Main Menu

Wednesday, December 11th, 2019

 

અમરેલી માટે ખારા પાણીને મીઠુ બનાવવાના પ્લાન્ટને મંજુરી

અમરેલી,રાજ્ય સરકારની ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપની દ્વારા ઘોઘા બંદર ખાતે દરરોજનું સાત કરોડ લીટર ખારા પાણીને મીઠુ બનાવવાના પ્રોજેક્ટને મંજુરી મળી જતા એક વર્ષ બાદ રાજ્ય સરકારના તમામ વિભાગોની મંજુરી મળી જતા આ કામ શરૂ કરવામાં આવશે. જેના લીધ્ો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના 50 થી વધ્ાુ ગામોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના સાકાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂા. અઢીસો કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બાકીનો ખર્ચ કામ કરનાર એજન્સીએ ભોગવવાનો રહેશે. તેમ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ દિન પ્રતીદિન મીઠા પાણીની સમસ્યા ગંભીર બનતી જાય છે. ત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના દરિયા કાઠાના ગામોમાં ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની અતિ ગંભીર સમસ્યા ઉદભવે છે. ત્યારે આ વિસ્તારની પ્રજાને એક બેડુ પાણી મેળવવા માટે એક એક કિ.મી. સુધી દુર જવુ પડતુ હોય છે. ત્યારે આ વિસ્તારની પ્રજાને ઉનાળાના દિવસોમાં પીવાનું પાણી પુરતુ મળી રહે તે માટે ઘોઘા બંદર ખાતે ખારા પાણીને મીઠુ પાણી બનાવવાનો પ્લાન્ટ સ્થાપવા માટેની મંજુરી મળી ગઇ છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ કે દૈનિક 70 એમ.એલ.ડી. એટલે કે 7 કરોડ લીટર ખારા પાણીને મીઠુ બનાવવામાં આવશે. આ યોજના થકી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જીલ્લાના 50 થી વધ્ાુ ગામોને નર્મદાની પાઇપ લાઇન દ્વારા મીઠુ પાણી પહોંચાડવામાં આવશે. આ પ્લાન્ટની એજન્સીએ રાજ્ય સરકારના વિવિધ વિભાગો જેવા કે ફોરેસ્ટ, પર્યાવરણ, પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મંજુરી મેળવ્યા બાદ આ કામ શરૂ કરવામાં આવશે. આ કામ અંદાજે એક વર્ષ બાદ શરૂ થઇ જતા 50 થી વધ્ાુ ગામોને દરિયાનું ખારૂ પાણી મીઠુ બનાવી અને પહોંચાડવામાં આવશે. આ યોજના પાછળ જે ખર્ચ થનાર છે તેમાં 50 ટકા એટલે કે અઢીસો કરોડ જેવી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. જ્યારે બાકીની રકમ કામ કરતી એજન્સીએ ભોગવવાની રહેશે તેમ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ.


કુંડલામાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજનાં ભવ્ય સમુહલગ્ન યોજાયા

સાવરકુંડલા,શ્રી ગુજેર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ ના આગણે 32 મો સમુહલગ્ન ભવ્ય તાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા સમાજ ના પરમ પૂજ્ય વંદનીય સતાધાર ની જગ્યા ના મહંત શ્રી વિજયબાપુ. શ્રી કાનજીબાપુ જગ્યા ના મહંત શ્રી હસુબાપુ તથા ગોવિદા આશ્રમ ના મહંત શ્રી ધનાબાપુ, જ્ઞાતિ રત્ન અને ભામાશા અને જુનાગઢના મેયર શ્રી ધીરૂભાઈ ગોહીલ તેમજ સમારંભના પ્રમુખશ્રી શ્રી ભરતભાઈ ટાંક તથા શ્રીમતી ઉવીેબેન ભરતભાઈ ટાંક મહુવા સમાજ ના પ્રમુખ શ્રી લાલજીભાઈ મકવાણા. અમદાવાદ સમુહલગ્ન સમીતિ ના પ્રમુખ શ્રી વિનુભાઈ ચૌહાણ. ગોરધનભાઈ ચોટલીયા પ્રકાશભાઇ મોરી. સુરત જ્ઞાતિ યુવા કાયેકતા યોગેશભાઈ પરમાર જનક ભાઈ સાપરા. રાજુલા છગનભાઈ ટાંક. તેમજ રાજકીય આગેવાનો પૂવે કૃષિ મંત્રી શ્રી વી.વી.વધાસીયા તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા તથા મીલનભાઈ રૂપારેલ તથા પ્રતિકભાઈ નાકરાણી. કનુભાઈ ગેડીયા હસુભાઈ ચાવડા. જગદીશ ભાઈ ઠાકોર. મગળુભાઈ બોરીચા. સવજીભાઈ તેમજ કરીયાવરના દાતાશ્રી તથા સમુહલગ્નના ભોજનસંમારભના દાતા અને મુળ સાવરકુંડલાના બોરડીના વતની અને હાલ વાપી શ્રી ઘનશ્યામભાઇ વાઘેલા અને શ્રીમતી ઉજીબહેન વાઘેલા વગેરે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા સમાજના આગેેવાન અને રાજકીય અગ્રણી શ્રી ગોવિંદભાઇ પરમારના નેજા હેઠળ ભવ્ય સમુહલગ્ન સંપન્ન થયા હતા. શ્રી ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ ચૌહાણ. બાલાભાઈ સાપરા. મધુભાઈ ભાલીયા. ભીમજીભાઈ લાડલા તેમજ જ્ઞાતિ સમાજ ના પ્રમુખ શ્રી ગોવિંદભાઇ પરમાર તથા મનસુખભાઈ વાળા, દિપકભાઇ મોરી, ભાવેશભાઇ મોરી, એ. બી યાદવ, રાજુભાઈ માળવી, રોહિતભાઈ સાપરા, અશોકભાઇ ચૌહાણ, વલ્લભભાઈ ચોટલીયા, જીવનભાઈ યાદવ, વિજયભાઈ માળવી, કેવલ સોડીગળા, ભુપતભાઈ યાદવ, જેઠાભાઈ પરમાર, નાગજીભાઈ કાચા, જયંતિભાઈ ભાલીયા, સંજય મારુ, મહેશ સોડીગળા, પાથે સોડીગળા, ગોવિદભાઈ ચાવડા, આશોકભાઈ ટાંક, કાંતિભાઈ મોરી, મનીષભાઈ કાચા, પ્રવીણભાઈ ટાંક, ડો કે એમ લાડવા, હિરજીભાઈ સાપરા, મનસુખભાઈ ચોહાણ, ગૌરાંગ સોલંકી વગેરે આ કાર્યકમ સફળ બનાવવા માટે મહેનત કરેલ હતી.


બગસરાના કાગદડી ગામેથી દીપડી પાંજરે પુરાઈ

બગસરા,બગસરા તાલુકાના કાગદડી ગામની સીમમા આવેલ સરપંચ વિનુભાઈ ની વાડીમાથી એક દીપડી પાંજરે પુરાઈછે અને તેને વન વિભાગ દ્વારા પકડી લેવામા આવેલ છે જેની વનવિભાગ ખાતા દ્વારા તેની પુષ્ટિ કરવા માં આવી છે દીપડી પાંજરે પુરાઈનો બનાવ લગભગ સવાર ના 3:30 કલાકે બનાવામાં આવેલછે વનખાતા દ્વારા કાગદડીના સરપંચની વાડીએથી આ દીપડીને પાંજરે પૂરીને પકડવા આવી હતી અને ગામ લોકો દ્વારા એવુ પણ કહેવામાં આવેછેકે આ દીપડી છેલ્લા કેટલાક સમય થી કાગદડી ની સિમોમાં રહે છે અને છેલ્લા ત્રણ મહિના પહેલાઆ દીપડીએ બે બચ્ચા ને જન્મ પણ આપ્યો છે તો સવાલ એવો ઉભો થાય છે કે જો બે બચ્ચા ને જન્મ આપવામાં આવ્યો હોય તો આ બચ્ચા હાલમાં અહીંની કોઈ જગ્યાએ હોવા જોઈએ પણતે પકડમાં નથી આવ્યા અને જો આ દીપડી કેટલાક સમય થી અહીંયા રહેતી હોય તો તે માનવ ભક્ષી નો હોઈ શકે કેમ કે જ્યાં જ્યાં બનાવો બન્યા છે તે ગામ કાગદડી થઈ બહુ દૂર છે ને માનવભક્ષી દીપડો હોવા ની શંકાઓ સેવાય રહી છે અને આ દીપડીના બચ્ચા પણ હાથ માં આવેલ નથી તોશું બગસરા તાલુકા પંથક માં માનવભક્ષી દીપડા હજુ જંગલખાતા ને હાથ તાલી આપી રહ્યા હોય તેવું જણાય રહ્યું છે.


અમરેલી બીએસએનએલનાં 108 કર્મચારીઓની સ્વૈચ્છીક નિવૃતી

અમરેલી,દેશની સૌથી મોટી અને જુની એવી બીએસએનએલ કંપની ઉપર પગારનું આર્થીક ભારણ વધી જતા અને સાથોસાથ નાના ડીવીઝનોને બીઝનેસ વધારવાનાં હેતુથી મોટા ડીવીઝનોમાં મર્જ કરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે અમરેલી બીએસએનએલ ડીવીઝનનાં 179 કર્મચારીઓમાંથી 108 કર્મચારીઓએ વીઆરએસ સ્વીકારી લીધ્ાુ છે. બાકીનાં કર્મચારીઓ આગામી દિવસોમાં વીઆરએસ સ્વીકારી લેશે. અમરેલી જિલ્લામાં સાડા નવ હજાર જેટલા ટેલીફોનનાં ડબલાઓ છે. તેમજ એક લાખ જેટલા સીમકાર્ડ વેચાણ કરવામાં આવ્યુ છે. તેમ અમરેલી બીએસએનએલનાં ડીજીએમ લલીતભાઇ સુવાગીયાએ જણાવ્યું હતું.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ સૌથી મોટી ટેલીકોમ કંપની બીએસએનએલનાં કર્મચારીઓનું સૌથી વધ્ાુમાં વધ્ાુ આર્થીક ભારણ હતું. આ ભારણ ઘટાડવા માટે કંપની દ્વારા વીઆરએસ સ્કીમ અમલી બનાવાઇ હતી. જે અંતર્ગત અમરેલી બીએસએનએલ ડીવીઝન હેઠળ કામ કરતા 179 કર્મચારીઓમાંથી 108 કર્મચારીઓએ વીઆરએસ સ્વીકારી લીધ્ાુ છે. જેમાં કલાસ વનનાં ચાર કર્મચારી, કલાસ ટુનાં છ, કલાસ થ્રીનાં 87, પટ્ટાવાળા 11નો સમાવેશ થાય છે. જયારે બાકી રહી ગયેલા તમામ કર્મચારીઓ આગામી દિવસોમાં વીઆરએસ સ્વીકારી લેશે. અમરેલી ડીવીઝનનાં ડીજીએમનાં જણાવ્યા પ્રમાણે નાના ડીવીઝનોને મર્જ કરી અને મોટા ડીવીઝનોમાં ભેળવી દેવામાં આવ્યા છે. જેનુ મુખ્ય કારણ એ છે કે સીમકાર્ડ તેમજ ટેલીફોનનાં ડબલાનું વધારેેમાં વધારે વ્યાપ વધ્ો તે માટે આવા નાના ડીવીઝનોને ભેળવી દેવામાં આવી રહયા છે. આ ઉપરાંત અમરેલી ડીવીઝનમાં કુલ સાડા નવ હજાર જેટલા ટેલીફોનનાં ડબલાઓ છે. જયારે 1,68,000જેટલા સીમકાર્ડનું વીતરણ કરવામાં આવી રહયું છે. આ ઉપરાંત બીએસએનએલનાં કર્મચારીઓને આજથી પાંચ માસ પહેલા નીયમીત પગારનું ચુકવણુ થઇ જતુ હતુ પરંતુ છેલ્લા દોઢ બે માસથી કર્મચારીઓનાં પગાર મોડા થઇ રહયા છે. સાથો સાથ અમરેલી શહેરમાં ટેલીફોન ખાતામાં ફરજ બજાવતા 42 જેટલા કર્મચારીઓએ પણ વીઆરએસ સ્વીકારી લીધ્ાુ છે. જયારે ખાનગી મોબાઇલ કંપનીઓએ પોતાનાં ટેરીફનાં દર વધારતાની સાથે બીએસએનએલનાં સીમકાર્ડનું વેચાણ બમણુ થઇ ગયુ છે. તેમજ ગુજરાતમાં બીએસએનએલનો 12હજાર કર્મચારીઓનો સ્ટાફ હતો. તેમાંથી 6 હજાર જેટલા કર્મચારીઓએ વીઆરએસ સ્વીકારી લીધ્ાુ છે. અમરેલી બીએસએનએલનાં ડીજીએમનાં જણાવ્યા પ્રમાણે હવે ડીવીઝન ઓફીસમાં માત્ર ગણ્યો ગાંઠીયો ટેકનીકલ સ્ટાફ જ ફરજ બજાવશે. આમ આગામી દિવસોમાં અમરેલી બીએસએનએલની ઓફીસ કર્મચારીઓ વગરની સુમસામ ભાસતી જોવા મળશે.


અમરેલી વન વિભાગનો કંટ્રોલરૂમ ધમધમતો થશે

અમરેલી,બગસરા તેમજ આસપાસનાં ગ્રામ્ય પંથકમાં અવાર નવાર જંગલી પ્રાણીઓનાં આટા ફેરા વધી જતા અને લોકોને તાત્કાલીક મદદ પહોંચી શકે તે માટે વન વિભાગને લેન્ડ લાઇન ફોનનું કનેકશન મળી જતા આગામી 1-2 દિવસમાં જ આ કંટ્રોલ રૂમ ધમધમતો થઇ જશે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બગસરા તેમજ આસપાસનાં ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાંક સમયથી જંગલી જનાવરોનો ભય દિનપ્રતિદિન વધતો જાય છે. ત્યારે લોકોને મદદરૂપ થવા માટે વન વિભાગને લેન્ડ લાઇનનો કનેકશન મળી ગયા બાદ ટુંક સમયમાં કંટ્રોલરૂમ ધમધમતો કરી દેવામાં આવશે.


હવે દીપડાને રેડીયો કોલર લગાવવા તજવીજ

અમરેલી,જંગલ ખાતા દ્વારા સિંહનું લોકેશન જાણવા માટે રેડીયો કોલર સીસ્ટમ લગાવવામાં આવી છે. તેવી જ રીતે ધારી, વીસાવદર, બગસરા પંથકમાં 50 થી વધ્ાુ દિપડાઓ વસવાટ કરી રહયા હોય તેનું લોકેશન જાણવા માટે જંગલ ખાતા દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને કેન્દ્ર સરકારની મંજુરી માટે મોકલી આપવામાં આવશે. મંજુરી મળી ગયા બાદ આ દિપડાઓનાં ગળામાં રેડીયો કોલર સીસ્ટમ લગાવવામાં આવશે તેમ જંગલ ખાતાનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બગસરા પંથકમાં છેલ્લા ચાર દિવસથી દિપડીએ હાહાકાર મચાવી ચારથી વધ્ાુ લોકો ઉપર હુમલો કર્યો હતો. આ દિપડીનું લોકેશન પકડાતુ ન હોય.જંગલ ખાતાનાં અધિકારીઓનાં પગે પાણી ઉતરી ગયા હતાં. આવી ઘટનાંઓ અવાર નવાર બનતી હોવાની બહાર આવી છે. ત્યારે દિપડાઓનું લોકેશન જાણવા માટે જંગલ ખાતા દ્વારા અગાઉ ગીરનાં સિંહોનાં ગળામાં રેડીયો કોલર સીસ્ટમ લગાવવામાં આવી છે. તેના દ્વારા આ સિંહોનું લોકેશન જાણી શકાય છે. ત્યારે ધારી,બગસરા, વિસાવદર પંથકમાં 60થી વધ્ાુ દિપડા દિપડીઓ વસવાટ કરી રહી છે. અને આ જંગલી પ્રાણીઓ દ્વારા અવાર નવાર માનવ તેમજ પશુઓ ઉપર હુમલા કરવાનાં બનાવો દિનપ્રતિદિન વધી રહયા છે. ત્યારે આ દિપડા દિપડીનું લોકેશન જાણવુ ખુબ જ કઠીન થઇ પડે છે. અને જંગલ ખાતાને આ જંગલી પ્રાણીઓનું લોકેશન મળી રહે તે માટે રેડીયો કોલર સીસ્ટમ ફીટ કરવા માટે કેન્દ્રનાં જંગલ ખાતાની મંજુરી મેળવવા માટે ચક્રોગતીમાન કરી દેવામાં આવી રહયા છે. મંજુરી મળ્યા બાદ આ તમામ દિપડા દિપડીઓનાં ગળામાં રેડીયો કોલર સીસ્ટમ ફીટ કરવામાં આવશે તેમ જંગલ ખાતાનાં સુત્રોએ જણાવ્યું હતું.


અમરેલીમાં રસ્તાઓનાં કામની ચકાસણી કરાઇ

અમરેેલી,અમરેલી શહેરનાં રસ્તાઓનું કામકાજ અત્યારે જિલ્લા પંચાયત રોડનું કામ ચાલી રહયું છે જેમાં આરસીસી રોડ બનાવવા માટે વપરાતા મટીરીયલનું તાજેતરમાં સોઇલ ટેસ્ટીંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં નીયમ પ્રમાણે મટીરીયલ વપરાવુ જોઇએ તેના કરતા વધ્ાુ સ્ટ્રેન્થની મજબુતાઇ જોવા મળી હતી. અને આવતી કાલે આ રસ્તાનાં કામકાજનું નીરીક્ષણ જિલ્લા કલેકટર આયુષ ઓક કરશે.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરની પ્રજા છેલ્લા કેટલાક સમયથી ભંગાર રસ્તાઓનાં કારણે ત્રાહિમામ પોકારી ગઇ હતી. આ સમસ્યામાંથી ઉગારવા માટે શહેરનાં મુખ્ય આઠ રસ્તાઓ આરસીસીનાં બનાવવા માટે કામનો પ્રારંભ કરવામાં આવી રહયો છે. જેમાં પ્રથમ જિલ્લા પંચાયત રોડ પર પુર જોશમાં રોડનું કામકાજ ચાલી રહયું છે. આ કામમાં એજન્સી દ્વારા મટીરીયલ જે વાપરવામાં આવી રહયું છે તે બરોબર છે કે નહી એ ચકાસણી કરવા માટે તાજેતરમાં ટીપીઆઇ પાસે કયુબ ટેસ્ટીંગ કરાવવામાં આવી રહયું છે. જેમાં સોઇલ ટેસ્ટની સ્ટ્રેેન્થ 135 હોવી જોઇએ. તેના બદલે 165ની સ્ટ્રેેન્થ આવતા આ કામમાં વપરાય રહેલ. મટીરીયલ સારી કવોલીટીનું જોવા મળી રહયુ હતું. આ ઉપરાંત આવતી કાલે જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા આ કામગીરીનું નીરીક્ષણ કરવામાં આવશે.


ચાંચ બંદરે ખારા પાણીને મીઠુ બનાવવાનો પ્લાન્ટ અધ્ધરતાલ

અમરેલી,રાજુલાના પીપાવાવ નજીક આવેલ ચાંચ બંદર ખાતે ખારા પાણીને મીઠુ પાણી બનાવવાનો પ્લાન્ટ સ્થાપવા માટેની જમીન પણ અમરેલી જીલ્લા કલેકટર કચેરી દ્વારા સુપ્રત કરી દેવામાં આવી હતી. અને આ પ્લાન્ટ બનાવવા માટે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં માત્ર 3 જ ટેન્ડરો આવ્યા હતા. જેમાં 1000 લીટર પાણીને મીઠુ બનાવવાનો ભાવ રૂા. 60 આસપાસ આવતા હાલ આ યોજના પર પાણી ફરી વળ્યુ છે. અને હવે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ફરી વખત રાજ્ય સરકારની મંજુરી મેળવી અને ફરી ટેન્ડરો બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પીપાવાવ નજીક આવેલ ચાંચ બંદર પાસે દરિયાના ખારા પાણીને મીઠુ પાણી બનાવવાનો વીસ એમ.એલ.ડી. પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં પ્રતિ 1000 લીટરનો ભાવ રૂા. 40 થી 48 ની વચ્ચે નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ માત્ર ત્રણ જ કંપનીઓના ટેન્ડરો ખારા પાણીને મીઠુ બનાવવા માટેના આવ્યા હતા. જેમાં પ્રતિ 1000 લીટરનો ભાવ રૂા. 60 આવતા હાલ તુરંત આ યોજના અધરતાલ બની ગઇ છે. હવે ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ફરી વખત આ યોજનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારની મંજુરી મેળવી અને ફરી વખત ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો આ યોજના સાકાર થાય તો રાજુલાના 72 ગામો તથા જાફરાબાદ તાલુકાના 41 ગામોને આ યોજનાનો મહતમ લાભ મળી શકે તેમ છે.


11-12-2019


error: Content is protected !!