Main Menu

Friday, December 6th, 2019

 

રાજુલામાં ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા

રાજુલા,રાજુલા પોસ્ટે ના પોલીસ ઇન્સપેકટર શ્રી આર.એમ.ઝાલાની સૂચનાથી પો.સબ.ઇન્સ શ્રી *એચ.જી.ગોહિલ* તથા પો.સ્ટાફ ના માણસો રાજુલા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન રાજુલા આહિર સમાજના ગેઇટ પાસેથી બે ઇસમો પોતાના કબ્જામા કોમ્પ્યુટર સેટ લઇને પસાર થતા જેને રોકી જરૂરી પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા હોય જેથી ઝીણવટ ભરી રીતે તપાસ કરતા સદર કોમ્પ્યુટર સેટ છતડીયા ્ૈંઁન્ રોડલાઇન કંપનીની ઓફિસમાથી ચોરી કરેલ હોવાનુ જણાવતા હોય જે બાબતે રાજુલા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.88/2019 ઇ.પીકો કલમ-380,454,457 થી રજી થયેલ હોય જેથી મજકુર ઇસમોને રાજુલા પો.સ્ટે લાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.ચોરીના મુદામાલ સાથે ભરતભાઇ છનાભાઇ કોવારદ ઉ.વ.50 ઘંઘો મજુરી રહે.હીંડોરણા વૃંદાવન હોસ્પિટલની સામે તા.રાજુલા જી.અમરેલી, અશોકભાઇ ભરતભાઇ કોવારદ ઉ.વ.19 ઘંઘો મજુરી રહે.હીંડોરણા વૃંદાવન હોસ્પિટલની સામે તા.રાજુલા જી.અમરેલી પાસેથી ઉપરોક્ત ગુન્હાનામા ચોરી થયેલ ઇન્ટેક્ષ કંપનીનુ કોમ્પ્યુટર સેટ કિરૂ.20,000/- નુ કબ્જે કરેલ છે.


સેવાકીય કાર્યો સાથે જન્મદિનની ઉજવણી કરતા શ્રી ભરત ટાંક

અમરેલી,અમરેલી પંથકમાં સેવાકીય કાર્યો સાથે અનેરી નામનાં મેળવનાર સેવાભાવી અને જાણીતા ઉદ્યોગપતિ તેમજ સન સાઇન ગૃપ ઓફ કંપનીનાં શ્રી ભરતભાઇ ટાંકનાં જન્મદિને અનેકવિધ સેવાકાર્યો સાથે પોતાનાં જન્મદિવસની ઉજવણી કરી હતી. અને શ્રી ભરતભાઇ ટાંક અને શ્રી ઉર્વીબેન ટાંક, પ્રેક્ષા ટાંકએ અનેરૂ સેવાકીય પગલુ ભરી આમ સમાજને નવો રાહ ચીંધ્યો હતો. જન્મદિને લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે અનેકવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી શ્રી ભરતભાઇ ટાંકે કરી હતી. ખાસ કરીને પર્યાવરણ અને પ્રકૃતિનાં હિમાયતી શ્રી ભરતભાઇ ટાંકે પોતાનાં જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરી પર્યાવરણ અને પ્રકૃતિનો સંદેશો આપ્યો હતો. અને વૃક્ષ ઉછેર સહિતનાં સંકલ્પો લીધા હતા. એટલુ જ નહિ, વૃધ્ધજનોને ભોજન કરાવી સમાજને નવતર રાહ ટાંક દંપતિએ ચિંધ્યો હતો. ઉદ્યોગપતિ શ્રી ભરતભાઇ ટાંકનાં જન્મદિન નિમિતે દેશ અને દુનિયાભરમાંથી અભિનંદનનો ધોધ વછુટયો હતો અને દીર્ધાયુ માટે લોકોએ પ્રાર્થનાઓ સાથે ફુલડે વધાવ્યા હતાં. સાથે સાથે ભરતભાઇ ટાંકે પોતાનાં જન્મદિને ગુરૂવંદના કરી અને ગૌપુજન પણ કર્યુ હતું. આમ ટાંક પરિવારે અનેક સામાજીક અને ધાર્મિક સેવાકીય કાર્યો કરી જન્મદીનની ખુશી મનાવી હતી. અને લોકો માટે કાઇક કરી છુટયાનો અહેસાસ અનુભવ્યો હતો.


હેલમેટના કાયદામાં છુટ :ડૉ. ભરતભાઇ કાનાબારનું સુચન ધ્યાન ઉપર લેવાયું

અમરેલી,લોકો પાસેથી આકરો દંડ વસુલવા કરતા લોકોની સલામતી ઉપર ધ્યાન આપો તે પ્રકારે કાયદાની અમલવારીના સમયેજ હીંમતભેર આક્રોશ વ્યકત કરનાર ડૉ. ભરતભાઇ કાનાબારની જીત થઇ છે.અને હેલમેટના કાયદામાં છુટ અપાઇ છે.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની નજીક ગણાતા ભાજપના વરિષ્ઠ આગેવાન ડૉ. ભરતભાઇ કાનાબારનું સુચન ધ્યાન ઉપર લેવાયું છે ડૉ. ભરતભાઇ કાનાબારે પોતે શાસક પક્ષમાં હોવા છતા પણ હીંમતભેર ટવીટ કરી સરકાર અને મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યુ હતું.


અમરેલીના ગેંગરેપમાં આરોપી ઇમરાનની નામ કમી કરવાની અરજી ફગાવાઇ

અમરેલી,અમરેલીના ગેંગરેપ કેસમાં પહેલા પોતાને કીસન ચંદું સોલંકી નામે ઓળખાવનારા ઇમરાન કાદરી નામના મુખ્ય આરોપીએ પોતાનું નામ ચાર્જસીટમાંથી રદ કરવા કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, સમગ્ર અમરેલી શહેરને હચમચાવી દેનારા ધ્ાૃણાસ્પદ ચકચારી ગેંગરેપ કેસમાં આરોપી ઇમું ઉર્ફે ઇમરાન હનીફ સૈયદ રે ખત્રીવાડએ જેલમાંથી અમરેલીની સ્પેશ્યલ કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે, અમરેલીના ગેંગરેપમાં થયેલી એફઆઇઆરમાં મારુ નથી પણ તેમા આરોપી તરીકે કિસન ચંદુ સોલંકીનું નામ હતુ, મારુ નામ તેમા ન હતુ મને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યો છે હું તો નિર્દોષ છું માટે મારુ નામ કમી કરો અને આ તપાસને ફરી વખત કરો.અમરેલીના ચકચારી ગેંગરેપના મુખ્ય આરોપી ઇમરાને સ્પેશ્યલ કોર્ટમાં નામ કમી કરી ફેરતપાસ માંગતી કરેલી અરજીને અમરેલીની સ્પે. કોર્ટના એડીશનલ સેશન્સ જજ શ્રી આર.આર. દવેએ પોલીસ દ્વારા રજુ કરાયેલા પુરાવાઓ સહિતની વિગતો ધ્યાને લઇને રદ કરી હતી.


કુંડલા : બેનામી વ્યવહારોમાં ઇન્કમટેકસના દરોડા : 13 મિલકત સીલ

અમરેલી,સાવરકુંડલામાં વ્યાજખોરો સામે કરાયેલી કાર્યવાહીમાં પોલીસને મોટી સફળતા મળી છે પોલીસ દ્વારા જપ્ત કરાયેલા ડોકયુમેન્ટસને અમદાવાદ આયકર વિભાગને અપાયા બાદ તેની ચાલી રહેલી તપાસ દરમિયાન ઇન્કમટેક્ષ વિભાગનાં બેનંબરી વ્યવહારોને ડામવા માટે રચાયેલા સેલે સાવરકુંડલા વિસ્તારમાંથી મનુભાઇ ભીમભાઇની મનાતી 13 જેટલી મિલકતો એટેચ કરતા ખળભળાટ મચી ગયો છે અને આ માટે કેસ પણ દાખલ થયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.જાણવા મળતી માહીતી અનુસાર તાજેતરમાં સાવરકુંડલામાં ગેરકાયદેસર વ્યાજે નાણા આપવાના ગુનામાં મનુભાઇ ભીમભાઇ અને જીતુભાઇ મનુભાઇ વાળાને ત્યા દરોડા પાડવામાં આવ્યા હતા તથા ગુનો દાખલ કરાયો હતો આ બન્ને સામે સાવરકુંડલાની કોર્ટમાંથી ગીરફતારીનું વોરંટ નિકળ્યું હતુ. અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી કરી હતી અને ત્યાથી ઝડપાયેલા બેનામી વ્યવહારોને લઇને ઇન્કમટેકસ વિભાગને જાણ કરાતા અમદાવાદના આયકર વિભાગની બેનામી વ્યવહાર માટેના વિશેષ વિભાગ દ્વારા સાવરકુંડલાના રઘુવીરભાઇ હકુભાઇ ખુમાણ તથા અમીતભાઇ મહેતાના નામે કરાયેલી 13 મિલકતો સીલ કરાઇ છે. અને આ મીલકતોના સંદર્ભમાં ગુનો નોંધ્યો હોવાનું અને તેની છાનબીન શરૂ કરતા પોલીસ તંત્રની કાર્યવાહી પછી આઇટીની તપાસ થઇ હોય અને તેમાય ગુનો નોંધાયો હોય તેવો આ પહેલો બનાવ હોવાનું મનાય છે. કોઇ ગુનામાં સંડોવાયેલા લોકો સામે આવકવેરા વિભાગનાં બેનામી વ્યવહારો પકડવાનાં સેલ દ્વારા અમરેલી જિલ્લામાં પહેલી વખત જ મોટી કાર્યવાહી કરાતા જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને કરોડો રૂપીયાનાં બેનામી નેટવર્કનો પર્દાફાશ કરવામાં અમરેલી જિલ્લા પોલીસ સફળ થઇ છે.


error: Content is protected !!