Main Menu

Tuesday, December 10th, 2019

 

મોટી કુંકાવાવના તોરી ગામના પાદરમાં દીપડાએ દેખા દીધી

તોરી,અમરેલી જીલ્લાના મોટી કુંકાવાવ તાલુકાના છેવાડાના તોરી તેમજ આસપાસની અંદાજે 5 હજારની વસ્તી ખેતી અને પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે. આ વર્ષે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ અવાર નવાર જંગલી જનાવરોનો પગ પેશરો હોય. વન વિભાગને અગાઉ જંગલી પ્રાણીઓને પકડીને લઇ ગયેલ. તોરી અરણસુખ વિસ્તારમાં જીણાભાઇ વાગડીયાની વાડીમાં પડેલ દીપડાને વન વિભાગ દ્વારા જીવતો બચાવી બહાર કાઢયો હતો. અગાઉ તોરી ખાન ખીજડીયા વિસ્તારમાં ભીખુભાઇ આપાની વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હતો. આ બાબતે વનિ વભાગને જાણ કરતા પીંજરૂ મુકવામાં આવ્યું હતુ. પરંતુ દીપડો ન પકડાતા અંતે પાંજરૂ ઉપાડી લેવામાં આવ્યું હતુ. આ અગાઉ 15 વીસ દિવસ પહેલા તોરી ગામના મેલાણ વિસ્તારમાં મનુભાઇ સાવલીયા, રવજીભાઇ બોરડા, ભરતભાઇ કોટડીયા અને ધીરૂભાઇ વેકરીયાના ખેતર નજીક આવેલ સુરવો નદીના કાંઠા પર દીપડો જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા પાંજરૂ મુકવામાં આવેલ અને દીપડો પાંજરે પુરાય જતા બીજા દિવસે વન વિભાગની ટીમે પાંજરૂ મુકેલ. ત્યાં યુવાનો દ્વારા ફોટાઓ મોબાઇલમાં પાડવામાં આવ્યા હતા તે વન વિભાગ દ્વારા આ ફોટાઓ ડીલેટ કરાવેલ. તેમજ પીંજાની કપડાથી ઢાંકી દીધ્ોલ. અને લઇ ગયેલ. વન વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે હજુ અહીંયા બચ્ચા હોવાનું અનુમાન છે. ગઇ કાલે રાત્રીના સવારમાં ખેતર વાડીઓમાંથી તોરી ગામના પાદરમાં આવતા ખેડુતો મજુરોએ ગામના પાદરમાં અવેડા પાસે દીપડાને જોયેલ હતો. તે દીપડો બાજુમાં આવેલ ખીજડા વાડીમાં કપાસમાં ઉતરતા મજુરોએ સવારના 9 કલાકે જોઇ જતા મજુરો ભાગી અને તોરી ગામના પત્રકાર વીનુભાઇ કોટડીયાને જાણ કરતા તેઓ આ દીપડાનું પગેરૂ મેળવવા સ્થળ પર દોડી ગયા હતા. અને પગના નીશાન જોતા તેઓએ આ બાબતની જાણ મોટી કુંકાવાવ વન વિભાગને કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અને જીણવટ ભરી તપાસ હાથ ધરતા દીપડો હોવાનું કહેલ. અને ત્યાં પાંજરૂ મુકવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓ જોવા મળતા ખેડુતો અને મજુરોમાં ભયનું લખલખુ પ્રસરી ગયુ છે.


72 કલાક પુરા : તંત્રને હંફાવતો ચાલાક દીપડો હાથ ન લાગ્યો

અમરેલી,માનવીને ખાઇ જનારા દીપડાને પકડવા માટે સંખ્યાબંધ શુટરો, અનેક છટકાઓ, ડ્રોન તથા સીસી ટીવી કેમેરા તથા વનવિભાગના મોટા ઉચ્ચ અધિકાારીઓના ધામા છતા પણ આદમખોર દીપડો વનતંત્ર કરતા વધારે ચાલાક સાબીત થતો હોય તેમ વનવિભાગના અધિકાારીએ માત્ર 72 કલાકમાં આપરેશન પાર પાડવાનો વ્યકત કરેલ આશાવાદ નિષ્ફળ ગયો છે 72 કલાક પુરા થયા છે અને તંત્રને હંફાવતો ચાલાક દીપડો હાથ નથી લાગ્યો.બગસરા તાલુકાના ઇતિહાસમાં પહેલી જ વખત દીપડાને કારણે 15મી સુધી 144મી કલમ લાગું કરવામાં આવી છે પણ આ રેવન્યુ વિસ્તારનું ઓપરેશન હોય વનતંત્ર આમા સ્થાનિક લોકોને સાથે રાખે તો વહેલું પુરુ થાય તેવી શકયતા છે કારણ કે વનતંત્રને જંગલના કે સાવ શહેરી વિસ્તારોના ઓપરેશનનો મહાવરો હશે પણ આ સપાટ વિસ્તાર દીપડાનું ઘર બની ચુકયો છે. આજે કુંકાવાવ અને બગસરા વચ્ચેના તોરીમાં દીપડો દેખાયો હતો તો જાફરાબાદના પીછડીમાં પણ દીપડો પાડુ ખાઇ ગયો છે અને દીપડાને ચીસ પાડી ઉઠેલી મહીલાનો અવાજ ચાુલ્યો ગયો છે. હાહાકાર મચાવી દેનારા દીપડાએ ધરતતીપુત્રોની કઠણાઇ બેસાડી છે પહેલા વાવાઝોડું પછી અતિવૃષ્ટી થઇ અને તેમાય રોગચાળો આવ્યો ચોમાસુ ગયું ઘંઉ લઇ પાક લેવા માંગતા ખેડુતોને હવે આ દીપડાનો ત્રાસ સહન કરવાનો આવી રહયો છે. જેના કારણે ખેતીને મોટી અસર થઇ છે. લોકો વનતંત્ર પાસે આ ઓપરેશન વહેલું પુરુ થાય અને દીપડો વહેલો ઠાર મરાય તેવી આશા રાખી રહયા છે.


10-12-2019


error: Content is protected !!