Main Menu

Monday, December 9th, 2019

 

રાજુલાના રામપરામાં પૂ. મોરારીબાપુની રામકથા યોજાશે

રાજકોટ, રાજુલા તાલુકાના રામપરા ગામ પાસે આવેલા વૃંદાવનબાગ અને રાજુલામાં જે ભવ્યતીભવ્ય સાધનો સાથે વિવિધ રોગોના દર્દીઓની વિનામૂલ્યે નામાંકીત ડોકટરો દ્વારા સેવા આપવાની છે. તેવા મહાત્માગાંધી આરોગ્ય મંદિરના સેવાથે પૂ. મોરારીબાપુએ યજમાન સાથે રામકથા ફાળવી છે. આ રામકથા 14 માર્ચ થી 22 માર્ચ 2020 માં થશે. રાજુલામાં થોડા મહિનાઓ પહેલા પૂ. મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતીમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે મહાત્માગાંધી આરોગ્ય ભુવનનું ખાતમુહુર્ત કર્યુ હતું. આ પ્રસંગે પૂ. બાપુએ વૃંદાવનબાગ અને મહાત્માગાંધી આરોગ્ય ભુવનના સેવાર્થે યજમાન સાથે રામકથા આપવાની વાત કરી હતી. જે માર્ચ માસમાં મૂર્તિ મંત થશે. પૂ. બાપુ હરહંમેશ આરોગ્ય ક્ષેત્રની ચિંતા કરતા આવ્યા છે. તેમના વિચારો છે કે ગરીબ વર્ગને જરૂરી તબીબી સારવાર વિનામૂલ્યે સારા નામાંકીત ડોકટરો દ્વારા મળે. પૂ. બાપુના આ વિચારોને આગળ ધપાવવા રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે મુળ રાજુલાના અને હાલ મુંબઇ ખાતે સ્થાયી થયેલા શ્રેષ્ઠીઓનો સંપર્ક કરી અનુદાન મેળવી પૂ. બાપુના આર્શીવાદ સાથે રાજુલામાં મહાત્માગાંધી આરોગ્ય મંદિર બનાવવાનું ભગીરથ કાર્ય હાથધર્યુ છે. કથામાંથી જે આવક થશે તે પૂ. બાપુ વૃંદાવનબાગ આશ્રમ અને મહાત્માગાંધી આરોગ્ય મંદિરને ફાળવશે.


માનવને મોતને ઘાટ ઉતારનાર દિપડાઓને ઠાર મારવાને બદલે છોડી મુકવાની વાત મુર્ખતાપુર્ણ : ડૉ.ભરતભાઇ કાનાબાર

અમરેલી,ભાજપના આગેવાન અને જાણીતા વિચારક ડૉ. ભરતભાઇ કાનાબારે ટવીટ કરતા જણાવેલ છે કે, રેપના આરોપીઓનું એન્કાઉન્ટર થઇ શકે પણ માનવને મોતને ઘાટ ઉતારનાર દિપડાઓને ઠાર મારવાને બદલે છોડી મુકવાની વાત મુર્ખતાપુર્ણ છે.સ્વરક્ષણ માટે માનવીને મારવાનો અધિકાર પણ હીંસક પ્રાણીને મારો તો ગુનો આ કયાંનો ન્યાય ? જો વનતંત્ર આ વાત ન સમજે તો લોકોએ દીપડાને મારવો જોઇએ તેમ ડો.ભરતભાઇ કાનાબારે જણાવ્યું છે.


વન્ય પ્રાણીઓએ માઝા મુકી છે ત્યારે સરકારી તંત્ર નિષ્ફળ : હવે અમને છુટ આપો : શ્રી દિલિપ સંઘાણી

અમરેલી, અમરેલી વિસ્તારમાં દિપડા જેવા વન્ય પ્રાણીઓ દ્વારા રેવન્યુ ક્ષેત્રમાં ઘુસી પશુઓ અને માનવોને ફાડી ખાવાનાં બનાવો વધતા કૃષિ ગ્રામ્ય વિકાસ પરીષદનાં સ્થાપક પ્રમુખ, રાજયનાં પુર્વ કેબીનેટ મંત્રીશ્રી દિલિપભાઇ સંઘાણીએ આવા પ્રાણીઓને પુરા કરવા માટે સરકાર પાસે છુટ માંગતા ચર્ચા જાગી છે. સ્વરક્ષણ માટેનો અબાધિત અધિકાર બંધારણીય જોગવાઇમાં સમાવાયેલ છે. અને તેનો ઉપયોગ માણસમાત્ર તેમના પર રહેલ જીવનાં જોખમ સમયે સ્વરક્ષણ માટે કરી શકે છે. આ માટે પ્રસ્તુત વિગત આપતા શ્રી સંઘાણીએ રાજયનાં વનમંત્રી ગણપતભાઇ વસાવાને પત્ર પાઠવી જણાવેલ કે આપશ્રીનાં ધ્યાને એટલા માટે મુકી રહયો છુ. કે વન્ય હિંસક પ્રાણીઓ છેલ્લા ઘણા લાંબા સમયથી રોજીંદા ઓછામાં ઓછા એક અથવા તેથી વધ્ાુ પશુનું મારણ તેમજ ખેડુતો-ખેતમજુરો ઉપર જીવલેણ હુમલાનાં કારણે ખેડુતો-ખેતમજુરો ખેતી છોડવા મજબુર બન્યા છે. જેથી ના છુટકે માનવભક્ષી પ્રાણીઓને મારવાની મંજુરી આપની સમક્ષ માગવી પડે છે. વન્ય પશુઓ જંગલ વિસ્તાર છોડીને રેવન્યુ વિસ્તાર સહિત માનવીય રહેણાંક વિસ્તારમાં વિચરવા લાગ્યા છે. ખોરાક અને પાણીની તલાશમાં ફરતા આ પ્રાણીઓ પશુધન અને ખેતરમાં કામ કરતા ખેડુતો અને ખેતમજુરો પર જીવલેણ હુમલો કરીને મોતનાં મુખમાં ધકેલે છે. પશુઓનું મારણ થાય છે. વન્ય પશુઓનાં ત્રાસને કારણે ખેડુતો – ખેતમજુરો ખુબ ભયભીત પરિસ્થિતીમાં છે. જીવલેણ હુમલાનાં જોખમમાં છે તેમજ પશુ પાલકો પોતાનાં પશુઓને ચરાવવા જતા પણ ડરે છે. પશુ પાલકો પોતાનો વ્યવસાય છોડવા મજબુર બન્યા છે. ભારતીય દંડ સંહિતાની જોગવાઇ કલમ-100 મુજબ માનવી પોતાનાં સ્વબચાવ માટે સામે માણસ દ્વારા જીવનું જોખમ હોય. મારવાનો અધિકાર આપેલ છે. પરંતુ હિંસક પ્રાણીઓ દ્વારા હુમલાઓની બાબતમાં કોઇ ઉલ્લેખ નથી. ત્યારે આપની પાસે વન્ય પ્રાણીઓ દ્વારા કોઇ માનવ વિસ્તારમાં કે રેવન્યુ વિસ્તારમાં માનવભક્ષી હિંસક વન્યપ્રાણી આવે ત્યારે ખેડુતો અને ખેતમજુરોને રક્ષણ આપી શકે તે માટે તંત્ર પાસે કોઇ વ્યવસ્થા કે કાનુની જોગવાઇ નથી. મને મળતી માહિતી મુજબ માનવભક્ષી હિંસક પ્રાણીઓને મારવા માટે વન વિભાગનાં અધિકારીઓને સરકાર દ્વારા નિર્દેશ આપેલા છે. પરંતુ વન વિભાગનું તંત્ર સંપુર્ણ નિષ્ફળ ગયુ છે. અથવા તો ઘોર બેદરકારી સેવે છે. જેને કારણે ઘણા લાંબા સમયથી રોજ-બરોજ અમારા સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં ખેડુત-ખેતમજુર કે પશુપાલકો પશુઓનુ કે જેના આધારીત રોજગારી છે. તેમને મારવાનાં રોજ-બરોજનાં બનાવો બની ચુકયા છે. ત્યારે સમગ્ર કૃષિ ગ્રામ હિતમાં કામ કરતી સંસ્થા કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ તરફથી આપને વિનંતી છે કે, આપને કાયદાથી મળતા અધિકારનો ઉપયોગ કરીને રેવન્યુ અને માનવ વસાહતનાં વિસ્તારમાં આવા કોઇ વન્ય હિંસક માનવભક્ષી પ્રાણીઓ આવે તો તેમને મારવાની કાયદેસરની છુટ અને અધિકાર અમારી સંસ્થાને આપવામાં આવે. અમારી સંસ્થા પોતાનાં ખર્ચે આ અંગેનાં એક્ષપર્ટ રોકીને આ વિસ્તારનાં માનવીઓ-પશુપાલકો અને પશુધનનું રક્ષણ કરવા માટે હિંસક પ્રાણીઓને મારીને સરકારનાં માર્ગદર્શન મુજબ તે પ્રાણીનાં દેહની નીકાલ સરકારશ્રીનાં આદેશનાં ચુસ્ત પાલન સાથે કરીશું. જેથી તાત્કાલીક અમને આ પરવાનગી આપવા વિનંતી. જેથી ખેડુતો – મજદુરો – પશુપાલકોનાં અને પશુપાલકોનાં પશુઓને રક્ષણ આપી શકાય.


જયાં સુધી દીપડો ન પકડાય કે ઠાર મરાય ત્યાં સુધી ઓપરેશન નોનસ્ટોપ શરૂ રહેશે

અમરેલી,બગસરા પંથકમાં હાહાકાર અને આતંક મચાવનાર દીપડો જયાં સુધી ન પકડાય કે ઠાર મરાય ત્યા સુધી ઓપરેશન નોનસ્ટોપ શરૂ રહેશે તેમ વનવિભાગ દ્વારા જણાવાયું હતુ જેના કારણે નવી જાહેરાત નથાય ત્યા સુધી સુર્યાસ્ત પછી વાડીઓના કાચા મકાનોમાં રહેનારાને જગ્યા છોડી દેવા અને પાકા મકાનોને બંધ રાખવા સુચના અપાઇ છે સાથે સાથે અનેક દીપડાઓમાંથી માનવીને ખાઇ જનારા આદમખોર દીપડાને શોધી ઠાર મારવા વનતંત્ર દ્વારા જોરદાર કવાયત શરૂ કરાઇ છે.


દોઢ હજાર જેટલા દીપડા અને નવસો જેટલા સિંહોને કારણે ગીર નજીકના વિસ્તારમાં ઉભી થઇ રહેલી વિકટ સ્થિતિ

અમરેલી,જયારથી માલધારીઓને જંગલમાંથી બહાર કાઢી મુકાયા છે ત્યારથી ગીરના જંગલમાંથી બહાર આવી માનવીઓની વસાહતમાં આવીને રાની પશુઓ દ્વારા માનવી ઉપર હુમલાના બનાવો સતત વધી રહયા છે હાલના તબકકે એક અંદાજ મુજબ દોઢ હજાર જેટલા દીપડા અને નવસો જેટલા સિંહોને કારણે ગીર નજીકના વિસ્તારમાં વિકટ સ્થિતિ ઉભી થઇ રહી છે.જેના કારણે આવનારા સમયમાં માનવી અને જનાવરો વચ્ચે સંઘર્ષ સો ટકા થવાનો છે તેના એંધાણ દેખાઇ રહયા છે જો આજે તંત્ર પગલા ન લે તો લોકો આ જાનવરોને શોધી અને મારી નાખે તેવા મુડમાં દેખાયા હતા. હાલમાં જંગલમાં બારમાસી નદીઓ રહી નથી અને પ્રાણીઓ માટે ટેન્કરોથી પાણી ભરાય છે પણ કુદરતી પાણી ખુટી જતા જંગલમાં બહુ તૃણભક્ષી પ્રાણી રહયા નથી અને માલધારીઓને પહેલા આસાનીેથી મળતા ઢોર પણ મળતા નથી જેના કારણે જંગલના હિંસક જનાવરો બહાર નિકળી ગયા છે અને બહાર નિકળેલા જનાવરો માટે ઢોર અને માનવી સૌથી સહેલા શિકાર છે જેથી આવા બનાવો બનવાના જ છે.


72 કલાકમાં આદમખોર દીપડાને ઠાર મરાશે : શુટરો મેદાનમાં

અમરેલી,અમરેલી જિલ્લામાં હાહાકાર મચાવતા દીપડારાજનો અંત લાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો તંત્રને આદેશ કરતા 72 કલાકમાં આદમખોર દીપડાને ઠાર મારવા માટે વનતંત્ર અને પોલીસ તંત્રના શુટરો મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે વન્યપ્રાણી દ્વારા હુમલાના બનાવો બન્યા છે જે અન્વયે ગાંધીનગર વન વિભાગના મુખ્ય વન સંરક્ષકશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી તથા અમરેલીના નાયબ વન સંરક્ષક દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવભક્ષી બનેલ દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા જૂનાગઢ, ગાંધીનગર અને અમરેલી વન વિભાગના વન કર્મીઓ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરશે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા મેગા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તેમજ શૂટ એટ સાઈટના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. સંભવિત વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 30 જેટલા પીંજારા મુકવામાં આવ્યા છે. વન વિભાગના 3 સી.સી.એફ. અને 7 જેટલા ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ આ ઓપરેશન થઇ રહ્યું છે. અંદાજે 6 થી 7 જગ્યા એ શૂટ એટ સાઈટ માટે શાર્પ શુટરની ટીમ તૈયાર કરવામાં આવી છે. દીપડો ક્યાં છુપાયેલો છે તેને શોધવા કુલ 8 જેટલા ભભ્ફ કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ નવા 16 કેમેરા પણ લગાવવામાં આવશે. વધુ માં આવતીકાલથી 24ટ7 કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓએ ઓપરેશન પૂરું પાડવા માટે લોકોનો સહકાર મળે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વધુમાં માંચડા બનાવવા તથા પાણીના ટાંકા બતાવવાની યોજના શરુ કરે જેથી રાત્રીના પાવરમાં પાણીનો સ્ટોરેજ કરીને દિવસે પાણીનો ઉપયોગ કરી શકાય અને પ્રભાવિત વિસ્તારમાં સત્વરે આ કામગીરી હાથ ધરવામાં આવશે. મુખ્ય વન સંરક્ષકશ્રીએ અત્રે કેમ્પ કર્યો છે ત્યાં તેમની 11 જેટલી ટીમો કાર્યરત છે એમને વધુ મદદરૂપ થવા માટે પોલીસની 11 ટીમો કામગીરી માં જોડાશે. આ ઉપરાંત ખેડૂતો અને ખેતમજૂરોને સાંજે સાત વાગ્યા બાદ ખેતરમાં ન જાય તે માટે સૂચના આપવામાં આવી છે.


વાડી-ખેતરોમાં થતો માંસાહાર છે દીપડાઓના ત્રાસનું મુળ

અમરેલી,સિંહો માનવી ઉપર ભુખ્યા હોવા છતા હુમલા કરતા નથી અને દીપડાઓ હુમલા કરે છે તેની પાછળ વનવિભાગના અધિકાારીઓએ એક કારણ એ પણ બતાવ્યું હતુ કે, અમુક પ્રકારના માંસ અને માછલીની ગંધ દીપડાઓ બહુ દુરથી પારખી લેતા હોય છે અને તેના કારણે ત્યા લપાઇને બેસી જાય છે.જયારે તે ગંધના આધારે વાડી ખેતરોમાં જઇ અને હુમલા કરતા હોય છે.આવા બનાવો વધારે બને છે જોકે અમુક જગ્યાએ આવુ ન હોવા છતા દીપડા હુમલા કરતા હોય છે પણ તેમા સૌથી મોટુ કારણ આ હોય છે અને સાથે સાથે હવે એ હકીકત પણ ગામડાઓમાં ચર્ચાઇ રહી છે કે,સીમ વિસ્તારોમાં ભાગવું આપેલ અને રખોપા માટે રાખેલ સૌરાષ્ટ્ર બહારના લોકો આવી માંસાહરી વાનગીઓ રાંધતા હોવાને કારણે આવા બનાવો બનવાની શકયતાઓ વધી જાય છે.


એસપીશ્રી નિર્લિપ્ત રાય ખુદ બગસરાના ગામડાઓમાં પહોંચ્યા

અમરેલી, સ્પેશ્યલ ઓપરેશન ગૃપ તથા લોકલ ક્રાઇમ બ્રાંચ અને ચુનંદા શુટરો સાથે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય ખુદ રાત્રે દીપડાથી આતંકીત વિસ્તારમાં પહોંચ્યા છે રાત્રે પોલીસ તંત્ર દ્વારા લોકોને રાત્રીના સમયે સીમમાં ન જવા સુચના અપાઇ છે તથા પોલીસની 11 ટુકડીઓને પણ વનતંત્રની મદદ માટે જોડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.


ડ્રોન દ્વારા દીપડાઓને પીવાના પાણીની જગ્યાઓનો સર્વે શરૂ કરતુ વનવિભાગ

અમરેલી,બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાની અવરજવરને સમજવા માટે પહેલી વખત રેવન્યુ વિસ્તારમાં સીસીટીવી અને 16 નાઇટવીઝન કેમેરાનો ઉપયોગ કરાનાર હોવાનુ વનતંત્રના અધિકાારીએ જણાવ્યું હતુ. સાથે સાથે ડ્રોન દ્વારા દીપડાઓને પીવાના પાણીની જગ્યાઓનો સર્વે પણ વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે અને દીપડાઓને પકડવા માટે પંદરને બદલે ત્રીસ પાંજરા ગાોઠવ્યા છે તથા છ વેટરનરી ડોકટરો દીપડાને બેભાન કરવાની ગન સાથે ખડેપગે રહયા છે અને છ થી આઠ સીલેકટેડ પોઇન્ટો ઉપર વનતંત્રના શુટરો અને પોલીસ વિભાગના ચુનંદા અધિકાારીઓ ગોઠવાયા હોવાનું જાણવા મળેલ છે.


કલેકટર શ્રી આયુષકુમાર ઓકની સાથે ચર્ચા કરી વનતંત્રના ઉચ્ચ અધિકારીઓને અમરેલી મોકલતા શ્રી વિજયભાઇ રૂપાણી

અમરેલી, દીપડાએ બીજા દિવસે પણ બીજી હત્યા કરતા ચોંકી ઉઠેલા રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ વહેલી સવારે અમરેલીના કલેકટર શ્રી આયુષકુમાર ઓકની સાથે ચર્ચા કરી અમરેલી જિલ્લાની સ્થિતિ જાણી અને ગાંધીનગરથી વનતંત્રના ઉચ્ચ અધિકારીઓને અમરેલી મોકલતા રાજયના વનતંત્રના વરિષ્ઠ અધિકારી તથા ત્રણ સીસીએફ અને ચાર ડીએફઓનો અમરેલીમાં કેમ્પ રહેશે અને તે ઓપરેશન પુરુ થાય ત્યા સુધી અમરેલીમાં રહેનાર હોવાનું જાણવા મળેલ છે.બીજી તરફ આદમખોર દીપડાના ત્રાસનો અંત લાવવા માટે સવારે કલેકટર શ્રી આયુષ ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયે પણ યોજના બનાવી હતી અને વનતંત્રના 60 કર્મચારીઓને બદલે 150 ચુનંદા કર્મચારીઓને કામે લગાડાયા છે.


error: Content is protected !!