલી શો-રૂમના યુવાન સંચાલક શ્રી શીરાજભાઇ દલએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ.


04-12-2019


04-12-2019-Marriage


error: Content is protected !!