Main Menu

Saturday, December 7th, 2019

 

07-12-2019


ધારીમાં શ્રી જલારામ સત્સંગ કાર્યક્રમ યોજાયો

ધારી,ધારીનો લોહાણા મહાજન ના પ્રમુખ ભરતભાઇ પોપટ ને ત્યાં જલારામ સત્સંગ નું આયોજન માં જલારામ સત્સંગ મંડળ દ્વારા ધ્ાૂન – ર્કિતન નું ભવ્ય આયોજન કરેલ. તેમાં પધારેલ લોહાણા મહાજન તેમજ ધારીના પ્રતિષ્ઠિત વેપારીઓ પધારેલ અને વાતાવરણ જલકરામ બાપાનાં ગાનથી ગુંજી ઉઠયું હતું. તેમજ સત્સંગ પૂર્ણ થયા બાદ પ્રસાદ નું આયોજન કરેલ હતું.


અમરેલીમાં ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરતા શ્રી સંઘાણી

અમરેલી,6ઠી ડિસેમ્બર ડો.બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિન 6ઠી ડિસેમ્બર નિમીતે ડો.આંબેડકરની પ્રતિમાને ગુજકોમાસોલનાં ચેરમેન શ્રી દિલિપભાઇ સંઘાણીએ પુષ્પહાર થી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં. આ પ્રસંગે ગુજકોમાંસોલ ચેરમેન દિલીપ સંઘાણી સાથે અશ્વિનભાઈ સાવલિયા , મનીષ ધરજીયા શૈલેષ પરમાર ,ધીરુભાઈ વાળા રમેશભાઈ ખીમસૂરિયા,રિપલ હલૈયા રાહુલ સોલંકી દિલાભાઈ વાળા ચિરાગ ચાવડા, કિશોર મહેતા અમિત પરમાર ચિરાગ પરમાર વિકી વાઘેલા વગેરે ઉપસ્થિત રહયા હતા અને પુષ્પાજલી અર્પણ કરી હતી.


ખાંભાનાં પીપળવામાં જમીનનાં કબ્જા લેવાયાં

અમરેલી,આજ રોજ ખાંભા તાલુકાના પીપળવા ગામે અનુસૂચિત જાતિ ખેત સામુદાયિક મંડળી ની સર્વે નંબર 91 પૈકી ની જમીન ની માપણી કરી સ્થળ પર કબ્જા ખુલા કરવી ને મંડળી ના સભાસદો ને સોંપવામાં આવ્યા હતા. ડો.બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ દિન ના રોજ શ્રદ્ધાંજલિ ના ભાગ રૂપે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કનવિનર જીગ્નેશભાઈ મેવાણીના આદેશથી અમરેલી જિલ્લા ના કનવિનર નવચેતન ભાઈ પરમાર એડવોકેટના નેજા હેઠળ આજ રોજ કલેકટરના આદેશ અને હુકમ થી ખાંભા મામલતદાર, ડી.એસ.પી., પી.આઇ. તેમજ સંપૂર્ણ પોલીસ,સ્ટાફ, તેમજ ડિ.આઇ.એલ.આર.અમરેલી હાજર રહીને મંડળી ના 9 સભાસદો ને જમીન ની માપણી કરી ને કબ્જા સોંપી જમીન દબાણ માંથી મુક્ત કરાવી ને સભાસદો ને સુપ્રત કરેલ. જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના અમરેલી થી પધારેલા નવચેતન ભાઈ પરમાર, વી.કી.ચાવડા, ભરતભાઈ કાત રિયા, અનિલ સરવૈયા કુકાવાવ, હરેશભાઈ જોગદિયા રાજુલા, મંડળીના પ્રમુખ મુળજીભાઈ માયાભાઈ કુંઢડીયા, મંડળીના મંત્રીશ્રી ભરતભાઈ રાઠોડ, રાજુભાઈ રાઠોડ, જીવણભાઈ રાઠોડ, અજયભાઈ સોંદરવા ખડાધાર, રમેશભાઈ મારું દલડી, રાજુભાઈ પરમાર ડેડાણ, દાસભાઈ સરપંચ, તેમજ જિલ્લા ભર માંથી પધારેલા દલિત બંધુઓ, ભીમ સૈનિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજ 6 ડિસેમ્બર બાબા સાહેબ આંબેડકરજી ની નિર્માણ દિવસ હોય આજે જીગ્નેશભાઈ મેવાણીના આદેશ અને માર્ગ દર્શન હેઠળ બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી.


બગસરાના હાલરીયા ગામે છકડો રીક્ષા સાથે અજાણ્યા વાહને અથડાવતા રીક્ષા ચાલકનું મોત

અમરેલી,બગસરા તાલુકાના હાલરીયા ગામ નજીક બગસરાથી ધોકડવા ગામે ભારવાહક રીક્ષા જીજે 02એકસ 1256 જયંતીભાઇ બાલાભાઇ ઉનાવા ઉ.વ. 52 રહે. હુડકો બગસરા ભાડે જતાં હતા. ત્યારે સામેથી આવતા એક અજાણ્યા વાહન ચાલકે પુર ઝડપે અને બેફિકરાઇ થી ચલાવી રીક્ષા સાથે ભડકાવી જયંતીભાઇને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નિપજાવી નાશી ગયાની ભુપતભાઇ છગનભાઇ ઉનાવાએ બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


શ્રી હિરાભાઇ સોલંકી પરિવાર શ્રી મોદી,શ્રી શાહની મુલાકાતે

રાજુલા,રાજુલા જાફરાબાદ અને ખાંભા ધારાસભા મત વિસ્તારના સૌથી સીનીયર પુર્વ ધારાસભ્ય અને પુર્વ સંસદીય સચિવ હીરાભાઇ સોલંકીએ તા.5 મી ડિસેમ્બરે દિલ્લી ખાતે લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે એક બેઠક કરી હતી. આ બેઠક લાંબા સમય સુધી ચાલી હતી. અને સૌરાષ્ટ્રના અનેક વિધ પ્રશ્ર્નોની પણ હીરાભાઇએ ચર્ચા કરી હતી. સૌરાષ્ટ્રમાં માછીમારોના વણ ઉકેલ અનેક પ્રશ્નોના નિરાકરણ માટે પણ ચર્ચાઓ થયાનું જાણવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રનાં વર્તમાન રાજકારણ અંગે હીરાભાઇ સાથે મહત્વપુર્ણ ચર્ચા કર્યાના વાવડ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે હીરાભાઇ સોલંકી કોળી સમાજના મસીહા સમા નેતા છે. સૌરાષ્ટ્રમાં વસતા કોળી સમાજ ઉપર તેમની પકડ મજબુત છે. કોળી સમાજમાં તેઓ હરહંમેશ જે કાંઇ પણ કરવુ પડે તે માટે તત્પર રહે છે. રાજકીય રીતે વાત કરીએ તો નરેન્દ્રભાઇ મોદીને હીરાભાઇ સોલંકી ઉપર વિશ્ર્વાસ પણ મોટો છે. નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાતને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતનાં કોળી સમાજે આવકારી છે. આ મુલાકાત પછી એવુ અનુમાન થઇ શકે કે આગામી સમયમાં હીરાભાઇનું રાજકીય કદ વધશે.


અમરેલીમાં ભવ્ય દશાબ્દી મહોત્સવ યોજાશે

અમરેલી,શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર પાણી દરવાજા દ્વારા ભવ્ય દશાબ્દી મહોત્સવ અંતગર્ત શ્રીમદ સત્સંંગી જીવન કથા પારાયણ સહિતનાં કાર્યક્રમો તા.17 થી 23 ડિસેમ્બર સુધી નવુ ખેડુત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ બાયપાસ ચોકડી ખાતે યોજાનાર છે. સત્સંંગી જીવન કથામાં શાસ્ત્રીશ્રી હરીસ્વરૂપદાસજી સ્વામી વ્યાસપીઠ પરથી સંગીતમય કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે જળયાત્રા, પોથી યાત્રા, ઘનશ્યામ જન્મોત્સવ, ગાદી પટાભીષેક, અન્નકુટ અભીષેક, મહાપુજા, વ્યાખ્યાન માળા, રકતદાન કેમ્પ, દરરોજ રાત્રે રાસોત્સવ, સત્સંગ, ડાયરો અને સાંસ્કૃૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં સંતો મહંતો પધારી આર્શીવાદ પાઠવશે. મહોત્સવનું ઉદઘાટન શ્રી મોહનપ્રસાદ સ્વામી ધોરાજી અને શ્રી મોહનપ્રસાદ સ્વામી પીપલાણાનાં હસ્તે કરાશે. દિપ પ્રાગ્ટય રામકૃષ્ણ દાસ સ્વામી, ધર્મચરણદાસ સ્વામી કરશે. મંગલ પ્રવચન દેવકૃષ્ણદાસ સ્વાણી આપશે. આ મહોત્સવમાં સાંખ્ય યોગી બહેનો રવીકાંતાબેન, અમરેલીથી લીલાબેન, ભારતી બેન, ગીતાબેન ઉપસ્થિત રહેશે. વ્યાખ્યાનમાળામાં સ્વામીશ્રી માધવપ્રીયદાસ સ્વામી સહિત સંતો પ્રવચન આપશે. કાર્યક્રમોનો લાભ લેવા મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, દિલિપભાઇ સંઘાણી, નારણભાઇ કાછડીયા, બાવકુભાઇ ઉંઘાડ, હિરેનભાઇ હિરપરા, અશ્ર્વીનભાઇ સાવલીયા, પી.પી.સોજીત્રા, મુકેશભાઇ સંઘાણી, કૌશીકભાઇ વેકરીયા, પરેશભાઇ ધાનાણી, વિરજીભાઇ ઠુંમર, જે.વી. કાકડીયા, પ્રતાપભાઇ દુધાત, મોહનભાઇ નાકરાણી, જયંતીભાઇ રાણવા, મનીષભાઇ સંઘાણી, તુષારભાઇ જોષી પણ ઉપસ્થિત રહેશે. તેમ સત્સંગ સમાજ અમરેલી વતી કોઠારી સાધ્ાુ ગોપાલ મુનીદાસજીએ જણાવ્યું છે.


બગસરામાં દીપડાનો હાહાકાર : વધ્ાુ એક બાળકી ઉપર ત્રાટકયો

બગસરા,ગીર જેમ સિંહોનું ઘર છે તેમ બગસરાની આથમણી દીશાએ દીપડાઓનું નવુ ઘર બન્યું હોય તેમ લાગી રહયું છે ગઇકાલે મોટા મુંજીયાસરમાં દીપડો ખેડુતને ખાઇ ગયા બાદ આજે બીજે દિવસે સાંજના સમયે બગસરાનથી શાપર જવાના માર્ગે મુંજીયાસર ડેમના પાળા પાસે આવેલી વાડીમાં પ્રકાશ બરજોડ નામના ખેતમજુર ઉપર દીપડાએ હુમલો કયાર્ના અર્ધા કલાક પછી હળીયાદ અને મોટા મુંજીયાસરની વચ્ચે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં દીપડાએ એક ચાર વર્ષની બાળકીને શિકાર બનાવવાનો પ્રયાસ કરતા તેણીના પિતાએ તેણીને બચાવી લીધી હતી.આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બગસરાના હળીયાદ અને મુંજીયાસર ગામની વચ્ચે લખુભાઇ કરસનભાઇ રફાળીયાની વાડી આવેલી છે જેને નિલેશભાઇ મધ્ાુભાઇ હિરપરાએ વાવવા રાખેલી છે આ વાડીમાં પંદર મજુરો કામ કરી રહયા હતા સાથે ચાર નાના બાળકો પણ હતા રાત્રીના આઠ વાગ્યે કપાસને કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે વણમાં છુપાયેલ આદમખોર દીપડાએ કાળુભાઇ પગી નામના ખેતમજુરની ચાર વર્ષ ની દીકરી ઉપર તરાપ મારી હતી આ સમયે નજીક જ રહેલા કાળુભાઇ પગી પોતાની દિકરી ઉપર ત્રાટકી રહેલા દીપડાને જોઇ જતા લાકડી લઇને મોતના મુખ જેવા દીપડા સામે દોડયા હતા અને તે દુર હોય તેણે લાકડીનો છુટો ઘા દીપડા ઉપર કરતા દીપડો ભાગ્યો હતો અને આ બાળકી બચી ગઇ હતી.દીપડા વૃધ્ધ તથા બાળકોને સૌથી પહેલા શિકાર બનાવે છે કારણે તેની પાસે પ્રતિકાર શકિતી નથી હોતી.


મોટા મુંજીયાસરમાં ખેડુતની લાશ સ્વીકારવા પરિવારનો ઇન્કાર

અમરેલી,જયાં સુધી દીપડાએ ફાડી ખાધ્ોલા ખેડુત પરિવારને વળતર ન મળે ત્યા સુધી બગસરાના મોટા મુંજીયાસરમાં ખેડુતની લાશ સ્વીકારવા પરિવારે ઇન્કાર કરી દીધો છે.ગઇ કાલે ભાવનગર ખાતે ખેડુત વજુભાઇની લાશને પેનલ પોસ્ટમોટર્મ માટે લઇ જવાઇ છે. અને જયારે તે પરત કરાશે ત્યારે તેને પરિવાર નહી સ્વીકારે પહેલા સરકાર વળતર ચુકવે અથવા તો તે પરિવારની દિકરીને સરકારી નોકરી આપે તેવી માંગ પરિવારે કરી છે જયારે અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં ગામના સરપંચ શ્રી સતાસિયાએ આક્રોશ સાથે જણાવેલ કે સરકારે દિપડાને મારવાનો હુકમ કર્યો છે પણ દીપડાને ઠાર મારવા માટે વનતંત્રના 75 કર્મચારીઓ લાકડી લઇને ફરે છે ! તે લાકડીથી દીપડાને ઠાર મારશે ? જયારે ગામના ઉપસરપંચ શ્રી નારણભાઇ વઘાસિયાએ જણાવેલ કે ગામના ખેડુતને મારનાર દીપડો હજુ પકડાયો નથી અને લાઇટ માત્ર અમારા ગામ પુરતી દિવસની કરાય છે તે કાયમી રહેશે તેવી લેખીત ખાત્રી પણ ખેડુતોને મળવી જોઇએ.ગીરના કાંઠે આવેલા અમરેલી જિલ્લામાં વિકટ બની રહેલા રાની પશુઓના પ્રશ્ર્ને ખેડુત અને અમરેલીના પુર્વ રાજવી પરિવારના વંશજ અને કિસાન સંઘના પ્રદેશ મંત્રી શ્રી સામતભાઇ જેબલીયાએ જણાવેલ કે જંગલની આસપાસ નવસો ઉપરાંતના સિંહ અને દોઢ હજાર દિપડાઓના આતંકથી ધરતીપુત્રો ભયભીત છે અમે સરકારને રજુઆત કરી છે કે આ જનાવરોને કચ્છ તથા હીંગોળગઢ અને વેળાવદર અભ્યારણ્યમાં મુકી સાત ફુટની દીવાલ અને તેની ઉપર સાત ફુટનું ફેન્સીંગ કરી તમામ રાની પશુઓ તથા રોજડાઓ અને રેઢીયાળ ઢોરને અંદર મુકી દેવામાં આવે અને તેનો કાયમી નિકાલ કરવા માં આવે.


લાઠીનાં માળવીયા પીપરીયા પાસેથી મળેલ લાશમાં હત્યાનો ગુન્હો દાખલ

અમરેલી,લાઠી તાલુકાના માળવીયા પીપરીયા સીમમાં તા. 30/11 ના એક અજાણ્યા પ્રૌઢની લાશ મળી આવતા. પોલીસે લાશને ભાવનગર સરકારી દવાખાને પીએમ માટે મોકલવામાં આવતા આ લાશ તેરૂભાઇ તેતુભાઇ ભુરીયા ઉ.વ. 40 ની હોવાનું જાણવા મળેલ. અને પોસ્ટમોટમ દરમિયાન કોઇએ બોથડ પદાર્થ વડે માર મારી હત્યા નીપજાવ્યાનું ખુલતા લાઠી પોલીસે આ બનાવમાં હત્યાનો ગુન્હો દાખલ કરી વધ્ાુ તપાસ હાથ ધરી છે.


error: Content is protected !!