Main Menu

Tuesday, December 10th, 2019

 

બાબરામાં તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ

બાબરા, બાબરામાં તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં તાલુકા કોંગ્રેસના પ્રભારી સુરેશભાઈ બથવાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ વહાણી, ઉપ પ્રમુખ કિશોરભાઈ દેઠળિયા, અમિત જોગેલ, દિલીપભાઈ ખાચર, જીતુભાઇ સોલંકી, વિનુભાઈ કરકર, અશ્વિનભાઈભાઈ સાકરીયા, કુલદીપભાઈ બસિયા, અરવિંદભાઈ મેવાડા, સહિતના કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકાપંચાયત કચેરી ખાતે આયોજિત કોંગ્રેસની કારોબારીમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યની અને કેન્દ્રની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતુંકે આજે દેશમાં અરાજકતા નો માહોલ સર્જાયો છે ખેડૂતો,બેરોજગાર યુવાનો પોતાના હક માટે રોડે ચડ્યા અને આંદોલન કરવાની ફરજ પડી છે કેન્દ્રની સરકાર આર્થિક મુદ્દે પણ નિષ્ફળ નીવડી છે તેમજ કાયદો અને વ્યવસ્થા ઝીરો બની છે દેશની બહેન દીકરીઓ આજે સલામત નથી કેવી કાયદો ને વ્યવસ્થા છે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રોષ પૂર્વક સવાલો કરી આકરા શબ્દોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી તેમજ આગામી તા 14 ના રોજ દિલ્હી ખાતે આયોજિત કોંગ્રેસના કાર્યક્રમમાં બાબરા તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરોએને ઉમટી પડવા હાકલ કરી હતી તેમજ કારોબારીમાં ઉપસ્થિત પ્રભારી સુરેશભાઈ બથવારે સંગઠન બાબતે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.


જાફરાબાદના પીછડી ગામે દીપડાને જોઇ ચીસ પાડનાર મહીલાનો અવાજ જતો રહયો

લોર, બગસરાના મુંજીયાસરમાં અને બગસરામાં દીપડાએ બે માનવીને મારી નાખ્યા છે તેવા સમયે દીપડાઓની ત્રાસ માત્ર બગસરા જ નહી પણ જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ તાલુકામાં હોવાનો પણ સામે આવ્યું છે અહી ગામમાં બે જગ્યાએ દીપડો ખાબકયો હતો અને તેમા એક મહીેલાએ હાલના તબકકે પોતાનો અવાજ ગુમાવ્યો હતો.આ અંગેની વિગતો આપતા પીછડી ગામના ખેડુત પરસોતમભાઇ હરજીભાઈ ગોંડલીયાએ અવધ ટાઇમ્સને જણાવેલ કે, ગત રાત્રીના અમારી દસ ફુટ ઉંચી દીવાલ અને તેની ઉપરના બે ફુટના ફેન્સીંગને ઠેકીને દીપડાએ અમારા ચાર માસનું પાડરુ ને મારી નાખ્યું હતુ. રાત્રીેના સમયે અવાજ તથા અમે જાગી જતા દીપડો ભાગી ગયો હતો પણ ત્યાર બાદ અમે સવારે છ વાગ્યે જાગ્યા ત્યારે જોયુ તો દીપડો અર્ધા પાડરુને ચુપચાપ ખાઇને ચાલ્યો ગયો હતો અને બે દિવસ પહેલા જ અમારા ગામના પાટીદાર ખેડુત સાવજ પરિવાર બહાર હતી અને ઘરમાં માત્ર એક બહેન હતા તેવા સમયે દીપડો ખાબકતા ઢોરે ભાંભરડા નાખતા એ બહેન ઉઠી ગયા હતા.તેણે બતી કરતા સામે દીપડાને જોઇને દોડજો એવી ચીસ પાડી હતી પણ આ ચીસ પછી તેનો અવાજ જતો રહેતા તેને બહારગામ દવાખાને સારવારમાં લઇ જવાયા હતા.


સાવરકુંડલા પંથકનાં વ્યાજંકવાદીનાં કબજામાં રહેલી 13 મિલકતો ટાંચમાં લેવડાવતું પોલીસતંત્ર

અમરેલી,જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકળામણના કારણે મજબુરીથી પોતાના સારા નરસા પ્રસંગોએ વ્યાજખોરો પાસેથી ઉચા વ્યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉચુ વ્યાજ વસુલતા હોય છે. જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેસર રીતે ડરાવી ધમકાવી પડાવી લેતા હોય છે. પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ત્રાસથી ફરીયાદ કરતા નથી. અને ત્રાસથી બચવા પોતાનું વતન છોડી અન્ય સ્થળે જતા રહેતા હોય છે. આજ પ્રકારે વ્યાજખોરોનો ભોગ બનનાર યોગેશ હિંમતભાઇ ગેડીયા પોતાનું વતન સાવરકુંડલા છોડીને પોતાની બહેનને ત્યાં જતો રહેલ. અને બહેનને પોતાની આપવીતી જણાવેલ. બહેન સરોજબેન હિંમતભાઇ ગેડીયા સાવરકુંડલા વાળાએ હિંમત દાખવી ગત તા.29/9 ના સાવરકુંડલા પોલીસ મથકમાં વ્યાજખોરો જીતુ મનુ વાળા, મનુ ભીમ વાળા રહે. સાવરકુંડલા, રણુ ભીમ વાળા રહે.ખંભાળીયા, જનક ભાભલુ, દાનુ ઉર્ફે ભડીયાવાળા રહે. મઢડા, ઉદય ઓઇલ મીલ પ્રકાશ કાંતિલાલ ગઢીયા, રવજી રામજી ગેડીયા, અમૃત ઉર્ફે અમીત રામજી મોરી રહે. સાવરકુંડલા વિરૂધ્ધ ફરીયાદ લખાવેલ આ કામના આરોપીઓ નાણા ધિરધાર લાઇસન્સ ધરાવતા ન હોવા છતા પોતાના ભાઇને ઉચા વ્યાજે રૂપીયા આપી વ્યાજ ચુકવેલ છતા અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની સાવરકુંડલા પોલીસ મથકમાં ફરીયાદ કરતા જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા ગુન્હાની ગંભીરતાથી ધ્યાનમાં લઇ વ્યાજંકવાદીઓની ચુંગાલમાંથી નિર્દોષ જનતાને છોડાવવા તપાસ સાવરકુંડલાના પીઆઇ આર.આર.વસાવાને સોપી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરી તપાસના કામે જરૂરી મુદાઓ અંગે સઘન તપાસ કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. જેના આધારે ચોકાવનારી હકીકતો ખુલવા પામી હતી. આરોપી પૈકીના મનુ ભીમ વાળા તેના દિકરાઓ જીતુ મનુ, અજય મનુ અને તોના સાગરીતો રઘુવીર હકુ ખુમાણ તથા અમીત હસુ મહેતાને સાથે રાખી નાણા ધિરધારનું લાઇસન્સ ધરાવતા ન હોવા છતા ઉચા વ્યાજે નાણા આપી કાળી કમાણીમાંથી સ્થાવર અને જંગમ મિલ્કત ઉભી કરેલ છે. વ્યાજ કે મુદલ ન ચુકવી શકે તો તેમની મિલ્કત ગેરકાયદેસર ધાક ધમકીથી પડાવી લેતા હતા. અને પોતાના સાગરીતો રઘુવીર હકુ ખુમાણ તથા અમીત હસુ મહેતાના નામે જમીન, મકાન, પ્લોટના કબ્જા વગેરેના બાનાખત કરાવી લેતા હતા. વ્યાજખોર મનુ ભીમ વાળા તથા તેના દિકરા જીતુ મનુ વાળા તથા અજય મનુ વાળા, મનુ ભીમના પત્નિ વસંતબેનના નામે સાવરકુંડલામાં મકાન તથા મિલ્કત આવેલ છે. અને ધારી તાલુકાના દીતલા ગામે તથા શેલ ખંભાળીયા ગામે ખેતીની જમીન, ફાર્મ, બાગ, બગીચા, આંબા વાડીઓ ધરાવે છે. તેમજ સરકારી પડતર જમીન, ડુંગરાળ જમીન, ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી પેશકદમી કરી ગેરકાયદેસર જમીન વાળી લઇ કબ્જો મેળવી લેતા હતા. આવા સંજોગોમાં જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શન તળે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આરોપીઓ અને સાગરીતોની મિલ્કતો અંગે પુરાવાઓ મેળવવામાં આવેલ અને કાળી કમાણીમાંથી સ્થાવર મિલ્કતો મેળવેલ હોવાનું જણાતા પુરતા પુરાવાઓ અને સાધનીક કાગળો મેળવી ઇન્કમટેક્સ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા દરખાસ્ત કરતા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આરોપીઓના અને તેના સાગરીતોના નામે રહેલી 13 સ્થાવર મિલ્કતો ટાંચમાં લેવામાં આવેલ છે. અને અન્ય ગેરકાયદેસર મિલ્કત તથા ગેરકાયદેસર દબાણ તથા પેશકદમી અંગે તપાસની કાર્યવાહી શરૂ છે. આમ વ્યાજંકવાદીઓ વિરૂધ્ધ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતા અને પોલીસ અધિક્ષક અમરેલી તરફથી આવા વ્યાજખોરોનો ભય કે ડર રાખ્યા વગર આમ જનતાને આગળ આવી ફરીયાદ કરવા શાંત્વના અને હિંમત આપવામાં આવતા ઉપરોક્ત વ્યાજખોરો વિરૂધ્ધ અન્ય ભોગ બનનાર લોકો દ્વારા વધ્ાુ 7 ફરીયાદો કરવામાં આવેલ છે.


ધારીમાં દીપડા મુદ્દે ખેડુતોની બેઠક : આવેદન અપાયું

ધારી, ધારીમાં ખેડુતોની બેઠક મળી હતી અને મામલતદાર સમક્ષ આવેદન પત્ર અપાયું હતુ અને દિપડાનાં મુદ્દે મામલતદારને રોષભેર રજુઆત કરાઇ હતી. આ બેઠકમાં તાલુકાનાં તમામ સરપંચો અને વિવિધ આગેવાનોની ઉપસ્થિતીમાં સરપંચો દ્વારા ઠરાવો કરાયા હતાં. અને તાલુકાભરનાં તમામ સરપંચોએ ઉમટી વિરોધ પ્રદર્શીત કર્યો હતો. ધારી માર્કેટયાર્ડ ખાતે પુર્વ ધારાસભ્ય મનસુખભાઇ ભુવાના અધ્યક્ષ પદે બેઠક મળી હતી. જેમાં મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતુ. અને ગ્રામસભા બોલાવી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ખેતીવાડી વિસ્તારોમાં નુકશાન કરતા વન્યપ્રાણીઓ જેવા કે રોજભુંડ અને માનવભક્ષી દિપડાઓનો ત્રાસ વધી ગયો છે. એક મહિનામાં 15 જેટલા લોકોનો ભોગ લીધો છે. ખેતી કરવી હવે મુશ્કેલ બની ગઇ છે. જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહ દિપડા કોઇ કારણોસર મરે તો ખેતમજુરો ઉપર ખોટા કેસ કરી હેરાન કરે છે. તેથી ગ્રામસભાએ ઠરાવ કર્યો છે કે માનવભક્ષી દિપડાનાં હુમલાનાં ભોગ બનેલાઓનાં પરિવારને 25 લાખ રૂપિયા અથવા વારસદારને સરકારી નોકરી આપવી તેમજ ઇજાગ્રસ્તને 10 લાખ રૂપિયા તથા ખેડુતોને ખેતીમાં દિવસે થ્રીફેજ વિજળી આપવી અને ખેડુતોને પાક રક્ષણ હથિયારા લાયસન્સ આપવા અને જે હથિયાર લાયસન્સ રદ કરેલ છે તે ફરી રીન્યુ કરવા મુંજીયાસર ચુડાવડ અને બગસરા તાલુકામાં ખેડુતો પર થયેલ કેસો પરત ખેંચવા અને વન વિભાગનાં અધિકારી કચેરીઓની બેદરકારીઓએ તેમની ઉપર એફઆઇઅ કરી ગુન્હો નોંધવો ખેડુતોને પાણીની સ્ટોરેજ માટે આરસીસી ટાંકાની મંજુરી આપવા અગાઉ જીએલડીસીની યોજના હતી તે ફરી શરૂ કરવા અને રાત્રીના સમયે ખેડુતોને થ્રીફેજ વિજળી હોય તો રાત્રે ટાંકા ભરીને સવારે પીયત કરી શકે. ખેડુતોનાં ઉભા પાકને બચાવવા વાયર ફેનસીંગમાં 80 ટકા સબસીડી આપવા અને ખેતીપાકને રાત્રે રક્ષણ કરવા ઉચા મેળા મશાણ આપવા અને માનવભક્ષી દિપડાને ઠાર કરવા મજુંરી આપવા સહિતનાં દસ ઠરાવો ગ્રામસભામાં કરવામાં આવ્યા છે અને સરકાર સમક્ષ પણ રજુઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા સંઘનાં પ્રમુખ જયંતીભાઇ પાનસુરીયા, જી.પ. સદસ્ય ભુપતભાઇ વાળા, પરેશભાઇ પટણી,કાંતીભાઇ રૂડાણી, ખોડાભાઇ ભુવા, વિનુભાઇ કાથરોટીયા, અશ્ર્વીનભાઇ કુંજડીયા, મૃગેશભાઇ કોરાડીયા, કિસાન સંધનાં લાલજીભાઇ વેકરીયા, વાઇસ ચેરમેન સુભાષભાઇ અને ધારી તાલુકાનાં તમામ સરપંચોની ઉપસ્થિતીમાં મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કર્યાનું જણાવ્યું છે. અને તાલુકાનાં દરેક ગામોમાં ગ્રામસભાનો ઠરાવ કરી ધારી માર્કેટ યાર્ડમાં પહોંચાડવા અનુરોધ કર્યો છે.


સાવરકુંડલા નજીક રામગઢનાં વ્યાજબી ભાવનાં દુકાનદારને પીબીએમ તળે જેલ હવાલે કરાયો

અમરેલી,સમાજના નબળા અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજબી ભાવે અને સરળતાથી નિયત પ્રમાણ મુજબ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ જેવી કે ઘંઉ, ચોખા, ખાંડ, ખાદ્ય તેલ, કેરોસીન વિ. નિયમિત રીતે મળી રહે તે હેતુથી સરકારશ્રીએ રાજ્યમાં જુદા-જુદા સ્થળે વ્યાજબી ભાવની દુકાન અંગેની યોજના અમલમાં મુકેલ છે. આ યોજના અંતર્ગત ચાલતી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક આવશ્યક ચીજ વસ્તુઓનું કાળા બજાર અને અનઅધિકૃત સંગ્રહ કરતાં મળી આવતાં તેને પી.બી.એમ. તળે જેલ હવાલે કરેલ છે. અમરેલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં રામગઢ મુકામે વ્યાજબી ભાવની દુકાન પંડીત દિનદયાળ ગ્રાહક સહકારી ભંડાર દુકાન વ્યાજબી ભાવના દુકાનદાર સંચાલક જયરાજભાઇ ખોડુભાઇ ખુમાણ રહે. રામગઢ તા.સાવરકુંડલા જી.અમરેલી વાળાએ વ્યાજબી ભાવની દુકાનના સંચાલન દરમ્યાન મોટા પ્રમાણમાં ગેરરિતી કરેલાનું પુરવઠા વિભાગની તપાસ દરમ્યાન જણાઇ આવેલ અને ખોટા બીલો બનાવી ગેરકાયદેસર રીતે ઓફ લાઇન વેચાણ કરેલ હોવાનું તપાસ દરમ્યાન મળી આવતાં આ શખ્સને આવશ્યક ચીજ વસ્તુઓના કાળા બજાર અટકાવવા અને પુરવઠો જાળવવા બાબતનો અધિનિયમ 1980 ની કલમ 3 ની પેટા કલમ ર હેઠળ અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આયુષ ઓક એ અટકાયતમાં લેવા પી.બી.એમ. ( પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટીંગ ) તળે વોરંટ ઇશ્યુ કરતાં જે વોરંટ આધારે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. શ્રી કે.ડી. જાડેજા તથા પોલીસ સબ ઈન્સ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા જયરાજભાઇ ખોડુભાઇ ખુમાણ રહે. રામગઢ તા.સાવરકુંડલા જી.અમરેલીવાળાની તા.06/12/2019 ના કલાક 22/00 વાગ્યે અમરેલી મુકામેથી અટકાયત કરી પાલનપુર જીલ્લા જેલ, જી.બનાસકાંઠા ખાતે અટકાયતમાં રાખવા મોકલી આપવામાં આવેલ છે. અને આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર જેવી સમાજ વિરોધી પ્રવૃતિ કરતાં ઇસમો સામે ચેતવણી રૂપે કડક કાર્યવાહી કરેલ છે. અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ પી.બી.એમ.ના અટકાયતીને પકડી પાડવામા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. શ્રી કે.ડી. જાડેજા તથા પોલીસ સબ ઈન્સ. એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમ ને સફળતા મળેલ છે.


અમરેલીનાં ટીંબામાં ભાઇએ ભાઇની હત્યા કરી

અમરેલી,અમરેલી તાલુકાના ટીંબા ગામે કનુ કરણ વાળા અને મરણ જનાર ધરમવિર ઉર્ફે ધમો કનુભાઇ વાળા ઉ.વ.25 બન્ને ભાઇઓ ઓફીસ રૂમમા સુતા હતા.રાત્રીના કરણ કનુ ઓફીસનું બારણુ ખોલી બહાર ગયેલ. અને પરત આવી બારણુ બંધ કરતા મરણ જનારને સારૂ નહી લાગતા. ગાળો બોલી જપાજપી થતા મરણ જનાર ધરમવિરે ઓસીકા નીચે રાખેલ છરી બહાર કાઢી મારવા જતા કરણ કનુએ છરી પકડી લઇ આંચકી ધરમવિરને ગળાના ભાગે બે થી ત્રણ ઘા મારી મોત નિપજાવ્યાની કનુભાઇ મેરામભાઇ વાળાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલી જીલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રી પી.પી.સોજીત્રાનું સન્માન

અમરેલી,અમરેલી મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક તેમજ સામાજીક સેવાઓને પ્રોત્સાહન આપતા મુસ્લિમ સમાજના નિ:સ્વાર્થ સેવાભાવી બિરાદરો તેમજ દારૂલ ઉલુમ મહેબુબીયાહ તથા મહેબુબ સ્કુલને મદદરૂપ થનાર સખીદાતાશ્રીઓનું સન્માન. અને અમરેલી જીલ્લાના મુસ્લિમ સેવાભાવી અગ્રણીઓનું સન્માન અને જીલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજનું સહીયારૂ સ્નેહ મીલન મહેબુબ સ્કુલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલ હતુ. જેમાં જીલ્લા ભરમાંથી 19 જેટલી મુસ્લિમ પેટા જ્ઞાતીના આગેવાનો, હોદેદારોએ હાજરી આપી હતી. જેમાં મહેબુબ સ્કુલ ટ્રસ્ટ દ્વારા સ્કુલને હંમેશા મદદરૂપ થનાર સખીદાતાશ્રીઓ અને સેવા આપતા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતુ. મહેબુબ સ્કુલના પ્રમુખ મહેબુબ રહેમાન કાદરીએ અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે અમરેલી જીલ્લાના વિકાસ પુરૂષ અને દરેક સમાજને સાથે રાખી કામ કરતા મુસ્લિમ સમાજના અને દરેક સમાજના કામોમાં અગ્રેસર રહેતા અને મહેબુબ સ્કુલ ટ્રસ્ટને હંમેશા મદદરૂપ થતા શહેર વિકાસ સમિતિના ચેરમેન, અમરેલી યાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રાનો આભાર વ્યક્ત કરી જીલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ અને મહેબુબ સ્કુલ ટ્રસ્ટ તેમનું સન્માન કરાયું હતુ. આ કાર્યક્રમમાં હાજી દીલશાદભાઇ શેખ, હાજી અમીનભાઇ હાલા ઉપરાંત તમામ મુસ્લિમ પેટા જ્ઞાતીઓના પ્રમુખ, સમાજ માટે કામ કરતી યુવા સંસ્થાઓને સન્માન પત્ર આપી સન્માન કરાયું હતુ. કાર્યક્રમને મહેબુબ સ્કુલના તમામ સ્ટાફ અને શાહિન ગૃપએ સેવા આપી સફળ બનાવ્યો હતો.


સૌરાષ્ટ્રને દિપડા મુકત નહિ કરાય તો આંદોલન

અમરેલી, સમગ્ર ગુજરાતને દિપડા મુકત કરવા અમરેલીમાં કલેકટરને આવેદન પત્ર પાઠવી ભારતીય કિસાન સંઘનાં આગેવાનોએ જોરદાર રજુઆત કરી હતી અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને દિપડા મુકત કરવામાં નહિ આવે તો જલદ આંદોલન કરવા પણ ચીમકી આપી દિપડા રોજભુંડને વન્ય પ્રાણી એકટનાં સેડયુલમાંથી દુર કરવા માંગ ઉઠાવી છે. અમરેલી જિલ્લામાં અને જુનાગઢમાં વિસાવદર સહિતનાં ગામો ખાસ કરીને ગીર વિસ્તારનાં ગામોમાં અલગ અલગ જગ્યાએ માનવભક્ષી દિપડાએ 14 જેટલા ખેડુતો ખેત મજુરોને ફાડી ખાઇ મોતને ઘાટ ઉતાર્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં દિપડાની સંખ્યા 2 હજાર ઉપરાંતની છે. હાલ ખેડુતો ખેતમજુરો વાડીએ જાતા પણ ફફડે છે. સારા વરસાદનાં કારણે પાણીનાં તળ ઉંચા આવ્યા અને શીયાળુ પાકને ખુબ વાવેતર થયેલ હોય. વાડીએ સીમમાં રખોપુ કરવુ પડે છે. પણ દિપડાનો ત્રાસથી મુંજવણ ઉભી થઇ છે. હાલ ખેતી ભાંગી પડે તેવી સ્થિતી છે તેથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતને દિપડા મુકત કરવામાં આવે તેમજ વન્ય પ્રાણી એકટ 1972નાં સેડયુલ એકટમાંથી દિપડા રોજભુંડને દુર કરવા અને જંગલખાતાની છેલ્લી હદ કયાં સુધીની છે તે બતાવવા અને રેવન્યું વિસ્તારમાં દિપડા રોજભુંડને રાખવામાં આવે છે. તે તત્કાલ ખસેડવામાં આવે. લોકોશન ટાવર, મેળા, તથા જંગલ ખાતા દ્વારા રેવન્યુ વિસ્તારમાં કરાતુ દબાણ અને તારફેન્સીંગ, શેઢે રોપાવાવવા સહિત સિંહની જાળવણી માટે સરકારશ્રીની કેટલી ગ્રાન્ટ આવે છે તેનાં આંકડા આપવા રેવન્યુ જમીન વાવેતરની વાડીમાં થ્રી ફેઇઝ પાઇપલાઇન નાખવા પરમીશન મંજુરી વગર નખાતા લાઇન વાયર અને ઇકો સેન્સીીટીવ વિસ્તાર રદ કરવા તથા મૃત્યુુનાં બનાવમાં 25 લાખ વળતર આપવા અને તેનાં નીરવાહ માટે 12 લાખ તાત્કાલીક ચુકવવા અને ખેડુતોનાં માલઢોરનું મારણ કરી નાખે ત્યારે 25 હજારથી 1 લાખ સુધી વળતર આપવા તથા જંગલ ખાતાનાં ગેટ ખોલી આપવા અને જંગલ ખાતાનાં અધિકારીઓ ફરજ ઉપર હોતા નથી અને હોય તો સરખા જવાબ મળતા નથી તેમજ જંગલ ખાતામાં ખાલી જગ્યાઓ તરત ભરવા સહિતની માંગણીઓ આવેદન પત્રમાં કરી હતી અને આ પ્રશ્ર્ને ઘટતુ કરવામાં નહિ આવે તો 15 દિવસમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપ્યાનું દેવરાજભાઇ સાવલીયા, એલ.બી.ધોળીયા, વસંતભાઇ ભંડેરી અને સામતભાઇ જેબલીયાએ સંયુકત યાદીમાં જણાવ્યું છે.


લુંઘીયા ગામે ત્રણ દીપડાએ ઝાડ પર દેખા દીધાનો સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ

અમરેલી,બગસરા તાલુકાના છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ હાહાકાર મચાવ્યો છે. અને બે ત્રણ જણને ઇજાઓ કર્યાના બનાવો હજુ સુકાયા નથી ત્યાં લુંઘીયા ગામમાં ત્રણ દીપડા ઝાડ પર ચડી ગયાનો વિડીયો વાયરલ થવાની અફવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બગસરા તાલુકામાં મુંજીયાસર, તોરી સહિતના ગામોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ભય ફેલાય ગયો છે. ત્યારે લુંઘીયા ગામમાં આવેલ એક ઝાડ પર ત્રણ દીપડાઓ ચડી ગયા હોવાનો સોશીયલ મીડીયામાં વિડીયો વાયરલ થયો હોવાની અફવાથી લોકોમાં ભય ફેલાય ગયો છે.


આખરે માર્ગ મકાન વિભાગ પંચાયતમાં અધિકારીની નિમણુંક

અમરેલી, અમરેલી જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના કામ કરવામાં આવી રહયા છે ત્યારે અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ તાજેતરમાં આ કામોનું સરપ્રાઇઝ ચેકીેંગ કરી અને નબળા કામ થતુ હોવાનું ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી હતી. અને માર્ગ મકાનમાં કાર્યપાલક ઇજનેર સીવીલની જગ્યા ખાલી હતી તે ભરવા માટે અમરેલી જીલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવતા આ અંગેની રજુઆત સરકારમાં થતા તાત્કાલીક અસરથી રાજ્ય સરકાર દ્વારા માર્ગ મકાન વિભાગની કાર્યપાલક ઇજનેર સીવીલની જગ્યા પર ટહેલીયાણીને આ જગ્યા પર મુકવામાં આવ્યા છે. તેમ જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડના કામો કરવામાં આવી રહયા છે. ત્યારે આ કામમાં વપરાતું મટીરીયલ બરોબર છે કે નહી તેની ચકાસણી અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઇ વાઘેલાએ તાજેતરમાં હાથ ધરતા આ કામમાં બરોબર મટીરીયલ ન વપરાયાનું માલુમ પડતા તાત્કાલીક તેઓએ અમરેલી જીલ્લા કલેકટરને આ અંગેની રજુઆત કરી હતી. જેના પ્રત્યુતર રૂપે જીલ્લા કલેકટરે આ અંગેની જાણ રાજ્ય સરકારને કરતા તાત્કાલીક અસરથી કાર્યપાલક ઇજનેર (સીવીલ) ની જગ્યા પર ટહેલીયાણીને મુકવામાં આવ્યા હતા. આમ રસ્તાના ચાલી રહેલા કામોમાં જો કોઇ ક્ષતી અથવા તો અન્ય કોઇ નબળી કામગીરી જોવા મળે તો જીલ્લા પંચાયત પ્રમુખને મોબાઇલ નં. 90990 41541 ઉપર જાણ કરવી. અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકે તાત્કાલીક આ જગ્યા ભરવા માટે રાજ્ય સરકારમાં રજુઆત કરેલ. જેનો જીલ્લા પંચાયત પ્રમુખે આભાર વ્યક્ત કર્યો છે.


error: Content is protected !!